સાંજના ઓળા!(નિવૃતિ નિવાસ)-ચેપ્ટર-૨
માનવીના મૃત્યુબાદજ માનવીએ કરેલા સદકાર્યોને બિરદાવવા,યાદકરી સ્નેહી-સગા પોતાના સ્વજનને ગુમાવ્યાનો ખેદ વ્યક્ત કરે છે.આજે નિવૃતિ-નિવાસમાં યોજાયેલી શોકસભામાં અણધારી વિદાય લેનાર સરગમબેનના શૉકમાં સમગ્ર હોલ તેણીને ચાહનાર લોકોથી ભરચક હતો, સૌની આંખોમાં ભીંનાશ હતી. એક અગોચર દુનિયામાં સરગમબેને પ્રણાય કર્યું તેને લોકો સ્વર્ગનું નામ આપી એક સંતોષની લાગણી અનુભવે છે.સાથો સાથ સૌ સ્નેહીજનો, મિત્રો મળી સદગતના કાર્યને બિરદાવી,શ્ર્દ્ધાજંલી અર્પે,એકબીજાને સહાનુભુતિ આપે! આજે સદગત આત્મા હાજર હોય અને વ્યક્ત થતી લાગણીને રૂબરૂ જોઈ શકે તો કેટલું સારૂ! માનવીના મૃત્યુબાદજ કેમ એમના ઢગલાબદ્ધ વખાણ થાય,પુતળા મુકાય, મોઘી તસ્વિર ટીંગાડાય! પણ આજ માનવીનો સહજ સ્વભાવ છે!
“સરગમબેન નથી, માત્ર તેમની યાદ રહી ગઈ છે.તેમણે કહેલા શબ્દો,શિખામણ, એમનો નિખાલસ સ્નેહ, નિસ્વાર્થ પ્રેમ આપણી પાસે રહી ગયાં છે.યાદ છે એમણે કહેલા શબ્દો:”માનવીએ કોઈપણ પરિસ્થિતિમાં મનનું સમતોલ ગુમાવ્યા વગર સામનો કરવો અને તે પણ મિઠાશથી,આવો ઉપદેશ આપનારી વ્યક્તિ આપણી સમક્ષ નથી.દુ:ખ છે,શોક છે, આંખમાં ભીંનાશ છે પણ એક વાત જરૂર કહીશ કે એજ એમની સાચી શ્રદ્ધાજંલી કહેવાશે જ્યારે એમનો એકાદ સદગુણ આપણે જીવનમાં ઉતારીશું! એ બોલતા બોલતા અવન્તિકાબેન ગળગળા થઈ ગયાં અને “જયશ્રીકૃષ્ણ” કહી પોતાની બેઠકપર બેસી ગયાં.
“નિવૃતિ-નિવાસ”માં સરગમબેનની મોટી તસ્વિર સભાખંડમાં સ્મારક રૂપે મુકવાની હતી. આજે સૌ ભેગામળી ભજન કિર્તન સાથો સાથ શ્રદ્ધાજંલી અર્પી રહ્યા હતા.
“સરગમબેનનું સમગ્ર જીવન પરોપકાર અર્થે જીવ્યા,બીજાને ખુશ જોઈ, પોતે ખુશ રહેતા,બીજાને દુ:ખે દુખી થતાં,દુ:ખને દૂર કરવા મદદ કરતાં એજ એમની નિસ્વાર્થભરી એમની નીતિ હતી.સરગમબેનને હું અંત:કરણ પૂર્વક શ્ર્દ્ધાજંલી અર્પુ છું.એમના સદગત આત્માને પ્રભુ ચિંરજીવ શાંતી બક્ષે એક મારી નમ્ર પ્રાર્થના.કહી વલ્લભદાસે સૌને હાથ જોડ્યા.”
“નિવૃટી નિવાસના સરટાજ સમા સરગમબેના આપની વસ્સે નથી,આપને બઢા એકલા પડી ગયાં હાચુ કહું દોસ્ટો! એ દયાની ડેવી હટા, ભગવાન એમના આટ્માને શાંટી આપે અને હું…મિસ્ટર પેસ્તનજી આગળબોલે એ પહેલાજ ગળામાં ડુમો ભરાઈ આવ્યો,રડી પડ્યાં.આગળ એક શબ્દ બોલી ના શક્યા!
આખો સભાખંડ ભરાયેલો હતો.દરેક વ્યક્તિની આંખમાં સહાનુભૂતિ, ઉદાસીન ચહેરા! મધ દરિયે હલેસા ખોઈ બેસનાર સોહીલ આગલ વધ્યો.સભાખંડમાં સૌને હાથ જોડી બોલ્યો:
“ભાઈઓ, બહેનો અને મિત્રો, સૌએ સાથે મળી સરગમ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો,એમના આત્માને ચિંરજીવ શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી, એ આપણાંથી ઘણાં દૂર એવા અલૌકિક દુનિયામાં જતા રહ્યાં છે છતાં તમારા સહાનુભુતિ વ્યક્ત કરતા આત્માનો અવાજ જરૂર એમના સુધી જરૂર પહોંચશે એની મની ખાત્રી છે. મારા ટૂંકા સમયના સહવાસી,મારી જિંદગીના સોનેરી સંધ્યા સમયની સાથી એવી સરગમ,મારી પત્નિ કરતા એક સાચી મિત્ર બની રહી અને મેં તેણીના જીવનમાંથી મને ઘણું શિખવા મળ્યું છે, ઘણું માર્ગદર્શન મળ્યુ છે.એવી દયાની દેવીના સહવાસથી મારૂં જીવન સાર્થક બન્યું છે.સરગમ જેવી સ્ત્રી સૌને મળવી દુર્લભ છે. સારો પતિ મળે તેને માટે કન્યાઓ વૃત કરે,ઈશ્વર પાસે આરાધના કરે, કઠોર તપ કરે! શું પુરૂષ કે કુવારા છોકરા સારી પત્નિ Continue reading