"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આપણે પાછા મળી ગયા !

(અમેરિકન ધરતી પર..અમો ૧૯૭૫માં આવ્યા.નવો દેશ,નવા નવા અમો,નવી રીત-ભાત,સ્થાઈ થવાની ચિંતા,ભાવિની ચિંતા, કુંટુંબ સાથે અજાણી-ભોમપર શું કરીશું? આ બધી વિટ્ંબણા વચ્ચે..કાવ્ય-સુંદરીનું શું? એ વિચાર સુધ્ધા પણ ન આવ્યો! બસ આવીજ રીતે વર્ષો વીતી ગયાં. આ કાવ્યધારાનું ઝરણ બસ સુકાય ગયું! પંદર-વિસ  વરસબાદ હ્યસ્ટનમાં ચાલતી’સાહિત્ય સરિતા ‘એ ફરી એ ઝરણને આવેગ આવ્યો! બસ ફરીપાછા, કાવ્યસુંદરીને મળ્યાં , અને એ ઘટનાને આધારિત આ કાવ્ય લખેલ છે.)

વર્ષો વીતી ગયા,
ના તો યાદ મેં  કરી.
ના  તો  તે  કોઈ  ફરિયાદ   કરી.

સપથા લીધા’તા..’સદા સાથ રે’શું.’
રહ્યા સાથ, જાણે પ્રણયકુંજમાં પ્રેમી-પ્ંખી!

સાથ સાથ ગીત ગાતા,
પ્રયણમાં મીઠી મીઠી ફરી..યાદ કરતાં,
કદી સાગર કિનારે સાંજવેળા,
નદી કિનારે રોજ મળતાં.

દિલ બહેલાવતી  અમાસ રાતે,
વસંતી  ગીત ગાતી ખુદ જાતે.

શું થયું ? બસ વિખૂટા પડી ગયાં!
અજાણી ભોમમાં..ભૂલ્યા પડ્યા કોઈ પ્રવાસી!

અચાનક  એક  દિ..બસ અચાનક!
સામ સામા મળી ગયાં,
ના તો ફરિયાદ મેં કરી,
ના તો એણે કરી..
બસ ચૂપ ચાપ,
એક બીજાના હૈયા મળી ગયાં,
‘કવિતા’!આપણે પાછા મળી ગયાં.

ઓક્ટોબર 25, 2008 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

ધનતેરસનું મહત્વઃ


આપણાં દરેક તહેવારનું મહત્વ રહેલ છે, સાથે સાથ કોઈ ઘટના સાથે એનું અનુસંધાન સંકળાયેલે છે.દિવાળીના પાંચ શુભ-દિવસોમાંનો આ પહેલો દિવસ ગણવામાં આવે છે.
           મહારાજા હિમાના એકના એક પુત્રનું રાજ-જ્યોતિષે ભવિષ્ય ભાખેલ કે તેમનું મૃત્યું તેમનાં લગ્ન દિવસ પછી ચોથા દિવસે કાળિયાનાગથી થશે. લગ્નના ચોથા દિવસે તમની પત્નીએ પોતાના પતિ રાજકુમારને સુવા ના દીધા. પોતાના બધા સોનાના તેમજ હિરા-જડીત દાગીના , ચાંદી, સોનાના સિક્કા  બધુએ એક મોટા કોઠામાં ભરી ઓરડા પાછળ મૂકી દિધા. પોતાના સુવાની પથારીની આસ-પાસ જગ-મગતઆ હજારો દિવા પ્રગટાવ્યા, ચારે બાજુ બસ રોશની થી ઓરડો પ્રકાશિત કરી દિધો.. સાથો સાથ રાણી એ માંગળિક ગીતો ગાવા લાગી. યમરાજ  કાળોનાગ બની ઘર તરફ આવ્યાં.. ચારે બાજુ એટલો પ્રકાશ અને રોશની હતી કે એ અંજાય ગયા. ઓરડા પાસે જે ધનથી કોઠી હતી તેની પર ચડી ગયો અને આખી રાત મધૂર સંગીત અને રાણીના સુંદર ગીતો સાંભળતા રહ્યાં.. સવાર પડતાંની સાથેજ શાંતીથી બહાર જતા રહ્યાં.. રાજકુમાર બચી ગયો! આ દિવસ “યમદિપાદાન” તરિકે પણ જાણીતો છે.

બીજી માન્યતા મુજબ દેવ-દાનવો મળી દરીયોને વલોવી ઝે’ર. અમૃત ( ધનવંતરી દેવ) પ્રગટ થયા.આય્રુર્વેદમાં “ધનવંતરી”ની આદિવસે પૂજા થાય છે.

ધનતેરસને દિવસે ધન-લક્ષ્મીની પૂજા સાથે શુભ-સાથિયો અને દિપ પ્રકટાવી ઘરમાંથી ખરાબ તત્વોની વિદાય અને શુભ-વિચારો સાથે લક્ષ્મીને આહવાહન!

ઓક્ટોબર 25, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: