કિરણ ચૌહાણ -બે સુંદર કાવ્યો..
છળ બાંકડે
શૂન્ય પળ કંઈ જડે
મારું સળ કંઈ નડે
મારું બળ તું રડે
શબ્દ દળ પરવડે?
જળનું છળ હું ખતમ
આ વમળ ‘ હું’ વડે
મન વિકળ? તન ને મન
આવ મળ બહુ લડે
તુજ નયન વૃધ્ધ મન
રમ્ય સ્થળ બાંકડે.
-કિરણ ચૌહાણ