"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાંપડે…

 

યક્ષ વિરહીને ય કોઈ દૂત વાંદળ સાંપડે,
એમ મરિયમનો મને આ રિકત કાગળ સાંપડે.

રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડા,
ફૂલપાંદડીએ પરોઢે સ્હેજ ઝાંકળ સાંપડે.

આભઊંચા કો’ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયના મ્હેલની તો બંધ સાંકળ સાંપડે.

ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે.

સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ કાશ અંજળ સાંપડે.

એકસરીખું દ્ર્શ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં-
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે.

-હાર્દિક વ્યાસ

જૂન 17, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: