"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તુલસીનું પાંદડું..

મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી  ખીણમાં પડતો વરસાદ
           ક્યાંક છૂટાછવાયાં  ઢોર  ચરતાં,
ભુલકણી  આંખનો ડોળો  ફરે ને
           એમ  પાંદડામાં  ટીપાંઓ  ફરતાં.

મેં તો આબરૂના  કાંકરાથી પાણીને કુંડાળું દીધું.
પાણીનાં ટીપાંથી  ઝગમગતા   ઘાસમાં
           નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા  કંદબના  ઝાડમાંથી મોઈ ને
          દાંડીઓ  બનાવીને  રમતા.

મેં  તો  વેશ્યાના  હાથને  સીતાનું  છૂદણું    દીધું.
મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

-અનિલ જોશી

 

જૂન 19, 2008 Posted by | મને ગમતી કવિતા | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: