"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુરૂફળ કે શ્રાપ?

  

                                                           હું મેનાને સમજાવી, સમજાવી થાકી પણ શ્રદ્ધા અને એ પણ આંધળી શ્રદ્ધાના પિંજરામાં સપડાયેલી મારી બેનપણીએ કદી મારી વાતનું ધ્યાન ના આપ્યું. ધર્મના સદગુણો ઘણાં છે પણ એને ખરાં અર્થમાં સમજનારા કેટલાં? અમો બન્ને મેરેજ કરી અમેરિકા સાથે આવ્યા હતાં.નાનપણની આ મારી બેનપણી મેના પહેલેથીજ માનતા માનવામાં, ભુવા-ભગત અને સાધુઓએ આપેલી મંત્ર-તંત્ર વાળી માળા, કંઠી પહેરવામાં માને. એમના મા-બાપ પણ એજ કક્ષામાં ! કદી કદી બહારગામથી આવતા સાધુઓ, ગુરૂઓની સેવા કરવા પણ મેના નાનપણથી જતી. “મેના તું હવે સોળ વરસની થઈ …આ અજાણા ગામથી આવતાં સાધુઓ, ગુરૂઓના સ્થાને રાતે સેવા કરવા જવું એ હિતવાહક ના કહેવાય.’ ‘દક્ષા તું રહી નાસ્તિક તને તો કોઈ પણ સાધુ-સંત ગમતાંજ નથી. તને ભગવાન પ્રત્યે જરી પણ શ્રદ્ધા નથી.’  ‘સાધુ-સંત અને ગુરૂઓની સેવા કરવાથીજ આપણે  ભગવાનના દ્વાર પર જઈ શકીશું! એજ આપણને સાચો માર્ગ બતાવી શકે.’  ‘મેના, તું જ કહે ભગવાનના ભગત સમા આ સાધુ-સંતને સ્ત્રીઓની જ સેવાની કેમ જરૂર પડે?’  ‘દક્ષા એ તને કદી પણ ખબર જે સમજ નહીં પડે! નાસ્તિક લોકો સેવાનો સાચો અર્થ કદી સમજી નહી શકે!

                                                             ‘મેના, તું અને તારા પતિ બન્ને મેડીકલ ટેસ્ટ કરાવી લ્યો જેથી સાચી ખબર પડે કે બે માંથી કોનામાં મેડીકલી ખામી છે? અને પછી તેનો સાચો ઉપાય કે સારવાર કરી શકાય.’ ‘દક્ષા, ભગવાનની જેવી મરજી! ઘરમાં પારણું ઈશ્વરની ઈચ્છાથીજ બંધાય છે. હું આવા ટેસ્ટમાં માનતી નથી અને મારા પતિ પણ.ઈશ્વરની ઈચ્છા હશે તો સૌ સારાવાના થઈ જશે! ‘મેના તું અમેરિકા જેવા આધુનિક અને મોર્ડ્ન કન્ટ્રીમાં રહે છે અને આવા વિચારો ધરાવે છે?  આ દેશમાં તો કેટલી આધુનિક સગવડતા છે અને જેની મદદથી સંતાન વગરના કપલને સંતાન થાય!’ પણ મેના આ દેશમાં રહીને પણ જુનવાણીના વિચારોમાં એવી જકડાયેલી હતી કે મેં આપેલ સલાહ સાવ નિષ્ફળ નિવડી. અને ત્યારથી મેં  એ બાબતથી સલાહ આપવાનું જ બંધ કરી દીધું!

                                                              બસ મેના અને એમના પતિ માટે તો ભારતથી  આવનાર”બાબાનાથ” એમનાં માટે  ભગવાન! મેના અને તેણીના પતિ કાંતીભાઈને પીઝાની બે ફ્રેન્ચાઈઝ હતી.પૈસી ટકે બહું જ સુખી હતાં. ક્લિયર લેઈક જેવા સારા એરિયામાં બે મિલિયન ડોલરનું આલિશાન ઘર હતું. સંપતીનું સુખ હતું પણ સંતાનનું નહી! “બાબાનાથ” જ્યારે જ્યારે અમેરિકા આવે ત્યારે એ બે મહિના એમને ત્યાં જ ઉતરે તેમજ અમેરિકાના જુદા જુદા શહેરમાં જવા-આવવાની ફસ્ટ-કલાસની એર-લાઈન ટીકીટ લઈ આપે . “બાબાનાથ” એટલે એમના ભગવાન! એ ઘેર આવે ત્યારે “બાબાનાથ માટે સવારના બદામનો શીરો, કાજુ- દ્રાક્ષ અને ફ્રેશ બનાવેલો ઓરેન્જ જ્યુસ, બપોરે લન્ચમાં જાત જાતના ફ્રુટ્સ, વેજીસુપ અને સાંજે ડીનર પણ  સંધ્યા પહેલાં!  એમાં એમની પસંદગીની દરરોજ જુદી, જુદી વાનગીમાં બે શાક, ફરસાણ, મેન્ગો બરફી, સુપ-સલાડ અને રાત્રે સુતા પહેલાં બદામ-કાજુના મેવા વાળું ગરમ દુધ! રાજાશાહીથી રહેવાર બાબાનાથને અમેરિકા તો  સ્વર્ગ જેવું લાગે! ‘બાબા, અમારી પાસે બધું છે પણ સંતાન  નથી. આપ અમને એવા આશિર્વાદ આપો કે અમારા ઘરમાં પારણું ઝુલે! મેના હાથ જોડી બોલી. મારી યોગ સાધના અને મંત્ર-તંત્ર વિદ્યાથી જરૂર તારે ત્યાં સંતાન પ્રાપ્તી થશે પણ હું જેમ કહું એમ તમારે કરવાનું રહેશે!.’જરૂર ગુરૂજી, સંતાન-પ્રાપ્તી માટે અમે આપ કહેશો એ પ્રમાણે કરવા તૈયાર છીએ.કાંતીભાઈ ગળગળા થઈ બોલ્યા. હું અહીં હજું એક મહિના માટે છું અને મારી યોગ સાધના અને ધ્યાન વખતે મંત્રોચાર કરવા મેના મારી સાથે  રહેશે અને આ સમય દરમ્યાન તમારે કાંતીભઈ  બ્રહ્માચર્ય પાળવાનું રહેશે! પછી જુઓ મારા સાધનાની અસર!” ‘વાહ ગુરૂજી, વાહ ‘ પતિ-પત્નિ બન્ને એમના ચરણમાં પડી ગયાં..બસ દરરોજ બે કલાક ગુરૂજીના રૂમમાં મેના જોડાઈ અને ગુરૂજીના આદેશ પ્રમાણે વર્તવાનું અને આની ચર્ચા કોઈ પણ સાથે નહી કરવાની પતિ સાથે પણ નહીં આવી કડક સૂચના  ગુરૂજીએ મેનાને  આપેલ. એમાં જો ભંગ કે સુચનાનો અમલ નહીં થાય તો સાધના નિષ્ફળ જાય અને સાધનામાં ખલીલ પડાવાથી શ્રાપ મળે એ જુદો!

                                                    ‘દક્ષા હું પ્રેગનન્ટ છું, મેં તને નહોતુ કીધું કે અમારા ગુરૂ બહુંજ સિદ્ધપુરુષ અને મહાન છે એમની કૃપાનું જ આ ફળ છે!’ હું શું કહું? જ્યાં શ્રદ્ધા આંધળી હોય ત્યાં સાચી વસ્તું દેખાતી જ નથી! મને થયું કે લાવ એકવાર ગુરૂજીને મળી લઉં અને એક બે પ્રાયવેટ પ્રશ્ન પુછી લઉં પણ ખબર પડી કે એ તો ભારત પાછા જતાં રહ્યાં છે.મને ખબર હતી કે મેનાની પ્રેગનન્સીનું ફળ ગુરૂજીનું જ છે! પણ કોને કહેવા જાવ!

                                                  આજના સવારના સમાચારે મને ચોકાવી દીધી અને  મનમાં એકદમ ગભરાટ ઉભો થયો. સમાચાર હતાં..”બાબાનાથ”નીસેક્સ કૌભાંડમાં ધરપકડ.”સાથો સાથ એ પણ ઉલ્લેખ હતો કે..’બાબાનાથને “એઈડ”(AID) પણ છે એવું પુરુવાર થયું.’ ‘Mena, i am sorry for you and your feature child!( મેના,તારા અને તારા આવનાર બાળકની મને દયા આવે છે.) હું મનોમન ઉકળી ઊઠી!

આપ આ વાર્તા વાચ્યાબાદ આપનો અભિપ્રાય આપવા વિનંતી..

મે 13, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 13 ટિપ્પણીઓ

   

%d bloggers like this: