"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નવમે નોરતે-ઘૂમતો ગરબો…

આસમાની  રંગની  ચૂંદડી  રે, રૂડી  ચૂંદડી  રે,
              માની ચૂંદડી લહેરાય.ટેક.
ચૂંદડીમાં ચમકે તારલા  રે  રૂડા તારલા રે, માની ચૂંદડી લહેરાય,
નવરંગે  રંગી ચૂંદડી  રે    રૂડી   ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે હીરલા રે , રૂડા હીરલા રે, માની ચૂંદડી લહેરાય,
શોભે  મજાની   ચૂંદડી રે,  રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં  ચમકે મુખડું રે,   રૂડું મુખડું રે, માની ચૂંદડી લહેરાય,
અંગે  દીપે   છે ચૂંદડી રે,  રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
પહેરી  ફરે   ફેર ફૂદડી રે,  રૂડી ફૂદડી  રે, માની ચૂંદડી લહેરાય,
લહેરે પવન ઊડે ચૂંદડી રે,  રૂડી ચુંદડી રે, માની ચૂંદડી લહેરાય,
આસમાની રેંગની ચૂંદડી રે, રૂડી ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,

ઓક્ટોબર 8, 2008 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ