ચૂંટેલા શેર-સૈફ પાલનપુરી -0p
તોરણે તોરણે મસ્ત બનીને, એકવાયા ઘૂમીશું,
તુટેલી કબરોમાં જઈને પોતે પોઢી જઈશું.
હોય કડવાશ ભલે ઘૂંટ ભરી તો લઈએ,
આંસુઓ માફ કરો, સ્હેજ હસી તો લઈએ.
બોલવાનું મન હતું પણ હાય રે વર્ષો સુધી,
ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું.
મુઠ્ઠીમાં લાખ તારલા આવ્યા તો શું થયું?
દિલ ખાલી ખાલી હોય તો સિધ્ધિનો અર્થ શું?
ચમકાર ગેરવલ્લે ગયો, વિસ્તરી ગયા,
ખોટી જગાએ જઈને સિતારા ખરી ગયા!
જંગલનાં એકાંતમાં એને એકલી મૂકીને કોણ ગયું?
ચાલો જઈને પૂછીતો લઈએ,કેવી નકશીદાર કબર છે!
શે’ર-શાયરી સાથે માણીએ..
કંપે છે મારા હાથ, હું ઝાલી નહીં શકું,
હું ખુદ તને કહું છું કે પાલવ બચાવી જા.
-મરીઝ
દુ:ખ- સંકટ- કષ્ટ- પીડ-કલેશનો મહિમા સમજ,
તેં સતત ભજવ્યા કર્યા તે વેશનો મહિમા સમજ.
-હેમંત દેસાઈ
સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.
-ભરત ભટ્ટ
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ ને કિનારે ઘર બનાવે છે.
-મરીઝ
પૂછી રહ્યો પડછાયો મને જે મળ્યો સામે,
શું નામ તમારું અને રહેવું ક્યાં ગામે?
-આદિલ મન્સૂરી
ખંખેરી ઊભો થાઉં, હવે વાર નથી કૈં,
એ વાત જુદી છે કે આ ચાદર મેં વણી છે.
-ભગવતીકુમાર શર્મા
એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
-સૈફ પાલનપૂરી
ક્યામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો જલન મારી માં પણ હશે.
-જલન માતરી
યાદગાર શે’ર-સૈફ પાલનપૂરી
મસ્ત યૌવન પછી આવ્યું આ ઘડપણ એવું,
જાણે કીધેલાં ગુનાહોની સજા રહી ગઈ.
જિંદગીથી છે જીવિત, મૃત્યુનો ભય,
મોતમાં ખુદ મોતનું અવસાન છે.
કોઈ વેરાનમાં જન્મેલો તમાશો થઈ જા,
તું જ પોતે તારા આંસુનો ખુલાસો થઈ જા.
સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો,
કહે છે કોણ? પાગલને કોઈ બંધન નથી હોતા.
શે’ર મારા સલામ છે , પ્યારા,
આ તો તરસ્યાનાં જામ છે, પ્યારા.
ઓ જવાની! એ બધાં તારા હતા તોફાનો,
જીવ લેનારી હવે પરીક્ષા ક્યાં છે?
મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસએક વખત,
ઊંચક્યો છે મેં તો મારો જનાજો અનેકવાર.
કોણે ઈશ્વરના હૃદય પર ઠેસ પહોંચાડી હશે,
કોણ સર્જન માટે કારણ પ્રેરણાનું થઈ ગયું?
ઈન્સાનછું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
સૂરજ ન પડે ઝાંખો, માટે અંધકાર બનીને રહેવું છે.
જાણીતા-માનીતા શે’ર-શાયરી..
પાણીયારી છે સાવ અજાણી,
એ કૂવો ને એજ પાણી.
-અંદમ ટંકારવી
તું મરે કે જીવે આ દુનિયાને શું
એ ચલાવી લે છે પયગંબર વગર.
-દીપક બારડોલીકર
ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના ધરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં.
-મૂસાફિર પાલનપુરી
જેટલામી આ ચિતા ખડકાય છે,
એટલામો ગર્ભનો અધ્યાય છે.
-હરેશ -તથાગત’
ભીંસમાં ભાંગી અને બટકો હવે,
ભીંત પર ફોટો બની લટકો હવે.
-ચિનુ મોદી
ગળમાં ગાળિયો નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશ ચૂમવાની ક્ષણો છે.
-વીરુ પુરોહિત
તમારે જો હવામાં મ્હેલ ચણવા હોય તો આવો,
સિતારા ભરબપોરે કયાંક ગણવા હોય તો આવો.
-રમેશ પટેલ’ક્ષ’
દેખ મારાં તો ખુલ્લા દ્વાર છે,
એક તારા આવવાની વાર છે.
-દક્ષ પ્રજાપતિ
શબ્દોય છે જોડ તું બે ચાર કથા ઓર,
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર.
-રમેશ પારેખ
યાદગાર શે’ર-શાયરી..
હું જ છાતીફાટ દરિયો હું જ ભેખડ,
હું જ પ્રત્યાઘાતની વચ્ચે ઊભો છું.
-યોગેશ વૈદ્ય
કાંઈ પણ બોલ્યા વિના છૂટ્યા પડ્યા,
ઊમ્રભર એના પછી પડઘા પડ્યા.
-દિલીપ મોદી
દીવાનગીનું રૂપ ગ્રહે છે હવે તરસ,
શોધે છે છાંયડો અને તડકા સુધી જશે.
-ગુલામ અબ્બાસ
ડૂસકાં સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે.
-રઈશ મનીઆર
ઊમંગો ભરેલી હું વિધવાની છાતી,
સૂનો ઓરડે મોર ચીતર્યા કરું છું.
-વંચિત કુકમાવાળા
ઊંઘને એ મારી આંખોમાં જવા દેતા નથી,
સર્પ કોઈના સ્મરનના દેહ પર ફર્યા કરે.
-શકીલ કાદરી
મીણ જેવાં આંગળાઊ જોઈને,
કોઈએ દીવાસળી ચાંપી હતી.
-શિવજી રૂખડા’દર્દ’
કેતકી વચ્ચે પ્રગટ તારી ત્વચા,
હું હરણ તરસ્યું બની ક્યાં ક્યાં ફરું?
-અંજુમ ઉઝ્ન્યાનવી
નોટમાં વાળે છે, સિક્કામાં વટાવે છે મને,
યાદ આવું છું તો રસ્તામાં વતાવે છે મને.
-હેમંત ધોરડા
આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ,
ઉન્માદ! ચાહવાથી વધારે કશુંક આપ.
-મુકુલ ચોકસી
હરેક પીઠ પર કાળા બરફની લાદી છે,
હરેક શાહુકાર, ચોર ને લવાદી છે.
-નયન હ. દેસાય
મુકતક
દસ વર્ષની બાળાનો ગરબા નો ઉત્સાહ ગજબનો છે!નવરાત્રીનોનો અજબનો ઉત્સાહ છે!
**********************************************************************
મળી છે ફૂલ પર સરસાઈ અમને કે બાબતમાં
અમે પ્રેમીઓ મોસમ સાથ બદલાઈ નથી શકતા;
પતનમાં પણા અમારો એજ પાણીદાર ચહેરો છે
આ ફૂલ કંઈ અમારી જેમ કરમાઈ નથી શકતાં.
અમીઝરતી નજરમાં,પ્રીતનાં, મોસમનાં શબ્દોનાં
તમે કલ્પ્યાં ન હો એવાં હું સો દર્પણ લઈ આવું,
જરા મન મોટું રાખીને તમે મારી નજીક આવો
તમે છો કેવાં રૂપાળાં એ દિલપૂર્વક હું સમજાવું.
નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેકવાર
ખુદ આંસુએ દીધો છે દિલાસો અનેકવાર
મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસ એક વખત
ઊંચક્યો છે મેં તો મારો જનાજો અનેકવાર
સહારો ના બન્યા એવા હું આધારોમાં માનું છું
કદી ઊજવી શક્યો ના એવા તહેવારોમાં માનું છું
કદી મારું થશે એવી હજી શ્રદ્ધા છે હૈયામાં
હસો મિત્રો હસો-કે હું ચમતકારોમાં માનું છું
-સૈફ પાલનપુરી
શૈફ પાલનપુરીના સુંદર ચૂંટેલા શે’ર..
જિંદગીએ હસીને કહ્યું મોતને,
આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ !
એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવને જોઈ, થયું,
પ્રશ્નો તો નિરાતે સૂતા છે, પ્રેશ્નોનાં ખૂલાસા જાગે છે.
મોતનો આઘાત તો જીરવી શકાશે એક દિન,
જિંદગીનો ઘાવ જે ઝીલે છે , શક્તિમાન છે.
પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,
હોય જો પાનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે.
જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું છે કે મન લાગતું નથી.
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું,
તમારું નામ લઈને અંદર આવે છે તડકો.
જગતની ભીની ઝુલ્ફોનાં રહસ્યો એ જ જાણે,
વિતી છે રાત કઈ રીતે, એ વર્તી જાય છે તડકો.
જોતાંની સાથે લોક તરત ઓળખી ગયા,
મુજથી વધુ સફળ મારી દિવાનગી હતી.
મન-ભાવક શે’ર
તું મરે કે જીવે આ દિનિયાને શું
એ ચલાવી લે છે પયગંબર વગર.. દિપક બારડોલીકર
ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં..મુસાફીર પાલનપુરી
જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’
તું કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું કહુછું, ફૂલ પર નખથી જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ
ગળામાં ગાળિયો નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત
શબ્દોય છે તો જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ
આથી વધારે બીજો ભરમ શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ
ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી
સુંદર શે’ર
સુરાલયમાં જાશું જરા વાત કરીશું,
અમસ્તી શરાબી મુલાકત કરીશું.
-શેખાદમ આબુવાલા
દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
– અમૃત ઘાયલ
પીઠમાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જીદમાં રોજ જા ઉં તો કોણ આવકાર દે!
આ નાના દર્દ તો થાતાં નથી સહન,
દે, એક મહાન દર્દ અને પારવાર દે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું , મને કોણ મનાવે?
-મરીઝ
ગમતા શે’ર
હરું છું ફરુ છું નગરમાં સતત
છ્તાં કેમ લાગું કબરમાં સતત..આહમદ મકરાણી
સંમદર જુઓ કેવો હાંફી રહ્યો ?
બધાં નીર નદીઓના તાણ્યા પછી..આદિલ મન્સસૂરી
પછી દાનમાં લઈ જજો ચક્ષુઓ
પ્રથમ થોડા આંસુઓ રમવા તો દો…ડૉ.એસ.એસ્ રાહી
તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા
મહા મોંઘા અવસરનો સોદો ન કર..મનોજ ખંડેરીયા
અડીખમ ઊભા શ્વાસના ખારવા
અનાગતના જળ ખળભળે છે હજી…ડૉ.રશીદ મીર
કરી રામ દીવો હવે ખુદ અમે
નીકળશું મશાલો જલાવ્યા સમે..હર્ષદ ત્રિવેદી
માણવા જેવા શે’ર
કૂંપળોએ ચીસ પાડી બાગમાં,
જ્યાં કુહાડીને ઉપાડી કોઈ એ.
આવકારો દ્વાર પર ના હોય તો,
ઉંબરો પણ લાગશે ડુંગર પછી..આબિદ ભટ્ટ
ખોરડું આખુંય ઝળહળ થઈ જશે એના પછી,
કોક ખૂણે એક દિવો તો પ્રજળતો જોઈએ.
એજ ગીતો રહી શકે છે લોકજીભે આખરે,
હાથ એ લખનારનો આખો સળગતો જોઈએ..ઉર્વીશ વસાવડા
જીભથી જે કહી શકાય નહીં,
આંખ કરશે બયાન કહેવા દે.
આમ ઉંબરેથી દૂર ના બેસો,
આપણો પ્રેમ અસ્ત થઈ જશે..એસ.એસ રાહી
વાંચવાનો તો તને બહુ શોખ છે ને?તો પછી લે આ
ગ્રંથની જેવા જ છે દળદાર મારા ઘાવ વાંચી લે..અનિલ ચાવડા
તાકી તાકી રાતોને ના જોયા કરશો,
એમાં તડકો દેખાશે તો કહેશો કોને?.ભાવેશ ભટ્ટ્
વસ્ત્ર પહેરેલી હવા નિહાળીને પવન હલમલી ગયો છે,
લાગણીનું આ નગર સોહામણું છે અને નથી પણ.
ત્યાં જશો તે પછી નહીં મન થાય , પાછા ફરવાનું,
સ્મશાન સ્થળ જ એવું રળિયામણું છે અને નથી પણ..ધૂની મંડલીયા
મુશાયરાની એક ઝલક-ઓકટોબર,૩૦,૨૦૦૫( વડોદરા)
ઝણઝણી ઊઠે હ્ર્દયના તાર કૈં કહેવાયના,
લાગવા માંડે સંબધો ભાર કૈં કહેવાયના…મકરંદ મુસાળ
સૌને પોતીકા માને છે આ માણસોને ઠાર કરો,
વ્હાલાને માટે વલખે છે આ માણસો ને ઠાર કરો..ડૉ,દીના શાહ
ફૂલ છું ને કારખાને જાવું ,
આ જુઓ અત્તર બની વેચાવ છું..મુકેશ જોષી
યાદ છે તે મૂક્યો તો કદી રેતનો એક કણ હાથમાં,
ને ખબર પણ પડી નેં કે ક્યારે રચાયો એક કણ હાથમાં.રઈશ મણિયાર
ને છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભા ઉભ મેં આખી નદી પીધી હતી..હર્ષ બ્રહ્મભટ્ટ
ફૂલની દૂકાન શોધી રાખજો,
શક્ય છે કે હું મરણ પામું અહીં..ભાગ્યેશ જહા
પેલો સૂરજ તો સાંજના આથમી જશે,
આંખોમાં મારી ઊગશે એને સલામ છે..અંકિત ત્રિવેદી
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી.રાજેશ વ્યાસ’મિસ્કિન’
હું ય જીવ્યો છું ન સમજો કે ફકત જીવ્યો છું,
શ્વાસની અટકળો વેઠીને સતત જીવ્યો છું.
ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તામાં એક પલળેલી શહેજાદી હતી.ખલીલ ધનતેજવી
ગુજરાતી શેર સમૃધ્ધિ…
શંકરની જેમ નાગને મફલર કરી શકો,
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો?…ખલીલ ધનતેજવી
ઘણીવાર વરસાદ એવો પડે ,
ચિતા પર ચઢો ને સળગવા ન દે…ચિનુ મોદી
કાગળમાં તારી યાદના કસ્સાઓ લખ મને,
જો શક્ય હો તો પ્રેમના ટહુકાઓ લખ મને…દિલીપ પરીખ
હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો…નઝીર ભાતરી
મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…બેફામ
એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે… મરીઝ.
કલમનો સંગ લીધો, અક્ષરી અજવાસ લઈ લીધો,
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઈ લઈ લીધો..મુસાફિર પાલપૂરી
ખૂદા ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે કયાંય દેખાવું નથી ગમતું…રૂસ્વા મઝલૂમી
મને ગમતા શેર
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
-મરીઝ
મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.-
ઓજસ પાલનપુરી
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,
ને એજ હોય પગની તળે એમ પણ બને.
-મનોજ ખંડેરીયા
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
-હેમેન શાહ.
અસર એવી નથી જોઈ મેં વર્ષોની ઈબાદતમાં,
ફકત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.
-મરીઝ
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?
-અમૃત ઘાયલ
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઈનસાન નીકળ્યા.
-અમૃત ઘાયલ
ચૂટેલા શેર
કોઈનાં ભીનાં પગલાં થશે , એવો એક વર્તારો છે,
સ્મિત ને આસું બન્નેમાંથી જોઈએ કોને વારો છે?
ઉર્મિની એક ઝૂંપડી દિલમાં બળી ગઈ,
તે દિવસે ચારે કોર ગજબ રોશની હતી.
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગયો છે અમસ્તોજ મને મારો ખૂદા યાદ.
નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેકવાર,
ખૂદ આંસુએ દીધો છે દિલાસો અનેકવાર.
અમારી દુર્દશાઓ પણ તમારા રૂપ જેવી છે,
હજારો વાત કહી દે છે ને સંબોધન નથી હોતા.
જગતના માનવી માટે જગતના સૌ સીમાડા છે,
કવિ છું માટે મારે તો બધા રસ્તા ઉઘાડા છે.
-સૈફ પાલનપુરી
શૂન્ય પાલનપૂરીના જાણીતા શે’ર
કવિશ્રી પાલનપૂરી અનેક પ્રકારની બિમારીથી પીડાતા હતા ક્યારેક બધા જ રોગોનાં નામો શે’ર અદાથી બોલી બધાને હસાવવાને બાને પોતા પર હસતા.
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
********************************
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ ,
મુજને પડી દરદની તને સારવાર ની.
*********************************
ઉપચારો ગયા અને આરામ થઈ ગયો ,
પીડા જ રામબાણ હતી કોણ માનશે?
**********************************
તબીબોને કહીદો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું, જેને બહું સારી પેઠે દવા ઓળખે છે.
*********************************************
પરિચય છે મંદિરોમાં દેવોને મારો,
અને મસ્જદોમાં ખૂદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળાખે છે.
***************************
નહીં હોય ચંદાનું ઘાયલ જિગર તો,
અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આસું,
જગે પ્રેમ ગાથા અમર કોણ કરશે ?
*****************************
તોફાનને દઈને , અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર, ક્ષમા કરી દે,
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે!
શાયરી
૧, હસ્ય હોઠપર લાવી શકતો નથી,ખુશી કોઈની જોઈ શક્તો નથી,
કેવો અભાગી જીવ છે આ, દિલાસો કોઈને દઈ શક્તો નથી.
૨, દોસ્ત માની દિલની બધી ગુપ્તવાતો તો કહીં દીધી,
“કહેશ નહી કોઈને” કહી મારી વાતો બધે કહી દીધી.
૩, તારી વાતોને ઓટ માની ભુલવા તો મથું છું,
કોણ જાણે કેમ? આંખ છલકાઈ છે ભરતી બની.
૪, જિંદગી જીવી ગયો, એક ઘર બાંધી ના શક્યો,
કળશ ભરી રાખનો , એક “સમાધી” બંધાઈ ગઈ.
૫, એકલો આવ્યો હતો,એકલ જીવવામાં કશો ડર નથી,
શાનથી જીવી જઈશ એકલા મરવા કશો ડર નથી.
૬, તારા અંબોડેથી પડ્યું ગુલાબનું ફૂલને ખુશ્બું ફેલાઈ ગઈ,
તીરછી નજર તે કરી, તો દિશા ઓ ગભરાઈ ગઈ.
૭, કાલ હતો,આજ છે, આવતી કાલ નો માલિક તૂંજ છે,
આજનો રહેવાસી હું અહીં ,ભાડું આજનું મેં ભર્યુ,
દશૅન દેવા હોય તો આજ દઈ દે,કાલની મને ખબર નથી.
૮, અથડાય માથું પથ્થર સાથે, લોહી નીકળી મટી જાય ,
કેવો તે ઘા કર્યો, કે જિંદગીભર સહેતો રહ્યો .