પ્યાલી ઉઠાવું છું
કોઈની ઈતેજારી છે, નયન પથમાં બિછાવું છું,
હું મુજ પાંપણની ઉપર ખૂનનાં મોતી સજાવું છું.
હજારો આફતો ડૂબી જશે ગભરા નહિ, અય દિલ,
હું એકએક અશ્રુની પાછળ સમંદર લઈને આવું છું.
એ નવજીવનની મુજને લેશ પણ પરવા નથી મૃત્યુ,
ખબર છે, ઠોકરો મારી નવી દુનિયા વસાવું છું.
હું મુંઝાઉં છું, મુજને ડૂબવા દેતી નથી કિસ્મત!
ઘણીએ કોશિશોથી નાવ તોફાનોમાં લાવું છું.
ઉઠાવું શાને તુજ અહેસાન,ઓ તકદીર, આજે તું,
હું મુજ હસ્તીને જો, મારા જ હાથોએ મિટાવું છું.
મને જોતાં સુરાલયમાં ઘટા કાળી ચડી આવી,
ખુદાનું નામ લે ‘યાવર’ હવે પ્યાલી ઉઠાવું છું.
-યાવર
વિશ્વદિપભાઇ,
સરસ ગઝલ!્બ્ધા શે’ર સારા છે.મને આ વધાર ગમ્યો
એ નવજીવનની મુજને લેશ પણ પરવા નથી મૃત્યુ,
ખબર છે, ઠોકરો મારી નવી દુનિયા વસાવું છું.
સપના
સરસ ગઝલ
હું એક તણખલું છું,
અને મારામાં તણખો આવી પડયો છે
અને સામેથી ગતિભેર ,
પૂર જોશમાં પ્રભાતનો …
મારા શરણે મારી પાંસે આવ ,
બેસ તારી મહેફિલની આ પ્યાલી
હવે છલોછલ થવામાં છે
ઉઠાવું શાને તુજ અહેસાન,ઓ તકદીર, આજે તું,
હું મુજ હસ્તીને જો, મારા જ હાથોએ મિટાવું છું.
મને જોતાં સુરાલયમાં ઘટા કાળી ચડી આવી,
ખુદાનું નામ લે ‘યાવર’ હવે પ્યાલી ઉઠાવું છું.
Koina dilni vaat, Kadach ganana dilni vaat hashe
very nice gazal