"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલ્યા જશું….

ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં    ઘર  બાંધશું,  થોડું   રમી, ચાલ્યા જશું.

દૂર   થાશે   ઝાંઝવાનુ   ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.

યાદના   સૂરજ   અચાનક   માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.

આ   તે      કેવો     શાપ છે     એકલપણાના    ભારનો,
શ્વાસને    સૌ આપના ચરણે     ધરી ચાલ્યા જશું.

ધૂમ્ર      થઇ જાતે કરો     પૂણાર્હુતિ આ    યજ્ઞની,
‘ઇન્દ્ર’    છેવટ   એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.

-હિતેન્દ્ર કારિયા (divya Bhaskar)

જૂન 28, 2010 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: