“આ ઘાઘરાવાળી મને ગમતી નથી..”
(મે એક રમુજી ગરબો સાંભળ્યો..એના બોલ છે..”મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..” એ સંદર્ભમાં( રમુજી જવાબ રૂપે આ રમુજી ગીત લખાઈ ગયું..રમુજ સિવાય બીજો કોઈ હેતું નથી…બસ થોડીવાર હસી લ્યો) )
મારે સ્કર્ટવાળી સાથે પણવું’તું,
આ ઘાઘરાવાળી મને ગમતી નથી,
મને રોજ રોજ ધોતીયા પે’રાવે રે..
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
એ’તો લાંબો ચોટલોવાળી ઘુમે છે..
આ ઘાઘરાવાળી મને ગમતી નથી
મારે શોર્ટવાળ વાળી સાથે પણવું’તું..
આ ઘાઘરાવાળી મને ગમતી નથી
મારે શે’રની લાડી લાવવી’તી,
આ ગામડાની ગવાર મને ગમતી નથી.
એને અંગરેજી બોલતા આવડે નહી..
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
એને ગાડી ચલાવતા આવડે નહી,
આ બુદ્ધુની બારશ મને ગમતીનથી.
ઉચી એડીના ચપ્પ્લ ફાવે નહી.
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
એને મુવીમાં મજા કોઈ આવે નહી,
આ ગામડાની કુબજા મને ગમતી નથી.
એને ફેશનમાં બોલતા આવડે નહી,
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
મને રોજ રોજ રોટલા ખવડાવે છે,
કાળા અક્ષરની ભેંસ મને ગમતી નથી.
મને બળદગાડામાં બેસાડે છે,
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
મારે ઈડલી સંભાર,શીરો રોજ ખાવા છે,
આ ખીચડી ને છાશ મને ભાવતા નથી,
એને પેન્ટ-શર્ટ પે’રતા આવડે નહી.
આ ઘાઘરાવાળી મને ગમતી નથી
આ સાથે.. મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..ગીતની લીન્ક જુઓ. અને મજા માણો.
“એને બ્લોગ લખતા કંઇ આવડે નૈ,
આ ઘાઘરાવાળી મને ગમતી નથી.
એને નેટ કે ચેટ કંઇ ફાવે નૈ,
આ ટેકનોડોબી મને ગમતી નથી.”
(આપ પણ કૌંસમાં (),મારી જેમ, છટકવાના રસ્તા તો રાખો જ છો, બારડ સાહેબ !!)
’ઘાઘરાવાળી’ આ વાંચી ન લે તેવી શુભેચ્છા !!!
very nice and very funny.
mane pan dhotiyavalo nathi gamto atle me pantvala sathe lagna karya. very nice very funny.
I still like Gharavali, ladies look cute in Ghaghara rather than in pants.