"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક પક્ષી વિધાયુ !

                                                     

                                                                                       ” જિંદગીમાં ઘણું ગુમાવ્યું તેનો મને કોઈ અફસોસ નથી.  સંતો અને સાધુ હંમેશા કહેતા આવ્યાં છે:  “તમે શું લાવ્યા હતા અને શું લઈ જવાના  છો ? નિર્મળ અને નિસ્વાર્થ જીવન જીવો.” બૌધની દ્રષ્ટિએ ઘડી પર મન ઉપર ઉતરી જાય પણ મનનો ઉડતી હવા સમાન, જ્યાં જાય ત્યાંના વાતાવરણમાં ભળી જાય! કોઈવાર ગંદકી ઉપાડી આવે અને આપણાં પર રેડી દે!  બસ આવું જ કંઈક મારા મન પર સવાર થયેલું   ભૂત હજું જતું નથી.

                                                         મેં તારું શું બગાડ્યું છે ? મેં કદી પણ તને દું:ખી નથી થયા દીધી.હા તારો ઉપકાર મારી પર ઘણોજ છે. મેં નાનપણથીજ મા-બાપની છત્ર-છાયા ગુમાવી.મા-બાપ સમાન કાકા-કાકીના અતુટ પ્રેમ સાથે  મારો ઉછેરે અને ભણતર સારા ગયાં અને મિકેનિકલ ઈન્જિનર થયો અને એ સમયમાં જ તું અમેરિકાથી આવી અને મારી પર તારી પસંદગી ઉતરી.ભલા કાકા-કાકીએ  પોતાનો સ્વાર્થ ને ન ગણતાં મને તારી સાથે લગ્ન થાય અને મારું જીવન સુધરી જાય એજ વસ્તું કેન્દ્રમાં રાખી અને મારા લગ્નની હા પાડી મને સમજાવ્યો:  “રૂપેશ, રુચા અમેરિકાથી આવી છે. એમ.બી.એ થયેલી છે  અને તું પણ એન્જિનયર છે  તો તું તેણી સાથે પરણી જા જેથી તારું જીવન સુધરી જશે તું સુખી થઈશ. અમારી ચિંતા બેટા તું ના કરીશ. હું અને તારા કાકી બન્નેની સરકારી નોકરી છે જેથી અમારું પેન્શન પણ સારૂ આવશે. પાછલી જિંદગીમાં અમોને કશો વાંધો નહી આવે!” મેં હંમેશા કાકા-કાકીનું આજ્ઞાનું જ પાલન કરેલ છે તેમના આશિર્વાદ સાથે મારા લગ્ન તારી સાથે થયાં.તું અમેરિકન સિટિઝન તેથી તારીજ સાથે મારે અમેરિકા આવવાનું થયું. બન્ને સારું કમાવા લાગ્યાં. શિકાગોના સારા એરિયામાં આલિશાન ઘર લીધું. બે લેક્સસ કાર લીધી પણ મને એક વાતનો અફસોસ રહ્યો: જે કાકા-કાકીએ મારા માટે જીવન સમર્પણ કર્યું તેને તારા સ્વભાવને લીધે  એમની પાછલી જિંદગીમાં કશી મદદ ના કરી શક્યો ! છતાં મે મન મનાવી લીધુ.કાકા-કાકી તારા સ્વભાવને જાણી ગયાં હતાં અને મને હંમેશા કહેતા:” બેટા, અમો અહીં સુખી છીએ અને ફાયનાન્સમાં કોઈ જાતની તકલીફ પડતી નથી.અમારે લીધે તારી જિંદગી ના બગાડીશ.”

                                                         ઈશ્વરે આપણને બધું સુખ આપ્યું પણ બાળકનું સુખ ના આપ્યું. તે મને કાયમ તેના માટે જવાબદાર ગણ્યો છે. આપણે બન્નેએ મેડિકલ ટેસ્ટ કરાવ્યો.ડોકટરના રિપોર્ટ મુજબ મારામાં કશી ખામી નથી અને તું પણ જાણતી હતી છતાં મને કહેતી રહી:”તમારામાં જ પૂરૂષત્વ નથી!”  હું શું દલીલ કરૂ! હવામાં હાથ મારવાથી શું ફાયદો ?
મે ચલાવી લીધું અને આમને આમ  આપણી જિંદગી એક વેરાન  અને ઉજ્જડ એવા પ્રદેશમાં ચાલતી રહી. હું પાંસઠનો થયો. નિવૃતિને આરે! પણ નસીબની વૃતિ કઈ સારી નહોંતી મને સ્ટ્રોક આવ્યો. નિસ્ક્રીય બની ગયો ! કોઈની મદદ વગર બેડમાંથી ઉભો પણ ના થઈ શકું તે મને” હેવન-નર્સિંગહોમ”માં મૂકી દીધો. મે મારા મનને મનાવી લીધું:  રુચા મારાથી પાંચ વર્ષ નાની છે , જોબ કરે છે અને જોબ કરતા, કરતાં મારૂ ચોવીસ કલાક ધ્યાન ના આપી શકે, નર્સિંગહોમમાં ચોવીસ કલાક નર્સ હોય અને ગમે તેવી ઈમજન્સી આવે તો તાત્કાલિક ડોકટર અથવા એમ્બ્યુલન્સ બોલાવી શકે..નર્સિંગહોમમાં હું પાંચ વરસથી છું પણ રૂચા તું એક પણ દિવસ મને જોવા કે મળવા નથી આવી કે આપણી મેરેજ-એનિર્વસરી વખતે એક કાર્ડ પણ નથી મોકલ્યું.મે તને અનેક કાર્ડ અને પત્ર મોકલ્યાં છે તેનો પણ જવાબ નથી.

                                                       મને ઘણીવાર લાગે છે કે મારામાં કોઈ એવી શક્તિની ખામી છે  કે હું તને મારી બનાવી નથી શકતો અથવા તને  સમજાવવામાં
મારીજ નિષ્ફળતા ગણું છું. બસ આમને આમ મારું જીવન પૂરૂ થશે ?..મારા અંતકાળે તું હાજર હોઈશ?……….”

                                                      રૂચા અને તેણીનો પચાસ વર્ષનો બોય-ફ્રેન્ડ હેવન-નર્સિંગહોમમાં પ્રવેશ્યા. નર્સ  મીસ એન્જલાએ કહ્યું: “I am sorry to let you know that your husband mr.Rupesh Maheta died last night in sleep and we found one cover under his pillow.'( મને દિલગીરી સાથે જણાવતા દુ:ખ થાયછે કે તમારા પતિનું ગઈ કાલ રાત્રે ઉંઘમાં મૃત્યું પામ્યા છે અને તેના ઓશિંકા નીચેથી આ કવર મળ્યું છે. કવર ખોલી ઉપરોકત પત્ર વાંચ્યો. રૂચાની આંખમાં ના તો ભીનાશ હતી કે ના તો કોઈ ગમ..નર્સના હાથ ૧૦,૦૦૦ ડોલર્સનો ચેક આપી કહ્યું:”  This is for his funeral expense  and your service..thank you..( આ તેની મરણ વિધી અને તમારી કાર્યવિધીનો ખર્ચ. તમારો આભાર..). અને રૂચા અને તેણીનો બોયફ્રેન્ડ માઈકલ પોતાની મર્સિડીઝમાં ઘર તરફ રવાના થયાં.

આપના પ્રતિભાવની અપેક્ષા.

માર્ચ 8, 2011 - Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

  1. સ_રસ લઘુકથા.

    (સાહેબ આપ Like ની સગવડ ચાલુ રાખો તેવી વિનંતી છે.)

    ટિપ્પણી by અશોક મોઢવાડીયા | માર્ચ 8, 2011

  2. અમેરિકા આવવાનો મોહ ઘણા બધાને ઘણુ બધુ છોડાવે છે પણ જ્યારે જેના માટે બધુ છોડી દીધુ હોય એ જ એને તરછોડીને જાય ત્યારે???? એ કોને કહેવા જાય??

    ટિપ્પણી by Rajul Shah | માર્ચ 8, 2011

  3. સરસ વાર્તા
    તમને બન્નેને રોજ યાદ કરીએ છીઍ
    indu and Ramesh

    ટિપ્પણી by Indu SHAH | માર્ચ 9, 2011

  4. Very nice story .After a long time read a good story. Thanks.

    ટિપ્પણી by Harsha pota | માર્ચ 10, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: