મા-બાપની ફરજો..
Cross am I sometimes
with my little daughter
fill her eyes with tears
forgive me Lord;
united my various soul
sole watch man of the wide
& single stars.
-john Berryman
*******************************
ઘણા માણસો હમેશાં ઉપદેશ આપીને
અને પોતાથી નાના હોય તેમને ઠપકો
આપીને સામી વ્યક્તિનાં દિલ દુભાવતા હોય
છે. જાણે પોતે જ પવિત્ર રહી શકે છે અને
પોતે કોઈ ભૂલ કરતા નથી અને પોતાનાં
પુત્ર-પુત્રી કંઈ ભૂલ કરી બેસશે તેમ માનીને
ટોક ટોક કરતા હોય છે. તેમ કરીને આપણે
તદ્દન કોમળ હૈયાને દુભાવીએ છીએ.
આપણાં બાળકો આપણા આત્મા જેવાં છે તે
આત્માને પીડવા તે આત્મપીડન જેવું છે. તેને
પીડવાને બદલે એ બધા સાથે આત્મસાત
થઈ જવું જોઈએ.આકાશના તારા પ્રકાશીને
પોતપોતાની ચોકી કરે છે તે રીતે તમામ
બાળકો પોતાનું આત્મપરિક્ષણ કરીને પોતાની
જ ચોકી કરે તેવી સ્વતંત્રતા મા -બાપે
બાળકોને આપવી જોઈએ.
“પ્રેરણાની પળોમાં”-કાન્તિ ભટ્ટ