"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારો મારગડો છોડીને હાલતો થા!!

૨૦૦૭માં ભાવનગરની મારી યાદગાર મુલાકાત  દરમ્યાન, ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ એ એમ.એ.ના  ગુજરાતી-વર્ગ સાથે મુલાકાતની તક  આપેલ..તેમાની એક ઝલક હજુ યાદ છે તે ‘લોકગીત” જે સુંદર સ્વરે એમ.એ.ની વિદ્યાથીની વનીતા વાઘેલા,જેમણે આપણાં લોક લાડીલા દિવાળીબેન ભીલ જેવાજ સુરે “મારો મારગડો છોડીને હાલતો થા!! જે ગીત સંભળાવેલ, તે સુંદર ગીત આપની સમક્ષ મૂકતા આનંદ અનુભવું છું.મને આશા છે કે એ વિદ્યાથીની જરૂર એક સુંદર ગાયક કલાકાર બની શકશે.

****************************************************************

મુને  એકલી  જાણીને   કાને  છેડી  રે.
પછી    કહિ    દવ  યશોદાના કાનમાં
       મારો  મારગડો      મારો મારગડો
       મારો  મારગડો છોડીને  હાલતો થા..પછી    કહિ    દવ  યશોદાના કાનમાં

મેળામાં  મળવા  હાલી મારી સખી સૈયર
મેળામાં  મળી ગયો પેલો રે તફાની કાન
      મારો છેડલો ન જાલ તને કહિદવ છું
      પછી   કહિદવ   યશોદાનાં  કાનમાં..મુને  એકલી  જાણીને   કાને  છેડી  રે.

બેડલું રે  લઈને હું તો સરોવર ગઈતી
પાછું   વાળીને  જોયું  બેડલું  ચોરાયું
     મારા બેડલાનો, મારા બેડલાનો (૩)
મારા  બેડલાનો  ચોર કેમ ગોતું  હું?
પછી   કહિદવ   યશોદાનાં  કાનમાં..મુને  એકલી  જાણીને   કાને  છેડી  રે.

સૌજન્યઃ વનીતા વાઘેલા

ઓક્ટોબર 20, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

સળગું છું બ્હાર-અન્દર આ આગ કોઈ ઠારો,

Have a beautiful day

Have a beautiful day

સળગું  છું   બ્હાર-અન્દર આ  આગ  કોઈ  ઠારો,
ડોકાઈને       ઘડીભર  આ    આગ    કોઈ  ઠારો.

ભુંજાઈ    જશે    પળમાં    લીલુંય    સૂકા  ભેગું,
ઝાઝું     હવે  ન અન્તર   આ  આગ  કોઈ  ઠારો.

આ   શ્વાસ  પણ  હવે તો  લાગે છે પવન  જેવા,
ભડકે   છે  ઓર  ભીતર   આ  આગ  કોઈ  ઠારો.

રગરગ    બધીય   જાણે   જ્વાળાઓ   લપેટાઈ,
સાક્ષાત અગન અજગર   આ  આગ  કોઈ  ઠારો.

જ્યાં    હોય   સૌ  ઉકળતા  દોડીને  કોણ  આવે,
ઓ    સાત  મહાસાગર   આ  આગ  કોઈ  ઠારો.

જન્મોય   કૈક  લીધા    સદીયોય    કૈક   વીતી,
રૂંધાય  છે  હવે    સ્વર   આ  આગ  કોઈ  ઠારો.

-રાજેશ વ્યાસ’મિસ્કીન’

ઓક્ટોબર 20, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: