"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“પ્રેમ..”

 

લવ  કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઊર્દૂની ઈશ્કિયા શાયરી કામ  આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા  રહી ને આદમકદ આયનામાં  જોઈને વાળ ઓળતા  ગોરાચિટ્ટા સુંવાળા નવરાવો માટે ઉર્દૂના શેર ચરકતા  રહેવું  ઠીક છે , બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવું  પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ  કરે પણ સામાન્ય દ્વિપગી  જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણા ગાવું . ગુનગુનાવું ચાલું  રાખે તો સમજવું કે એ રોમાં કિત  અવસ્થામાં છે. આજ કાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદારક ચીસો પાડવી પડે છે.૭૦ એમ. એમ.માં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ  સરકસના  અંગ કસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયમ બની  ગયો છે.

મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્ક્રુત શબ્દકોશો માં”પ્રેમન્ રૂપે અપાયો છે.

દરેક સ્ત્રી પ્રેમ કરવા લાયક હોતી નથી અને સૌથી મોટી ટ્રેજડી “Not to love “નથી પણ”Not to be loved ” છે.. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ  આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.

પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને  શરદી  લાગતી નથી.

જે  પ્રેમમાં નિષ્ફળ  જાય છે એ જુગારમાં સફળ થાય છે…અને જે જુગારમાં પૈસા  ખૂવે છે એ પ્રેમમાં જીતી જાય છે.

પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડાકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવી અઘરી પડે , પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.

-ચંદ્રકાંત બક્ષી

જૂન 6, 2008 - Posted by | ગમતી વાતો

7 ટિપ્પણીઓ »

 1. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.

  aavu thay che tyare jabardast depression aave che…
  anubhav ni vat che

  ટિપ્પણી by neeta | જૂન 6, 2008

 2. ચંદ્રકાંત બક્ષીની તેજાબી જબાન ચાલુ થાય પછી કેવી દાહક બની શકે તેનું ઉદાહરણ આપે પેશ કર્યું, વિશ્વદીપ ભાઈ! બીજી વાત. નવોદિતોએ સર્જકોનું અનુકરણ કરવાનું નથી હોતું, પરંતુ અભ્યાસાર્થે પણ આવી શૈલીથી પરિચિત થવાનું હોય છે.
  . . …. હરીશ દવે અમદાવાદ

  ટિપ્પણી by Harish Dave | જૂન 7, 2008

 3. ‘prem to basa prem che.
  tene sheni upama api shakay.
  very nice

  ટિપ્પણી by pravinash1 | જૂન 7, 2008

 4. આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.
  બક્ષી સાહેબ ની ભાષા ધસમસતી નદી જેવી હોય છે

  ટિપ્પણી by jayeshupadhyaya | જૂન 7, 2008

 5. v.good

  ટિપ્પણી by shivshiva | જૂન 8, 2008

 6. Happy Father’s day.

  ટિપ્પણી by shivshiva | જૂન 8, 2008

 7. PREM,

  ” NEVER INCREAZ NEVER DECREAZ”

  ” KOI PARISTHITI,KOI BAHAHANE KA MOHTAJ NAHIN HOTA”

  “BUS BARASATA HI RAHETA HAI “

  ટિપ્પણી by REKHASDEDHIA | જૂન 9, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: