શબ્દોથી મૌન રડે છે.
આપણાં બેયની વચ્ચે…
પથરાયેલ સમજૂતીનું મૌન્-
ખબર ન્હોતી કે ખૂલશે ત્યારે-
ત્યારે મારા માટે શબ્દોનાં
દ્વાર પરે ઊંબરો બની જશે?
એક સમય હતો
તારાં મૌનથી
મારા શબ્દો હંમેશાં રડ્યા કરતા
પણ
આજે
તારાં શબ્દોથી મારું
મૌન રડે છે.
શું-
અભિવ્યક્તિઓ પણ
આટલી અસરકારક?
-નીલા ઠાકર
ટિપાં,ટિપાં…એક
૧. વાદળ ગળે,
ધરતી રસે
૨.ફાલ્યાં કેસૂડાં જંગલે,
ભભકી વાદળમાં આગ
૩.ઉર્મિઓ…..ઉર્મિઓ
ક્યાંથી આવે,ક્યાં જાય?
અંગના પણ અનંગના
૪. રાધા ગોરી, કિશન કાળાં
કવિઓ ગાયાજ કરે
ઉમા શ્યામા, શિવજી ધોળાં
લોકો ચર્ચ્યાજ કરે
અતિ અંધકાર કે અતિ પ્રકાશમાં
ના કોઈ ફરક – માત્ર અસ્તિત્વજ
૫.ચોખાનાં દાણા, શેઠાણીને મન
-મોગરાની કળીઓ
મોગરાની કળીઓ-
ભિખારણે ચોખા ભાળ્યા
ડો.કનક રાવળ પોર્ટલેંડ, ઓરિગોન ઓક્ટોબર ૨.૨૦૦૯