"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નારી ! તું તારિણી-મીરા ભટ્ટ.

આપ-ઓળખનો પરોઢ સમો ઉઘાડ

મીરા બેન ભટ્ટનું મૂળ વતન ભાવનગર,સ્ત્રી ઉદ્ધાર, સ્ત્રી -શક્તિ  જાગરણ એ એમનું પપ્ર્મૂખ કાર્ય રહ્યું છે. હું એમને ઘણાં સમયથી મળાવાની ઈચ્છા ધરાવતો હતો કે જ્યારે વતન જાવ ત્યારે આ લેખિકાને મારે જરૂર મળવું છે. એમના વિષે ઘણું જ સાંભળ્યું હતું .પણા જ્યારે રૂબરૂ એમને વડોદરા મળ્યો ત્યારે એવો અહેસાસ થયો કે જાણે એમને હું વર્ષોથી ઓળખું છે, એટલી આત્મયિતા બંધાય ગઈ. એક મોટી બહેન મળી એટલો પ્રેમ મળ્યો, ઘણી વાતો કરી  અને અત્યાર  સુધીમા એમના લખેલ બધાજ પુસ્તકો મને ભેટ રૂપે આપ્યાં,આશિર્વાદ પણ મળ્યા.એમની આ બુક”નારી! તું તારિણી”માંથી થોડા અવરતણો લેખ રુપે મુકી રહ્યો છું, આશા છે કે આપ સૌને ગમે.)

  **************************************************************************

 આજના યુગની નારી શોધી રહી છે પોતાનો ચહેરો,સાચ્ચો ચહેરો, કોઈ પણ મહોરા વગરનો ચહેરો. આજે સમસ્ત વિશ્વના નારી સમાજની આપ ઓળખની એક ઊંડી તલાશ, એક ગહન ખોજ ચાલી રહી છે-જીવનનો અર્થ પામવા એ મથી રહી છે.

  અરીસા સામે યુગયુગાંતરથી એ ઊભતી આવી છે.કોઈ એ કહ્યું “નારી તું તો કામિની છું , મોહિની છું  અદભૂત છે તારી કાયા. કામણાગારાં છે તારા રૂપ!તું પૃથ્વી પરનું અમૃત છે!”

  કોઈકે કહ્યું,’ નારી  તારું મંગળામય રૂપ છે તારું માતૃત્વ. હે મા, તું તો સાક્ષાત પ્રભુનો પયગંબર છે. તું મુક્તિદાયિની માતા.’

કોઈને એને “નારી તું નારાયાણી’ કહી, તો કોઈકે નારી-નરકની ખાણ’ રૂપે પણા બિરદાવી. કોઈકે એને ‘લક્ષ્મી’ કહી તો કોઈકે એને ‘પથ્થરો’પણ કહી . અત્યાર સુધી બીજાએ એને જે જે વિશેષણો આપ્યાં તેમાંજ પોતાના પ્રતિબિંબ ને શોધતી રહી. પરંતુ આજની સ્ત્રીને હવે આ ઈતર સાથે જોડાઈને  આવતી ઓળખ પર્યાપ્ત નથી. એણે   તો હવે જાણવું છે કે  એ પોતે કોણ છે? કોઈના અનુસંધાનને ઓળખાતું રૂપ નહીં, પોતાનું સગું રૂપ! મૂળ સ્વરૂપ! પોતાના જ પગ પરૂ ભેલું , સ્વાયત્ત, સ્વાધિન, સ્વતંત્ર રૂપ!

   અત્યાર સુધી એ પોતે સુધ્ધા પોતાને પુરુષ   સાથેના સંબંધે જ ઓળાખાતી રહી. દીકરી, બહેન, પત્ની, મા જેવી બીજી અસંખ્ય ભૂમિકાઓ  યુગયુગાંતરથી એ ભજવતી  આવી, પરંતુ  ક્યારેય એણે અંતરમાં ડોકિયું ન કર્યુ કે આખરે તે પોતે  કોણ છે?

દર્પણા તો એનું એ જ છે, પણા કોણ જાણે ક્યાંથી એનાં વિધવિધ સ્તર આજે નારી સમક્ષ ખૂલ્લાં થઈ રહ્યાં છે અને કવિ ઉશનસ કાહે છે તેમ ,

  “દર્પણામાં ફૂટ્યું  ક્યાંથી આટલું અતલણું !
   ઊભી   ઊભી   ઊંડી  જાઉં    છું ઊતરી !”

આજે સ્ત્રી પોતાના વ્યક્તિત્વને લપેટી વળાગેલા બહારના તમામ વઘા ઉતારી અરીસા સામે જોઈ પોતાનું મૂળ સ્વરૂપ શોધવા  નીકળી છે ત્યારે પ્રતિતી થાય છે કે પોતાની ભીતર તો શક્તિનો અખૂટ -અપાર  મહાસાગર ઘૂઘવી રહ્યો છે! એ પોતાના પગ પર ઊભી રહેલી એક સ્વતંત્ર હસ્તિ છે.
   એ ‘બિચારી’નથી , ‘ઓશિયાળી ‘ નથી ‘ગોણ “નથી. પાણો તો હરગીજ નથી જ નથી. એ  તો એક …( ક્રમશ..)

જૂન 25, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: