"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તોફાન-મેઘનાદ ભટ્ટ

મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ  આપો
તો…

દરિયાની ભીંસમાં ચગદાયેલ આ શહેરને
મારા  ગામની નદીથી  નવડાવી દઉં,
સમુદ્રનાં આ તોતિંગ  મકાનો પર
નદી ઉપરનાં હિરણ્યગર્ભ  વૃક્ષોનાં
હરિયાળાં તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવા
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા  લાલિયા કૂતરા
જેવી  રાડ પાડતાંય શીખવી દઉં.

કલ્લોલથી  કલબલ   કરતી
મારા  શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉન્ટનના સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજય બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રોપદીનાં વસ્ત્રહરણના મૂક  સાક્ષી બની
રહેલા
ભિષ્મ પિતામહની  નીંદરઘેરી આંખો
ઉના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય.

– મેઘનાદ ભટ્ટ(૨૪-૧૦૧૯૩૬-૨૨-૦૪-૧૯૯૭) ૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્ય સંગ્રહ’છિપલાં’માં આ કવિ કહે છે ‘કવિતા  મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાંખે , અસ્વસ્થ કરી મૂકે એવી છે . કવિતા નએ વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ’મલાજો’૧૯૮૮મા પ્રકટ થયો.

જૂન 27, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: