"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માનવી મળી ગયો ભૂતકાળનો…

 માનવી મળી ગયો ભૂતકાળનો,
       પથ્થરથી મારતો,
       નખથી ઉઝારડતો,
       દાંતથી કરડતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.
ગુફામાં ગણગણ તો,
ટોળામાં ભટકતો,
ભુખમાં  ભરખતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.

સીધો, સાવ સાદો,
નિવસ્ત્ર-રખડતો,
ભરબજારે ભીંડમાં,
વિંધાઈ ગયો,
બોમ્બથી ઉડી ગયો,
ન્યુકલીયરની વાટમા
રાખમા ભળી ભસ્મીભૂત થઈ ગયો
 ભૂતકાળનો માનવી.
માનવી મળી ગયો ભૂતકાળનો…

ફેબ્રુવારી 28, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

એક અતુટ વિશ્વાસ !

                                           

                                                                                                                                                                                                      જીવનમાં કોઈ સુખ સારૂ હોય તે marriage life..(લગ્ન જીવન) અને Family life(કૌટુંબિક સુખ). એ બાબતમાં હું ઘણીજ સુખી છું. બે બાળકો, આદિપ અને સંદિપ અને મારો પતિ ઉમેશ  એટલોજ માયાળું અને પ્રેમાળ. અમો બન્ને અહીં શિકાગોમાં જ જન્મેલા, સાથે કૉલેજ .અમારા મા-બાપની રાજી ખુશી સાથે થયેલા લગ્ન,પેરિસમાં માણેલી મધુરજની અને સારી ફળશ્રુતિ રૂપે ઈશ્વરે આપલી બે સુંદર સંતાન અને અમારા બન્નેની જોબ પણ સારી છે જેથી ફાયનાન્સ રીતે અમો ઘણાં સુખી છીએ. આદિપના જન્મબાદ અમોને એક ૨૦ વર્ષની Nanny(બાળ રખેવાળ) મળી ગઈ જે   સોમવારથી શુક્રવાર અમારે ઘેર રહે અને ઘરનું કામ પણ કરે સાથો સાથ બાળકોનું ઘ્યાન પણ રાખે. નેની લીસા સ્વભાવમાં પણ ઘણીજ સારીને ઘરકામમાં પણ સુઘડ. તેણી  ગરીબ કુંટુંબની હતી. એથી અમો તેણીને ભણવા આગ્રહ કર્યો જેથી ભણીને સારી જોબ મળી શકે.અમોએ તેણીની કૉલેજની ફી પણ ભરતા અને લીસા વીકએન્ડમાં પાર્ટ-ટાઈમ કોલેજ કરતી. એક દિવસ તેણીનો ફોન આવ્યો અને મને કહ્યું:”I am not able to come today because I am not feeling well.” ( મારી તબિયત સારી નથી એટલે હું આજે આવી શકું તેમ નથી). પછી મને ખબર પડી કે તેણી પ્રેગનન્ટ છે. મારા પતિ એ કહ્યું: “તેણીને માઈક નામે બોયફ્રેન્ડ છે કદાચ તેનું લફરું હોય…અહીં તો કુંવારી છોકરી  મા બની શકે છે તેમાં નવાઈ શી છે?” અને લીસા મા બની.  બાળકના જન્મબાદ એક મહિનો તેણીના ઘેરે રહી. મને મુશ્કેલી પડી પણ લીસાએ એક મહિના માટે એની એક બેનપણીની નેની તરિકે વ્યવસ્થા કરી આપી તેથી સારૂ પડ્યું.
 
                                              મારી કંપની માંથી મારે જુદા-જુદા દેશમાં  જવાનું રહેતું. મહિનામાં એકાદવાર તો  અચુક જવાનું રહેતું.બાળકોના જન્મબાદ ઘણીવાર હું જુદા જુદા દેશમાં બીઝનેસ ટ્રીપથી  કંટાળી જતી. મને ઘણાવાર લાગતું કે હું મારા બાળકોને પુરતો પ્રેમ આપી શકતી નથી.પણ શું કરૂ?  પૈસો મામુલી ગણાય પણ એ જીવનમાં ઘણોજ અગત્યનો ભાગ ભજવે છે. ઉમેશ અમારા ઘરનું સંપૂર્ણ ફાયનાન્સ ઘણું જ સુંદર રીતે ચાલાવે કે હું કદી પણ એમાં માથું ના મારૂ. ઘરના બધા બીલ્સ,મોરગેજ અને ક્રેડીટ-કાર્ડસના પેમેન્ટ ,ચેકબુક પણ એ  સુંદર રીતે Handle  (સંચાલન)કરતો હોય એથી મને એ બાબતમાં ઘણીજ શાંતી રહેતી.

                                             ઉમેશ એમના મામાના દીકરાના મેરેજ હતાં તેથી એક વીક માટે ઈન્ડીયા ગયો હતો. મેં મારા બોસને Request(વિનંતી)  કરી કે એક અઠવાડિયા માટે બીઝનેસ ટ્રીપમાં મને બીજા દેશમાં જવાનો પ્લાન ના બનાવે. વેકન્ડ હતું , આદિપ અને સંદીપ બન્ને વીસકૉન્સીન-ડેલ ફરવા જવા કહ્યું અને મેં હા પાડી.ઘરમાં થોડા કેશ પડ્યા હતાં એથી મેં ઉમેશની બેગમાંથી કેશ કાંઢવા ગઈ તો એમાં કોર્ટ તરફથી Certified Mail( સર્ટીફાઈડ મેલ)  મેં જોઈ, શૉક લાગ્યો ! વાંચી:

 :” Mr.Umesh, We have proof  from DNA test that You are  a biological father of Lisa’s child  and has been decided by the court that you have to give 750.00 dollars child alimony for each month until child turn 18. by the USA court order..( મિસ્ટર ઉમેશ, ડિ.એન.એ ટેસ્ટ પરથી સાબિત થયું છે કે તમો જ લીસાના બાળકના પિતા છો અને લીસાના બાળકના ઉછેર માટે તમારે મહિને ૭૫૦ ડોલર  તેણીને આપવા, બાળક ૧૮ વર્ષનો થાય ત્યા સુધી )-અમેરિકા-કોર્ટનો ઓર્ડર ).

આપના પ્રતિભાવની અપેક્ષા.

ફેબ્રુવારી 25, 2011 Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

“દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો!

 

ચારધામની  યાત્રા  કરતો  રહ્યો,
        દેવ-દેવીઓને મળતો રહ્યો.

સંત,સાધુનો સંગ  કરતો  રહ્યો,
       જ્ઞાન-વિજ્ઞાનમાં ડુબતો રહ્યો.

વેદ-ઉપદેશની ભાષા ભણતો રહ્યો,
      “સચ ક્યાં હૈ? પ્રશ્ન થતો રહ્યો.

ગંગાજળ માથા પર  મુકતો  રહ્યો,
     પવિત્રતા પાણી પીતો રહ્યો.

માનવ  મેળામાં ભળતો રહ્યો,
     સંબંધના ઝાળા રચતો રહ્યો.

કાળની કોઠડીમાં પુરાતો  રહ્યો,
    અંધારના ઓળામાં ઘેરાતો રહ્યો.

મોઘી મળેલી જિંદગી વેડફતો રહ્યો,
  “દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો !

ફેબ્રુવારી 22, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

સાંજના ઓળા!(નિવૃતિ નિવાસ)-ચેપ્ટર-૨

 

                                       માનવીના મૃત્યુબાદજ માનવીએ કરેલા સદકાર્યોને બિરદાવવા,યાદકરી સ્નેહી-સગા પોતાના સ્વજનને ગુમાવ્યાનો ખેદ વ્યક્ત કરે છે.આજે નિવૃતિ-નિવાસમાં યોજાયેલી શોકસભામાં અણધારી વિદાય લેનાર સરગમબેનના શૉકમાં સમગ્ર હોલ તેણીને ચાહનાર લોકોથી ભરચક હતો, સૌની આંખોમાં ભીંનાશ હતી. એક અગોચર દુનિયામાં સરગમબેને પ્રણાય કર્યું તેને લોકો સ્વર્ગનું નામ આપી એક સંતોષની લાગણી અનુભવે છે.સાથો સાથ સૌ સ્નેહીજનો, મિત્રો મળી સદગતના કાર્યને બિરદાવી,શ્ર્દ્ધાજંલી  અર્પે,એકબીજાને સહાનુભુતિ આપે! આજે સદગત આત્મા હાજર હોય અને વ્યક્ત થતી લાગણીને રૂબરૂ જોઈ શકે તો કેટલું સારૂ! માનવીના મૃત્યુબાદજ કેમ એમના ઢગલાબદ્ધ વખાણ થાય,પુતળા મુકાય, મોઘી તસ્વિર ટીંગાડાય! પણ આજ માનવીનો સહજ સ્વભાવ છે!

                                     “સરગમબેન  નથી, માત્ર તેમની યાદ રહી ગઈ છે.તેમણે કહેલા શબ્દો,શિખામણ, એમનો નિખાલસ સ્નેહ, નિસ્વાર્થ પ્રેમ આપણી પાસે રહી ગયાં છે.યાદ છે એમણે કહેલા શબ્દો:”માનવીએ કોઈપણ પરિસ્થિતિમાં મનનું સમતોલ ગુમાવ્યા વગર સામનો કરવો અને તે પણ મિઠાશથી,આવો ઉપદેશ આપનારી વ્યક્તિ આપણી સમક્ષ નથી.દુ:ખ છે,શોક છે, આંખમાં ભીંનાશ છે પણ એક વાત જરૂર કહીશ કે એજ એમની સાચી શ્રદ્ધાજંલી કહેવાશે જ્યારે એમનો એકાદ સદગુણ આપણે જીવનમાં ઉતારીશું! એ બોલતા બોલતા અવન્તિકાબેન ગળગળા થઈ ગયાં અને “જયશ્રીકૃષ્ણ” કહી પોતાની બેઠકપર બેસી ગયાં.

                                  “નિવૃતિ-નિવાસ”માં  સરગમબેનની  મોટી તસ્વિર સભાખંડમાં સ્મારક રૂપે મુકવાની હતી. આજે સૌ ભેગામળી ભજન કિર્તન સાથો સાથ શ્રદ્ધાજંલી અર્પી રહ્યા હતા.

                                   “સરગમબેનનું સમગ્ર જીવન પરોપકાર અર્થે જીવ્યા,બીજાને ખુશ જોઈ, પોતે ખુશ રહેતા,બીજાને દુ:ખે દુખી થતાં,દુ:ખને દૂર કરવા મદદ કરતાં એજ એમની નિસ્વાર્થભરી એમની નીતિ હતી.સરગમબેનને હું અંત:કરણ પૂર્વક શ્ર્દ્ધાજંલી અર્પુ છું.એમના સદગત આત્માને પ્રભુ ચિંરજીવ શાંતી બક્ષે એક મારી નમ્ર પ્રાર્થના.કહી વલ્લભદાસે સૌને હાથ જોડ્યા.”

                                   “નિવૃટી નિવાસના સરટાજ સમા સરગમબેના આપની વસ્સે નથી,આપને બઢા એકલા પડી ગયાં હાચુ કહું દોસ્ટો! એ દયાની ડેવી હટા, ભગવાન એમના આટ્માને શાંટી આપે અને હું…મિસ્ટર પેસ્તનજી આગળબોલે એ પહેલાજ ગળામાં ડુમો ભરાઈ આવ્યો,રડી પડ્યાં.આગળ એક શબ્દ બોલી ના શક્યા!

                                     આખો સભાખંડ ભરાયેલો હતો.દરેક વ્યક્તિની આંખમાં સહાનુભૂતિ, ઉદાસીન ચહેરા! મધ દરિયે હલેસા ખોઈ બેસનાર સોહીલ આગલ વધ્યો.સભાખંડમાં સૌને હાથ જોડી બોલ્યો:
                                    “ભાઈઓ, બહેનો અને મિત્રો, સૌએ સાથે મળી સરગમ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો,એમના આત્માને ચિંરજીવ શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી, એ  આપણાંથી ઘણાં દૂર એવા અલૌકિક દુનિયામાં જતા રહ્યાં છે છતાં  તમારા સહાનુભુતિ વ્યક્ત કરતા આત્માનો અવાજ જરૂર એમના સુધી જરૂર પહોંચશે એની મની ખાત્રી છે. મારા ટૂંકા સમયના સહવાસી,મારી જિંદગીના સોનેરી સંધ્યા સમયની સાથી એવી સરગમ,મારી પત્નિ કરતા એક સાચી મિત્ર બની રહી અને મેં તેણીના જીવનમાંથી મને ઘણું શિખવા મળ્યું છે, ઘણું માર્ગદર્શન મળ્યુ છે.એવી દયાની દેવીના સહવાસથી મારૂં જીવન સાર્થક બન્યું છે.સરગમ જેવી સ્ત્રી સૌને મળવી દુર્લભ છે. સારો પતિ મળે તેને માટે કન્યાઓ વૃત કરે,ઈશ્વર પાસે આરાધના કરે, કઠોર તપ કરે! શું પુરૂષ કે કુવારા છોકરા સારી પત્નિ Continue reading

ફેબ્રુવારી 19, 2011 Posted by | ટુંકીવાર્તા, નવલકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 1 ટીકા

Happy Valentines day! “મજા માણું છું..”

તારા પ્યારમાં જીવી,જિંદગીની મજા માણું છું,
વસંતના વાયરે રોજ કોયલના ગીત માણું છું.

મળી છે મને મોતીની માળા મારાજ આંગણે,
આજ   અનોખી  ચમકની હું  મજા  માણું છું.

તારાજ ઉપવનમાં ફુલોની અનોખી મહેંક છે,
એક  એક પળ હું   લહેરની   મજા માણું છું.

શ્વાસ-ઉચ્છાવાસમાં એક બસ તારું નામ છે,
લાંબા  પ્રવાસની  સુંદર   હું  મજા માણું છું.

સંસારી સુખ સાથે સારા સંતાન દીધા   તે,
સંધ્યાને આરે આવી ,સોનેરી મજા માણું છું.

‘દીપ’ છું. રેખા થકી  આ વિશ્વમાં ફેલાવ,
તારી  અનોખી દોસ્તીની હું   મજા માણું છું.

ફેબ્રુવારી 13, 2011 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: