"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગરબાનો ઈતિહાસ-મહત્વ

ગરવી ગુજરાતણ -ગરબાનું  ગૌરવ

ગરવી ગુજરાતણ -ગરબાનું ગૌરવ

== ઇતિહાસ અને મહત્વ == ગરબાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઇ હોવાનું મનાય છે. ગરબા શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણા વાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજી ની પૂજામાં મુકવામાં આવે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભ” સાથે સંકળાયેલો હોઇ શકે.

નવરાત્રી દરમ્યાન સ્ત્રીઓ ભેગી થઇ માતાજીની સ્તુતિ ગાતી, અને આ ગરબા ની આજુબાજુ વર્તુળમાં નૃત્ય કરતી. આમ નવરાત્રીમાં ગરબાનું દીવા તરીકે મહત્વ વધ્યું, અને તે પરથી માતાજીના સ્તુતિ ગીતો તથા નૃત્ય બંનેને ગરબા એવું નામ મળ્યું. ગરબા એ બહુવચન શબ્દ છે. એકવચનમાં ગરબાને (દીવો, ગીત તથા નૃત્ય ત્રણે માટે) “ગરબો”(પુલ્લિંગ) કહેવાય છે.

ગરબા એક નૃત્ય છે, પણ નાચવાની ક્રિયા ને “ગરબા નાચવા”, તેમ નહીં પણ “ગરબા રમવા”, “ગરબે ઘુમવું”, “ગરબા ગાવા”, “ગરબા કરવા” વગેરે રીતે વાક્યમાં પ્રયોગ થાય છે.

ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.

****************************************************************************

સૌજન્યઃ તસ્વીર-ગુજરાત સમાચાર-વિકીડીયા

ઓક્ટોબર 1, 2008 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: