કન્યાવિદાય
લીલુડાં પાંદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલાં દઈ ચાલી
રાખડીના તાંતણે બાંધેલું ફળીયું
હવે લાગે છે સાવ ખાલી ખાલી.
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત
તો જાણત અંધારું શું ચીજ છે
ફળના આંબામાં જે પાંદડાં ઝૂલે
એની ભીતર કઈ મમતાનું બીજ છે?
ધીમા પગલાથી ઉંબરો ઓળગંતી
આસુંની આંગળીને ઝાલી
લીલુડાં પાદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલા દઈ ચાલી..
દીકરી વળાવતાં એવો રિવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવું
ઉઘલતી જાન ટાણે આખ્યું તો દરિયો!
કહે તળાવ સુધી વળાવા આવું?
જાગરણની રાતે તું રમતી જે રાસ
એની ખોવાઈ ગઈ છે ક્યાંક તાલી
લીલુડાં પાદડાંની ઊછળતી વેલ
હવે કંકુનાં પગલા દઈ ચાલી..
-અનિલ જોશી
areee
hamna j aa geet webmehfil par mukva yad karelu
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત
તો જાણત અંધારું શું ચીજ છે ?
waah khub j saras geet
ધીમા પગલાથી ઉંબરો ઓળગંતી આસુંની આંગળીને ઝાલી
લીલુડાં પાદડાંની ઊછળતી વેલ હવે કંકુનાં પગલા દઈ ચાલી..
કન્યા વિદાયની વ્યથા અને અંતરમાં ઘૂંટાતી સંવેદનાનું સુંદર નિરુપણ.
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત
તો જાણત અંધારું શું ચીજ છે
ફળના આંબામાં જે પાંદડાં ઝૂલે
એની ભીતર કઈ મમતાનું બીજ છે?
ખરેખર વાંચવાની ખુબ મજા આવી.
We enjoy this kanya viday very much.I reed your Gazel and ext-Always.
ગુજરાતી વાંચન નું આ એક નવલું નજરાણું મળ્યું છે .અહીં સમાવેશ થયેલા લેખો ને જોઈ અને વાંચી ને ખુબ આનંદ થયો .ચારણ -કન્યા – ઝવેરચંદ મેઘાણી ની કૃતિ વાંચી ને મન પ્રફુલિત થઇ ગયું.
કૌશિક દોશી