"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસો અને હસાવો!!

showletter-8.jpg 

પશાકાકા અવાર-નવાર શહેરમાં આવતાં જતાં પણ એમની પત્ની કંકુકાકી ને તો ભાગ્યેજ શહેરમાં જવા મળતું ! પશાકાકા , કંકુકાકીને લઈ એક વખત અમદાવાદ  શહેરમાં આવ્યા! બધે  ફરતાં, ફરતાં સાંજે પિકચર જોવાનું નક્કી કર્યું ! થિયેટરમાં પુરૂષોની ટીકીટ લેવામાં મોટી લાઈન હતી તેથી પશાકાકએ કંકુકાકીને કહ્યું કે  ” બૈરાની લાઈન ઓછી છે તો લે આ પૈસાને બે  ટિકીટ લઈ લે જે. કંકુકાકી તો લાઈન ઊભા રહી ગયાં.. એમનો વારો આવ્યો..એક મીનીટ થઈ.. બે મીનીટ થઈ .. પશાકાકા દૂર ઊભા હતા ને વિચારવા લાગ્યાં કે તેણીનો વારો આવ્યો છતાં ટીકીટ કેમ નથી લેતી ??..ત્યાં તો પેલા ત્યાંના લાલા એ કાકી નું કાડું પકડી લાઈન માંથી દૂર કર્યા!! કંકુકાકી તો હાંભળા,ફાંફળા ને ધુંધવાતા

પશાકાકા પાસે આવ્યાં! અલી ! કેમ તારો વારો આવ્યો તોય ટીકીટ કેમ ન લીધી? ” કંકુકાકી બોલ્યાં.. “બળ્યું તમારું અમદાવાદ, મેં પેલા ને કહ્યું કે મારે એક નહીં બે ટીકીટ લેવી છે તો તું  પાવલી ઓછી કર !એ બેરો સાંભળે તો ને !.. મેં એને એમ પણ કહ્યું કે અમારા ગામનો શાકભાજી વાળો એક કિલો ને બદ્લે બે કિલો મુળા લઈ એ તો પચાસ પૈસા ઓછા કરી દે, તું પાવલી ઓછી ન કરે ? મારો રોયો સાવ નકામો !!બૈરાને ધક્કા મારી બાર કાઢી !કોઈ લાજ શરમ વગરનું આ શહેર!! કાકી આગળ બોલે તે પહેલાંજ બાવડું જાલી થિયેટરની બહાર લઈ ગયાં… “આ શું શાક ભાજીની દુકાન છે ??????”

માર્ચ 22, 2007 - Posted by | હસો અને હસાવો!!

5 ટિપ્પણીઓ »

 1. પશાકાકાનુ અને કંકુકાકીની વાતો સરસ રીતે લખી છે. હજી ગામડામાં અને શહેરમાં આવા તફાવત જોવા મળતા હોય છે. તોય ગામડુ મારુ રૂડુ રળીયામણુ….

  ટિપ્પણી by Rekha | માર્ચ 22, 2007

 2. મજા આવી કંકુકાકી ને મળવાની અને માણવાની.હળવી પળો જીવનમાં કદાચ સૌથી વધુ જરૂરી નથી?

  ટિપ્પણી by nilam doshi | માર્ચ 22, 2007

 3. vah saras vaat kahee

  ટિપ્પણી by vijayshah | માર્ચ 22, 2007

 4. પશાકાકા અને કંકુકાકી ને વાંચવાની મઝા આવી.

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 22, 2007

 5. Dear Vishwadeep Bhai, your posting of March 22nd, is very interesting. I as well as my household, we all enjoyed it very much. Keep it up. God bless you, your family and and your literary efforts.
  Mohammad Ali Parmar

  ટિપ્પણી by Mohammad Ali Parmar | માર્ચ 26, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: