"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વૃદ્ધાવસ્થા..

ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.

હોઠોના ફાફડાટથી  લય પામી  ગીતોને  માણવાનાં.

મન મૂકીને કરેલી  વાતોને  લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા  ભારથી  હળવા  રાખવાના.

ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા  ખોડંગાતા  ફરસ  ઉપર
વગડા ખૂંધાનો  આનંદ  લૂંટવાનો.

મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના  આલબમને
ધ્રૂજતે  હાથે  લઈ-પાછા મૂકી  દેવાના
સ્મૃતિના  ભંડારમાં  સાચવી  રાખેલું  ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.

ખોબોળ જળ…
વૈતરણી  નદી…

-વિપીન પરીખ

 

 

 

 

 

 

 

 

 

 

 

જૂન 7, 2008 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: