"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આપી દો..

10-outstanding-3d-character-designs-and-illustrations

મનોવ્યાપાર  અટકળને  તરસનું   નામ  આપી  દો,
ફકત એકાદ તો અનહદ   છલકતો   જામ  આપી  દો.

પછી  સંબંધ  જેવું    વિસ્તરે   અઢળક   તમારાથી,
ઋણાનુંબંધમાં  સમથળ ઋચા સરિયામ આપી દો.

સમય  આવ્યે  ઊગે  સૂરજ  અને ઢોળાય રંગો પણ,
નરી રંગોની  મિલકતને   નવા   આયામ આપી દો.

ખરે   ખીલે   નગરની  રિકત ઘટનાઓ  વ્યવસ્થામય,
ધરા આકાશ, ઓજસ, જળ,પવન નિષ્કામ આપી દો.

પડે  પરદા  ઊઠે  પરદા   નડે   પરદા  ખરે  પરદા,
હઠે   આચ્છાદનો  હળવા  સહજ  અંજામ   આપી દો.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

ઓક્ટોબર 2, 2009 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: