"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“સ્ત્રી”.ચંદ્રકાંત બક્ષીની દ્રષ્ટીએ..

સ્ત્રીઓ સતી થાય છે એકજ જગ્યાએ-બીજાની પથારીમાં.

“સ્ત્રી બુદ્ધી પગની પાની એ “.જેવી કહેવત શોધનારના  આખા  શરીરમાં કદાચ બુદ્ધીનો  કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય!

સ્ત્રીની સુખની  શું વ્યાખ્યા છે. એ સ્ત્રીને સ્વયં  ખબર હોતી નથી, અને મહાન માનવશાસ્ત્રી સિગમંડ ફ્રોયડે અભ્યાસ  કર્યા  પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યો નથી!

સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત  થઈ ચુક્યો છે , રાઈટ ટુ (માય) બોડી! મારા શરીર પર મારો અધિકાર ! અને  અધિકાર બોધનો અગ્નિ સમાજનાં બધાં જ પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી દેશે.

એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર  શત્રુ  હોય છે, ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય  હોય છે એકલતા.

ઔરતોની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી…

મમ્મી સૌથી વહેલી ઊઠે છે, સૌને સૂવાડીને એ સુવે છે. રાત્રે દરવાજા બંધ કરીને  અંધકારને કાઢી મૂકે  છે, સવારે બારીઓ ખોલીને અજવાળું લઈ આવે છે. ગળું ભરાઈ આવે એવું સરસ હસે છે. ભૂખ લાગે છે, ખૂશી થાય છે. લોહી  નિકળે છે, ગળું  ગરમ થાય છે, આંખો બળે છે ત્યારે  મમ્મી ચોવીસે  કલાકનો કબજો લઈ લે છે. મને હજી  સમજાતું નથી કે  દરેક મમ્મી કેવી રીતે   ઘરમાં સૌથી વહેલી ઉઠે છે, અને સૌથી મોડી સૂઈ  જાયઈ છે? દરેક મમ્મી  જગતની શ્રૅષ્ઠ  રોટલી  કેવી રીતે  બનાવે છે? દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે  હોય છે? દરેક મમ્મી કેમ કંઈ  માગતી નથી?

સ્ત્રીઓ માટે મને જરા સૉફ્ટ કોર્નર છે, હું આજીવન સ્ત્રીઓનો પ્રેમી  રહ્યો છું. બહેન ન હતી, માતા  નથી, અને મને લાગ્યું છે કે સ્ત્રી છે માટે પૃથ્વી ફરે છે, ઋતુંઓ  બદલાય છે, સૂર્ય ઊગેછે, જિંદગી  ગુજરતી  જાય છે. આ પૃથ્વી પર સ્ત્રી ન હોત તો હું કદાચ આપઘાત કરી નાંખત…

 

 

 
 

જૂન 20, 2008 Posted by | ગમતી વાતો | 14 ટિપ્પણીઓ

   

%d bloggers like this: