"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચેટનો ચટકો ને નાગનો ડંસ!

                                                  

                                                                                                        આજે પાંચમો દિવસ હતો હજુ ટીનાના કોઈ સમાચાર નથી. તેણીની મધર અંજલીના આંસુ સુકાતાજ નથી.પિતા અલ્પેશ આખો દિવસ  પોલીસ, એફ.બી.આઈ સાથે સતત  સંપર્કમાં રહે છે.પણ  કોઈ જાતનો “positive Response” મળતો નથી.ઘરમાંથી એફ.બી.આઈના લોકો કંમ્પુટર લઈ ગયાં છે અને એમાંથી કંઈ વિગત મળી જાય, સૌ પડોશી અને શહેરના વૉલીન્ટીયર  ઘરની બે-માઈલની રેઈન્જમાં ચાલીને ટીનાને શોધવામાં મદદ કરે છે.પોલીસ ડીપાર્ટમેન્ટે હાઈવે પર..missing teenager’ ફોટા સાથેની સાઈન મુકી દીધી છે.ઘણાં ફોન આવે છે પણ  ૧૬ વરસની છોકરીને અહીં કે ત્યાં જોઈ છે પણ  માત્ર અફવા અથવા એ બીજીજ વ્યક્તિ નીકળે. રાતે એક વાગે પોલીસે ફોન કર્યો..”એક સોળવરસની છોકરીની લાશ મળી છે પણ લાશ ઓળખાય એવી નથી..તો  Mr/Mrs. Bhatt તમે આવી જોઈ લો”.સમાચાર સાંભળી અંજલી તો ઓલમોસ્ટ બેભાન  થઈ ગઈ અલ્પેશે મોઢાપર પાણી છાંટી અને ૯૧૧ને ફોન કરી દીધો પણ એ પહેલાંજ એ ભાનમાં આવી ગઈ..બન્ને રાત્રે બે વાગે બનાવની જગ્યાએ પહોંચી ગયાં..નેકેડ અવસ્થામાં લાશ ઓળખાય એવી નહોંતી..પણ કાનમાં ક્રોસના એરીંગ અને ગળામાં જીસસનું માદળીયું હતું..એના પરથી ખ્યાલ આવ્યો અને પોલીસને કહ્યું:ના સાહેબ આ મારી દીકરી નથી.” એમ કહી એક લાંબો શ્વાસ લઈ ઈશ્વરનો આભાર માન્યો..

                                                   ‘ડેડી મને મારી બર્થડેમાં એક કમ્પુટર અપાવશો?’ ટીના અલ્પેશને ગાલે વહાલથી ચુંબન કરી બોલી. ‘બેટી, તને કમ્પુટર ..વચ્ચે વાત કાપી ટીના બોલી..’સ્કુલમાં મેં કમ્પુટર શીખી લીધું છે , હું ત્યાં સ્કુલના પ્રોજેકટ પણ  કરું છું.’  ‘મારી દીકરી હોશિંયાર બની ગઈ છે. મને પણ ખાસ કમ્પુટર ઓપરેટ કરતા આવડતું નથી,  માત્ર ઈ-મેલ ઑપન કરતા આવડે છે..’  ડેડી હું તમને વર્ડ, એક્સેલ,પાવર-પોઈન્ટ બધું શિખવાડીશ..”Promise?’  ‘ yes, dad, promise.’  ટીનાની ઈચ્છા પુરી થઈ. સોળ વરસની ટીના હાઈસ્કુલમાં સોફમોર હતી. ભણવામાં ઘણીજ હોશિયાર અને ચાલાક હતી.દરેક સેમિસ્ટારમાં બધા વિષયમાં ‘A’  આવેજ અને તેણીનો જી.પી.એ ૪.૫ હતો.મેથેમેટીક્સ, અને સાઈન્સમાં બહુંજ પાવરધી હતી આખા ક્લાસમાં નંબર વન!   ‘અલ્પેશ આપણે કેટલાં નસીબદાર છીએ. પંદર વરસ પહેંલા અમદાવાદના  અનાથ-આશ્રમમાંથી આપણે  એડાપ્ટ કરીને લાવ્યા હતાં ત્યારે આપણને ખ્યાલ પણ નહોતો કે આ  બાળક એટલું હોશિંયાર નીકળશે અને’ ..   ‘અંજલી, એમાં તારો હિસ્સો ઓછો નથી, તે દિવસ રાત એક સાચી માની જેમ સારા સંસ્કાર અને શિક્ષણ આપ્યું છે. મને ખબર છે કે તું દરરોજ બે કલાક ટીના સાથે બેસી એક સાચા શિક્ષકની જેમ ઘેર ભણાવી છે આ બધા તેના પરિણામ છે.’ ‘અલ્પેશ આ બધા ઉપરવાળાના  આશિષ અને આપણાં સારા નસીબ!’

                                                   ‘અંજલી,   રાતના બાર વાગ્યા! હજું ટીનાના રૂમની લાઈટ ચાલુ લાગે છે.’    અંજલીને ઊંઘમાંથી ઉઠાડતા અલ્પેશ બોલ્યો..’તમે પણ સુતા નથી અને સુવા દેતા નથી..ખોટી શંકા ના કરો..બિચારી કમ્પુટર પર હોમ-વર્ક કરતી હશે!’     ‘પણ..’…’પણ-બણ   કર્યા સિવાઈ  સુઈ જાવ, સવારે જોબ પર જવાનું છે..અને મને પણ સુવા દો!’
સુંદર ગાર્ડન પણ એક વાવાઝોડથી છીન્નભીન્ન થઈ જાયછે. ટીના મોડી રાત સુધી કમ્પુટર પર કોઈની સાથે બેસી ચેટ કરતી બસ હવે બે-ત્રણ કલાક ચેટ ના કરે ત્યાં સુધી ચેન ના પડે.ચેટમાં ઘણાં ગ્રુપ સાથે જોડાઈ હતી.  ‘કમ્પુટર ચેટપર હજારો આવે, હજારો જાય..કોઈનું ખોટુ આઈડી પણ હોય,ખોટી ઉંમર, જુઠ્ઠા ફોટા,પ્રોફાઈલ સાવ ખોટી હોય. ચેટ પર  કલ્પના બહારનું  ચીટીંગ થતું હોય છે ! ખ્યાલ પણ ના પડે કે સામી વ્યક્તિ પુરૂષ છે કે સ્ત્રી ? અને એ વ્યક્તિ કેવી છે એના કેરેકટરનો કશો ખ્યાલ પણ ના આવે! એમાં ટીન-એઈજની અવસ્થા બહુંજ ખતરનાક છે..બસ પોતે સાચા બાકી બધા ખોટા !   પોતે મિચ્ચોર છે, બધું સાચુ-ખોટું સમજી શકે છે..કોઈની સલાહની જરૂર નથી..બસ આવુંજ ટીનાના કેસમાં  બની ગયું. ચેટનો શિકાર બની.મા-બાપને કહ્યાં વગર બસ એક દિવસ નિકળી પડી પોતાના ચેટ બોય-ફ્રેન્ડને મળવા.

                                                     ‘Mr/Mrs.Bhatt, મીસ ટીનાના બોયફ્રેન્ડને ન્યુ-યોર્કમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. કમ્પુટરના ચેટ પરથી એમની બધી મહીતી મળી ગઈ છે’   એફ્.બી.આઈના મીસ્ટર બ્રાઉને કહ્યું: ‘ ચેટ પર એની ઉંમર માત્ર વીસની બતાવે છે.’  ‘પણ સાહેબ અમારી ટીના કયાં છે? સલામત તો છે ને ?’   અલ્પેશ વચ્ચે બોલ્યો.  ‘અમને એ ખબર નથી…ટીના live છે કે…’    ‘ના સાહેબ એવું ના કહો..અંજલી રડતા રડતા બોલી. એફ.બી.આઈ, મિસ્ટર બ્રાઉને  કહ્યું: ‘પહેલાં મારી વાત સાંભળો. વ્યક્તિનું નામ જેફરશન છે પણ ચેટ પર એનું નકલી નામ  ..Mike” છે..એ બસ આવાજ ધંધા કરે છે નાની નાની છોકરીઓને ચેટ પર મીઠી, મીઠી વાતો કરી ફસાવે છે અને સેકસ્યુલી હેરાસ કરે છે.”He is a sex offender” એની ઉંમર  ૪૫ની છે. ચેટ પર એમનો ફોટો  ૧૮ વર્ષનો છે અને સૌને એવું લાગે કે એ માત્ર ૧૮ વર્ષનો  યુવાન જ છે..હજું બધું તપાસ ચાલું છે અને એમને રીમાન્ડપર પણ લેવામાં આવ્યો છે.કમ્પુટર-ચેટ પરથી માહિતી મળી છે કે ટીનાને ચેટ પર ઘણી લાલચો આપી ભોળવી છે અને કોઈને પણ કહ્યાં વગર ન્યૂયોર્ક આવે અને તેની  ટ્રાવેલ આઈટેનરી અને ઈ-ટીકીટ ઈમેલમાં મોકલી આપી . ટીના બસમાં એરપોર્ટ પર આવી હશે અને ન્યૂયોર્ક કૉન્ટીનેનટલ એરમાં ગઈ છે.  એર્ર્પોર્ટ પર જેફરશન ઉર્ફે માઈક લેવા આવ્યો હશે  ત્યારે ટીનાને એની સાચી ઉંમરની ખબર પડી હશે..પણ ત્યારે ઘણું લેઈટ  થઈ ગયું હશે.   ત્યાર બાદ ટીના પર જે ગુજરી હશે એ માત્ર કલ્પનાજ કરવાની રહી. જેથી.આશા રાખીએ કે જેફરશન અમને સાચી માહિતી આપે  જેથી  ટીનાને અમે શોધી શકીએ..બસ  ઈશ્વર પર શ્રદ્ધા રાખો!’    અંજલીને હગ(આલિંગન) આપતાં અલ્પેશ બોલ્યો: ‘ હની, Hope for good and prepare for the worse”( આશા રાખીએ કે કશુ ખરાબ ના બને…માઠા સામા્ચાર માટે  ઈશ્વર શક્તિ આપે!)..’   ‘ના અલ્પેશ,  આપણી દીકરીને કશું નહી થાય  એવી મને અડગ શ્રદ્ધા છે..’  ‘ અંજલી, એક શ્રદ્ધા..એક આશાનો દીપ જળે છે..જે જળતો રહે..અને એજ દીપમાં આપણી આશાનું કિરણ છુપાયેલું છે!   ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે તારી શ્રદ્ધા ફળે!”

                                                         ‘ મીસ્ટર ભટ્ટ,” I have a good news..Your daughter is alive and safe..”( હું તમને એક સારા સમાચાર આપું છું..તમારી દીકરી જીવીત છે સલામત છે’)   અમો કાલની ફ્લાઈટમાં ટીનાને લઈને આવીએ છીએ.’  રાત્રીના બાર વાગ્યા હતાં..અંજલી અને અલ્પેશ એકબીજાને ભેટી પડ્યા. સવાર પડવાની રાહ જોતાં બેસી રહ્યાં..સવાર પણ જાણે થંભી ગઈ હોય એવું એમને લાગ્યું..   એફ્.બી.આઈ.એ  કહ્યું હતું:  ‘ ટીના સેક્સ્યુલ અબ્યુઝની પરિસ્થિતીમાંથી પસાર થઈ છે એના પરથી કહીએ છીએ કે ટીનાને  હાલ પુરતો એક પણ સવાલ પૂછતા નહી..તમે નસીબદાર છો કે જેફરશનની બાજુમાં રહેતા પડોશી વૃદ્ધ મીસ્ટર અને મીસીસ પીટરશને  જેફરશનના ઘરમાંથી છટકેલી ટીનાને એમના ઘરમાં આસરો આપ્યો. અને એમણે અમોને જાણ કરી…’    ‘ ‘હે ઈશ્વર જ્યાં દાનવ છે ત્યાં આજ પણ દેવ જેવા માણસો જીવે છે’.. અંજલી  વહેલી સવારે ઘરમાં આરતી ઉતારતી , ઉતારતી બોલી.. ‘ અંજલી, આ ચેટનો ચટકો કેટલો ખતરનાક છે! ઝેરીલા નાગ જેવો છે, એના ડંસમાંથી આપણી દીકરી બચી ગઈ એ જ આપણાં માટે ઘણું છે. ચાલ તૈયાર થઈજા એરપોર્ટ પર જવાનો સમય થઈ ગયો..honey!’  અંજલીએ  આપેલ સાકરનો  પ્રસાદ હાથમાં  લેતા અલ્પેશ બોલ્યો.

આપના અમુલ્ય પ્રતિભાવની પ્રતીક્ષા..

જૂન 7, 2010 - Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના

10 ટિપ્પણીઓ »

  1. Bahu saras vaartaa

    ટિપ્પણી by Vijay Shah | જૂન 7, 2010

  2. શ્રી બારડ સાહેબ.
    બહુ સરસ, આંખ ઉઘાડી નાખતી વાર્તા. વચ્ચે ક્યાંક ’બાળકોના મોબાઇલ ચેક કરવા યોગ્ય કે નહીં’ એવી કોઇ ચર્ચામાં ભાગ લેતા મેં તેની તરફેણ કરેલી. કોમ્પ્યુટર અને નેટ માટે પણ એ લાગુ પડે જ છે. બાળક પર ’અવિશ્વાસ’ નહીં, પરંતુ તેના હીતનું રક્ષણ તો કરવું જ જોઇએ ને. રાત્રે ૧૨ વાગ્યા સુધી ટીના શું કરે છે તે ચેક કરવાનો,અલ્પેશ અને અંજલીનો, હક્ક જ નહીં ફરજ પણ ગણાય કે નહીં ? આપની આ આંખ ઉઘાડનારી વાર્તાની લિંક “ફેસબુક” પર મુકવા જેવી છે. આપની અનુમતી હોય તો મારી ફેસબુક પર પણ મુકીશ. આભાર.

    ટિપ્પણી by અશોક મોઢવાડીયા | જૂન 7, 2010

  3. સાંપ્રત સમયને અનુરૂપ વાર્તા…

    ટિપ્પણી by nilam doshi | જૂન 7, 2010

  4. જમાનો જેટલો આગળ વધ્યો છે અને આધુનિક બની ગયો છે એની સાથે બાળકો માટે અવનવા આકર્ષણો ઉમેરાતા ગયા છે. અને આકર્ષણની લપસણી ભૂમિ પર એમને કેમ કરીને સાચવવા એ જટીલ સમસ્યા બની છે પણ જો આવા ઉદાહરણથી કોઇની પણ આંખ ઉઘડતી હોય તો હકિકત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તો એ પણ એક સમાજસેવા જ કહેવાય.

    ટિપ્પણી by Rajul Shah | જૂન 8, 2010

  5. શ્રી બારડ સાહેબ.
    બહુ સરસ, આંખ ઉઘાડી નાખતી વાર્તા.
    સચોટ અસર છૉડતિ
    અને એક દૃષ્ટિવંત કૃતિ માટે અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel | જૂન 9, 2010

  6. સાઈબર ક્રાઈમ કરનારાઓ રોજે રોજ નવા નવા નુસખા કરી આર્થીક કે વ્યક્તીગત નુકશાન કરતા હોય છે. ચેટીંગ કરનારાઓ આનો ભોગ બને છે. લાલચ એમાં સહકાર આપે છે. પછી ઠગ રાહ જોઈ બેઠા હોય છે. પેલા બ્રાહ્મણ પાસેથી બકરો પડાવી લીધેલ છે એ ખબર છે ને?

    ટિપ્પણી by vkvora, Atheist, Rationalist | જૂન 9, 2010

  7. સાચી હકિકત છે,અત્યારે માતા પિતાએ બહુજ સચેત રહેવાની જરુર છે.
    સોળ વર્ષની ઉમર એવી છે,બાળકોને યોગ્ય માર્ગદર્શન ન મળે તો રાહ
    ભટકી જતાં વાર નથી લાગતી.

    ટિપ્પણી by hema patel. | જૂન 9, 2010

  8. Shakilahemad Munshi: રેડ સિગ્નલ, (This story)બધાજ ન્યુઝ પેપર મા વાચવા મળવી જોઈએ.

    ટિપ્પણી by Shakil A. Munshi | જૂન 9, 2010

  9. @ Dear Shakil, Plz. use your own mail ID. U used my ‘maher ekta’ id.
    @ barad sir, Thanks for permission.

    ટિપ્પણી by અશોક મોઢવાડીયા | જૂન 10, 2010

  10. Very sad story but everybody need to read this. This story help all teenagers. We can find so many Tina….they need help.

    ટિપ્પણી by Rekha | જૂન 11, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: