"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સમજ પડે તો….

દરિયો  ડૂબ્યો   હોડી અંદર , સમજ પડે તો કાગળ લખ,
ના કોઈ બારું ના કોઈ બંદર, સમજ પડે તો કાગળ લખ.

મત્સ્યકન્યાની અફવા નીકળી,સમજ પડે તો કાગળ લખ,
કદીયે   ના    જન્મારે મળી, સમજ પડે તો કાગળ લખ.

છીપ  તજીને   મોતી ચાલ્યું, સમજ પડે તો કાગળ લખ,
મળી ગયું તો ગજવે  ઘાલ્યું, સમજ  પડે તો કાગળ લખ.

જળની  વચ્ચે   જળને દીવો,સમજ પડે તો કાગળ લખ,
ડૂબી  ગયો તીરે  મરજીવો,  સમજ પડે તો કાગળ લખ.

કાંઠે   આવી  હોડી   અટકી, સમજ પડે તો કાગળ લખ,
ગયો અચાનક દરિયો છટકી, સમજ પડે તો કાગળ લખ.

-લાલજી કાનપરિયા

જૂન 27, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ