"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“પ્રેમ..”

 

લવ  કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઊર્દૂની ઈશ્કિયા શાયરી કામ  આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા  રહી ને આદમકદ આયનામાં  જોઈને વાળ ઓળતા  ગોરાચિટ્ટા સુંવાળા નવરાવો માટે ઉર્દૂના શેર ચરકતા  રહેવું  ઠીક છે , બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવું  પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ  કરે પણ સામાન્ય દ્વિપગી  જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણા ગાવું . ગુનગુનાવું ચાલું  રાખે તો સમજવું કે એ રોમાં કિત  અવસ્થામાં છે. આજ કાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદારક ચીસો પાડવી પડે છે.૭૦ એમ. એમ.માં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ  સરકસના  અંગ કસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયમ બની  ગયો છે.

મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્ક્રુત શબ્દકોશો માં”પ્રેમન્ રૂપે અપાયો છે.

દરેક સ્ત્રી પ્રેમ કરવા લાયક હોતી નથી અને સૌથી મોટી ટ્રેજડી “Not to love “નથી પણ”Not to be loved ” છે.. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ  આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.

પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને  શરદી  લાગતી નથી.

જે  પ્રેમમાં નિષ્ફળ  જાય છે એ જુગારમાં સફળ થાય છે…અને જે જુગારમાં પૈસા  ખૂવે છે એ પ્રેમમાં જીતી જાય છે.

પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડાકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવી અઘરી પડે , પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.

-ચંદ્રકાંત બક્ષી

જૂન 6, 2008 Posted by | ગમતી વાતો | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: