"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

30096

અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
     કોઈ એક ઉઠાવી, બનાવ્યા પાળીયા
ગામ પાદરે પૂજાયા પાળીયા.

કોઈ ઉઠાવી,બનાવી મૂર્તિ ઈશ્વરની,
           મંદીરમાં મૂકી ધર્યા પકવાન.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

 કોઈ ઉઠાવી બનાવી મૂતિ નેતાની,
                         ધુળ ખાતી,ચકલી ચરકતી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

કોઈ ઉઠાવી બનાવી કબર,
                  હતી લાશાની આંખો ઉઘાડી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

કોઈ ઉઠાવી બનાવી મા ની મૂર્તિ,
                   જીવતી થઈ ગઈ મા મરેલી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,

ઓક્ટોબર 22, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: