"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જુઓ તો કબર પણ ક્યાં ઉધાર રાખે છે?

આભમાંથી  તારલાના આસું એવા  પડે  છે,

ભરેલી  સાડી માંથી  આભલાઓ     ખરે છે.

 

ક્યાં સુધી પાંખ પસારી ઊડતા રહેશો તમે,

 આકાશ માંથી   આજ-કાલ દેવતા ઝરે  છે.

 

દરિયો પણ  નવુ એક  સરનામું  શોધે છે,

ધરતીની ધાવણમાં    અંગાર ટપકે   છે.

 

મરણનું  માતમ માનવીમાં   ક્યાં રહ્યું છે?

આજ કાલ   લાશોના   ઢગલા   સડે છે.

 

‘દીપ’ મકાનનું ભાડું ભરી ભરી  થાક્યો,

જુઓ તો કબર પણ ક્યાં ઉધાર  રાખે છે?

 

 

 

 

 

 

 

માર્ચ 28, 2011 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: