"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્યાલી ઉઠાવું છું

indian_paintings_08

કોઈની    ઈતેજારી    છે,     નયન પથમાં     બિછાવું  છું,
હું મુજ    પાંપણની      ઉપર ખૂનનાં    મોતી   સજાવું  છું.

હજારો      આફતો  ડૂબી જશે     ગભરા નહિ, અય દિલ,
હું   એકએક    અશ્રુની પાછળ સમંદર    લઈને આવું છું.

એ નવજીવનની મુજને લેશ    પણ પરવા નથી મૃત્યુ,
ખબર છે, ઠોકરો  મારી      નવી       દુનિયા  વસાવું છું.

હું મુંઝાઉં  છું, મુજને     ડૂબવા  દેતી   નથી    કિસ્મત!
ઘણીએ      કોશિશોથી      નાવ   તોફાનોમાં    લાવું છું.

ઉઠાવું     શાને    તુજ અહેસાન,ઓ તકદીર,    આજે તું,
હું       મુજ હસ્તીને જો, મારા જ હાથોએ      મિટાવું છું.

મને      જોતાં સુરાલયમાં  ઘટા    કાળી ચડી આવી,
ખુદાનું       નામ લે ‘યાવર’      હવે  પ્યાલી ઉઠાવું છું.

-યાવર

ઓક્ટોબર 24, 2009 Posted by | Uncategorized | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: