સાંઠ પછી…!
સવારે શું ખાધું-પીધું, આ બધી વાત વિસરાય સાંઠ પછી,
પુરાણી વાત સૌ યાદ રાખી, વગોળીએ મોંમા સાંઠ પછી.
છોકરા-છૈયા સાલા સૌ બદલાયા છે જીભ ફફડે સાંઠ પછી,
કોઈ સાંભળતું નથી મારું, સૌને લાગે બકવાસ સાંઠ પછી.
આ યુવાન પેઢી હવે સાવ બગડી છે , વાત કરે સાંઠ પછી,
ડોસો જંપતો નથી, જંપવા દેતો નથી વહું બોલે સાંઠ પછી.
ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.
ફરવા જવા બહાર પગ પણ નથી દેતા સાથ સાંઠ પછી,
નથી દેતા કોઈ સહારો લાકડીનો ઉભા થવા સાંઠ પછી.
દર્દ સતાવે એવા કે માંગ્યું મોત પણ મળે નહીં સાંઠ પછી.
જાણે ભગવાન કઈ સાંભળતો નથી, લાગે સૌને સાંઠ પછી
બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.