"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મુકતક

દસ વર્ષની બાળાનો ગરબા નો ઉત્સાહ ગજબનો છે!નવરાત્રીનોનો અજબનો ઉત્સાહ છે!

**********************************************************************

મળી છે  ફૂલ પર   સરસાઈ અમને  કે  બાબતમાં
અમે પ્રેમીઓ મોસમ સાથ બદલાઈ   નથી શકતા;
પતનમાં  પણા અમારો  એજ   પાણીદાર ચહેરો છે
આ   ફૂલ  કંઈ  અમારી જેમ કરમાઈ નથી  શકતાં.

અમીઝરતી નજરમાં,પ્રીતનાં, મોસમનાં શબ્દોનાં
તમે  કલ્પ્યાં  ન હો એવાં હું  સો દર્પણ લઈ  આવું,
જરા   મન   મોટું રાખીને તમે મારી  નજીક આવો
તમે  છો   કેવાં  રૂપાળાં એ  દિલપૂર્વક હું સમજાવું.

નિર્દયને   ત્યાં  લીધો    છે    વિસામો  અનેકવાર
ખુદ    આંસુએ    દીધો   છે   દિલાસો   અનેકવાર
મિત્રો  ને   સ્નેહીઓ   તો ઊંચકશે  બસ એક વખત
ઊંચક્યો   છે   મેં   તો   મારો  જનાજો  અનેકવાર

સહારો   ના બન્યા  એવા   હું   આધારોમાં  માનું છું
કદી  ઊજવી  શક્યો  ના એવા તહેવારોમાં   માનું છું
કદી   મારું   થશે  એવી   હજી   શ્રદ્ધા    છે  હૈયામાં
હસો    મિત્રો    હસો-કે    હું  ચમતકારોમાં  માનું છું

-સૈફ  પાલનપુરી

ઓક્ટોબર 3, 2008 Posted by | ગમતી ગઝલ, શાયરી | Leave a comment

   

%d bloggers like this: