"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-“નયન” ગાંધી

તને  આખું  ચમન  છોને  જુએ  છે   ખૂબ  ધારીને,
તને   હું  બાગમાં   લાવ્યો  નઝર એની  ઉતારીને.

દવા  સામે    નથી  મારી    કદી  શિકાયત   પણ,
ભલા  તું  એક વેળા  તો  તપાસી  લે,   બિમારીને.

મિલનમાં  પણ વિરહની વેદનાઓ  યાદ  આવે છે,
ફરી  કંપે  બદન, એના   વિશે  પાછું     વિચારીને.

ખબર  છે કે    કદીયે  જાન  મારો   તું  નહીં  માગે,
કરું    છું   એટલે  વાતો    મહોબતની    વધારીને.

મને  એની ખબર ક્યાંથી  પડે  કે  શું   લખું છું હું,
‘નયન’ તું ગોઠવીને  વાંચજે  કાગળ  સુધારીને.

જૂન 24, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

   

%d bloggers like this: