"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘અગમ’પાલનપુરીની વિદાય…

કવિ’શૂન્ય’પાલનપૂરી એ પાલનપૂરને ગુજરાતી ગઝલનો ‘દિલખુશ બાગ’કહ્યો છે. એ ‘દિલખુશ બાગ’ના એક મઘમઘતા પુષ્પ તરીકે રતિલાલ બોરીસાગરે જેમને ઓળખાવેલા તે કવિ’અગમ’પાલપૂરી(જન્મઃ ૧૦ ડીસેમ્બર ૧૯૪૩) હવે આપણી વચ્ચે નથી. ૬ જુલાઈ ૨૦૦૮ના રોજ એમણે વિદાય લીધી.
        ચૌદ-પંદર વરસની ઉંમરથી જ લખવાનું શરૂ કરનાર કવિ ‘અગમ’પાલનપૂરી અઢળક રચનાઓ આપી. મૂળ નામ હુસેનખાન ઉમરખાન પઠાણ. સામાન્ય અભ્યાસ હીરા ઉદ્યોગમાં ઝંપલાવેલું અને છેલ્લે પિતાનો ઘડિયાળ રિપેરીંગનો વ્યવસાય અપનાવેલો એમણે ક્યાંક લખેલું-

એજ કરવી છે અગમ કારીગરી
કાળ ખોટો ના ઠરે ઘડિયાળમાં…

પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ’ અચરજ’ ૧૯૮૬માં આપતાં પહેલાં ૨૫૧ ગઝલકારોની પ્રતિનિધિ રચનાઓના સંપાદન ‘ઝળહળાટ’ને લઈ એ આપણી વચ્ચે ૧૯૮૪માં આવ્યા.૨૦૦૩માં એમનો બીજો સંગ્રહ ‘અઢળક’ ખૂબ લાંબા સમયે પ્રગટ થયો પણ એ પછી ૨૦૦૫માં ‘અવનવ’ અને ૨૦૦૬માં અરવાખુશ’ લઈ આવ્યા. અરવાખુશ’માં મૂળ પાલનપૂરી બોલીમાં હઝલસંગ્રહ એમણે આપ્યો, સાથોસાથ માન્ય ગુજરાતી ભાષામાં અનુવાદ પણા સુલભ કરી આપ્યો. ગયા વર્ષે ૨૦૦૭માં એમનો પાંચમો સંગ્રહ ‘અખિલાઈ’ પ્રગટ થયો હતો.

       આ પ્રસંગે કવિ માધવ રામાનુજ સાથે પાલનપુર જવાનું થયેલું અને એમને પહેલી અને છેલ્લી વાર મળવાનું બનેલું.ઘણું ઘણું અસંગ્રહસ્થ હજુ પડ્યું છે અને પાંચથી છ સંગ્રહો થઈ શકે એટલી રચનાઓ છે એમ કહેતા હતા.

 ત્યારે એમણે મને એમનો એક શે’ર સંભળાવેલો-

સમયની પૃષ્ઠતા ગઝલાઈને થઈ ગઈ પ્રકાશિત,લ્યો;
હતી ઉર-ભીતરે તે બ્હાર આવી રોશની અઢળક

એમના એવા શબ્દો પણા સાંભરે છે-
શ્વાસ ‘અગમ’ અઢળક ગઝલવાયો
ક્ષણ ક્ષણ ક્ષણ ક્ષણ મિસરા લઈને..

*******************

કવિઓ આવી આવી ને જાય…
ક્ષણ બે ક્ષણ વિશ્રામ કરીને જાય…
એ તો એવી યાદો છોડતા જાય…
યુગો યુગો લગી સૌ યાદ કરતાં જાય..(વિશ્વદીપ)

સૌજન્યઃ ‘ઉદ્દેશ’

ઓક્ટોબર 7, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: