"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક અતુટ વિશ્વાસ !

                                           

                                                                                                                                                                                                      જીવનમાં કોઈ સુખ સારૂ હોય તે marriage life..(લગ્ન જીવન) અને Family life(કૌટુંબિક સુખ). એ બાબતમાં હું ઘણીજ સુખી છું. બે બાળકો, આદિપ અને સંદિપ અને મારો પતિ ઉમેશ  એટલોજ માયાળું અને પ્રેમાળ. અમો બન્ને અહીં શિકાગોમાં જ જન્મેલા, સાથે કૉલેજ .અમારા મા-બાપની રાજી ખુશી સાથે થયેલા લગ્ન,પેરિસમાં માણેલી મધુરજની અને સારી ફળશ્રુતિ રૂપે ઈશ્વરે આપલી બે સુંદર સંતાન અને અમારા બન્નેની જોબ પણ સારી છે જેથી ફાયનાન્સ રીતે અમો ઘણાં સુખી છીએ. આદિપના જન્મબાદ અમોને એક ૨૦ વર્ષની Nanny(બાળ રખેવાળ) મળી ગઈ જે   સોમવારથી શુક્રવાર અમારે ઘેર રહે અને ઘરનું કામ પણ કરે સાથો સાથ બાળકોનું ઘ્યાન પણ રાખે. નેની લીસા સ્વભાવમાં પણ ઘણીજ સારીને ઘરકામમાં પણ સુઘડ. તેણી  ગરીબ કુંટુંબની હતી. એથી અમો તેણીને ભણવા આગ્રહ કર્યો જેથી ભણીને સારી જોબ મળી શકે.અમોએ તેણીની કૉલેજની ફી પણ ભરતા અને લીસા વીકએન્ડમાં પાર્ટ-ટાઈમ કોલેજ કરતી. એક દિવસ તેણીનો ફોન આવ્યો અને મને કહ્યું:”I am not able to come today because I am not feeling well.” ( મારી તબિયત સારી નથી એટલે હું આજે આવી શકું તેમ નથી). પછી મને ખબર પડી કે તેણી પ્રેગનન્ટ છે. મારા પતિ એ કહ્યું: “તેણીને માઈક નામે બોયફ્રેન્ડ છે કદાચ તેનું લફરું હોય…અહીં તો કુંવારી છોકરી  મા બની શકે છે તેમાં નવાઈ શી છે?” અને લીસા મા બની.  બાળકના જન્મબાદ એક મહિનો તેણીના ઘેરે રહી. મને મુશ્કેલી પડી પણ લીસાએ એક મહિના માટે એની એક બેનપણીની નેની તરિકે વ્યવસ્થા કરી આપી તેથી સારૂ પડ્યું.
 
                                              મારી કંપની માંથી મારે જુદા-જુદા દેશમાં  જવાનું રહેતું. મહિનામાં એકાદવાર તો  અચુક જવાનું રહેતું.બાળકોના જન્મબાદ ઘણીવાર હું જુદા જુદા દેશમાં બીઝનેસ ટ્રીપથી  કંટાળી જતી. મને ઘણાવાર લાગતું કે હું મારા બાળકોને પુરતો પ્રેમ આપી શકતી નથી.પણ શું કરૂ?  પૈસો મામુલી ગણાય પણ એ જીવનમાં ઘણોજ અગત્યનો ભાગ ભજવે છે. ઉમેશ અમારા ઘરનું સંપૂર્ણ ફાયનાન્સ ઘણું જ સુંદર રીતે ચાલાવે કે હું કદી પણ એમાં માથું ના મારૂ. ઘરના બધા બીલ્સ,મોરગેજ અને ક્રેડીટ-કાર્ડસના પેમેન્ટ ,ચેકબુક પણ એ  સુંદર રીતે Handle  (સંચાલન)કરતો હોય એથી મને એ બાબતમાં ઘણીજ શાંતી રહેતી.

                                             ઉમેશ એમના મામાના દીકરાના મેરેજ હતાં તેથી એક વીક માટે ઈન્ડીયા ગયો હતો. મેં મારા બોસને Request(વિનંતી)  કરી કે એક અઠવાડિયા માટે બીઝનેસ ટ્રીપમાં મને બીજા દેશમાં જવાનો પ્લાન ના બનાવે. વેકન્ડ હતું , આદિપ અને સંદીપ બન્ને વીસકૉન્સીન-ડેલ ફરવા જવા કહ્યું અને મેં હા પાડી.ઘરમાં થોડા કેશ પડ્યા હતાં એથી મેં ઉમેશની બેગમાંથી કેશ કાંઢવા ગઈ તો એમાં કોર્ટ તરફથી Certified Mail( સર્ટીફાઈડ મેલ)  મેં જોઈ, શૉક લાગ્યો ! વાંચી:

 :” Mr.Umesh, We have proof  from DNA test that You are  a biological father of Lisa’s child  and has been decided by the court that you have to give 750.00 dollars child alimony for each month until child turn 18. by the USA court order..( મિસ્ટર ઉમેશ, ડિ.એન.એ ટેસ્ટ પરથી સાબિત થયું છે કે તમો જ લીસાના બાળકના પિતા છો અને લીસાના બાળકના ઉછેર માટે તમારે મહિને ૭૫૦ ડોલર  તેણીને આપવા, બાળક ૧૮ વર્ષનો થાય ત્યા સુધી )-અમેરિકા-કોર્ટનો ઓર્ડર ).

આપના પ્રતિભાવની અપેક્ષા.

Advertisements

February 25, 2011 - Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના

8 Comments »

 1. પરમ કૃપાળુ પરમાત્મા… શ્રી હરી નારાયણ દેવ ….દયા કરજે તેની (લેખિકા) ઉપર……. બસ આઘાત સહેવાની શક્તિ દેજે….તેને !

  Comment by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | February 25, 2011

 2. વિશ્વાસે નાંગરેલુ વહાણ ડૂબે ત્યારે શું થાય એ તો એ અનુભવમાંથી પસાર થનાર વ્યક્તિ જાણે કે બીજો જાણે એનો ઇશ્વર.

  Comment by Rajul Shah | February 25, 2011

 3. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,

  ખુબ જ સરસ અને સમજવા જેવી કથા છે.

  વિશ્વાસે વહાણ ચાલે છે આ દુનિયામાં

  વિશ્વાસે કૈકને લુતાવ્યા છે આ દુનિયામાં

  Comment by પરાર્થે સમર્પણ | February 25, 2011

 4. very touchy story only one can break your trust whom you trust more .

  Comment by bgujju | February 25, 2011

 5. શ્રી વિશ્વદીપજી
  એક સરસ નવા જમાનાની વાર્તા ,વસ્તુ વિષય સરસ નિરુપણ પામ્યા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Comment by Ramesh Patel | February 27, 2011

 6. Good one

  Comment by sandeep | February 27, 2011

 7. very touchy story

  Comment by sushila | March 6, 2011

 8. i suggest plzzzzzzzzz……..don’t break the trust of your dearest one…otherwise life will be hell………

  Comment by MAHERA SAIYED | September 21, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s