એક માણસ થઈ
હોઠ પર સ્મિત ને આંખ પાછળ રડું,
આમ કાયમ મને ને મને હું છળું.
મિત્રો તૈયાર છે હાથ લંબાવવા,
પણ જૂએ રાહ સૌ કે હું ક્યારે પડું!
કોણ જાણે ક્યા જન્મનાં પાપ છે?
એક માણસ થઈ માણસોથી ડરું.
ભીડમાં અહીં મળાતું નથી કોઈને,
શક્ય છે કે કબરમાં મને હું મળું.
ઘાસ જેવા અહીં ગંજ છે શબ્દના,
સોય જેવી ગઝલ છું જડું તો જડું.
-હેમાંગ જોષી
યાદ છે! (એક રમૂજ હઝલ..
તમે દીધો સાથ પછી કાપી નાંખ્યા હાથ મારા યાદ છે,
ફૂલ દીધું, દિલ દીધું, ઝાટકી સુકવેલ દોરી પર યાદ છે.
મોબીલ ગીફ્ટમાં માંગી કોઈ બીજા બૉયને કરતી’તી કોલ,
મારા પૈસાનૂં પાણી તું કરતી’તી રોજ એની ધાણી યાદ છે
લગ્નની કરી વાત, શૉપીગમાં હજારોનું કર્યું મારૂ પાણી,
ને ભાગી ગઈ પે’લા રખડેલ રામલા સાથ યાદ છે.
ગામડાની ગોરી હોય બિચારી ભલી ગાય જેવી ભોળી,
એજ બગલમાં રાખતી થઈ બાર બોયફ્ર્ન્ડ યાદ છે.
હનીમુન માટે ગયા’તા સિમલા-મૈયસુરી ગામમાં અમો,
ખખેરી નાંખી’તી બેડમાં બધી માથાની જુ યાદ છે.
“દીકરીને ગાય દોરે ત્યાં જાય”એવું માની ભરમાય ગયો,
“ગફૂર સાથે રફુચકર થઈ ‘એવું છાપામાં વાંચેલુ યાદ છે.
યુદ્ધ રહેવાનું…..!
જ્યાં લગી ધરતી પર માનવ છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી નજરમાં નફરત છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી ધર્મના અલગ રસ્તા છે,
યુદ્ધ રહેવાનું..
જ્યાં લગી સીમાના બંધંન છે,,
યુદ્ધ રહેવાનું.
જ્યાં લગી જગતમાં” જીવ” છે
યુદ્ધ રહેવાનું.
માનવ વસવાટથી ચેતી જજે,
અરે ! ઓ ચંદ્ર શિતળ..
એ આવશે તો……
યુદ્ધ રહેવાનું.
જવાબ દે…
અહીં જો નથી કોઈ જવાદ દે,
લે, આંખ શીદ રોઈ જવાબ દે.
આ ભૂમિ વેરાન પડી સઘળે,
શાને ઝંઝાની વેલ બોઈ?જવાબ દે.
ભટક્યા કરે છે કેમ રાતદિવસ?
ના કોઈ ક્ષણ પકડાઈ! જવાબ દે.
નહીં સંત-સોઈ કે ઠાકુર સ્થાન,
કેમ ટિંગાડી દીધી પિચોઈ, જવાબ દે.
કદી આવવાની નથી કંકોતરી,
બજાવ્યા કરે રોજ શરણાઈ,જવાબ દે.
બીજે જવાનું આ ગમે આયખામાં,
શું નથી છોડાતી ડભોઈ!જવાબ દે.
-રામચંદ્ર પટેલ
સૌજન્યઃ ઉદ્દેશ
સુવિચારોની સરિતા..

વીતેલી પળો ને યાદ કરી ને
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય!
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.
જ્ઞાની તે છે જે બીજા ની ભૂલો પચાવી શકે છે.
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.
તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !
દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,
તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો!
——————————————————————–
આ દુનિયા ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન કરો છો.
કબીર સાહેબે પણ કહ્યું છે:
જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો!
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
———————————————————-
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!
સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો,
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે.
ફૂલ કરમાઈ છે બાગમાં !
‘તું મારી કોઈ વાત સાંભળતોજ નથી…. ‘તો તું વળી ક્યાં કોઈ મારી વાત ધ્યાન માં લે છે..! ‘જોબ કરવી નહી ને ઘરમાં ખોટી દાદાગીરી કરવાની… ‘ ‘જોબ કરવી સારી…આખો દિવસ ઘરમાં કેટલું કામ રહે છે તેનું તને ભાન નથી..રસોઈથી માંડી , ઘરનું કામ અને ઉપરાંત નિમેશ-રુચાનું સતત ધ્યાન રાખવાનુ. મારી તો ચોવીસ કલાકની જોબ. તમો પુરુષોને શું ભાન પડે ? માત્ર આઠ કલાકની જોબ ! ,ઘેરે આવી બીયર ઢીચવાનો કે સોફા પર બેઠા બેઠાં ટી.વી જોવાનો…’ ‘તો એમ કર તું જોબ કરે અને હું ઘેર રહી બધું સંભાળી લઈશ….’ ‘હા પણ તને કોઈ જોબ આપે તો ને ? ‘ અમેરિકામાં બાર વર્ષથી આવી છે એક દિવસ પણ જોબ નથી કરી..કે નથી ડ્રાવિગ શીખી..ખોટી ફિસીઆરી મારવી છે!’ ‘ જો ઉમેશ તને કહી દઉં છું કે મારી વિશે ગમે તેમ બોલ નહીં તો…’ ‘ તો તું શું કરી લઈશ?’ સુલેખા એક્દમ ગુસ્સે થઈ વેલણનો સિધ્ધો ઘા કર્યો….’
વાત એટકે સુધી આગળ વધી ગઈ કે એક બીજાના ચારિત્ર પર છાંટા ઉડાવવા લાગ્યાં! ‘તું ઉમેશ સાથે ચાલું છે.’ ‘તો તું પણ હેમલતા સાથે ચાલું છે જ ને! પરણેલી છે તોય! બસ આ રોજના મારા મમ્મી-ડેડીના ઝગડા, વાત વાતે ઝગડી પડે..ઘણીવાર નજીવી બાબતમાં લડી પડે.મારી ઉંમર માત્ર દસ વર્ષની અને મારી નાની બહેન રુચા જે પાંચ વર્ષેની, બહુંજ રૂપાળી અને દેખાવડી હતી તેથી તેને હું રૂપલી કહેતો. અમારી હાજરીમાં ઘણીવાર મારામારી પર આવી પડે..અમો બન્ને અમારા બેડરૂમમાં જઈ રડી લઈએ..પણ એ લોકોને તો આ કાયમી ટેવ !
અંતે બન્નેએ ડિવોર્સ લીધા. અમારું શું ? બન્નેનાં ઝગડાંમાં અમારી સેન્ડવીચ થઈ ! અમો કઈના ના રહ્યા! અમને કોર્ટના ચુકાદા પ્રમાણે ફોસ્ટર-હોમમાં રાખવાનું નક્કી થયું. મમ્મી-ડેડી પોત પોતાની રીતે બીજા લગ્ન કરી લીધા. એક માળામાંથી વિખુટું પડી ગયેલા બચ્ચાનું શું થશે? હેવી ટ્રાફીકમાં બીન અનુભવી ડ્રાવરનું શૂં થશે? હું અને મારી બહેન બન્ને જુદા જુદા ફોસ્ટર-હોમમાં ગયા. વિખુટા પડી ગયાં! મારી ફોસ્ટર-હોમના રખેવાળ બહું સારા નહોતા.એ ઘરમાં ત્રણ થી ચાર બાળકો રહેતાં અને ખાવામાં પીન્ટસ બટર સેન્ડ્વીંચ અથવા બલોની સેન્ડવીચ . ઘણીવાર બે દિવસનો વાસી ચીકન-સુપ અને રાઈસ . એક બેડમાં ત્રણ ત્રણ બાળકોને સુવાનું. આ ફોસ્ટર પેરેન્ટસ માત્ર ગવર્મેન્ટ પાસેથી અમને સાચવવા માટે પૈસા મળે તેમાં જલશા કરતાં હતાં. કોઈએ અમારી કન્ડીંશનની જાણ કરતાં તેમના ઘરમાંથી અમને બીજા ફોસ્ટર-હોમમાં મુવ કર્યા. ત્યાં કન્ડીશન થોડી સારી હતી. મને સ્કુલે જવું ગમતું હતું અને મારા ગ્રેડ પણ સારા આવતાં હતાં.સારી સ્કોલરશીપ મળવાથી મેં કોલેજ કરી કમ્પુટર સાઈન્સમાં ડીગ્રી મેળવી અને મને જોબ પણ સારી મળી ગઈ. આ સમયની દોડમાં કદીય મારી બહેના રૂપલીનો કોન્ટેકટ ના થયો. ઘણી કોશિષ કરી, તપાસ કરી પણ એ ફોસ્ટર-હોમમાં થી કયારે પલાયન થઈ ગઈ , કેમ થઈ ગઈ? કશી ખબર ના પડી. “missing person”(ગુમ થયેલી વ્યક્તિ) તરીકે દરેક ન્યુઝ-પેપરમાં, મીલ્ક કાર્ટન પર જાહેરાત કરી..અફસોસ એ વાતનો છે કે આજ લગી તેણીનો કોઈ સમાચાર નથી..!
નવરાત્રી મહોત્સવમાં નીતા સાથે મન મેળ પડી ગયો અમો બન્નેએ લગ્ન કર્યા. મારું કબનસીબ તો જુઓ !મારા મમ્મી-ડેડીને મેં મારાં લગ્નમાં હાજર રહેવા અલગ અલગ ઈન્વીટેશન કાર્ડ અને ફોન કર્યા પણ બીઝી છીએ એવું બાનું કાઢી ન આવ્યાં.
મારે એક નાનો બાબો છે એનું નામ દેવ છે. જીવનમાં શીખેલા પાઠમાંથી નક્કી કર્યું કે મારા બાળકને કોઈ પણ ભોગે સારા સંસ્કાર અને મા-બાપનો અઢળક પ્રેમ આપીશું.કદી કોઈ પણ જાતની ખોટ નહીં આવવા દઈએ.
નીતાની પણ જોબ સારી હતી એથી બન્નેની ઇન્કમ ઘણીજ સારી હતી.૩૦૦૦ સ્કેવર-ફૂટનું આલિશાન ચાર બેડરૂમનું હાઉંસમાં અમો ઘણાં જ સુખી હતાં.નીતા ઘણીવાર જોબ પર મોડે સુધી રહેતી અને કહેતીઃ ‘હિતેશ , વર્કનો લોડ એટલો છે કે મારી મોડે સુધી મારા બોસ મીસ્ટર સ્મીથ સાથે રહી કામ પુરુ કરવું પડે એમ છે. હું જોબ પરથી દેવને ડે-કેર સેન્ટરમાંથી ઘેર લઈ આવું અને એની સાથે થોડી બાળ મસ્તી કરૂ જેથી આખો દિવસનો મારો થાક ઉતરી જાય! પછી સાંજની રસોઈ બનાવી લઉ જેથી નીતાને આવી રસોઈ ના બનાવવી પડે! કોઈ વાર નીતા મોડીથી આવે તો કહેઃ ‘ આજ મારા બોસ સાથે ડીનર લઈને આવી છું. હું થાકી ગઈ છું, હું સુવા જાવ ?’ ‘ It’s OK honey! you are working so hard. Please go to bed and I can take care of Dev..( વ્હાલી, સમજી શકું છું.. તું સુઈ જા અને દેવની સંભાળ હું કરી લઈશ).
સમય ને સંજોગને બદલાતા ક્યાં વાર લાગે છે ? દેવને ડે-કેર સેન્ટરમાંથી લઈ ઘેર આવ્યો. મેઈલ-બોકસમાંથી ટપાલ લીધી. એક કવર જોઈ ચોક્યો ? લોયરની ટપાલ હતી. જલ્દી જલ્દી કવર ખોલ્યું. લેટર વાંચ્યોઃ’ My client Miss Neeta has file a divorce in the court against you…..'( ‘મારી ગ્રાહક, મીસ નીતા એ આપની સામે કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યા છે…’) ..મારી આંખો ત્યાંજ ફ્રીઝ થઈ ગઈ !
આપનો અભિપ્રાય આપવા નમ્ર વિનંતી…
“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧ અંકમાં પ્રકાશિત-બે વાર્તા
“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧માં પ્રકાશીત થયેલ મારી બે વાર્તાઃ
“કળીનો કારાગ્રહઃ અને “પ્રપોઝલ રીંગઃ
નોંધઃ પહેલી વાર્તા-કળીનો કારાગ્રહ..”એમનો અંત મારી જિંદગીની શરૂઆત.”.ત્યાં પુરી થાય અને બીજા વાર્તા “પ્રપોઝલ રીંગ” “હસી “ના શકી,રડી ના શકી,કોની લાશ હતી જાણી નાશકી.”.ત્યારથી શરૂઆત થાય છે..અંકમાં બીજી વાર્તાની શિર્ષક આપવાનું રહી ગયું છે(it’s typo error)
*****************************************************************************
મા
તું તારા નાનકડા હ્ર્દયમાં
અઢળક દુઃખ કેવી રીતે સંઘરે છે?
બધાં દુઃખ પીને
બીજાના સુખનું કારણ કેવી રીતે બને છે ?
તારા પાંગળા ખભા પર
કષ્ટોના પહાડ ઊંચકીને
તેં કદી ય ઉંહકારો ભર્યો નથી.
તેં તો તેને નિયતિ સમજીને,
નસીબમાં આવું લખ્યું છે-એમ માનીને
બધું સહન કર્યું છે
કર્મવાદી હોવા છતાં ભાગ્યવાદી બનીને
વેઠી લીધી છે પીડા.
ખાણીપીણીમાં કદી કરી ન વરણાગી
ગરીબોનું ભોજન, બટાટાને
મોહનભોગ સમજીને ખાધા.
મા,
તારી આંખો સૌને સંતુષ્ટ
જોવા માટે જ કેમ તરસે છે ?
તારી આંખોમાં તગે છે એકાંકીપણું
છતાં તેને તું ખુશીના આંસુમાં
ફેરવે છે કીવી રીતે ?
સૌજન્યઃ ઉદ્દેશ
-લાદિસ્લાવ વૉલ્કો
અનુવાદઃ નરેન્દ્ર પટેલ