પિતા હવે! (Happy Father’s day)
પિતા, વાત્સલ્ય તણું ઝરણું, ક્યાં મળે છત્રછાયા એની હવે?
ચાલતા ઠેસ લાગે પડું પણ કોની પકડવી આંગળી પિતા હવે?
સતત કરતાં રહ્યાં રખેવાળી મૌનભાવે સારાએ કુટુંબની તમે,
માર્ગમાં હજું ભુલો પડુ છું, રાહ સાચો કોણ દેખાડશે પિતા હવે?
ઘટાદાર વૃક્ષ સમા સતત ફળ-ફ્લોનો આશ્વાદ સૌને દેતા રહ્યાં,
પગે પડે છાલા સતત તાપના, કોણ આપે પગરખા પિતા હવે?
ખુદ સાદગીનો ભેખ પે’રી, સગા-વ્હાલાને ખુશાલી દેતા રહ્યાં,
તરસ્યો છું , નિસ્વાર્થ પ્રેમ નગરની ગાગર કોણ દેશે પિતા હવે?
કદર ક્યારેય ના કરી! હતાં સાક્ષાત અડીખમ એક પહાડ સમા,
માત્ર છબી લટકી રહી ભીંત પર,દીકરો કરે આરતી પિતા હવે!