આવો છે દેશ મારો આજ!
જ્યાં વચન માટે મરી પિટતા માનવી,
હવે ” Dime a dozen ” વેંચાય છે વચન..આવો છે દેશ મારો આજ.
વતનની યાદ કરી આવેછે સૌ NRI અહીં,
“ધુતીલો” એને પરદેશમાં પૈસાના ઝાડ માની.આવો છે દેશ મારો આજ.
વાતે વાતે જુઠ ને હસીને ફસાવે,પછી તરસાવે,
ઉપકાર પર ઉપકાર સાવ લુખો સાવ જુઠ્ઠો,આવો છે દેશ મારો આજ
એરપોર્ટ પર આવતાંજ માંગે ડોલર્સમા પૈસા,
ડગલે ને પગલે માંગના હાથ હોય લાંબા,આવો છે દેશ મારો આજ
મંદીરોમાં રુપિયાના કરતાં ઢગલા અહીં,
પછીજ પ્રભુના થાય દર્શન સૌથી પે’લા,આવો છે દેશ મારો આજ
ઋષી-મુનીઓનો દેશ વેંચાય છે પસ્તીને ભાવે,
ભષ્ઠાચાર ભભૂકી રહ્યો ચારે કોર,આવો છે દેશ મારો આજ
“દીપ” શ્રદ્ધા તારી અચળ રાખજે વતન માટે,
ધુળ એની મસ્તક પર રાખી ફરજે સદા,આવો છે દેશ મારો આજ