"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આખરી ચીસ !!

58859_561209430567730_689589830_n

શિલા જ્યારે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે તેણીના છેલ્લા શબ્દોઃ

” મનીષ, મારા હૈયાનો ટુકડો તારી પાસે છોડી જાવ છું. આપણી દીકરી ટીનાનું તું ધ્યાન….”

વાક્ય પુરું થાય એ પહેલાંજ આખરી શ્વાસ લઈ પોતાના માર્ગે મને એકલો અધુરો, સાથે એક સ્વપ્ન પાછળ છોડી જતી રહી. ટીના માત્ર એક વર્ષનીજ હતી, “મા…મ”શબ્દ બોલવાની શરુઆત હતી. એક ડ્ર્ન્ક ડ્રાવરે મારી અર્ધાંગીનીની જિંદગી છીનવી લીધી.શિકાગોની ઠંડીથી કંટાળી, ટેક્ષાસ મુવ થયા અને માત્ર છ મહિનામાંજ વેદનાભારી ઘટના બની ગઈ..

ટીના,એજ મારું લક્ષ, શિલાના અધુરા સ્વપ્નને સાકાર કરવાનું. ટીના આજ નવ વર્ષની થઈ ગઈ.એક માઁ ની પણ ફરજ મારે બજાવવાની. ટીનાને ડૉનટ્સ અને સ્વીટ ખાવાનો બહુંજ શોખ અને મેં કદી કોઈ વસ્તુંમાં ના નથી કહી, શરીર થોડું હેવી થઈ ગયેલ એથી હું લાડકોડમાં “મોટી” કહેતો. હા એ ભણવામાં બહુંજ હોશિયાર હતી..ત્રીજા ગ્રેડમાં હતી પણ દરેક સબ્જેકટમાં “ઍ” આવતાં એનો મને આનંદ હતો. બપોરે સ્કુલ પુરી થતાં સ્કુલબસમાંથી ઉતરી એ બેબી સિટરને ત્યાં ત્રણ કલાક રહેતી હું છવાગે ટીનાને પીક-અપ કરી ઘેર લાવતો..મને રસોઈમાં હેલ્પ કરતી.અને સુતા પહેલા હોમવર્ક કરી અમારા ફેમિલી ડોગ ‘મીત” સાથે અમો બન્ને મસ્તી કરતાં.એ અમારો ફેમિલી મેમ્બર બની ગયો હતો. માત્ર અમારા ત્રણ જણાંની દુનિયા,વિશાળ બ્રહ્માંડ સમી હતી.બહુંજ આનંદથી રહેતા હતાં.

શિલાના ઘણાંજ ગુણ ટીનામાં હતી બહુંજ ચાલાક અને હોશિંયાર હતી.એક વખત કઈ પણ શિખવાડું , તેણીને યાદ રહી જાતું. દરવર્ષે સ્કુલમાંથી રમત-ગમત થી માંડી એકેડેમિક સ્કિલમાં એવૉર્ડસ લઈ આવે.

“ડેડ, મારે ડાયેટ કરવું છે”. ‘કેમ…? ડેડ તમેજ મને મોટી કહો છો અને સ્કુલમાં મારી બહેનપણીઓ..ચબી..ટીના કહી મશ્કરી કરે છે. તો પછી આજથી ડોનટ્સ,સ્વીટ ઘરમાં લાવવાના બંધ..ઘરના બજેટમાં ખર્ચ ઓછો. ‘ડેડી…’.

આવી મીઠી વાતો કરે છતાં મારી લાડકીની સ્વીટ બંધ નથી થઈ.. થોડી મજાક-મસ્તી અમારા વચ્ચે ચાલતી.

“ડેડી, હું હવે મોટી થઈ ગઈ, કાલથી હું હવે મારી રૂમમાં સુઈશ.””
“ઑકે…” પણ મને ખબર છે કે અર્ધ રાત્રીએ… “Dad, I can not sleep. can I sleep in you room? ((પપ્પા, મને ઊંઘ નથી આવતી, તમારા રુમમાં સુઈ શકું? જેવો માથે હાથ ફેરવું તુરત ઘસ-ઘસાટ સુઈ જાય…અને હું પણ નસીબદાર ડેડ, તુરત મારી નાની-પરીના પ્રેમ-આલિંગનમા નિદ્રાદેવીને આધિન થઈ જાવ.આજ અમારો નાનો સુખી સંસાર! ઘરની વાડીના ફૂલના વખાણ કોણ કરે? ઘરનો માલિક…હા મારી લાડકવાય દીકરી છેજ એવી..મને કોઈ પણ જાતની ઉણપ લાગવા દેતી નથી. એક બે વખત મને મજાકમાં કહ્યું ..

.’.ડેડ તમે બીજા મેરેજ કરીલો ને…મને સારી મમ્મી પણ મળી જાય……હું પણ એને કહેતો મમ્મી જો સારી ના નિકળી તો? અને તને કોઈ નારાજ કરે તો મારો તો ભવ બગડી જાય.તારી આંખમાં મારે દુઃખના આંસુ નથી જોવા..મોટી..”.

શુક્રવારની સાંજ હતી, શુક્રવારે ડીનરમાં”પીઝા”,સલાડ અને ગાર્લિક બ્રેડ જમતા હતાં ,સાથે સાથે ટીવી પણ નિહાળી રહ્યા હતાં. ઈમરજન્સી સમાચાર આવ્યા..”Warning:Heavy storm and tornedo in Harris county..Becareful…stay in side your house or find shelter near you”.( ચેતવણીઃ હરીસ કાઉન્ટી એરિયામાં ભારે તુફાન સાથે વર્ષાદની આગાહી…ઘરમાં રહેજો અથવા કોઈ નજીકના એરિયા આસરો મળે ત્યાં જતાં રહો).
જલ્દી જલ્દી ડીનર પતાવી મેં અને ટીનાએ મીણબતી. ટૉર્ચલાઈટ,વિગેરે શોધી લીધા. ટીનાને પણ ખબર છે કે ટૉરનેડો હીટ થાય તો ઘરમાં બાથરુમ અથવા ઘરના ક્લોઝેટમાં જતું રહેવાનું( જે સેઈફ ગણી શકાય)..

અડ્ધી કલાકમાં જોર શોરથી પવન ફૂંકાવા લાગ્યો, ટીના મારી સાથે સોફામાં બેઠી હતી..મેં કહ્યું બેટી, લાગે છે કે ટૉરનેડો આપણાં એરિયા હીટ થાય. પવનની સ્પીડ બહુંજ છે જાણે…હું વાક્ય પુરું કરું પહેલાં બહાર મોટો ધડાકો થયો જાણેકે વિજળી અમારા યાર્ડમાં પડી!

ડેડ…કહી ટીના મને બાઝી પડી..અમો બન્ને બાથરૂમમાં આસરો લેવા જતાં હતાં અને ટીનાને યાદ આવી ગયું, બોલી

” ડેડ.. મીત!! ક્યાં છે ઘરમાં નથી લાગતો….બહાર યાર્ડમાં લાગેછે…હું લઈ આવું.. એ બીકમાંને બીકમાં મરી જશે!! હું ના પાડૂં એ પહેલા બેકયાર્ડનું ડૉર ખોલી..બેકયાર્ડમાં ગઈ..ટોરનેડો અમારા બેકયાર્ડમાંથી પસાર થઈ રહ્યો હોય એવો ભાસ થયો. એની સ્પીડ ૧૫૦ માઈલ પર અવર્સની હોય જાણે કોઈ ફૂલ-સ્પીડમાં હેવી ટ્રેઈન પસાર થઈ રહી હોય !…..મેં ટીનાની જોસમાં ચીસ સાંભળી..”.ડેડ!”

પવનની એટલી સ્પીડ હતી કે હું બંધ થય ગયેલું બારણું ખુલ્લી ના શક્યો…મીત અમારો ડૉગ ગભરાયને બેડ નીચે જઈ સંતાય ગયેલો હતો..પાચ મિનિટમાં પવન થંભી ગયો હું બહાર દોડ્યો…ટીના….ટીના…કોણ સાંભળે…..????…પવનની સ્પીડના ઝપાટામાં સપાડયેલી મારી લાડકી…રોડ પર ફેંકાઈ ગઈ હતી!!!આજ એકલો અટુલો માત્ર ઘરમાં”ટીના…ટીના”ના પડઘા અને હું. જ્યારે જ્યારે ઝડપથી પવન ફૂંકાય છે ત્યારે ત્યારે..એક નાના બાળકની જેમ ગભરાય જાવ છું..જાણે ડેવીલ વીન્ડ મને પણ ભરખવા આવી ગયો છે!!!

આપનો પ્રતિભાવ આપશોજી.

વિશ્વદીપ બારડ, યુ.એસ,એ.

જૂન 25, 2017 Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

“જિંદગીને જીવતા શીખીએ”

198523_466415700045318_939016681_n

‘ડેડ, ક્યાં લગી આવું એકાંત જીવન જીવતા રહેશો? મારું કશું તમો માનતા જ નથી, કેટલી વાર તમને કહ્યું કે મારે ત્યાં રહેવા આવતા રહો પણ હમેંશા એકને એક કક્કો “ મને મારી રીતે જીવન જીવવા દે”.

‘બેટી તારો પ્રેમ અને લાગણી હું સમજી શકું છું. સાચું કહું મને કોઈના ઓશિયાળા થઈને રહેવું પસંદ નથી.

ડેડ, “ઓશિયાળા”…શું વાત કરોછો? દીકરીના ઘરે ઓશિયાળા!

‘હા બેટી સાચું કહું, ખોટું ના લગાડીશ, તારે બે ટીન-એઈજ બાળકો , તું અને રાકેશ બન્ને જોબ કરો છો. તમારા જીવન જીવવાની સ્ટાઈલ આખી જુદી છે.રોજ સવારે ૫.૩૦ ઉઠી જવાનું, બાળકોને સ્કુલ માટે લન્ચ તૈયાર કરવાનુ, રાત્રે ૯,૩૦ સુઈ જવાનું બધું ઘડિયાળના કાટે તમારું જીવન ચાલે, હું અહીં એકલો છું તો રાત્રીના બાર સુધી મારો ટી.વી ચાલતો હોય અને ઘણીવાર સાંજે ૮ વાગે કોઈ મારા મિત્રને બોલાવું તો વાતોના તડાકા મારતા રાત્રીના એક વાગી જાય અને કોઈ વાર મિત્ર મારે ત્યાં સુઈ પણ જાય..હું તારે રહેવા આવું એટલે દેખીતી વાત છે કે મારે તારી રહેવાની સ્ટાઈલથી રહેવું પડે. તારી બોસ્ટ્નની ઠંડી એટલે છ મહિના ઘરમાં બેસી રહેવાનું, મારાથી એ ઠંડી સહન ના થાય..હું મારી રીતે સ્વતંત્ર રીતે રહે ટેવાય ગયો છું. અહીં હ્યુસ્ટ્નમાં બાર મહિના વૉર્મ વેધરમાં ઘણી બધી પ્રવૃતી કરી મજા માણું છું.
‘ ડેડ, હું તમારી કન્ડીશન સમજી શકું છું,આપણી અગાઉ વાત થઈ તે ફરીવાર કહેવા માંગું છું.’

‘ હા હા મને ખબર છે કે તું શું કહેવાની છે…”ફરી લગ્ન કરી લો”. એજ ને?

‘ડેડી!!’

‘તારી મમ્મી સાથે અદભુત અને ભવ્ય સ્વર્ગ સમી જિંદગી જીવી, હવે એ નથી મને છોડી પ્રભુને પ્યારી થઈ ગઈ! તો શુ હું મારી જિગરજાન દોસ્ત સમી તારી મમ્મીને ભુલી જઈ કોઈ અન્ય સ્ત્રી સાથે શેષ જિંદગી કેવી રીતે ગાળી શકુ ? તેણીની યાદમાં ને યાદમાં તેની સાથે ગાળેલા ભવ્ય ભરતી સમા દિવસોને યાદ કરી હું હસતો હસતો જીવન જીવી રહ્યો છું, બેટી! મારે ૬૫ થયાં, અને આ ઉંમરે મારી કોઈ અજાણ્યા પાત્ર સાથે મેળ પાડવાનો?’

‘ એમાં શું થઈ ગયું ડેડી, તમારો મળતાવડો અને પ્રેમાળ સ્વાભાવમાં કોઈ પણ વ્યક્તી ઍડજસ્ટ થઈ શકે!!

‘બેટી , તને ખબર છે કે મારા બેડરુમમાં તારી મમ્મીના હસતા સુંદર ફોટા જોતા જોતાં થાકતો નથી..ઉંઘ પણ સારી આવી જાય છે, એ મારી આસપાસ છે એવો આભાસ કાયમ રહે છે. મને એકાંત લાગતુંજ નથી.’

ડેડી-દિકરી વચ્ચે આ સંવાદો નિયમિત ચાલ્યા કરતા હતાં. સમયનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે અને ઘણીવાર સમય માનવીને પણ ફેરવતો રહે છે.

ઉમેશની ઉંમર ૬૫ અને શિકાગો રહેતી લત્તા ૬૫ની પણ ઉમેશ કરતા છ મહિના નાની, તેણીના જીવનમાં પણ તેણીનો પ્રેમાળ પતિ સુમન કાર એકસીડન્ટમાં અવસાન થયો.. બે વરસ સુધી એ એટલી ડ્રીપેસનમાં આવી ગઈ હતી કે કોઈની સાથે બોલે-ચાલે નહી, મેરીડ દીકરો ડોકટર હતો પણ એને ઘેર પણ રહેવા ના જાય.. ગાંડા જેવી બે-બાકળી બની ગઈ હતી. રોજ રોજ સુમન સાથે ગાળેલા દિવસો અને સાથ સાથ વેકેશનમાં ગાળેલા દિવસોમાં પાડેલ વિડિયો જોયા કરે. ૨૦ થી પચ્ચીસ પૉન્ડ વજન ગુમાવી બેઠી હતી.એક દિવસ લત્તાની બહેનપણી હંસાએ જીવનની સાચી ફિલોસોફી સમજાવી

” લત્તા, દરેક મેરીડ કપલના જીવનમાં બે માંથી એકનો તો એક દિવસ જવાનું છે અને એ સત્ય આપણે સ્વિકારવું પડશે. ગયેલ વ્યક્તિ કદી પાછી ફરવાની નથી. ગયેલ વ્યક્તિને યાદ કરી, જુરી જુરીને જીવવા કરતાં તેમની સાથે ગાળેલા દિવસો યાદ કરી જીવન પ્રફુલ્લિત બનાવી કેમ ના જીવી શકીએ ? ગયેલ વ્યક્તિના આત્માને પણ શાંતી મળે! જીવનને હરીયાળું બનાવી જીવીએ, રણ સમું નહી!!

લત્તાનુ જીવન બદલાયું. હંસા ઉમેશને પણ ઓળખતી હતી.મેળ પડી ગયો.

ઉમેશ અને લત્તાના કોર્ટમાં બહુંજ સાદાયથી અને નજીકના મિત્રોની હાજરીમાં ફરી લગ્ન થયાં

બન્ને માયાળું-પ્રેમાળ અને સ્નેહાળ પણ બહુંજ ઓછું બોલનારા છતાં એકબીજાની સતત કાળજી લેનારા જ્યાં જાય ત્યાં સાથે સાથે, ફરવાનો, મ્યુઝીકનો, ક્રૂઝનો અને પાર્ટીઓ કરવાનો. ઉમેશ અને લત્તાનું શેષ જીવન જાણે સંધ્યા સોળે કળાએ ખિલી ઊઠે અને મોર નાચી ઉઠે એવું સુંદર ભાસતું હતું !

ભાસતું હતુ! વાત સાચી..પરંતું જીવનની વાસ્ત્વિકતા અપનાવવી સહેલી તો નથી..અપનાવો તો પચાવવી સહેલી નથી! બહાર લાગતું સુંદર જીવન અંદરથી કેટલુ ડામાડોળ છે! એમાત્ર ઉમેશ અને લત્તા જાણતા હતાં. સુંદર જીવનમાં ભુતકાળનો પડછાયો એમનો સતત પીછો કરતો હતો તે હતી તેમની પાછલી જિંદગી! સ્વર્ગસ્થ જીવનસાથી!

બન્ને સાથ જમવા બેઠા હોય કે કોઈ ફરવા લાયક સ્થળે બેન્ચ પર બેઠાં હોય આનંદ માણતા હોય અને અચાનક ઉમેશની વાતોમાં પોતાની પત્નિની વાતો આવી જાય અને સાથો સાથે લત્તા પણ પોતાના પતિ કેટલા પ્રેમાળ હતાં એકે પળ એમને મારા વગર ચાલતું નહોતું એમ કહેતા કહેતાં આંખમાં આંસુ સરી પડે અને એજ રીતો ઉમેશ પણ સ્વર્ગસ્થ પત્નિ સાથે ગાળેલા દિવસો સતત વગોળતો! ભુતકાળની વાતોનું ભુત એમના વર્તમાન સુખને ડામડોળ બનાવી દેતું.

રાત્રીના સમયે પોતાનું દામ્પત્ય સુખ માણવાને બદલે બેડરુમમાં પોતાના ભુતકાળના જીવન સાથીના યાદને આહવાન આપી એમાં રચ્યા પચ્યા રહેતાં. અત્યારે બન્ને પતિ-પત્નિ છે એ ભુલી જઈ, ભુતકાળની વાતો વગોળતા વગોળતા આંસુ સારી સુઈ જતાં. બન્ને આ વિષયમાં ચર્ચા કરતાં કે આપણે આવું ના કરવું જોઈએ..છતાં વ્યસનની જેમ બન્નેનો મન પર કોઈ પણ પ્રકારનો કાબું નહોતો અને એજ વસ્તું એમના શેષ જીવનમાં નડતર રુપ બની. પ્રેમના વહેણમાં રુકાવટ આવી..ભુતકાળનો આ સતત તાપ પ્રેમના પ્રવાહને સુકવવા લાગ્યો!!

અંતે બન્ને સમજી નક્કી કર્યું .

“આપણે આપણાં ભુતાકાળના જીવનસાથીને ભુલી નથી શકતા,એ આપણી નબળાઈ છે અને એ મર્યાદામાંથી કોઈ હિસાબે બહાર આવી નથી શકતા. એ દિવાલ સતત કઠોર બનતી જાય છે, આપણાં જીવનની લીલીછમ વાડી સુશ્ક બનતી જાય છે. આપણે બન્ને લાગણીશીલ છીએ અને એજ લાગણીશીલતાના માર્ગમાં કોઈ નવું સ્વિકારવા તૈયારી છતાં મનની નબળાઈને લીધે સ્વિકારી ના શક્યા.બસ આપણે આપણાં વ્યક્તિગત માર્ગે પાછા ફરીએ એજ આપણાં જીવનનો સુખી માર્ગ છે.’

બન્ને રાજી-ખુશીથી ડિવોર્સના પેપર્સ ફાઈલ કર્યા. બન્નેનો વકીલ પણ એકજ હતો. બન્નેને એક પછી એક બોલાવ્યા સમજાવ્યા. લત્તાને કહ્યુંઃ “તમને તમારાઅ પતિ પાસેથી અડધી મિલકત, પૈસા મળી શકે.” લત્તાએ તુરતજ કહ્યું. એ પ્રશ્નજ અમારા વચ્ચે નથી.હું જે માંગું તે આપવા એ તૈયાર છે, એ બહુંજ દિલદાર છે. મારી પાસે પણ મારી પોતાની મિલકત અને પૈસા છે કે જે હું જીવું ત્યાં લગી ભોગવી શકું તેમ છું, ઉમેશે કદી મારી મિલકત કે પૈસા પર ખરાબ નજર કરી નથી. અમારા બન્ને વચ્ચે કોઈ ખટરાગ કે ઝગડા નથી. અમો બન્ને રાજી ખુશીથી ડિવોર્સ લેવા માંગીએ છીએ. વકીલને નવાઈની વાત એ લાગી કે લત્તાએ જે વાત કરી એજ વાત ઉમેશે કરી. વકીલને આ પહેલો ડિવોર્સનો કેસ હતો કે કોઈ મિલકત કે પૈસાનું સેટલમેન્ટ કરવાનું હતું જ નહી.

કોર્ટમાં ડિવોર્સ માટે આજની ડેઈટ હતી. બન્ને સવારે છ વાગે ઉઠી ગયાં . લત્તાએ સવારનો નાસ્તામાં ગરમ ગરમ થેપલા અને ચા . ટેબલ પર નાસ્તો કરતાં કરતાં ઉમેશ કહ્યુંઃ

‘લત્તા તારી પોતાની વસ્તું તે એક્ઠી કરી લીધી છે ને?

લત્તા હસતી હસતી બોલી.

’હા ઉમેશ, કોઈ વસ્તું ભુલી જાઉ તો ફરી આ ઘેર આવી શકું ને?

ઉમેશઃ ‘લત્તા, એ સવાલજ ઉભો નથી થતો તું ગમે ત્યારે આ ઘરે આવી શકે છે અને સાથે કોઈ વાર ચા-પાણી પણ પીશુ. આપણે કોઈ કોઈ સીરીયસ ઝગડો કે બોલા ચાલી થઈજ નથી. માત્ર જીવન-જીવવાના , વિચારવાના રસ્તા અલગ છે, માર્ગને એક બનાવવાની કોશિષ બન્નેએ કરી પણ સફળતા ના મળી એજ આપણી નબળાઈ! આપણે બે વર્ષ સારા મિત્રો જેવી સુંદર જિંદગી જીવ્યા.’

‘ઉમેશ, તમને કોઈ સારું પાત્ર મળી જાય…’

‘લત્તા! હવે આ ભવમાં કોઈ બીજા પાત્રને સ્થાનજ નથી. ૨૪ કલાક મારી સાથે પડછાયાની જેમ ફરતી મારી સ્વર્ગસ્થ પત્નિની યાદ મને શેષ જિંદગી જીવવામાં મદદરુપ થશે..’

‘પણ તને કોઈ..’ ‘ઉમેશ! મારે પણ તમારા જેવું જ છે જે પ્રીતની ચુંદડી ઓઢી હતી હવે તે ચુંદડી પર બીજો રંગ લાગાડવાની કોઈ ઈચ્છા નથી. જુઓને લગાડવાની કોશિષ કરી પણ નિષ્ફળ નિવડી.ઉમેશ! આપણાં જીવનમાં પણ સ્વર્ગસ્થ સાથીદારોના પ્રેમે આપણને નજદીક આવતા રોક્યા છે.

સરળ સ્વભાવના, સ્નેહાળ! શાંત, ઉગ્રતા કદી જેને અડકી ના શકે એવી આ સુંદર જોડીએ સાથે મળી માળો બાંધવાની કોશિષ કરી પણ જાણતાં છતાં અજાણ્યા ભેદી વાયુંના વટોળે એમને છુટા કરી દીધા..

બન્ને સાથે લેક્સસ કારમાં નિકળ્યા.

ઉમેશઃ ‘મારી કોઈ પણ ભુલ-ચુક હોય તો માફ કરી દેજો.’

‘શું વાત કરે છે લત્તા… આપણે કદી પણ ઝગડો કે બોલચાલી થઈ જ નથી માત્ર…’

ઉમેશ” આ તારી લેકસસમાં મારી છેલ્લી સફર સાથ સાથ.’

‘લત્તા! તને આ લેકસસ ગમતી હોય તો તું રાખ , હું બીજી લઈ લઈશ. ‘

‘થેન્ક્યુ..ઉમેશ..તમારા જેવા જેન્ટલમેન આ દુનિયામાં મળવા મુશ્કેલ છે.’

‘લત્તા, મને કઈક મુંઝાવણ જેવું થાય છે.’ કાર ચલાવતા ઉમેશ બોલ્યો.

‘તમે એમ કરો ઈમરજન્સી લાઈનમાં કાર લઈલો… માંડ માંડ કાર ઈમરજન્સી લાઈનમાં લીધી અને ઉમેશે ભાન ગુમાવ્યું.લત્તાએ તુરત ૯૧૧ને ફોન કર્યો, પોતે પણ ગભરાય ગઈ.પણ હિંમત રાખી. પાછળથી આવતી એક કાર રોકાયને પુછ્યું..હું મદદ કરી શકું? .એ એક ડોકટર હતો તેણે તાત્કાલિક સી.પી.આર આપવાની કોશિષ કરી અને થોડીજ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હળવો હાર્ટ-એટેક હતો..તાત્કાલિક સારવારથી ઉમેશ બચી ગયો.
હોસ્પિટલમાં બીજા-ટેસ્ટ અને સારવાર માટે બે-ત્રણ દિવસ રહેવાનું હતું.

“લત્તા, ક્યાં જવાનું હતું અને ક્યાં આવી ગયો.?

‘ઉમેશ તમો અત્યારે આવું ના બોલો,આરામ કરો અને મેં દીકરી ઉમાને ફોન કરી દીધો છે એ આજની ફલાઈટમાં એર-પોર્ટથી , કાર રેન્ટ કરી સીધી હોસ્પિટલ આવે છે.

‘ઉમા, આવી પરિસ્થિતીમાં હવે મને અહી નહી રહેવા દે. મને એ બોસ્ટ્ન લઈ જશે. ઉમા મારી બહુંજ ચિંતા કરે છે.
‘તમે એ અત્યારે ના વિચારો..આરામ કરો.’
ઉમેશને ઘેનની દવાથી ઉંઘ આવી ગઈ.

‘જે વ્યક્તિ મારી સાથે નથી, અને કદી પાછી ફરવાની નથી એની એક યાદ રુપી લાશ લઈને ફરુ છું. આત્મા છે, મૌન છે, ખબર નથી ક્યાં છે? અને એનાજ વિચારોમાં મારું શેષ જીવન વ્યર્થ કરી રહી છું.એ અમારો પ્રેમ હતો અને એની યાદ જરુર રહેશે. આ ભવમાં મળેલો માનવ દેહ ફરી મળેશે કે કેમ ખબર નથી? ઉમેશમાં શું ખામી છે? એક સારા મિત્ર-સાથીદાર તરીકે કેમ જીવી ના શકીએ.? સુંદર મળેલી જિંદગી્ ભુતકાળના યાદોના ખંડેરની અંધારી કોટડીમાં પડ્યા પડ્યા શેષ જીવન સડી જશે. પ્રેમ શાસ્વત છે,પવિત્ર છે,અવિરત છે એને યાદના ખબોચીયામાં ડૂબાડી દેવો એ સાચો પ્રેમ છે? સુમન હતો એક લીલી વાડી સમો.એની ખુશ્બો સદા રહેશે. પણ પ્રેમની મહેંકને મહેંકતી રાખી મારી જિંદગી મારી રીતે જીવવી જોઈએ. ૬૫ પછી બીજા પાંસઠ કાઢવાના નથી..જે છે તેને વધાવી, ઉમેશ સાથે કેમ ખુશ ના રહી શકું?

હોસ્પિટલમાં ઉમેશના રુમમાં લતાના વિચારોનું ધમણ સતત ચાલું હતું.

ઉમેશને હોસ્પિટલમાંથી રજા આપી દીધી, લત્તા, ઉમા ઘેર આવ્યા.ડૉકટરની સલાહ પ્રમાણે બ્લડ પ્રેસર અને અન્ય દવા લેવાની હતી. ઉમાને ખબર હતી કે ડેડના ડિવૉર્સની ડેઈટ(તારીખ) જે દિવસે હતી એજ દિવસે આ ઈમજન્સી આવી ગઈ.

‘ડેડ, આ સમયે હું બહું ચર્ચા કરવાં નથી માંગતી , પણ મારી હવે એકજ રિક્વેસ્ટ છે કે તમો મારા ઘેરજ રહો..ડિવૉર્સ પછી અહીં તમારી સારવાર કોણ કરશે? ‘

ઉમેશ, શુન્ય નજરે લત્તા સામે જોઈ રહ્યો હતો..વિચારવા લાગ્યોઃ

“ઉમાની વાતમાં પણ તથ્ય છે, ડિવૉર્સ પછી..ફરી હું એકલો પડી જઈશ!! હું પણ કેવો વ્યક્તિ છું પત્નિના ગયા બાદ કોઈની સાથે ઍડ્જસ્ટ થઈ નથી શક્તો.. એજ મારી નબળાઈ કે મર્યાદા છે. લત્તામાં કોઈ ખામી નથી.મારો ભુતકાળ મને એની નજીક જતાં અટકાવે છે. લત્તા એક સમજું,સંસ્કારી સ્ત્રી છે.લત્તાની મર્યાદા એજ મારી મર્યાદા છે.એ મર્યાદા કેમ દૂર ના કરી શકાય?. લત્તા સાથે જે પ્રશ્ન છે એ બહું શાંતીથી ઉકેલી શકાય તેમ છે, અમો બન્ને અડધે રસ્તે મળી સમાધાનની શાકર ખાઈ ના શકીએ? જ્રુરુર. આ ઉંમરે દીકરી સાથે રહેવું એટલે એમના જીવનના ધોરણે મારે જીવવું પડે. આ ઉંમરે ? હું મારી રાતે જે જિંદગી જીવ્યો છું એને, બદલાવી એક નવા વાતાવરણમાં જીવવાનું?

મૌનમાં ચાલતાં વિચારો કોઈ સમજી શકે? હા..એની પણ ભાષા હોય છે. એક આંખ બીજી આંખની ભાષા બહુંજ સરળ અને ઉંડાણથી સમજી શકે!

‘ઉમા,મને અહીંજ રહે દે..મારે બોસ્ટન …. ‘

‘ ડેડ!… ‘

ઉમા આગળ બોલે તે પહેલાજ વચ્ચેજ લત્તા બોલી ઊઠી… “ઉમેશ! મને એક મોકો આપશો?

ઉમેશઃ
‘લત્તા જે સવાલ તું કરે છે એજ સવાલ હું તને કરી શકું? મને તારા સાથે રહેવાનો….’ વાકય પુરુ થાય એ પહેલાં. લત્તા ઉમેશની નજીક આવી ભેટી પડી.

15965301_1797681473782010_5535652557989319347_n

-વિશ્વદીપ બારડ

જાન્યુઆરી 14, 2017 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 1 ટીકા

વહાલનું વાવેતર!

patriarch DSC_5358 copy

કૉક-ટેઈલ અવર્સમાં જાત જાતના ડ્રીન્ક્સ,ભારતિય અને અમેરિકન વાનગીઓની મીક્સ મજા સૌ માણી રહ્યા હતાં. ઘણી અમેરિકન સ્ત્રીઓ પણ ભારતિય પહેરવેશ સાડી અને પંજાબી આઊટ-ફીટમાં સુંદર પરીઓ જેવી લાગતી હતી. અમેરિકન મિત્રો પણ ભારતિય રીત રિવાજ,ખાવા-પિવાની મજા માણી રહ્યાં હતાં. બન્ને અહીંજ જન્મેલા, ડૉ.ટીના અને ડૉ,મિહીર એક કલિનિકમાં ફેમિલી પ્રેકટીસ સાથે કરતાં હતાં. સાથેજ ભણેલા, વર્ષોનો સંગાથ અને મિત્રતા પ્રણયમાં પલટાઈ ગઈ અને જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો.પ્રભુતામાં આજ પગલાં માંડવાની શુભ શરુઆત.

 

હિન્દુ વિધી પ્રમાણે લગ્ન થયાં પણ લગ્નમાં બહુંજ લીમીટેડ એવા ૧૦૦ અંગત મિત્ર મહેંમાનોનેજ આમંત્રિત કરેલ જેથી વિધી વખતે ક્રાઊડેડ ના બની જાય! અનુભવના ધોરણે વધારે મહેમાનો હોય તો લગ્ન વિધી સાંભળવા-માણવામાં લોકોને બહુંજ ઓછો રસ હોય છે. બાકી ગામ-ગપાટા અને સોસિયલ બનવામાં,નાસ્તા-પાણીમાંજ રસ હોય છે. સૌ મહેમાનોએ બે કલાક વિધિ શાંતીથી જોઈ અને માણી

લગ્નબાદ રિસિપ્સનમાં ૫૦૦ મહેમાનોને આમંત્રીત કરવામાં આવેલ..સૌ મહેમાનો ડબલ-ટ્રી હોટલના હૉલમાં સાંજે ૬.૩૦ કોક-ટેઈલ મજા સાથે સૌને મળી માણવા હાજર થઈ ગયાં હતાં. ડબલ-ટ્રી હોટેલમાં સૌ મહેમાનોને પ્રી-પેઈડ વેલે-પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. કૉક-ટેઈલ હૉલમાં ત્રણ બાર-ટેબલ્સ પર બાર-ટેન્ડર્સ સૌને જાત જાતના ડ્રીન્કસ સર્વ કરી રહ્યા હતાં. હોલમાં સ્ટેડીંગ ટેબલ પર સૌ ડ્રીન્કસ સાથે જુદા જુદા એપેટાઈઝરનો આનંદ માણી રહ્યાં હતા. સાથો સાથ હોલ-વે બે-ટેબલ્સ પર બેઠેલ વૉલિન્ટયર્સ સૌ મહેમાનોને લાસ્ટ નામ પ્રમાણે રાખેલ કાર્ડ ગેસ્ટને આપી રહ્યાં હતાં, જેમાં સૌને ટેબલ નંબંર આપેલ હતાં. એક ટબલ પર ૧૦ મહેમાન બેસી શકે તેમજ રિસેપ્સન હૉલમાં બે સાઈડ હતી જેમાં ડાબી બાજું બ્રાઈડ-સાઈડના અને જમણી બાજું ગ્રુમ-સાઈડના મહેમાનોને બેસવાની સુંદર વ્યવસ્થા કરી હતી. દરેક ટેબલ્સ પર ફ્લૉટીંગ કેનડ્લ્સ અને વ્હાઈટ-રેડ ગુલાબનો ગુલ-દસ્તાનું સુંદર ડેકૉરેશન સાથે દરેક ફેમિલી માટે થેન્ક્યુ નોટ સાથે ગીફ્ટ-બોક્સ મુકવામાં આવેલ.

સમયસર સાંજે ૮ વાગે રિસિપ્સન હોલ ખોલવામાં આવ્યો અને સૌ મહેમાનો પોત પોતાનું ટેબલ શોધી બેસી જવા વિનંતી કરવામાં આવી ૮.૧૫ માસ્ટર ઑફ સેરીમની, મિસ્ટર જાદવે એનાઉન્સ કરી સૌ પ્રથમ ટીનાના પપ્પાને અને પછી મિહીરના પપ્પા-મમ્મી અને ૮.૩૦ ટીના-મિહીરની સુંદર જોડી હૉલમાં દાખલ થઈ. સૌ મહેમાનોએ ઉભા થઈ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું..આવતાની સાથે પહેલો ડાન્સ…નવદંપતીએ કર્યો ત્યાદબાદ બન્નેના મિત્રોમાંથી બે-ત્રણ બૉલીવુડ ડાન્સ થયા. હૉલની અંદર પણ સૌ ડ્રીન્કસની મજા માણી રહ્યાં હતાં.મિહીરના ડેડી-મમ્મીને બે શબ્દો કહેવા વિનંતી કરવામાં આવી..નવદંપતીને આશિષ વચનો અને મહેમાનોને આ સુંદર પ્રસંગે હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો. બાદ ટીનાના પપ્પાને વિનંતી કરવામાં આવી. કોર્ડ-લેસ માઈક લઈ રાજેશભાઈ હૉલ વચ્ચે આવી રહ્યા હતાં તેને જોતાજ ટેબલ નંબંર ૧૫ પર બેઠેલા મહેશભાઈ અને તેમની પત્નિ લીનાબેન ધીરેથી બોલ્યા. ‘આ રાજેશ-અંકલ ટીનાના રિયલ ડેડી નથી.’ બાજુંમાં બેઠેલાં રાજુ અને હંસાબેન પણ એક આંચકા અને અચંબા સાથે રાજેશભાઈને જોઈજ રહ્યાં. ટેબલ પર બીજા મહેમાનોને પોતે ટીનાના નિકટના સંબંધી છે તેવી ઈમ્પ્રેસ ઊભી કરવાં વાત માંડી.

‘ટીનાને અમો કોલેજમાં ભણતી હતી ત્યારથી ઓળખીએ છીએ. પાચ વર્ષ પહેલાં જ ટીનાના ડેડી-મમ્મી કાર એકસિડન્ટમાં ગુજરી ગયાં ટીનાની કમ્પ્લિટ લાઈફની અમોને ખબર છે..છોકરી અહીં જન્મી છે પણ બહુંજ માયાળું અને પ્રેમાળ છોકરી છે,ડૉકટર છે છતાં કોઈ જાતનું અભિમાન કે મોટપ નથી. જુઓને આ રાજેશ અંકલ અહી હ્યુસ્ટનનાજ છે. અમને તેણીના એક અગંતના માની બધીજ વાત ડિટેઈલમાં કરેલ. ટીના ઈન્ડિયા જતી હતી ત્યારે હ્યુસ્ટનથીજ રાજેશ અંકલ તેણીની સાથે એકજ પ્લેનમાં હતાં નસીબ જોગે બન્નેની સીટ બાજુંમાં હતી. એકાબીજાનો પરિચય થયો, મળતાવડી, માયાળું ટીનાએ પ્લેનમાંજ રાજેશ અંકલ સાથે આત્મિયતા બંધાય ગઈ. રાજેશ અંકલ ૭૫ વર્ષના હતાં તેમના દીકરા-વહુ અહીં હ્યુસ્ટનમાંજ રહે છે પણ ઘટના એવી બની કે અમદાવાદ એર-ઓર્ટ પરથી એમના મિત્ર રણછોડભાઈ અંકલને એમના ઘેર લઈ ગયાં અને થોડા દિવસ બાદ ખબર પડીકે તેમના દીકરાએ માત્ર વન-વે ટિકિટજ લીધી હતી અહીં અમેરિકા દિકરાને ફોન કરે પણ કોઈ ફોન ઉપાડેજ નહી. માંડ માંડ દીકરાની જોબ પર કોન્ટેક્ટ થયો પણ દીકરાએ તો ફોન પર જ રાજેશ અંકંલને કહી દીધું.

‘ હવે અમોને તમારી જરુર નથી તમો ત્યાં જ રહી બાકીની જિંદગી વિતાવો.’

રાજેશ અંકલે પોતાના મિત્રને કહ્યું ‘દોસ્ત મેં તો બધી મિલકત વેંચી અમેરિકા છેલ્લા ૧૫ વર્ષથી દીકરા સાથે રહી પૌત્ર-પૌત્રીઓને મોટા કર્યા મારી પાસે હવે કોઈ મિલકત કે પૈસા નથી હવે હું શું કરીશ?’ રાજેશ અંકલ દુઃખી દુઃખી થઈ ગયાં. શું કરવું કશું સુઝતું નહોંતું એ સમય દરમ્યાન નસીબજોગે ટીનાને આપેલ કોન્ટેકટ નંબંર પર ટીનાનો ફૉન આવ્યો.’અંકલ કેમ છો?’ અંકલે બધીજ હકિકત કહી રડી પડ્યા. ‘અંકલ તમો જરી પણ ચિંતા ના કરતાં.. તમે મને દીકરી માની છે આપણો સંગાથ પ્લેનમાં માત્ર ૨૦ કલાકનો હતો પણ એક પવિત્ર સંબંધ અને આપના મીઠા-મધુરા સ્વભાવે મને પિતા મળ્યાનો આનંદ આપ્યો છે જો આપને વાંધો ના હોય તો આપ મારી સાથેજ અમેરિકા પાછા આવો તમારી પાસે ગ્રીનકાર્ડ તો છેજ અને હું બે-વીકમાં પાછી જાઉ છું.’ ‘પણ બેટા મારી પાસે ટિકિટના…’ ‘અંકલ મને દીકરી કહી છે તો હવે ટિકિટની ચિંતા મારી પર છોડો. બસ હું પણ એકલી છું અને પિતા વાત્સ્લયની ભુખી છું ,મારે ઘેર રહી આપ આપનું શેષ જીવન આરામથી વિતાવો. વિરાન રણમાં ભર બપોરે એક તરસ્યા મુસાફરને કોઈ પ્યાલો પાણી આપે અને જીવમાં જાવ આવે તેઓ આનંદ રાજેશ અંકલને થયો..

‘સામે સ્ટેજ પર જુઓ’ બહેન થોડું ધીરે બોલોને બાજુંના ટેબલ પર બેઠેલા એક ભાઈએ ટકોર કરી. ‘ અંકલ કેટલી સુંદર કવિતા કહી રહ્યા છે…

“વહાલનું વાવેતર વાવી ધન્ય ધન્ય કરી દીધો મને દીકરી

ચાંદની બની ઉજાળી દીધી છે અંધારી રાત મારી દીકરી,

ગયા જન્મના લેણાં-દેણે બેટી! આપણે મળી ગયા

પ્રિતનું ૠણ તારું ભવ-ભવ સુધીનું છે મારી દીકરી..”

કહેતા કહેતાં અંકલના આંખમાં આંસુ ગંગા-જમના સમાન વહેવા લાગ્યા…ટીના એકદમ દોડીને રાજેશ અંકલને ભેટી પડી. “પપ્પા” કહી એ પણ ઢીલી થઈ ગઈ…

લીલાબેન અને ટેબલ પર બેઠેલા સૌની આંખમાં આંસુ સરી પડ્યા. “ધન્ય છે ટીના, લોહીની સગાઈ નહી આ તો પ્રિતની સગાઈ છે ભાઈ ,ધિક્કાર છે સ્વાર્થી એવા એમના દીકરા-વહુંને..’ લીલાબેનના મોમાંથી આવા આકરા શબ્દો સરી પડ્યા!

એ આગળ કંઈ બોલે એ પહેલાંજ એમના ટેબલ પર બેઠેલા રાજુ અને હંસાબેન ઉભા થઈ ટેબલ નંબંર ૧૫ છોડી  ચુપચાપ જતાં રહ્યાં. ટેબલ નંબંર-૧૫ પર બેઠેલા મહેમાનોને ક્યાં ખબર હતી કે રાજુ અને હંસાબેન જ રાજેશ અંકલના ત્રાસદાહી પુત્ર અને પુત્રવધુ હતા.

(આપનો અમૂલ્ય પ્રતિભાવ જરુરથી આપશોજી)

જુલાઇ 13, 2015 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

ગર્ભિત રહસ્ય…!

10350346_10204007010994851_1128358899237602909_n

ત્રીસ વર્ષના દાંપત્ય જીવન જીવ્યા બાદ એવું તો શું બની ગયું કે રીમાએ મયૂર સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો.તેણીને ઘણાંએ સમજાવી પણ તેણીનો નિર્ણય ક્રેઝી ગ્લુ જેવો હતો.

ઓછું બોલનાર મયુરને ઘણાં મિત્રોએ પુછ્યું.. ‘મયૂર,તું તો કહે સાચી હકીકત શું છે? ત્રીસ, ત્રીસ વર્ષ સુધી સાથે રહ્યાં,એક સાચા પતિ-પત્નિની જીવી સુંદર જિંદગી જીવી રહ્યા હતાં અને એકાએક રીમાએ તને ડિવૉર્સ આપવાનું નક્કી કરી નાંખ્યું.મયુર પણ તેનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નહી.

 

શિયાળાનો સુંદર ઋતું હોય અને અચાનક માવઠું પડી જાય એજ રીતે રીમા અને મયુરના જીવનમાં આ અચાનક માવઠું ક્યાંથી આવી ગયું.અમેરિકા જેવા દેશમાં પણ આપણાં સમાજમાં “અફવા” જેવો અસાધ્ય રોગ એક કેન્સરની જેમ છુપાયેલો છે તે બહાર આવી રહ્યો છે.કોઈ કહેઃ તે લોકોએ બહું પ્રયત્ન કર્યા, કેટ કેટલી દવાઓ કરી,ડોકટર્સની સલાહઓ લીધી રીમાને બાળક થતું નથી,મયુરને  બાળકો બહું જ ગમે છે અને તેને લીધે રીમાએ બીજા લગ્ન કરવા છુટ આપી હોય પણ એ અમેરિકામાં ત્યારેજ શક્ય બને કે રીમા ડિવૉર્સ આપે.તો કોઈ કહે..મને તો એવું લાગે છે કે રીમાને પોતાની ઓફીસના બૉસ સાથે કઈક લફરું છે..અરે ભાઈ..સ્ત્રીને માપવી એટલે બ્રહ્માંડને માપવું! આવી  ઘણી ઘણી અફવા ડલાસ(ટેક્ષાસ)માં ચાલવા લાગી.રીમાની બેનપણી સીમા તેણીને આ ચાલતી અફવાની વાત કરે પણ રીમાને તેની કશી અસર થતી નહોંતી.

 

મયુર અને રીમા બન્ને બહુંજ પ્રાયવેટ હતાં એમની પાસેથી વાત કઢાવવી એટલે સાગરને ઉથલાવવા જેવી વાત છે.

 

મયુર અને રીમાના પચ્ચીસમી એનીવર્સરી વખતે મિત્રો એ સરપ્રાઈઝ પાર્ટી આપી તેમને એક હર્ષભરી નવાઈ સાથે આનંદ વિભોર કરી દીધા હતાં મિત્રોમાં બન્ને પતિ પત્નિ સૌના પ્રિય હતાં. કોઈને પણ કામ પડે બન્ને અડધી રાતે મદદે પહોંચી જાય,આર્થિક પરિસ્થિતીમાં મદદરૂપ થાય અને બહુંજ સોસિયલ અને ફ્રેન્ડલી હતાં.કોઈ પણ વ્યક્તિને એકવાર મળે તો તેને પોતના માની લે તેવા મળતાવડાં સ્વભાવના એવા કપલને કોની નજર લાગી ગઈ એ ચર્ચા થવા લાગી..અનુમાન કરી શકે પણ બન્ને વચ્ચેની આ ગરમા ગરમ ગર્ભિત વાતની કોઈને પણ ખબર ના પડી.

 

કોર્ટમાં ડિવૉર્સ  પર સહી-સિક્કા થયાં..મયુરના આંખમાં આંસુ હતાં..રીમાની આંખમાં પણ આંસું સરક,સરક થઈ રહ્યાં હતાં પણ રીમા એટલી મજબુત હતી કે આંસુને પડવાની તક ના આપી.મયુરે કટેલી કેટલી વિનંતી,આજીજી,સમજાવટથી રીમા સાથે ડિવૉર્સ વિશે અવારનવાર વાત કરી કે ‘રીમા,ત્રીસ વર્ષબાદ ડિવૉર્સ! મારી કોઈ ભુલ થઈ ગઈ હોય તો મને કહે, હું તારી માફી માંગું..પણ રીમાએ તેનો કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.રીમાએ ના કોઈ મિલકત કે ના કોઈ એલિમની માત્ર  ડિવૉર્સના પેપર્સ સિવાય કશું ના માંગ્યું…

 

કોર્ટમાંથી જતાં જતાં રીમાએ  મયુરને એક ચીઠ્ઠી આપી.મયુરે સત્વરે ચિઠ્ઠી ખોલી વાંચવા લાગ્યો..

“પ્રિય મયુર,

‘મને માફ કરજે.તારા જેવો પતિ બસ મને જન્મ જન્મ મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું.

તને ખ્યાલ છે મયુર આપણે બન્ને એ છ મહિના પહેલાં એન્યુઅલ મેડિકલ કરાવેલ ? ત્યારે મને જે શંકા હતી તે પરથી ડોકટરને  ખાનગીમાં મેં  તારા અને મારા માટે એચ.આઈ.વીનો ટેસ્ટ કરાવેલ અને મેં તને કશું કીધેલ નહી તે બદલ માફી ચાહું છું.તારું રિઝ્લ્ટ નેગેટીવ અને મારો ટેસ્ટ પૉઝીટીવ આવેલ. મને ડોકટરે માત્ર એકાદ વર્ષ આપેલ છે. મેં ત્યારથી તારી સાથે એક પત્નિ તરીકે જે વ્યવહાર કરવો જોઈએ તે બંધ કરી દીધો તું ઘણી વાર રાત્રે અપસેટ થઈ જતો છતાં હું બીજા રૂમમાં સુવા જતી રહેતી. મેં તારાથી દૂર રહેવા કોશિષ કરી પણ  દિવસે દિવસે અશ્કય અને મુશ્કેલ બન્યું. છુટા છેડા  સિવાઈ કોઈ છુટકોજ નહોંતો..આ કેવી રીતે થયું તેનો ખુલાશો કરવો મુશ્કેલ નહી અશ્ક્ય છે કારણ કે તેમાંથી થી હજારો સવાલ પેદા થાય તેમ છે. એટલું જરૂર કહીશ કે મેં  તને કોઈ અંધારામાં રાખી પાપ નથી કર્યું..હું બળતી લાશ છું, ભસ્મીભુત ક્યારે થઈ જાઉ તેની મને ખબર નથી પણ તેનો તણખો તને ના અડી જાય એને લીધેજા આ નિર્ણય આખરી બન્યો છે.

 

છેલ્લા શ્વાસ લગી તારીજ સુહાગણ રહીશ..

-રીમા

 

મયુર ચીઠ્ઠી વાંચી પુરી કરે તે પહેલાંજ રીમાની કાર દૂર દૂર નીકળી ગઈ હતી.

આજ દશ વર્ષ વિતી ગયાં એક ગર્ભિત રહસ્ય માત્ર રહસ્યજ રહ્યું..મયુરની બાકીની જિંદગી…”એ ક્યાં છે?” આમ કેમ થયું? એજ મથામણના અર્ધ પાગલપણમાં જવા લાગી…

આ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

ઓગસ્ટ 9, 2014 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

દોસ્તની દોસ્તી….!

What good friends do

અત્યારે સુવાના સમયે? રાત્રીના ૧૧ દસ વાગ્યા ,અત્યારે કોનો ફોન છે?
‘નિલમ પ્લીઝ ફોન ઉપાડને.’.હલો ?
‘નિકુંજ છે?’
‘ હા પણ આપ કોણ?’
‘હું ઈન્ડિયાથી એનો મિત્ર,રીતેશ.’
‘ઓહ! રીતેશભાઈ.’
‘ હું નિલમ…
‘ભાભી કેમ છો?’
‘ બસ મજામાં…’
રીતેશનો અવાજ એકદમ ઢીલો હતો અને માંડ માંડ બોલી શકતો હતો..
‘હું નિકુંજને આપું છું.’.
‘તમારા જીગરી દોસ્ત રીતેશભાઈ છે.’
‘હાય રીતેશ,ઘણાં સમય બાદ અમને યાદ કર્યા.હવે તારી તબિયત કેમ છે? ડાયાબેટિક કન્ટ્રોલમાં છે ને?
‘ના દોસ્ત…બન્ને કિડ્ની કામ નથી કરતી..ડાયલેટશન પર જીવી રહ્યો છું..કોઈ કિડની ડૉનર હજું મળ્યું નથી.’
‘જાણી ઘણુંજ દુઃખ થયું દોસ્ત..હું કોઈ પણ રીતે તને મદદરૂપ થઈ શકું?

રીતેશની ઉંમર માત્ર ૩૮ વર્ષની અને આટલી નાની ઉંમરે બન્ને કિડની કામ નથી કરતી,ડાયલેટશન પર જીવવાનું, બેંકમાં સર્વિસ,જોબ સારી હતી પણ કથળતી જતી બિમારીને લીધે જોબ પર પણ હવે જઈ શક્તો નથી. બે બાળકો, ઉંમર ૧૦ અને ૧૨, એની વાઈફ મેનાએક પ્રાઈવેટ કંપનીમાં ડેટા-એન્ટ્રીની જોબ કરે, રીતેશની બહેન મીતાના મકાન ભાડે રાખી રહેતા હતા.પણ જ્યારથી બહેનને ખબર પડી કે રીતેશની વધતી જતી બિમારી અને જોબ પર પણ જઈ નથી શક્તો,તો ૨૦૦૦ રુપિયાનું ભાડું ક્યાંથી ભરી શકશે? અને રીતેશને કઈક થઈ જશે તો મેનાભાભી મારું ઘર પચાવી પાડશે. એ ચિંતા બહેન-બનેવી બન્નેને કોરી ખાતી હતી.

‘જો મીતા..આ તારા ભાઈને કઈક થઈ ગયું તો આપણે એની વાઈફ અને છોકરાને ઘરમાંથી કાઢતા દમ નિકળી જશે,તું કઈક કર, નહી તો આપણે તો નાહી નાંખવાનું.’
‘હા..પણ અત્યારે હું એમની હાલત બહુંક કફોડી છે.
‘મને…’
‘ના, તું બહું લાગણીશીલ ના બન,ખોટી દયા ખાવાની કોઈ જરૂર નથી,દયામાં ને દયામાં આપણે ઠંડા પાણીએ નાહી નાંખવાનું આપણને પોસાઈ તેમ નથી.’
‘એ વાત સાચી છે..પણ હું કહું એના કરતા તમેજ કહોને.’
‘મને કોઈ વાંધો નથી.’

‘રીતેશભાઈ, અમારે ઘરમાં ઘણી આર્થિક મુશ્કેલી છે અને આ ઘર વેંચી દેવાનુ નક્કી કર્યું છે.અમને તમારી મુશ્કેલીની ખબર છે, તમને ઘર ખાલી કરવા કહેવાનું અમને દુઃખ થાય છે પણ અમારી પણ મજબુરી તમે સમજી શકો છો…’
રીતેશ વચ્ચેજ બોલ્યો.. ‘
પણ અમો આવી હાલતમાં ક્યાં જઈએ? મારે જોબ નથી અને મેનાની આવકમાં માંડ માંડ ગુજારો કરીએ છીએ..બીજે અમારી આવક પ્રમાણે કોઈ પણ ભાડે મકાન ના આપે…’

મીતા વચ્ચે બોલી.રીતેશભાઈ..
‘ભાઈ,તમે ઘણાં વખતથી ભાડું પણ નથી આપ્યું…અમોએ ચલાવી લીધુ.અમારી પણ મજબુરી તમારે સમજવી જોઈએ.’
મીતાનો પતિ કડક થઈ બોલ્યો..’અમોને આ મકાન આવતા મહિને ખાલી જોઈએ…નહીતો…’
રીતેશની વાઈફ મેના બોલી..તમો ચિંતા નહી કરતાં આવતાં મહિને તમારા ઘરનો કબજો આપી દઈશુ..રીતેશ તું કશી દલીલ ન કરીશ. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે…’

સગી બહેન ભાઈના દુંઃખમાં ભાગીદાર થવાને બદલે મુશ્કેલીની આગમાં તેલ ઉમેર્યું અને તેથીજ રીતેશે અમેરિકા રહેતા તેના નાનપણનો મિત્ર નિકુંજને ફોન કરેલ કે જે પોતાની મુશ્કેલીમાં કઈ કામ આવે…પોતાની સઘળી વાત કરી..નિકુંજ અને નિલમ બન્ને અમેરિકામાં ૨૦ વર્ષથી રહેતા હતાં. બન્નેને સારી જોબ હતી ઉપરાંત નિકુંજ પાર્ટ-ટાઈમમાં રીયલઍસ્ટેટ બ્રોકર તરિકે કામ કરતો જેથી આર્થિક રીતે ઘણોજ સધ્ધર હતો.
‘રીતેશ તું ચિંતા ના કર, અત્યારે તારી તબિયત સાચવ અને હું તને બે દિવસમાંજ ફોન કરું છુ, બધુંજ સારાવાના થઈ જશે.’

નિકુંજ અને અને નિલમે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી ૫ લાખનો બે બેડરૂમનો ફ્લેટ અમદાવાદ આશ્રમ રોડ પર ખરીધ્યો અને રીતેશ મેના અને બે બાળકોને રહેવા માટે આસરો થઈ ગયો. આવી દુંખની ભયંકર આંધી સમયે નિકુંજની મદદ નર્કમાં ધકેલાને સ્વર્ગ મળ્યા સમાન હતી.

રીતેશ બહું લાંબુ ખેચી ના શક્યો, થોડા સમયમાંજ આખરી શ્વાસ લઈ નઠારી દુનિયામાંથી વિદાઈ લઈ લીધી. નિકુંજે બન્ને બાળકોની ભણવાની જવાબદારી પણ લીધી.

સમયને સરકતા ક્યાં વાર ? આજકાલ કરતાં ૧૨ વર્ષ વિતી ગયાં. સ્વ.રીતેશના બન્ને છોકરાઓ કોલેજ ગ્રેજ્યુએટ થઈ એક એન્જિનયર અને બીજો બી.કોમ, બન્નેને સારી જોબ મળી ગઈ.આ સઘળું સુખ નિકુંજને આભારી છે. તેઓ હજું પણ નિકુંજે અપાવેલ ફ્લેટમાંજ રહેછે.અમદાવાદ કે જે મેગાસીટી બની ગયું છે અને એના ફલેટની કિંમત વધી ૫૦ લાખ થઈ ગઈ છે.

‘નિકુંજ, ડૉકટરે તને હવે બહું દોડા દોડ કરવાની ના કહી છે. મને પણ તું બહાર જાય છે તો ઘણી ચિંતા રહે છે.’
નિકુંજને ત્રણ મહિના પહેલાજ બાયબાસ સર્જરી કરવી પડી હતી. જોબ પર ઘણાં વખતથી નહોતો જતો.યુ.એસ.ની ઈકોનૉમી અત્યારે ઘણીજ ડાઉન છે. જોબ માર્કેટ પણ અત્યારે ઘણું ડાઉન છે..નિલમને પણ જોબમાંથી લેઈડ ઓફ મળેલ છે. પોતાની પાસે જે સેવિંગ  હતું એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું.

‘નિકુંજ, તમારા સ્વ મિત્ર રિતેશભાઈને આપણે એમની મુશ્કેલીઓમાં રહેવા આસરો આપ્યો, છોકરોને આપણે ભણાવ્યા અને અત્યારે તેઓ ઘણાંજ સુખી છે એ વાતાથી આપણે ઘણાં ખુશ છીએ અને આનંદ પણ છે. પણ અત્યારે આપણી સ્થિતિ ઘણીજ નાજુક છે.  માંડ માંડ આપણું ગુજરાન ચાલે છે. રીતેશભાઈને રહેવા આપેલ આપણાં ફ્લેટની કિંમત અત્યારે ૫૦ લાખ રુપિયા થઈ ગઈ છે અને તેને વેંચી દઈએ તો આપણને અમેરિકન ડોલર્સ પ્રમાણે ૧૦૦,૦૦૦ ડોલર્સ મળે. આ રકમ આપણાં માટે આવી કપરી મુશ્કેલીઓમાં ઘણીજ મદદરૂપ થઈ શકે તેમ છે , પૈસાની  કપરી ઝંઝાવટ માંથી બહાર નિકળી શકીએ તેમ છીએ અને બીજું તેઓ ઘણાંજ સુખી છે.  તેમના છોકરાઓ સારું કમાય છે અને આર્થિક  રીતે અત્યારે ઘણાંજ સધ્ધર છે. ધારેતો આ ઘર ખાલી કરી બીજું ઘર લઈ શકે તેમ છે.’

‘તમારી બિમારી અને મારી જોબ છૂટી જવાથી આપણે આર્થિકરીતે ઘણાં નબળા બની ગયા છીએ. ઘરનો હપ્તો પણ આપણે બે મહિનાથી નથી ભરી શક્યા.તમે ફોન કરી જુઓને. હા  મને ખાત્રી છે કે તેઓ ના નહી પાડે. આપણે એમની મુશ્કેલીમાં ઘરથી માંડી છોકરાઓને ભણાવવામાં ઘણાંજ મદદરૂપ થયાં છીએ તે વાત તેઓ સમજી શકે તેમ છે.

સ્વ.રિતેશની પત્નિ મેના અને તેણીના બન્ને દિકરા ફ્લેટમાં ઘણાંજ ખુશીની જિંદગી જીવી રહ્યાં હતા.ઘરમાંબ્રાન્ડ ન્યુ ફર્નિચર અને એક જુની કાર પણ લઈ લીધી..ઘરનું ભાડું કે કોઈ મોરગેજના કોઈ હપ્તા ભરવાના નહી.

‘ મમ્મી ,નિકુંજ અંકલનો ફોન આવે તો લેવાનોજ નહી. હવે એ લોકો આપણાં આ ફ્લેટને વેંચી નાંખવા માંગે છે..મમ્મી તમને ખબર છે આ ફ્લેટની કિંમત ૫૦ લાખ ઉપર જતી રહી છે અને આપણાં  એરિયામાં મકાનના ભાવો દિવસે દિવસે વધતા જાય છે. નિંકુજ અંકલ ખોટા ખોટા બહાન કાઢી આ ઘરનો કબજો કરવા માંગે છે.’
‘પણ બેટા…’
‘મમ્મી..તું ખોટી ચિંતા ના કર..એ ત્યાં બેઠાં કશું કરી શકે તેમ નથી..અમોએ આપણા લોયર સાથે પણ આ બાબતમાં ચર્ચા કરે લીધી છે.આ ઘર આપણુંજ કહેવાય.. અમેરિકામાં તો બધાંજ એશ-આરામની જિંદગી જીવતા હોય છે. આ તો નિકુંજ અંકલનું ખોટા રોદણાં છે.

‘નિલમ, રિતેશની વાઈફ કે એના બન્નેમાંથી કોઈ છોકરા હવે મારો ફોન ઉપાડતાંજ નથી..આપણું ત્યાં કોઈ સગું નથી કે તપાસ કરી શકે. શું કરીશું ?

‘ નિકુંજ,આપણાં નસીબમાં આવું તે કેવું કે આપણે સૌનું ભલું કરીએ.અને સારું ઈચ્છીએ છીએ,કોઈનું પણ આપણે ખરાબ કર્યુ નથી. જે ફેમિલીને મગરમચ્છાના જડબે સલાક સંકજામાંથી ફસાયેલ તેને ઉગારી મહેલમાં બેસાડ્યા તેજ આપણી આવી કફોડી અવસ્થામાં મોં ફેરવી લે છે. કોઈ પણ જાતની દયા વગર. આવું જ માનવ જીવનમાં બનતું રહેશે તો કોણ કોને મદદ કરશે. કોઈ માનવતા જેવું રહ્યું જ નથી .મારી તો ઈશ્વર પર પણ શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે.’

‘તું ચિતા ના કર..કઈ તો રસ્તો નિકળી જશે,,ઉપરવાળા પર શ્રદ્ધા રાખ.’
નિલમ તુરતજ બોલી.’ આપણને મોરગેજ બેંક તરફથી ફાઈનલ નોંટિશ પણ મળી ગઈ છે..અને આવતી કાલ સુધીમાં હપ્તો નહી ભરી દઈએ તો તે લોકો આપણાં ઘરને સીલ મારી દેશે.આપણે પહેર્યા કપડે બહાર રસ્તા પર આવી જશું.’

નિકુંજે ઘણાં મિત્રોને ફોન કર્યા..માત્ર દિલસોજી સિવાય કશું ના મળ્યું. આખી રાત નિકુંજ અને નિલમ બેસી વિંચારવા કરતાં ઉપરવાળાને પ્રાર્થન કરતાં રહ્યાં કોઈ રસ્તો નિકળે !  નરસિંહ-મેતાની કોઈ હુંડી સ્વિકારે?

સવારે ૯.૦૦ ડૉર બેલ વાગ્યો, મોરગેજ બેંક તરફથી એક કર્માચારી અને બે પોલીસ ઘરનો કબ્જો લેવા બહાર ઉભા હતાં. ૧૦૦,૦૦૦ ડૉલર્સની હુંડીનો કબજો દેશમાં કોઈ લુંટારા લુંટીને જલશા કરી રહ્યાં હતાં…

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપાવા વિનંતી..

મે 13, 2013 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

ગુસ્સો..

મારા અને વિપુલ વચ્ચે  સરકતા પ્રેમધારાના ઝરણાંનો પ્રવાહ એક ધારો હતો. કોઈને પણ અમારું  પ્રેમાળ જીવન જોઈ સહજ ઈર્ષા આવી જાય.અમારો પ્રેમ સદાબહાર! પ્રેમના ઝરણા હંમેશ નવા નવા ફૂંટતા રહે! ૨૫ વર્ષની અમારી મેરેજ-લાઈફ સીધી-સરળ અને પ્રેમાળ.જ્યારે જ્યારે  કોઈ પણ  વિઘ્ન આવ્યા છે  ત્યારે  ત્યારે સાથ મળી,  હાથમાં હાથ મિલાવી હસતા મો એ દૂર કર્યા છે.અમો બન્ને કંમ્પુટર સોફટવેર ઈન્જિનયર અને ઉપરવાળાની મહેબાનીથી તન,મન અને ધનથી ઘણાં સુખી. પાંચ પાંચ બેડરૂમનું હાઉસ લેઈક પર છે, સાંજે સમય મળે બોટીંગ કરીએ અને ડીનર પણ બૉટમાં સાથે લઈએ.  સંતાન નથી પણ  અમો બન્ને એ માઈન્ડ સાથે કોમ્પ્રોમાઈઝ કરી  લીધું છે.આપણે જિંદગીના અંત લગી સાથે રહી મળેલ માનવ-દેહની મજા માણીશું.વીલમાં પણ લખી દીધેલ છે કે અમારા ગયા પછી અમારી સંપૂર્ણ મિલકત અને પૈસા  માનવતાના કલ્યાણ  અર્થે આપી દેવાના.

અમેરિકામાં  એવું કોઈ શહેર કે જોવાલાયક સ્થળ નહી હોય કે અમો એ ત્યાં વેકેશનમાં ફરવા  ગયાં ના હોય!

 “જિંદગી બહુંજ રુપાળી છે  એની  હરપળ માણીલો, એ પળ ફરી મળશે કે નહી એની કોઈ ખાત્રી નથી..

“જિંદગીની  હરપળ માણીલે,

સ્વર્ગ છે અહીજ સખી માણીલે,

હર  ઘડી  છે     રળિયામણી,

પ્રેમની હર અદા તું માણીલે.” 

વિપુલ ઘણીવાર મુડમાં આવી જાય ત્યારે જિંદગીની ફિલોસોફી અને શાયરીઓ  સંભળાવે.વિપુલ ઘણોજ લાગણીશીલ વ્યક્તિ છે.કવિ હ્ર્દય ધરાવતા દરેક વ્યક્તિ લાગણી પ્રધાન હોય એવું મારૂ માનવું છે!

વિપુલ   ઘણીવાર પ્રેમના આવેશમાં આવી દરિયાના મોજાની જેમ ઉછળી મને ભીંજી નાંખે.

આટલો પ્રેમાળ, શાંત, અને  લાગણીશીલ સમજું  વિપુલના ગર્ભમાં ઉંડે ઉંડે  સંતાયેલો ગુસ્સો કોઈવાર બહાર આવી જાય  ત્યારે મારે બહુંજ સંભાળવું પડે અને એ સમયે  હું એકદમ શાંત થઈ જાવ.એક શબ્દ ના ઉચ્ચારુ  એટલે ધીરે ધીરે અગ્નિ એકદમ શાંત થઈ જાય!

તે દિવસે હું થોડી સાવચેત ના રહી અને મારી બેદરકારીમાં મારાથી બોલાય ગયું.”વિપુલ તું ગુસ્સે થાય છે ત્યારે તું શું બોલે છે ? શું કરી નાંખે છે તેનું તને ભાન છે ? ગુસ્સો કંન્ટ્રોલ કરતાં શીખ.

‘તે મને ભાનવગરનો કિંધો ?  વિપુલ આગળ કશું ના બોલ્યો  સિધ્ધો બેડરૂમમાં. બારણું જોરથી બંધ કરી  અંદરથી લોક કરી દીધું.  મેં ઘણી આજીજી કરી. મારું કશું સાંભળ્યુંજ નહી.મેં માની લીધું કે થોડો શાંત થશે અને ગુસ્સો ઓછો થશે એટલે બહાર આવશે.

હું લીવીંગ રૂમમાં બેઠી બેઠી  “ડિવિઆર” પર ટેઈપ કરેલ “રાવણ” જોઈ રહી હતી  ત્યાંજ બેડરૂમમાંથી ‘ધડ. ધડ” ગન(બંધુક)માંથી  અવાજ આવ્યો.  હું એક્દમ ગભરાઈને દોડી…બેડરૂમ તરફ..જોશથી મેં બુમ પાડી “વિપુલ”.  બેડરૂમ લૉક હતો મે સ્ક્રુ-ડ્ર્રાવરથી અન-લૉક કર્યો .મારી આંખોએ  ભયાનક દ્રશ્ય જોયું ,ધ્રાસ્કામાં મારું હ્ર્દય ધડકતું બંધ પડી ગયું હોય એમ લાગ્યું. ખાલી મારું શરીર દોડ્યું. વિપુલની નિશ્ક્રિય પહોળી થઈ ગયેલી આંખમાં ભીંનાશ હતી, શુષ્ક થઈ ગયેલો ગુસ્સો હવામાં  બહાર નિકળી  બહુંજ દૂર દૂર નિકળી ગયો હતો.

 આ લઘુકથા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.

ઓગસ્ટ 7, 2012 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

કન્યાદાન !

‘મૉમ,I do not care what you are saying. I born here and grown up with modern world. You are living with old indian traditional world.(મૉમ, તું શું કહે છે એની મને પડી નથી. હું અહી જન્મી છું અને અહીંની આધુનિક દુનિયામાં મોટી થઈ છું) તું ભારતના જુના રીતે-રિવાજોમાં જીવી રહી છો).’

વચ્ચેજ મીતા બોલીઃ’ પિન્કી,ભલે અમો જુના રિવાજોમાં જીવીએ છીએ પણ સુખી છીએ.તને ખબર છે કે હું તારા ડેડી ૨૫ વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યાં છીએ..કેટલાં સુખી છીએ?’  ‘ મમ્મી તું ખોટી ડંફાસ ના માર.જ્યારે જયારે તારા અને ડેડી વચ્ચે કોઈ પણ માથા-કુટ થાય છે ત્યારે તારેજ નમવું પડે છે.તારી કોઈ વાત ડેડીએ કદી માની છે?તું વાત કરે ત્યારે ડેડી હંમેશા તને કહે તને કશી ભાનજ  નથી પડતી.’

‘બેટી,અમારા મા-બાપે હંમેશા અમને શીખવાડ્યું છે કે ઘર સંસાર સારો રાખવો હોય તો પતિનું હંમેશા માનવું અને તેમને માન આપી સેવા કરવી.’  ‘ હા મમ્મી, પતિ દેવો ભવ! પતિ તમારો દેવ! તમે એમની દાસી.’  ‘ પિન્કી, તું શું કહેવા માંગે છે? તું આવો બકવાસ ના કર.’ ‘તને સાચું કહું છુ એટલે બકવાસ લાગે છે.પણ હું એવી વ્યક્તિની પંસદગી કરીશ કે એક મિત્રની જેમ મારી સાથે રહે અને મારું કહ્યું કરે.હું તારી જેમ પતિની પુજા નથી કરવાની. તને એ પણ કહી દઉ કે લગ્ન પછી મારી અટક(સર-નેઈમ) બદલવાની નથી અને અમો બન્ને લગ્ન બાદ હું મારું ચેકીંગ અને સેવીંગ એકાઉન્ટ મારા નામનું જ રાખવાની.’  ‘ બેટી,તું સાવ બદલાઈ ગઈ છો..આવું અમેરિકન-સોસાયટીમાં ચાલે આપણાં સમાજમાં ના ચાલે.તું ખોટી રીતે બદનામ થઈ જઈશ.’  ‘મમ્મી,મને લોકોની નથી પડી.’  ‘હા તને ના પડી હોય પણ અમારી ઈજ્જત-આબરૂં ધુળમાં ભળી જાય. લોકો કહેશે કે જોયું દીકરીને કશા સારા સંસ્કાર નથી આપ્યા.અમારી એકને એક દીકરી અને તું આપણું ચાર-બેડરૂમનું ઘર છે છતાં એક્લી એપાર્ટમેન્ટમાં રહે છે.લોકો ખોટી વાતો કરે છે કે એકલી રહે એટલે એ ધાર્યું કરી શકે,બોયફ્રેન્ડને અને અન્ય મિત્રોને બોલાવી ડ્રીન્કસ પાર્ટી કરે,વીકેન્ડમાં બે-ત્રણ વાર નાઈટ્સ કલબ્સમાં જાય અને ત્યાં ડ્ર્ગ્ઝ પણ લે આવી આવી વાતો લોકો કરતાં હોય છે.’  ‘ભલે ને કરે. ડેડી સાથે ઓફીસમાં જોબ કરતી પેલી પંજાબણ ડોલીની વચ્ચે જે સંબેધો ચાલે છે તેની તને પણ ખબર છે અને ડેડી ખુલ્લેઆમ ઘણી વાર ઘરે પણ લાવે છે,તેની સાથે વીકેન્ડ ગાળે છે તો તે શું કરી લીધું? મને બધીજ ખબર છે.હું નાનપણથી આ બધું જોતી આવું છું.બસ એક સતી સાવિત્રીની જેમ એમની સદા પૂજા કરતી રહી છો.ચુપ ચાપ બધું સહન કરી લે છે.અને મારા વિશે લોકો ખોટી અફવા ઉડાડે છે મને એની નથી પડી પણ..’

‘મમ્મી, તું આવી વાતો સાંભળી કેમ લે છે? You can tell them..mind your own business and shut your mouth(એ લોકોને તું કહી શકે કે તમે તમારું સંભાળો અને ગંધાતું મો બંધ રાખો).’  ‘બેટી તું કહે છે એ સાવ સરળ વાત નથી કેટ કેટલાને મોઢે ગરણા બાંધવા જાઉ?’

મહેશભાઈ જોબના કામે એક અઠવાડીયું બહારગામ ગયાં છે અને પિન્કી એક અઠવાડીયું મમ્મીને કંપની આપવા આવી છે.ડેડીના ઘરેથી જોબ પર જાય છે પણ મા-દીકરી આજે શુક્રવાર હોવાથી મોડી રાત સુધી વાતોએ ચડ્યા છે. પિન્કી અહીં જન્મેલી અને અહીંના વાતાવરણ અને સોસાયટીમાં ઉછરેલી છે,ભારતીય જુના રિત-રિવાજો એને જરા પણ પસંદ નથી. મમ્મી-ડેડી સાથે ૨૧ વર્ષ ગાળ્યા અને એમાં જોયું કે મમ્મીનો કોઈ પણ જાતનો ઘરમાં વોઈસજ નથી. બધું ડેડીનું ચાલે. ડેડી કહે તેજ ઘરમાં થાય.મમ્મી પણ જોબ કરે છે એ પણ પૈસા કમાય છે છતાં પતિ એટલે પરમેશ્વર.કાર લેવી હોય, ઘરમા ટીવી અરે! ઘરમાં નાનામાં નાની વસ્તું લેવી હોય તો ડેડીને જ પુછવાનું અને એ હા પાડે તો જ વસ્તું ઘરમાં આવે નહીતો નહી. બન્ને જોબ કરે છે બન્ને સાંજે પાંચ વાગ્યા પછી આવે છે પણ મહેશ ઘેર આવી કપડા બદલી સીધા સોફા પર ટીવી અને બીયરની બોટલ લઈ બેસી જાય અને મીતા રસોડામાં ત્રણે માટે રસોઈ બનાવે અનેપછી ડીશ સાફ કરવાની.પિન્કીને આવી પરિસ્થિતિમાં રહેવું ગમતું જ નહી એટલેજ જેવી જોબ કરતી થઈ તુરતજ જુદી થઈ ગઈ. તેણીની કોલેજ માટે  ડેડીએ ખર્ચનો હિસાબ પણ તેણીએ રાખેલ ને અત્યારે મહિને મહિને ડેડીને ૫૦૦ ડોલર્સનો ચેક મોકલી આપે છે.

‘પિન્કી,તું બધી વાત મને કરે છે તે તું તારા ડૅડીને કરીશને તો તને ધમકાવી નાંખશે.’  ‘મમ્મી, હું હવે નાની બાળકી નથી કે ડેડીનું ગમે તે સાંભળી લઉ.હા એ સાચી સલાહ આપે તો જરૂર માનીશ.તારી જેમ નહી કે ડેડી ગમે તે કહે તે તારે તો માનવું જ પડે.તારો પોતાનો કોઈ મત ચાલેજ નહીં.’

‘મમ્મી, તમો ભારતના પુરુષ-પ્રાધાન્ય દેશમાં રહી સાવ નિર્બળ બની ગયાં છો,ત્યાંના દરેક ધાર્મિક-પુસ્તકોમાં પતિને જ મહત્વ આપવામાં આવ્યું છે.છોકરીઓને નાનપણથી પતિની સેવા કરવાથી સુખ મળે, સ્વર્ગ મળે,મોક્ષ મળે એવું ઘણું ઘણું શિખવાડવામાં આવ્યું છે.દરેક વ્રતમાં પતિનું લાંબું આયુષ્ય માટે પાણી લીધા વગર દિવસો સુધી સાધના કરવાની.પતિ કે છોકરાને કેમ પત્નિના લાબાં આયુષ્ય માટે કોઈ વ્રત કે ઉપવાસ નથી? રામાયણ કે મહા-ભારત જેવા પવિત્ર ગ્રંથમાં પણ સીતા-દ્રોપદીને કોઈ પણ કારણ વગર કપરામાં કપરી પરિક્ષામાંથી પસાર થવું પડ્યું છે.આપણાં મોટાભાગના ગ્રંથો પુરુષોએ જ  લખ્યા છે અને એજ પુરુષ લેખકોએ સ્ત્રી માટે બધા કાયદા-કાનુન, રિત-રિવાજો લાદી દીધા છે.પુરુષને કોઈ જાતની સીમા કે બંધંન લાદવામાં આવ્યાજ નથી.તેથી ભારતમાં સ્ત્રી હંમેશા અબળા અને નિર્બળ રહી દાસીની જિંદગી જીવી રહી છે.’

‘પિન્કી, રાત્રીના ૧ વાગ્યો છે.ચાલ આપણે સુઈ જઈએ.હજું તારા ડેડીને આવવાના બે દિવસ બાકી છે બાકીની બધી વાતો પછી કરીશું.’  ‘મમ્મી,ઑકે! પણ મને ખબર છે કે તું તો હવે બદલાવાની નથી પણ હું તો મારી જિંદગી મારી રીતેજ જીવીશ. જેટલો પુરુષને હક્ક છે એટલોજ સમાન હક્ક સ્ત્રીને પણ છે.’ ‘ ઑકે બેટી…ગુડ-નાઈટ!!’

પિન્કીનો બોયફ્રેન્ડ મૅથ્યું અહીં અમેરિકન બ્લેક છે અને પિન્કીની દરેક વાતો તેને મંજુર છે.આજના મોર્ડન વિચારનો છે. પિન્કીથી બે વર્ષ નાનો હતો પણ બન્નેના જીવ મળેલા, મન મળેલા તો પછી ઉંમર તો ખાલી નંબર છે !  પરંતું પિન્કીના ડેડીને એ મંજુર નહોતું.પિન્કી સી.પી.એ છે અને કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટની પોસ્ટ ધરાવે છે અને તેણીનો બોયફ્રેન્ડ મેથ્યુ  બી.એ અને મેડીકલ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ છે પગાર પણ પિન્કી કરતાં ઓછો.

પિન્કીના ડેડી મહેશભાઈ ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈ પિન્કીને કહેતાં:  ‘તને કંઇ ભાન પડે છે કે નહી! એકતો ઉંમરમાં તારાથી નાનો, ઓછું ભણેલો, પગાર પણ ઓછો.આવા છોકરાને તે પસંદજ કેવી રીતે કર્યો? અને આપણો સમાજ આવા કાળીયાને કોઈ રીતે પસંદ નહી કરે હું પણ નહી. તારા માટે તો ડોકટર અને એન્જિનિયર છોકરાના માંગા આવે છે. પુરુષ એવો હોવો જોઈએ કે ઘરની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે અને બૈરી કરતાસારુ કમાતો હોય.નહી કે બાયલા જેવો!અને એ પણ કાળીયો તને મળ્યો બીજા ભારતિય કે ગુજરાતી છોકરા મરી પરવાર્યા છે.કાળીયા કરતાં તો કોઈ ધોળીયાને પસંદ કર્યો હોત તો પણ મને વાંધો નહોતો.મારી તો આપણાં સમાજમાં આબરૂના કાકરા કરી નાંખ્યાં….’    ‘ ડેડી તમો બોલી રહ્યાં હોય તો હું હવે બોલી શકું?’  ‘ પહેલું એકે  મારી જિંદગી છે,મારુ જીવન છે અને મારે જે રીતે જીવવું હોય તે પ્રમાણેજ જીવવાનો મને અધિકાર છે.એ મારી પંસદગી છે.કોણે કહ્યું કે પુરુષજ વધારે ભણેલો અને વધારે કમાતો હોવો જોઈએ? સ્ત્રી પુરુષ કરતા વધારે કમાતી હોય, વધારે ભણેલી હોય તો એમાં શું તફાવત પડે? તમે વ્યક્તિનું દીલ નથી જોતાં.બસ ચામડીનો ભેદ જુઓ છો. તમો વારે ઘડીએ “કાળીયો..કાળીયો” શબ્દ વાપરો છે તે મને જરી પણ પસંદ નથી.મેથ્યુ દીલનો સાફ છે, માયાળું છે અને હું તેને વર્ષોથી ઓળખું છું.એજ મારો જીવન સાથી બનશે. તમને ગમે કે ના ગમે હું લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ.

‘પિન્કી , તને કહી દઉં છું કે જો તું મેથ્યું સાથે લગ્ન કરીશ તો આ ઘરમાં તને કોઈ આશરો કે મદદ નહી મળે, અમો તારા લગ્નમા પણ નહી આવીએ.અને લગ્નબાદ અમે તારું કાળું મો પણ જોવા નથી માંગતા…’  ‘ડેડી, Stop it now. I can not stay in this house even for one minute.I do not care if you do not come to my wedding, that is OK with me..I do not need your blessing. ( ડેડી, હવે ચુપ થઈ જાઉ,હવે હું આ ઘરમાં એક પળ પણ રહેવા માંગતી નથી. તમે મારા લગ્નમાં ના આવો એની મને પડી  નથી.મારે તમારા આશિષની જરુર નથી). હું જાઉં છું , કદી પણ આ ઘરમાં પગ નહી મુકું.’

મીતા દોડતી આવીઃ..રડતી રડતી બોલી.. ‘પિન્કી…બેટી ,ના જા. મારા સમ..તારા ડેડીનો સ્વભાવજ એવો છે.’   પિન્કી, મમ્મી આવે પહેલાંજ ઘરમાંથી દોડી પોતાની કારમાં જતી રહી. મીતા રડતી રડતી મહેશને કહ્યું.  ‘તમે પણ છોકરા સાથે છોકરા થઈ ગયાં છો..એ અપસ્ટે થઈને ગઈ છે અને મને ચિંતા થાય છે કે ડ્રીઇવીંગમાં ધ્યાન નહી રહે અને કઈક એકસીડેન્ટ કરી બેસશે તો આપણે..મને બહુંજ ચિંતા થાય છે’   .’એ શું બોલી ગઈ તેનું તને ભાન છે ? મને કશી પડી નથી , આવા સંતાન કરતાં ના…હોય..’ ‘ના ના આવું   અશુભ ના બોલો..આપણું એકનું એક સંતાન છે..થોડી સમજાવટથી કામ લેવું જોઈએ.’  ‘.મને કોઈ લેકચર આપવાની જરૂર નથી. હું ગુસ્સે થાવ તે પહેલાં તું અહીંથી જતી રહે નહી તો સારા વાન નહી થાય.’   મીતા મહેશને સ્વભાવ જાણતી હતી.પોતાના રૂમમાં જઈ પિન્કીને સેલ પર ફોન કર્યો પણ તેણીએ ફોન ઉપાડયો નહીં. મીતાની ચિંતા વધવા લાગી. ‘હે! ભગવાન, બધા સારાવાના કરજે!’

મીતા વિચારોમાં ચડી ગઈ.  ‘મારી દીકરી કંઈક કરી બેસશે તો હું કઈની નહીં રહું. મુકેશ પણ જિદ્દી અને જુના વિચારોનો છે..અમેરિકામાં ૩૦ વર્ષથી છે પણ જરીયે સુધર્યો નથી.બીજા કોઈ એની સાથે ટકી ના શકે, હુંજ બધું સહન કરી એની સાથે રહી શકું.

અચાનક મીતાની જોબ પર પિન્કીનો ફોન આવ્યો, મીતા ખુશ ખુશ થઈ ગઈ’  ‘બેટી, Are you OK? I   apologize  behalf of your dad! he should not behave or talk to you like that! I am sorry..(બેટી,તું બરાબર છે ને? તે દિવસે તારા ડેડીનું વર્તણુક અને જે વાત કરી તેના માટે હું માફી માગું છું.મને માફ કર બેટી).’  ‘.મમ્મી, એમાં તારો કશો દોષ નથી તું શા માટે ડેડી વતી માફી માંગે છે..મમ્મી,તું નિખાલશ છે તે તેથી તારી સાથે હું મારા જીવનની બધીજ વાત કરી શકું છુ. તું મારી મમ્મી જ નહી પણ બેનપણી પણ છો.’

‘મમ્મી, મે બે મહિના પછી જુનની ૨૦મી તારીખે મેથ્યું સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.અમો હિન્દું વિધિથી લગ્ન કરવાના છીએ અને મેથ્યુ પંણએમાં સહમત છે તેના માટે મેરેજનું આઉટ-ફીટ હું અહીંથી ખરીદવાનું છું .’   ‘બેટી, મારી એક વાત કહું? તારા લગ્નનું આઉટ-ફીટ હું લઈશ.’  ‘મૉમ!  ડેડીતો મારા લગ્નમાં આવવાજ નથી એ મને ખબર છે પણ તને આવવા દેશે ?’  ‘ બેટી,એની તું અત્યારે ચિંતા ના કર, બધું સારાવાના થઈ જશે. મારા પોતાના સેવીંગમાંથી હું તારા લગ્નનો ડ્રેશ લઈશ.બેટી , તારે કોઈ પણ કામ-કાજ હોય તો મને જોબ પર ફોન કરજે..’  ‘ઑકે..મૉમ..જરૂર.

મીતા અને તેની અન્ય બેનપણી અને પિન્કીની બધી સહેલીઓની મદદથી મેરિયાટ હોટેલમાં સવારે હિન્દુ વિધી થી લગ્ન અને સાંજે ૭ વાગે રિસેપ્સન નક્કી થયું.

‘મિતા ,મેં તને ના પાડી છે કે તારે પણ  પિન્કીના લગ્નમાં જવાનું નથી.’  ‘મહેશ, હું મા છું..મે નવ- મહિના મારા કુખમાં પાળી-પોશી અને જન્મ આપ્યો છે..જન્મદાતા મા ની લાગણી તમે પુરુષ કદી પણ સમજી નહીં શકો.’  ‘મારે તારું કશું સમજવું નથી, જો તું એના લગ્નમાં જઈશ તો તારા માટે આ ઘરના દ્વાર હમેશને માટે બંધ થઈ જશે.’  ‘ તમો ગમે તે કરો હું તો આજે મારી દીકરીના લગ્નમાં જવાની એટલે જવાની.’  મહેશ ગુસ્સે થઈ તાડુક્યોઃ ‘ખબરદાર, જો ઘરમાંથી આજે બહાર પગ મુક્યો છે તો.’  ‘..તો તમે શુ કરી લેશો ? તમે તો તમારી ફરજ ચુકી ગયા, પિતાનું વાત્સલ્ય ક્યાં ગયું? દીકરીને કન્યાદાન આપનાર બાપ આજ દીકરીનો દુશ્મન બની ગયો છે.અરે! જે કન્યાદાન કરે છે એના માટે તો કહેવાય છે કે એનું જે પુણ્ય મળે છે તેને તો સ્વર્ગની સીડી મળી જાય છે.તમારા હાથમાં આવો સુંદર અવસર  આવ્યો છે.અને તેને તું ઠુકરાવી દે છે. કહેવાય છે કે બાપને દીકરીજ , લગ્ન-વખતની વિદાય ચોધાર-આસુંએ રડાવી જાય છે. તેણીની વિદાય બાપને આંસુના સાગરમાં ડુબાડી દે છે.અને તમો…’  ‘મીતા, તારું ભાષણ બંધ કર,અને છાની-માની ઘરમાં ચુપ-ચાપ બેસીરે.’  ‘ આજ મહેશ મને  કોઈ રોકી શકે તેમ નથી….’  ‘તો સાંભળીલે..જો તું ગઈ છે તો ફરી આ ઘરમાં આવવાનો હક્ક ગુમાવી દઈશ..તારા માટે મારા ઘરના દરવાજા હંમેશને માટે બંધ..પિન્કીની જેમ…’

મીતાએ, કાર ગરાજની બહાર કાઢી.  કઈ પણ સાંભળ્યું નથી તેમ હસતી હસતી  બોલીઃ ‘આજ દુનિયાની કોઈ તાકાત મા ની મમતાને રોકી નહી શકે.દુનિયા ઉથલ-પાથલ થઈ જાય,મારું જે થવાનું હોય તે થાય ,હું મારા નિર્ણયમાં મક્કમ છું મા-દીકરીના પ્રેમના માર્ગમાં કઈપણ  અડચણ કે તોફાન આવશે  તેની સામે લડી લેવાની મારામાં તાકાત છે..’

મીતાના ઉંચા અવાજમાં આવી વાતો સાંભળતાજ ,એક્દમ  ગુસ્સે થઈ મહેશ, હાથમાં બેઈઝ-બોલ બેટ રહી પાછળ દોડ્યો પણ ત્યાં સુધીમાં તો મીતાની કાર ઘરથી ઘણી દૂર નિકળી ગઈ હતી,  દીકરીને કન્યાદાન કરવા,આશિષ આપવા..અખંડ સૌભાગ્યવતી કહેવા..પાછળ આવતા ભયાનક વંટોળની પરવા કર્યા વગર…

જુલાઇ 11, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

યોગેશ આવી ગયો ! !

 

સ્વેતા અને સ્મિતા તમારા બન્નેનો ફેબ્રુઆરીમાં જોડકાનો જન્મ સેન્ટ-લ્યુક હોસ્પિટલમાં થયો, ત્યારે શિકાગોમાં ૧૨” જેટલો અન-યુઝવલ સ્નો પડેલ,આખા શહેરનો વ્યવહાર ખોટવાઈ ગયો. તમારા જન્મબાદ  યોગેશ  મીનાક્ષીને ભાવતી ઈડલી-સંભાર લેવા તેણીનું ફેવરીટ ઈન્ડીયન રેસ્ટૉરન્ટ’મીલન”માં જવા નિકળ્યો. રેસ્ટોરન્ટ હોસ્પિટલથી ૨૦ માઈલ દૂર હતું. હોસ્પિટલથી યોગેશ નિકળ્યો ત્યારે બહું લાઈટ સ્નો પડી રહ્યો હતો.ધીરે ધીરે વધવા લાગ્યો. ૧૦ મિનિટમાં તો એટલો હેવી-સ્નો પડવા લાગ્યો કે ટ્રાફ્રીક ધીરો પડી ગયો. તેમજ આગળ ત્રણ કાર અઠડાતા એક માઈલ સુધી ટ્રાફીક જામ થઈ ગયો.એક ફુટ આગળ કશું દેખાતું નહોતું.એક માઈલ કાપતા એક કલાક ઉપર થઈ ગયો.હજું ૧૫ માઈલ કાપવાના હતાં .સ્નોની ગતી વધી.એક ફૂટથી આગળ રસ્તા પર કશું દેખાતું નહોતું. યોગેશને રસ્તા વચ્ચેજ કારને સાઈડ રૉડ પર પુલ કરવી પડી.

બેટી, યોગેશે મને ફોન કર્યો.. ‘મમ્મી હું ટ્રાફીકમાં અટવાઈ ગયો છે અને રસ્તાઓ હેવીસ્નોને અને એક્સીડેન્ટને લીધે બંધ કરવામાં આવેલ છે તો તું ચિંતા ના કરતી.જેવા રસ્તા ખુલશે કે તુરતજ મીનાક્ષી માટે ઈડલી-સંભાર લઈ આવીશ.અને આજની રાત હું હોસ્પિટલમાં મીનાક્ષી સાથેજ રહીશ, તું કશી ચિંતા ના કરીશ..ઑકે..બેટા…Just be very careful..OK…Mom…bye…I love you…( બેટા, બહુંજ સાવચેત રહેજે..ઓકે..મમ્મી…આવજે બેટા…ભગવાન સારાવાના કરે).. તે તેનો છેલ્લો ફોન હતો…I wish, I could have recorded this conversations.( મે આ વાત રેકોર્ડ કરી હોત…) દાદીમાની આંખમાં ઝળહળીયા આવી ગયાં.પણ દાદીમા ઘણાંજ સ્ટ્રોગ હતા..

બેટી,તારા મમ્મી અને ડેડી હાઈસ્કુલથી સાથે હતાં બન્ને ભણવામાં હોશિંયાર હતાં, મને અને તારા દાદાને ખબર હતી કે બન્ને એકબીજાની નિકટ છે..બન્ને લોયેલા યુનિવર્સિટિમાં સાથેજ એડમિશન લીધું.તારી મમ્મી અવાર-નવાર તેણીના પેરેન્ટ્સ સાથે  ઘેર આવતી અમારે એ જોશી ફેમિલી સાથે પણ નિકટના સંબંધ હતાં, તેણીના પેરન્ટ્સને પણ મીનાક્ષી અને યોગેશના સંબંધ વિશે ખ્યાલ હતો અને તેઓ પણ આ સંબંધમાં ખુશ હતાં.બન્ને કમ્પુટરમાં ડીગ્રી પ્રાપ્ત કરી બન્નેને સારી જોબ મળી ગયાંબાદ બે વર્ષમાં ધામ-ધૂમથી મેરેજ કર્યા..અમો અને તેણીના પેરેન્ટ્સ સૌ ખુશ હતાં..

દુઃખ એ વાતનું હતું કે લગ્નના ૧૦ વર્ષબાદ કોઈ બાળક ના થયું..બન્ને થોડા નિરાશ થઈ ગયાં.છેલ્લે એવા નિર્ણય પર આવ્યા કે ભારત જઈ બાળકને દત્તક લેવું.ડોકટરની એગ્સ ફર્ટિલાઈઝરની ટ્રીટમેન્ટ ચાલુ હતી..નસીબ ફળ્યા… Your mom got pregnant and it was a great news in our life.We all celebrated this great news.After 3 months, they found out that she is pregnant with twins..( તારી મમ્મીને સારા દિવસો જવા લાગ્યા આ સમાચાર અમારી જિંદગીના સર્વશ્રેષ્ઠ સમાચાર હતાં.આ સારા સમાચારને અમો એ વધાવી લીધા..ત્રણ મહીના પછી સમાચાર મળ્યા કે તારા મમ્મીને જોડકા બાળકો છે. મહેંકતા બાગમાં કોયલનું કુંજન! ઈશ્વરે દયા કરી એકી સાથે બે બાળકોને બક્ષ્યા એથી વિશેષ આનંદ ક્યો હોઇ શકે?.તારા મમ્મી-ડેડી બન્ને નો પ્રેમ ફળ્યો અને એનું અમૃત ફળ તેમને મળી ગયું!

બેટી,અતિહર્ષ ને અતિઆનંદની પળો લુંટાતી હોય ત્યારે કયારે તુફાની કાળા વાદળા ઘેરી લે તેની કોઈને પણ ખબર નથી હોતી! તારા ડેડી એ સાંજે હોસ્પિટલ ના પહોંચ્યા. મીનાક્ષીનો મારા પર વારંવાર ફોન આવ્યા કરે કે યોગેશ હજું નથી આવ્યો.મને અને તારા દાદાને બન્નેને ચિંતા થવા લાગી.,,દિવસ થયો…બે દિવસ થઈ ગયાં કોઈ પત્તો નહીં. પોલીસને જાણ કરી, તેઓએ તપાસ આદરી.દિવસો જવા લાગ્યા,ચિંત્તા વધવા લાગી.ઘણા મિત્રો, વૉલીન્ટીયર્સ આજુ-બાજું વિસ્તારમાં પગપાળા માઈલ સુધી યોગેશ અને તેની કારની તપાસ આદરી કોઈ સમાચાર ના મળ્યા.

તારી મમ્મીને અમો હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા..એ તો બાવરી -બાવરી બની ગઈ હતી બસ એકજ રટણ મારો યોગેશ ક્યાં છે? પોલીસને દરરોજ ફોન કરે. ‘Did you find my husband yet?’ (મારો પતિનો પત્તો લાગ્યો?). મેં મિનાક્ષીને જોબ શરૂ કરવા કહ્યું અને કીધું કે અમો બન્ને બાળકીની સંભાળ રાખીશું..જોબ શરૂ કરી પણ એમનું ધ્યાન જોબ પર લાગતું જ નહોતું તેને કારણે જોબ છુટી ગઈ.ઘરે પણ એકજ રટણ..યોગેશ આવ્યો? જો મમ્મી..ડોર બેલ વાગ્યો..બારણું જલ્દી ખોલો..યોગેશ જ હશે. Doctor examined her and said:She is completely mentally disturb( ડોકટરે તેણીને તપાસી ને કહ્યું.. એ ગાડી થઈ ગઈ છે).દવાઓ આપી કોઈ અસર થઈ નહી.તમારા બન્ને બહેનોની જન્મની ખુશાલીમાં આ ભયાનક દુઃખના રાહુ-કેતુ  આવી ગયાં!પોલીસે તારા ડેડીની વર્ષ  બાદ તપાસ બંધ કરી અને લાપત્તા વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આવા કપરા આઘાતમાં તારા દાદાનું વર્ષબાદ અવસાન થયું. કુટુંબની સઘળી જવાબદારી મારા પર આવી ગઈ.નસીબે જોગે પેન્શન ઉપરાંત આમારું સારુ એવુ સેવિંગ અને તારા દાદાનો બે લાખ ડોલર્સનો ઈન્સ્યુરન્સને લીધે મને આ જવાબદારીમા  આર્થિક રીતે મુશ્કેલી ના નડી.  ‘દાદીમા, તમને ધન્ય છે.સઘળી કુટુંબની જવાબદારી સાથે અમો બન્ને બહેનોને કોલેજમાં ભણાવ્યા અમો બન્ને બહેનોને  આ સારી જોબ મળી છે તેનો સઘળો યશ તમને જાય છે.’

દાદીમાંની ઉંમર ૮૫ની થવા આવી પણ હજું દરરોજ બે માઈલ્સ વૉક-યોગા કરે છે.તેમની તંદુરસ્તી ઘણીજ સારી છે.મમ્મીની  સાઠની થઈ પણ તેની તબિયત અને માનસિક બિમારીને લીધે  સુકાયેલ વૃક્ષ જેવી થઈ ગઈ હતી!૨૦ વર્ષ વિતી ગયાં ડેડીના કોઈ સમાચાર નથી..માત્ર પોલીસ અને લોકોનું અનુમાનઃ ‘કાર હાઈજેક કરી તેનું મર્ડર કરવામાં આવ્યું હોય!’ એ અનુમાન અમને દુઃખી કરી દે છે પણ અમારી આશા હજું જીવિત છે.

દાદીએ બુમ પાડી..’ સ્વેતા-સ્મિતા જલ્દી દોડો.અમો બન્ને બહેનો મોર્નિંગ-બ્રેક ફાસ્ટ કરતાં હતા.. દોડ્યા,,તો મમ્મી બેભાન અવસ્થામાં લીવીંગરૂમમાં પડી હતી મેં ૯૧૧ને ફોન કર્યો..ઓપરેટરે  સી.પી.આર આપવાનું કહ્યું , મે તેની સુચના મુજબ સી.પી.આર આપવાનું શરુ કર્યું…થોડી ભાનમાં આવી…બોલી…તારા ડેડી આવ્યા?..જો..જો..ડૉરબેલ વાગે છે દોડ..તારા ડેડી આવ્યા છે..હું કહી કહ્યુ તે પહેલાં પાછી.. બે-ભાન અવસ્થામાં જતી રહી. ૧૦ મિનિટમાં એમબ્યુલન્સ આવી. પેરામેડીકે ઈલેકટ્રીક શૉક આપવાનું શરૂ કર્યું..હાર્ટ  ફરી ધબકતું થયું. paramedics said..’we can hear the hearts bits…'( પેરામેડીકે કહ્યુ.તેણીના હ્ર્દયના ધબકારા સંભળાય છે…એક ક્ષણભર..એ પાછી આવી..બોલીઃ  “યોગે..શ આ..વી  ગયો.બીજીજ ક્ષણે ધબકાર બંધ થઈ ગયાં પણ લીવીંગરૂમ ફરી ફરી પડધા સંભળાવા લાગ્યા..’યોગેશ…આવી…ગયો..!’

 આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.. 

મે 18, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

ધાવણની લાજ !

‘ બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં  પણ ઠો..ઠો  કર્યા કરો છો.ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું  જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે. ‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ  ખાઉં. ઉધરસ મટતી નથી..ઘર ગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી  નથી.ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી.મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

 

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં  શિક્ષિકા હતી.બહું પગાર પણ નહોતો.બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.                                            સર્વિસ સાથો સાથ  ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી  ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા. ..હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ!યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’ ‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં  ૧૨ વર્ષ  થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી.  નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ  મને મા તરીકે ગણતા  એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના  આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે  એમની લેક્સસ મને  ભેટમાં આપેલી.  હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો  તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈ પી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે..

મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એજ જુસ્સો..એજ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે ! મનમાં  તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં.  ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?  એને મારી કશી દયા આવી હતી ?  પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં  પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે.

મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા..  દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે  મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો  નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે.એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં  મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર  મારી બચતમાંથી હું  તને બે લાખ  રુપિયાનો ચેક  આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના  પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે. હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે.

સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા  મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી  મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

આપના પ્રતિભાવો  જરૂરથી આપવા વિનંતી.

ફેબ્રુવારી 25, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

મિલકતની ડાકણ !

કુટુંબના કપરા સંજોગોને લીધે હું ભણી ના શકી.માંડ માંડ એસ.એસ.સી.મિડિયમ ઈગ્લીશ સાથે પહેલા નંબરે પાસ થઈ.પિતાનું વાત્સલ્ય મેં પાચ વર્ષની ઉંમરે અને મમ્મી પણ પિતાના મૃત્ય બાદ છ મહિના બાદ આઘાતમાંજ દેહ છોડી પિતા પાસે જતી રહી.મા-બાપની છત્રછાયા વગર મામા-મામીના સહારે જીવવાનું હતું. તેમની પણ આર્થિક પરિસ્થિતી જરી પણ સારી નહી. મેં બાળ-મંદીરમાં એક શિક્ષિકા તરીકે નોકરી સ્વિકારી. મારાથી બને તેટલી મદદ મામા-મામીને કરતી.તેમને પણ કોઈ સંતાન નહોતું. મનેજ પોતાનું  સંતાન માની મોટી કરી.મુંબઈ જેવા શહેરની મોંઘવારીમાં જીવવું એટલી રેલ્વેની પાટા વચ્ચે ચાલવા સમાન હતું. મારા નસીબ જોગે મિતેશ  અમેરિકાથી લગ્ન કરવા આવ્યો હતો અને તેની પસંદગી મારા ઉપર હતી.મેં મામા-મામીની લાગણી-પ્રેમ અને એક એનોખા ત્યાગને લક્ષમાં રાખી  મામાને મેં લગ્ન કરવાની ના કહી.હું જતી રહું તો તેમનું કોણ ? હું જ તેમને માટે દિકરો કે દીકરી હતી. ‘બેટી,પહાડ સમા પિતાના હ્ર્દયમાંથી નીકળતી દીકરી જેવી સરિતાને  સાગર તરફ જતી હું કેમ રોકી કેમ શકું ? અમારા સ્વાર્થ માટે તારું જીવન અમો સ્થગીત કેમ કરી શકીએ ?  મારી દીકરી,અમારી નમ્ર વિનંતી છે કે હાથમાં આવેલી આ તક તું જતી ના કર.મિતેશ જેઓ મૂરતિયો મળવો મુશ્કેલ છે.અમેરિકામાં જન્મેલો. એમ.બી.એ. ભણેલો છે ઉપરાંત જોબ પણ સારી છે અમને ખાત્રી છે કે તને એ જરૂર સુખી કરશે. બસ તું હા પાડી દે.’           મામા-મામીને મેં ઘણી આના-કાની કરી પણ તેમની લાગણીને અંતે મારે માન આપવુંજ રહ્યુ.

આજ કાલ કરતાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં.નીશા અને સંદીપ બે સુંદર સંતાનો છે. હું પણ અહીં આવ્યા બાદ કોલેજ કરી બી.એ ડીગ્રી મેળવી.બબ્બે વર્ષે મામા-મામીની મુલાકત લઉં છું મિતેશ ખુદ અવાર-નવાર મામાને આર્થિક મદદ કરે છે તેનું મને ગૌરવ છે.મામા-મામી આ ભવના મારા માતા-પિતા છે, જેમણે મને કદી પપ્પા-મમ્મીનું મોત ક્યાં સંજોગોમાં થયું તેની  સાચી વાત કદી કરેલ નહી.બે વર્ષ પહેલાં જ્યારે હું ભારત ગઈ ત્યારે મામાએ કહ્યું. ‘બેટી. અમો હવે વૃદ્ધ થયાં છીએ અને અમો કેટલું જીવીશું તેની અમને ખબર નથી.તારા પપ્પાને બહુંજ  સારો બિઝનેસ હતો અને એ સમયમાં તેઓ બહું જ શ્રીમંત વ્યક્તિ તરીકે ગણાતા.વિશ્વાસની સહારે ચાલતી હોડને વિશ્વાસ કરતાં હોડને હલેસા મારતા આ માનવી ક્યારે એને ડુબાડી દેશે તેની કોઈને પણ ખબર પડતી નથી.લાખોનો ધંધો એક દમ પડી ભાંગ્યો. ભાગીદારોનો દગો અને સંપતી  હડપ થઈ ગઈ. આવા કપરા આઘાતમાં તારા પિતાને એટેક આવ્યો. અને તેનાજ આઘાતમાં તારી મમ્મી પણ ઈશ્વરને પ્યારી થઈ ગઈ !. તું નાની હતી મેં તારા વતી કોર્ટમાં કેસ કર્યો.પણ મુદત ઉપર મુદત. કદી પણ ફેંસલો આવ્યો નહી.વકીલો પૈસા ચાવતા ગયાં.કેસ લંબાવતા ગયાં. આજ કાલ કરતાં ૨૦ વર્ષ થવા આવ્યાં.પણ હજું એક કોડી આપણાં હાથમાં આવી નથી. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે એકદમ આભી બની ગઈ.આંખમાં આંસુ આવી ગયા…

૨૬ વર્ષબાદ મુંબઈથી અમારા વકીલ સુમિત શાહનો ફોન આવ્યોઃ  ‘પરેશાબેન, તમને  અભિનંદન. આપણાં કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે અને આપણે કેસ જીતી ગયાં છીએ..તમો  કરોડોનો મિલકતના માલિક બની ગયાં.’

કરોડો મિલકતના માલિક ? કરોડોની મિલકતેજ મારા પિતાને મોતને ઘાટ ઉતાર્યા! મારું પિતાનું  વાત્સલ્ય છીનવી લીધું. માની મમતા છીનવી લીધી હવે હું એ કરોડોની મિલકતની ડાકણને ઘરમાં સંઘરીને મારા આત્માને મારા માતા-પિતાના આત્માને ઠેસ પહોંચાડવા માંગતી નથી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

ડિસેમ્બર 4, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

સજ્જન સંત ?

‘સૌરભભાઈ જેમને નાનું બાળકથી માંડી ગામના સૌ   વ્યકતિ ‘અંકલ સેમ’થી ઓળખે અને સૌના હ્ર્દયમાં ઘર કરી એક અલૌકિક
ભાવના અને નિસ્વાર્થ પ્રેમની જ્યોત જગાવી સ્વર્ગ સિધાવી ગયાં.પણ ખરેખર એ  ગયાંજ નથી.એક એકના દિલમાં વસી ગયેલી વ્યક્તિ કદી મરતીજ નથી.એની પ્રમાણિકતા,અતુટ પ્રેમ-ગંગા, સૌ પ્રત્યે એક સરખી લાગણીની સરિતા, નિસ્વાર્થ માનવ સેવા આ બધા એમના સદગુણો  હતાં . સદાય આપણને યાદ રહેશે .  એમની મહાનતા એક યાદ રૂપી મંદીરમાં સદેવ એક અમર જ્યોત બની જલતો રહેશે. મારા કર્મચારી  કરતાં ‘ મિસ્ટર સેમ’ મારા પિતા સમાન હતાં મે એક  પિતા ગુમાવ્યા છે. આજ ફ્યુનરલમાં  એમને ચાહનારા ૨૦૦થી ૩૦૦ સ્ત્રી અને પુરુષો આખરી વિદાય આપવા હાજરી આપી હતી. હું એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો ગળગળો થઈ મારી ખુરસી પર બેસી ગયો

સૌરભભાઈ  ૨૦ વર્ષથી મારી મોટલ “હાઈવે હેવન”મા મેનેજર તરીકે જોબ કરતાં હતાં. વૉશિંગ ડીસીથી અહીં ટેક્ષાસમાં મુવ થયા હતાં . એમના કમનસીબે  એમની પત્નિ કાર એકસીડન્ટમાં મૃત્યું પામી હતી. એકલાં પડી ગયાં! જ્યારે તેમણે મને એમના કુટુંબ વિશે વાત કરી મને અરેરાટી થઈ ગઈ હતી.મેં એમને જોબ આપી. આ દુઃખી જીવડાને મેં કદી કોઈ એમનાં કુટુંબ વિશે આગળ ચર્ચા કરી એમને દુઃખ ના થાય તેની તકેદારી રાખી હતી.એમનો માયાળું  તેમજ હસમુખા સ્વભાવને કારણે  એ આવ્યા બાદ મારી મોટલ બહુંજ સારી ચાલવા લાગી. મારી મોટેલ હાઈવે-૧૦ પર હતી અને અમારા ગામની વસ્તી માત્ર ૫૦૦૦નીજ હતી.મારા કરતા પણ અંકલ સેમ(સૌરભભાઈ)ને સૌ વધારે ઓળખતા હતા.
એ એટલાજ પ્રમાણિક હતાં કે મારે કેશ-બીઝનેસ કે કોઈ પણ હિસાબમાં  કદી કોઈ ગોટાળા  કરતા નહી.તેમજ એક પણ પૈસો ખાવાની આદત પણ નહી.એમનો હિસાબ સો ટચ સોના જેવો ચોખો. બધુંજ કામ જાતે કરે. મારો બિઝનેસ એમનેજ લીધે ઘણો સારો એવો વધી ગયો મે અમનો પગાર વધારી આપ્યો તો કહેઃ’ ‘ના મને જે પગાર મળે છે તે મારા માટે પુરતો છે અને મારે કોઈ-આગળ પાછળ છે નહી તો વધારે પગાર લઈને હું શુ કરીશ ?’  આવા કર્મચારી મોટેલ બીઝનેસમાં મળવા મુશ્કેલ છે.કોઈવાર મોટલમાં રૂમ સાફ કરવા એમ્પલોઈ ના આવે તો એ ખુદ રૂમ સાફ કરી નાંખે! દિવાળી-કે  ક્રિસમસમાં સૌ બાળકોને ગીફ્ટ આપવાનું તેમજ કેન્ડી આપવાનુ કદી પણ ભુલે નહી.નર્સિંગ હોમમાં જઈ સૌને  ક્રિસમસ ગીફટ આપે. આપણા સૌ ઈન્ડીયનથી માંડી  એમરિકનમાં એ માનીતા..અંકલસેમ.. સૌને માટે એક ફરિસ્તા સમાન અને એક સીધા-સાદા સંત હતાં.

“UNCLE SAM” I am sorry to let you know that your blood test result came  positive and you have prostate cancer. Doctor McDonald said.(ડો.મેક-ડોનાલ્ડે કહ્યું..મિસ્ટ સેમ તમારું..લોહી તપા સતા ખબર પડી છે કે તમને પ્રોસ્ટેટ કેન્સર છે). ત્યારે સૌરભભાઈએ ડોકટરને હસતાં હસતાં કહ્યું કહ્યું હતું.  ‘ડોકટર સાહેબ હવે ૬૫ થયાં. સંધ્યાની સવારી પાછળ યમર્ની યાત્રા આવે તો હવે તો વધાવવીજ જોઈએને ? મને પણ ઘણોજ આઘાત લાગ્યો..કેન્સર હોવા છતાં રોજ સમસર પોતાની ફરજ પર હાજર હોય.માત્ર ઑપરેશન સમય પછી ડોકટરના કહ્યાં મુજબ માત્ર ત્રણ વીક આરામ કરી પાછા..મોટેલ સંભાળવા લાગ્યાં..મે ઘણીવાર કહ્યુ હતું કે સૌરભભાઈ આપણે એક આસિટ્ન્ટ મેનેજર રાખી લઈએ જેથી તમને થોડો બ્રેક મળી જાય.   ‘ ના ના  આવા કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી..મને હવે ઘણુંજ સારૂ છે.’ અંદરથી ઘણીજ પીડા થતી હશે પણ હંમેશા એમનુ મોં હસતું જ હોય !
કેન્સર  બાદ માત્ર છ મહિનાંમાંજ ઈશ્વરને વ્હાલા થઈ ગયા! એમના સ્વર્ગવાસને આજ  ત્રણ મહિના  થઈ ગયાં પણ એમની ખોટ અને યાદ મોટેલની એક એક રૂમમાં ‘અંકલ-સેમ”ના પડઘા પાડતી પથરાયેલી છે.મને પણ એમના જેવી બીજા વ્યક્તિ મળી નથી. એ  વિચારોમાં હેલ્પ-ડેસ્ક પર બેઠો હતો ત્યાં ત્રણ જણ એક પૉલીસ ઓફીસર અને એમની સાથે પ્રાઈવેટ ડ્રેસમાં એફ.બી.આઈના ઓફીસર આવ્યા અને તેમનું આઈ.ડી બતાવી  મને કહ્યું.
‘અમને ખબર પડી છે કે મિસ્ટર અંકલ સેમ.અહી કામ કરે છે.’ ‘ પણ એ તો…’  હું આગળ બોલું તે પહેલાંજ તેમણે કહ્યું..”અંકલ સેમ”(સૌરભ) એ એમનું બનાવટી નામ છે..એમનું સાચું નામ…”શ્યામલાલ સોમાણી” અને અમો તેમને છેલ્લા વીસ વર્ષથી શોધી રહ્યાં છીએ…..કેમ ? …. તેમની પત્નિના ખુનના આરોપ માટે!!! …શું એક માનવતાવાદી સંત જેવા  સજ્જન આવું  કૃત્ય કરી શકે ? શામાટે ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

નવેમ્બર 10, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

મારા ડેડી(મારા પિતા)

i love my dad

‘મૉમ, તમે લોકો મને કદી પણ સમજી નહી શકો. બહુંજ જુના વિચારોમાં પડ્યા પાથર્યા રહો છો..નવી દુનિયાનું તને અને ડેડીને કશું ભાન પડતું નથી. મારી સ્કૂલમાં મારા ફ્રેન્ડ્સ પાસે હું સાવ ચીપ(સસ્તી-કજુંસ) લાગુંછુ, તેનું  તને કશું ભાન પડે છે ? તમે બસ મારા બધાજ ડ્રેસ અને વસ્તું “કે-માર્ટ”સ્ટોર માંથીજ લઈ આવ્યો છો..’બેટી.મારા અને તારા ડેડીની કોઈ   એવી મોટી આવક નથી કે કોઈ મોટા  ખર્ચાળ ડિપાર્ટમેન્ટમાંથી વસ્તું લાવી શકીએ.આપણને કોઈ ખોટો દેખાવ કરવો પોસાઈ તેમ નથી.’

આ દલીલ મારા પેરન્ટસ સાથે રોજની ચાલતી.તેઓ હંમેશા વસ્તું સેલમાં હોય તેની રાહ જુએ અથવા ૫૦% કે ૭૫% ટકા કોઈ વસ્તું સેલમાં આવે ત્યારેજ લે અને એ પણ કે-માર્ટ સ્ટોરના સ્પેસિયલ બ્લુ-લાઈટ સેલમાં, મને તેઓની સાથે શૉપિંગ કરવા જવુંજ ના ગમે, બધી વસ્તું બહુંજ સસ્તી  લઈ આવે..

‘ટીન-એઈજ અવસ્થાજ  એવી છે જેના હોર્સ(ઘોડા)ને કોઈ લગામ હોતી નથી.’    હું મીડલ-સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ હાઈસ્કુલમાં જવાની હતી અને સ્કૂલમાં ગ્રેજ્યુએશન સાથે સાંજે પાર્ટી હતી.હું અને મમ્મી બન્ને શૉપિંગ-મોલમાં ગયાં.ત્યાં સ્પેસિયલ નાનો સ્ટોર હતો જેમાં મને  ગ્રેજ્યુએશન પાર્ટી માટે ડ્રેસ બહુંજ ગમી ગયો અને સાથે મેચીંગ શૂઝ જેની કિંમત ૫૦ ડોલર્સ હતી મમ્મીને મેં જીદ કરી કે મારે બસ આજ ડ્રેસ લેવો છે. મમ્મી એ કહ્યું. ‘ બેટી ડ્રેસ ઘણોજ મોઘો છે..આપણને પોસાઈ નહીં. મે કહ્યું.
‘Mom, you are very cheap. you are always buying from cheap store and cheap items.look at my friends, they are always buys from expensive store and expensive dresses. what are you  doing for me ?(મમ્મી, તું બહુંજ કંજુસ છો,તું હંમેશા બધુંજ સસ્તું વસ્તું આલતું-ફાલતું સ્ટોર માંથી લાવે છે.મારી બહેનપણી જો..તેઓ હંમેશા સારામાં સારી કિમતી જગ્યાએથી કિમતી વસ્તુઓ લાવે છે.તું મારા માટે શું કરે છે?’)

‘બેટી, અમારે તને તેમજ  રિન્કુ અને રીટા સૌને  સારી કોલેજમાં ભણાવાના છે તેથી  એના પૈસા પણ બચાવવા પડે. અને અમારા બન્નેની એવી  કોઈ સારી આવક નથી કે બધી વસ્તુ અમને પરવડે.’

હું રડી પડી.મમ્મી ઉપર બહુંજ ગુસ્સે થઈ ગઈ..ઘેરે આવી મમ્મી સાથે કશું બોલી પણ નહી અને સીધી મારા રૂમમા જતી રહી..
સાંજે  ડેડી આવ્યા..હું તેમની સાથે જલ્દી જલ્દી જમી, કોઈની સાથે બોલ્યા વગર પાછી મારા રૂમ માં જતી રહી.

મમ્મી, ડેડી બન્ને એના રૂમમાં સુવા ગયા.તેમની બાજુંજ મારો બેડરૂમ હતો. તેમને એમ કે હું સુઈ ગઈ છું પણ હું અપસેટ હતી તેથી જાગતી પડી હતી.એમની વાતો મેં સાંભળી

‘ કવિતા, આજે ટીનુ કેમ અપસેટ છે ?  ‘ ટીનુ અને અમો બન્ને શૉપીગ-મોલમાં ગયાં હતાં અને ટીનુ ને ગ્રેજ્યુએશન્માં ૫૦ ડોલર્સનો ડ્રેસ લેવો હતો અને મેં ના પાડી કે કહ્યું કે આપણને એ પોસાઈ નહીં.બસ આ ઉંમરજ એવી છે કે  આપણી આર્થિક પરિસ્થિતી સમજીજ નહી શકે.આપણે  તેણીનો તેમજ બીજી બે દીકરીઓનો  કોલેજનો ખર્ચ કાઢવા  થોડી આવકમાં કેટલા કરક્સરથી રહીએ છીએ.તમો અને હું  આપણાં કપડા સ્ટોરમાંથી સસ્તામાં સસ્તા લાવીએ છીએ.

‘કવિતા, ટીનું આપણી મોટી દીકરી છે, કાલ સવારે પરણીને સાસરે જતી રહેશે, દીકરીની લાગણી દુભાવવી  સારી નહીં. મેં બે-દિવસ પહેલાં બ્લુ-લાઈટમાં ત્રણ શર્ટ્સ  અને બે પેન્ટ લીધા છે જે તું કાલે પાછા આપી દેજે અને જેના ૪૦ ડોલર્સ પાછા આવશે અને બાકીના મારા લન્ચ-મની માંથી ૧૦ ડોલર્સ લઈ લે હું બે દિવસ ઘેરથી સેન્ડવીચ લઈ જઈશ પણ ટીનુંને  તું  ખુશ કર . મારે તેણીના આસું જોઈ શકાતા નથી. ‘ પણ તમે કેટલા જુના શર્ટ અને પેન્ટ પહેરો છો..ઓફીસમાં….
હની..તેની તું ચિંતા ના કર…’

બીજેજ દિવસે મારો ફેવરિટ ડ્રેસ મમ્મી અને હું લઈ આવ્યા…હું બહુંજ ખુશ થઈ ગઈ…ડેડીએ પોતાના કપડા પાછા આપી દીધા તેનો મને કશો ક્ષોભ કે દુઃખ આ ટીન-એઈજ ઉંમરે ના થયો જેટલો આનંદ મને મારો ડ્રેસ મળવાથી થયો!

હું અને મારી નાની બે બહેનો સૌ સારું એવું ભણ્યાં.મારા મમ્મી-ડેડીએ  અમોને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી, શું  કર્યું ? એ અમોને કશી ખબર નથી..બન્નેની ઈન્સ્યુરન્સ કંપનીમા  ક્લેરિકલ જોબ હતી એ અમોને ખબર હતી..

મેં કમ્પુટરમાં માસ્ટર કર્યુ અને આજે મારે કમ્પુટર સોફ્ટવેરનો બીઝનેસ છે અને મારો પતિ રિચર્ડ પોતે  એક મોટી પ્રાઈવેટ ફર્મમાં પ્રેસીડેન્ટ હતો.મેં  રિચર્ડને કહ્યું. Richard, I wanted to buy B.M.W. for my parent’s 40 marriage anniversary and this is going to be best gift for them from us.( રિચર્ડ, મારા મમ્મી-ડેડી ની ૪૦મી લગ્નની તીથીમાં  હું તેમના માટે બી.એમ.ડબ્લ્યુ(કાર).લેવા માંગુ છુ, આ તેમના માટે સારામાં સારી કિંમતી ભેટ આપણાં તરફથી હશે.)’ ‘ Honey, ofcourse!They deserve the best…just do it darling and surprise them..( દિલેજાન, જરૂર,,તેઓ માટે જેટલું કરી એટલુ  ઓછુ છે..પ્રિયે…ચાલ  આવી કિંમતી ભેટ  આપીશું તો નવાઈ પામશે)…

૪૦ એનિવર્સરી ના દિવસે ૩૦૦ મહેમાનોની હાજરીમાં ૪૦,૦૦૦ ડૉલર્સની કિમતી કારની ચાવી મમ્મી-ડેડીને અમોએ આપી. મમ્મી-ડેડીની આંખમાં હર્ષના આંસું સરી પડ્યા. ‘ દીકરી, અમારાથી…’ એ કશું આગળ બોલે તે પહેલાં હું તેમને ભેટી પડી..મારી આંખમાંથી  પણ આંસુ સરી પડ્યા..પણ એ મારા આંસું  મને કહી રહ્યાં હતાં.  ” ટીના, યાદ છે ?૨૫ વર્ષ પહેલાં તારા ગ્રેજ્યુએશના  ડ્રેસ માટે  ડેડીએ   પોતાના માટે લીધેલા ૪૦ ડોલર્સ શર્ટસ અને પેન્ટ પાછા આપ્યા અને ઘરેથી સેન્ડવીચ લઈ ચલાવી લીધું એ નિરાપેક્ષીત પ્રેમની ગંગા અને સંપૂર્ણ સર્મપણ પાસે આ તારી ૪૦,૦૦૦ કારની કિંમત શું ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી  આપશોજી.

નવેમ્બર 3, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

પશ્ર્યાતાપના આંસુ !

યુ.એસ.એ.માં  ચાલી રહેલ રિસેશનમાં રિતેશ અને રજની બન્નેની જોબ જતી રહી. છ મહિના પહેંલાંજ શિકાગોના નોર્થ-બ્રુક એરિયામાં ઘર લીધું અને ઘરનો હપ્તો મહિને $ ૧૫૦૦.ડોલર્સ હતો. થોડી બચત હતી તેમાંથી ૨૦ ટકા ડાઉન-પેમેન્ટમાં આપ્યા હતાં. બીજી બાજું એકની એક દીકરી મિતાલી ને પહેલું વર્ષ કોલેજનું હતું. કોની પાસે હાથ લાંબા કરવા ? છતાં મજબુરીથી તેમના બે-ત્રણ મિત્રોને થોડા સમય માટે પૈસા ઉધાર માંગવા ફોન કર્યા. મિત્રોએ બહુંજ મીઠાસથી જવાબ આપ્યા.

“રિતેશ, હું તને જરૂર મદદ કરત પણ જોને મારે મારા મમ્મી-ડેડીને  હમણાંજ   ઈન્ડિયા પૈસા મોકલવા પડ્યાં… ‘

મેં જોને યાર બે દિવસ પહેલાંજ પૈસા ત્રણ વર્ષની સીડીમાં  મુકી દીધા…નહી તો તને આવા સમયે   જરૂર મદદ કરત. છતાં કોઈ કોઈ કામ-કાજ હોય તો જરૂરથી જાણ કરજે.’

સૌ મિત્રોની મીઠી જબાનમાં માત્ર  ખોટી મીઠાસ હતી, હકિકત નહીં !

‘રજની, મને જાણવા મળ્યું છે કે મિતાલી કૉલેજમાં નથી જતી.’

‘હા મને પણ થોડી ગંધ તો આવી છે.  ‘તેણી ઘણીવાર મોડેથી આવે છે અને કપડામાંથી સ્મેલ આવે છે.’

‘આપણી ડાહી દીકરી આવા રવાડે ચડી ગઈ હશે ? એ ડ્રીન્ક લેતી હશે.?  શું કરવું ? એક બાજું આપણાં બન્ને ને જોબ નથી અને સાથો સાથ  ઘર ચલાવવાની ચિંતા ! એકની એક છોકરી અને આવા ખરાબ રસ્તે ચડી જાય તો આપણે તો કઈના ના રહીએ!’

‘ જો આપણે ત્રણ મહિના ઘરનો હપ્તો નહી ભરીએ તો ઘર ફોર-ક્લોઝરમાં જતું રહેશે અને આપણે રસ્તા પર આવી જઈશું!’

‘ એ બધું તો ઠીક હની, પણ મિતાલી ભણવાનું છોડી આવા ગેરમાર્ગે ચડી જશે તો મારું અમેરિકા આવી દીકરીને ડોકટર બનાવી એનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવાનું સ્વપ્ન ભાંગીને ભુક્કો થઈ જશે.’

‘ મને તો લાગે છે કે તેણીને કોઈ ખરાબ સોબત મળી ગઈ છે.’   ‘મને તો બીક લાગેછે એ કોઈ ડ્ર્ગ્ઝમાં ફસાઈ ના જાય!’

‘ મારે આજ તો વાતનો ફેંસલો લાવવોજ પડશે!   હું આવું કદી પણ નહીં ચલાવી લઉ.’

‘રિતેશ  ,  તું  ગુસ્સે થઈ જાય છે ત્યારે તને કશી વાતનો ખ્યાલ નથી રહેતો. ગુસ્સેમાં આવી છોકરી પર હાથ ઉગામવા જતાં સો વખત વિચાર કરજો.એક માંથી બીજી ઉપાધી આવી પડશે અને એ જો પૉલીસને ફોન કરશે તો  પૉલીસ તને હાથકડી પહેંરાવી જેલ ભેગો કરી દેશે!’

‘  જે થવાનું હોય તે થાય..હવે હું સહન નથી કરવાનો! આજ રાત્રે એને આવવા દે..વાતનો ફેંસલો કરી દઉ કે મારા ઘરમાં રહેવું હોય તો હું આવી ચાલ-ચલગત નહીં ચલાવી લઉ.’

રાત્રીને એકના ટકોરે ઘરનું ગરાજ ખોલવાનો અવાજ આવ્યો. રિતેશ અને રજની બન્ને લીવીંગ રૂમમાં જાગતા બેઠાં હતાં.  રિતેશનો ગુસ્સાનો પારો વધવા લાગ્યો..મિતાલી ગરાજમાં પાર્ક કરી રસોડનું બારણું ખોલી ઘરમાં આવી!

‘ હાય, મૉમ, હાય  ડેડ!   હજું સુધી તમો જાગો છો ?’

હા..તે જ અમારી ઊંઘ હરામની કરી દીધી છે.’   રિતેશ, તાડુકી ગમે તેમ બોલવા લાગ્યો! ‘

  ‘ડેડ, ધીરે! ધીરે..નેઈબરમાં કોઈ જાગી જશે!’.

   ‘બહું ડાહી થા મા…તું   સમજે છે કે અમને કશી  ખબર નથી ?  તે કોલેજ છોડી દીધી છે એ બધી અમને ખબર છે અને તારી ચાલ ચલગત …’
  ‘Dad, Please do not say anything more.Don’t you trust your own daughter ?  yes,  I did drop my college for this year.  Dad,here is two checks of $3000.oo dollers..I am working full-time and also part-time to help you.(‘ પપ્પા, મહેરબાની કરી હવે એક શબ્દ પણ નહી બોલતા,તમને તમારી પોતાની દીકરી પર વિશ્વાસ નથી ? હા , મેં જરૂર આ વર્ષે કોલેજ છોડી દીધી છે..આ રહ્યા ૩૦૦૦ ડોલર્સના ચેક, હું ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ જોબ કરૂ છું. પપ્પા તમને  મદદ કરવા)…મેં તમને આ વાત નથી કરી બસ એજ મારી  ભુલ છે. ‘

કહી ચુપચાપ પોતાના રૂમમાં દોડી ગઈ.

મૌન ભાવે રિતેશ અને રજની પશ્ર્યાતાપના આંસુથી ભીંજાઈ ગયા!

આપનો અમૂલ્ય  પ્રતિભાવ જરૂરથી  આપશો.

ઓગસ્ટ 8, 2011 Posted by | લઘુકથા, વાચકને ગમતું | 6 ટિપ્પણીઓ

લીના બહાર ના આવી !

I am doing her babysitting since she was six months old and she is a such beautiful, smart & sweet talking Angel .(  એ છ મહેનાની   હતી ત્યારથી હું તેણીની સંભાળ રાખુ છું.તેણી સુંદર, હોશિયાર અને વાત કરવામાં બહુંજ મીઠડી પરી  છે.). તેણીના મા-બાપ મીસીસ ભટ્ટ અને મિસ્ટર ભટ્ટ બન્ને ડૉકટર છે.અમારો સંબંધ માત્ર નેની તરીકે નથી અમો અવાર-નવાર બેકયાર્ડમાં BARBEQUE(ફળીયામાં ચુલાની રસોઈ) કરીએ ત્યારે અચુક એકબીજાને બોલાવી વીકએન્ડ(શની-રવી)માં લન્ચ કે ડીનર માટે ભેગા થઈએ.I am single & divorce woman , got my divorce two times with my two alcoholic husbands and decided to live without getting married and never had any children. I am retired police  officer.( હું એકલી , બે વખત મારા દારૂના બંધાણી પતિ સાથે છટ્ટા છેડા પછી નક્કી કરેલ કે ફરી લગ્ન નહી કરું, એકલીજ રહીશ અને મારે કદી બાળકો થયા નહોતા. હું  નિવૃત પોલીસ ઓફીસર છું).જ્યારથી લીનામારે ત્યાં બેબી સીટીંગ માટે  આવે છે ત્યારેથી મને એમજ લાગે છે કે મારું પોતાનું બાળક છે અને મારી પોતાની છોકરીની જેમ રાખું છું.

“Mrs.Brown, can you teach me how to make pasta, and macaron i?”     “Yes, Leena, now you are 10 years old and it would be nice to learn about cooking.and it’s good start. I think that your parents would not mind but still I need your parents permission to do that.”( મીસીસ બ્રાઉન, તમે મને પાસ્તા અને મેકરોની બનાવતા શિખવાડશો ? હા, લીના તું હવે ૧૦ વર્ષની થઈ અને હવે રસોઈ બનાવતા શિખવી એ સુંદર કામ કહેવાય, એ સારી શરૂઆત છે.હું ધારૂ છું કે તારા મા-બાપને વાંધો ના હોય છતાં મારે તેમની રજા લેવી જરૂરી છે).

મીસીસ ભટ્ટે હા પાડી અને મેં તેણીને ધીરે ધીરે
બહુંજ સાવચેતથી ઘણીજ  સહેલાયથી બનાવી શકાય તેવી રસોઈ સાથે કુકી, બિસ્કીટ બનાવતા શિકવાડી દીધુ.લીના પણ એટલીજ હોશિંયાર કે તેણીને શિખતા વાર ના લાગી.

ક્રીસમસને  માત્ર પંદર દિવસ  બાકી હતાં , હું અને લીના સાથે મળી ઘરમાં ક્રીસમસ ટ્રી  મુક્યું.  સ્નોની પડવાની શરૂઆત થઈ ગઈ હતી.આમેય શિકાગોમાં ઠંડીની ઋતુ વહેલી આવે છે.મારી ઉંમર ૮૨ થવા આવી છતાં ઉપરવાળાની મહેબાનીથી હજું જાતે રસોઈ અને ઘરકામ કરી શકું છુ.  મને ઈન્ડીયન ફુડ બહુંજ ભાવે છે,  થોડું સ્પાઈસી હોય પણ ખાવાની મજા આવે.ઘણીવાર મીસીસ ભટ્ટ, પુલાવ,બટરચીકન,નાન અને સ્વીટમાં ગુલાબ જાબું આપી જાય અને તેઓ મારું ઘણુંજ ધ્યાન રાખે છે. મને એક મા તરીકે  સનમાન આપે છે.  લીના પણ બાર વર્ષની થઈએ એટલે એ પણ કાયદા પ્રમાણે એકલી રહી શકે . મારે હવે લીનાનું બેબીસિટીંગ નહોતું કરવાનું. છતાં ઘણીવાર સ્કુલેથી ઘેર બેકપેક મુકી મારા ઘેર આવે.અને અમો બન્ને બેસી કોફી અને  હોમમેઈડ ગરમ ગરમ કુકીનો આસ્વાદ સાથે માણીએ.
ઉંમર સાથે રોગ વગર આમંત્રણે આવે!  THYROID  (થાયરોડ)ના પ્રોબલેમને લીધે મારું શરીર ઘણુંજ વધી ગયુ.૨૫૦ પાઉન્ડ.હું વ્હીલચેરમાં આવી ગઈ.ઈલેક્ટ્રીક વ્હીલચેરમાં ઘરમાં ફરતી અને માંડ માંડ મારા પુરતી રસોઈ બનાવી લેતી.સાંજે વેધર સારૂ હોય ત્યારે મારા સબ-ડિવીઝનમા પાર્ક સુધી જતી.

આજ સવારથીજ માઈનસ ૧૦ ડીગ્રી ટેમ્પ્રેચર હતું અને આખી રાતમાં ૧૨ ઈન્ચ સ્નો પડેલ અને ટી.વીમાં સમાચાર આવ્યા કે આજે શિકાગોની બધી સ્કુલ  ભંયકર ઠંડીને લીધે બંધ રહેશે.મેં લીનાને ફોન કર્યો. “Leena,can you come down to my house and we can have lunch together and have a good time?  Sure,what can we have for lunch Mrs.Brown? your favorite item, Chicken pasta and salad..wow! let me call my mom and get OK from her  then  I will be there!”  (લીના,તું મારા ઘેર આવી શકે ? આપણે સાથે લન્ચ લઈ, આનંદ કરીએ.જરૂર,આપણે લંચમાં  શું જમવાના છીએ?..તારું ભાવતું ! ચીકન પાસ્તા,સલાડ!
ઓહ..મારી મમ્મીને ફોન કરી રજા લઈ લવુ પછી હું તુરતજ  આવી…)..હા પણ ઠંડી બહુંજ છે તેથી હેવી જેકેટ,સ્નોહેટ,સ્નો શુઝ બધું પહેરીને આવજે…ઓકે મિસીસ બ્રાઉન…)

લીના આવવાની હતી મેં  ફાયર-પ્લેસ પણ ચાલું કર્યું અને ક્રીસમસ સોન્ગની સીડી મુકી..પાસ્તા કાઢી ,તપેલીમાં પાણી,મીઠુ અને ઓલીવ ઓઈલ મીક્સ કરી સ્ટવ પર મુક્યું અને સલાડ કાપવા બેસી…”ઓહ માય ગૉડ! ફાયર પ્લેસના બળતા લાક્ડામાંથી મોટો કટકો કારપેટ પર!”    વ્હીલચેર સાથે ઝડપથી ગઈ તો સોફા સાથે એવી અથડાઈ કે હું પડી ગઈ. કારપેટ વધારે બળવા લાગી.માંડ માંડ ઉભી થઈ લીનાને ફોન કર્યો, ૯૧૧ને જાણ કરી. એમ્બ્યુલન્સ અને ફાયરબ્રીગેડ આવે પેલા લીના આવી ગઈ.હું બહુંજ ગભરાયેલી હતી..”  Miss brown , let get out from here, fire is spreading everywhere right now..”  (”  મીસ બ્રાઉન,જલ્દી અહીંથી બહાર નીકળી જઈએ…અગ્ની-જ્વાળા ચારે કોર વધતી જાય છે.) લીવીંગરૂમમાંથી  મારી વ્હીલચેર ઝડપતી  દોડાવી.ઈલેકટ્રીક વ્હીલચેર એની લિમિટ કરતાં વધારે  ના જાય! માંડ માંડ ઘરના દરવાજા પાસે પહોચે એ પે’લા મારી વ્હીલ ચેરને લીનાએ જોરથી ધક્કો  માર્યો….! હું  ગભરાય ગઈ..પડતી પડતી રહી ગઈ! પણ ઘરની બહાર આવી ગઈ..ફર્ન્ટ-યાર્ડમાં..એક ભંયકર ચીસ  બહાર આવી પણ લીના બહાર ના આવી…!!

આપને વાર્તા ગમી ? આપનો અભિપ્રાય જરૂર્થી  આપશોજી.

જુલાઇ 5, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

એક અભણ-ગમાર માણકી !

‘માણકી આ તને શું થઈ ગયું ? મોઢા પર આટલા ઉજરડા અને આંખો સુઝી ગઈ છે.’ ‘ આન્ટી, શું કહું ગઈ કાલે મારો ધણી દારૂ ઢીચીને આવ્યો અને કહે કે મારે ભજીયા ખાવા છે,અત્યારે અને અત્યારે બનાવ, ઘરમાં ચણાનો લોટ અને તેલ પણ નહીં,,પણ તેણે કશું મારૂ સાંભળ્યું નહી અને મારા નાના બે છોકરાની ભાળતા મને ઢોરની જેમ  ટીપી નાંખી, હું તો કંટાળી ગઈ છું પણ બાપની આબરૂ અને બે છાકરાને  લીધે એની સાથે વળગી રહી શું.

મારી પત્નિ દક્ષાએ મોઢા પર એન્ટીસેપ્ટીકની દવા દવા લગાડી અને સાથો સાથ બે ટાઈનીનૉલ આપી.

‘આન્ટી, તમારા દેશમાં પણ પુરુષો બૈરાને આવી રીતે  મારે?  ના…ત્યા તો બૈરા પર જો હાથ પણ લગાડે અને પોલીસને બોલાવે તો પોલીસ પુરુષને તુરત જેલમાં લઈ જાય.  અરે! આન્ટી આ તો સારુ, તો તો બધા પુરુષો સીધા થઈ જાય.’

હું અને મારી પત્નિએ ભાવનગર ઘર લીધેલ છે અને દર વર્ષ ત્રણ મહિના માટે રહીએ. વર્ષોથી અમારા ઘરના કામ માટે માણકી આવતી.કચરા પોતા, વાસણ અને કપડાબધું જ એ કરતી.ગરીબ હતી પણ ઘરમાં બધીજ કિંમતી વસ્તું પડી હોય , પણ કદી કોઈ ચોરી કે વસ્તુંને હાથ નથી લગાડ્યો! અમારા  બેડરૂમમાં  ૧૦૦૦-૨૦૦૦ રુપિયા રોકડ  પડ્યા હોય પણ  અમોને તેની કશી ચિંતા નહી .દક્ષાને માણકી શેઠાણી કહીને બોલાવે તે તેને ગમતું તેથી “આન્ટી’ અને અન્ક્લ કહેતા શીખવાડી દીધું.

આ વખતે અમો દિવાળી અહી કરવાના વિચારથી થોડા વહેલા આવ્યા..અમારુ પ્લેન હ્યુસ્ટનથી વાયા દુબઈ અને પછી અમદાવાદ અને અમદાવાદથી મારો મિત્ર સુરેશ તેના વેનમાં ભાવનગર લઈ ગયો.સુરેશે ઘર સાફસુફ કરાવી તૈયાર રાખેલ અને તેના ઘેર સવાર ચા-નાસ્તો કરી પછી અમો અમારે ઘેરે ગયાં ત્યારે પડોશી લત્તાબેન આવીને કહ્યું ; ‘તમારે ત્યા માણકી આવતીતી તે તો અત્યારે જેલમાં છે.’ ‘કેમ શું થયું? એના પતિનું એણે ખુન કર્યુ હતું…ઓ બાપરે !મારી પત્નિથી બોલી ઉઠી..મેં કહ્યું એના છોકરાનું શું? ..  “રખડી ખાઈ છે.લત્તાબેન તુરત જ બોલ્યા.
મે અને મારી પત્નિએ તેના બાળકોના ભણવાની  વ્યવસ્થા તેમજ ઘર ચલાવાની જવાબદારી લીધી અને મારા એકાન્ટમાંથી  મહિને નિયમિત પૈસા મળે તેની જવાબદારી મારા મિત્ર સુરેશને આપી..

‘અન્ક્લ,આન્ટી, તમારી મહેબાનીથી આજે હું મિકેનિકલ એન્જીનયર થયો અને મહિને ૧૫૦૦૦ રુપિયાને જોબ પણ મળી ગઈ.માણકીનો મોટો પુત્ર  છગન  અમોને પગે લાગતાં બોલ્યો. બસ, તું ભણ્યો તેનું અમોને ગૌરવ છે પણ તારો નાનોભાઈ મગન ? એને કમ્પુટર એન્જીનયરનું કરે છે..પણ અન્કલ હવે એની જબાદદારી હું લઈશ અને એને ભણાવીશ..
‘ છગન, ભાઈ પ્રત્યેની તારી  ભાવના  સાંભળી મને ઘણોજ  આનંદથયો.પણ તારી મા ?’  ‘ હજું એ જેલમાં છે. અમો બન્ને ભાઈઓ મહિનામાં બે વખત મળવા જઈએ છીએ.અને જેલર  જેઠવા સાહેબ કે’તા હતા કે તેણીની સારી વર્તણુંક ને લાધે  મારી માને એકાદ મહિનામાં જેલમાંથી છૂટી કરવાના છે.’

‘અન્કલ,  મારા છોકરાનું તમે ધ્યાન નો રાખ્યું હોત તો એ રસ્તા પર ભીખ માંગતા હોત! જેલમાંથી છુટી  મગનને લઈ એ સીધી મારે ઘેરે આવી. આન્ટી, હવે છગન સારા એવી પૈસા કમાય છે એથી મને વૈતરા કરવાની ના પાડે છે પણ મે  તો તેને કહી દીધું કે આન્ટીને ત્યાં તો હું મરીશ ત્યાં સુધી કામ કરીશ.’ મારાથી પુછાય ગયું.. ‘પણ તે તારા ધણીનું ખુન…’

‘ અન્કલ, દિવસે, દેવસે મારા ધણી ભીખલાનો ત્રાસ વધતો જતો હતો, ઘણીવાર મને મારપીટ કરી  કહી દેતો..’તું  ખરાબ ચાલની છો.પેલા જીવલા સાથે રખડીખાય છે..જો તમને કહી દઉ છું હું બધું સહન કરી લઈશ પણ મારી ચાલ ઉપર ખોટા આરોપ ના લગાડો નહી તો… તો..તું શું કરી લઈશ? જીવલા સાથે ભાગી જઈશ? જા જા ભાગી જા મને તો ઘણી મળી રે’શે..કુલટા!

‘ મને કુલટા કો’શો..તમે તો  સાવ હરામી શો..એનું  તમને ક્યાં ભાન શે!! શું કહ્યું! મને તું ….ખીચ્ચામાંથી લાંબુ ચપ્પુ કાંઢ્યું અને મારી પર ઘા કરવા દોડ્યો..હવે તો તારો ફેસલો લાવી દઉ! મારો  મોટો છોકરો વચ્ચે પડ્યો…બાપા..ખબરદાર, મારી મા પર હાથ ઉગામ્યો છે તો…તો તું શું કરી લઈશ…?  મોટા છોકરાએ  બાપાના હાથમાં થી ચપ્પુ છિનવાની કોશિષ કરી પણ પેલો તો દારુના નશામાં ચકચુર હતો અને એવો ઝનુને ચડ્યો કે છોકરાને પાટું મારી નીચે પાડી દીધો..અને મારી તરફ છરો લઈ દોડ્યો,,નાનો છોકરો મને  બચાવવા દોડી બાપના હાથમાં થી છરો છિન્વી લીધો,,દીકરા -બાપ વચ્ચેની  ઝપાઝપીમાં આખો છરો મારા ધણીના  પેટમાં ઘુસી ગયો…ચીસા ચીસના અવાજમા પડોશીઓ દોડી આવ્યા..થોડીવારમાં પોલીસ જીપમાં આવી પહોંચી.  મે કહ્યું.

“એ મારો પિટ્યો મને મારી નાંખવા દોડ્યો..લે મે જ એને પેલે  ઘાટ ઉતારી દીધો…..”પોલીસી મારા હાથમાં છરો જોયો,ગુસ્સો પણ જોયો…રુમાલથી છરો પોલીસે લઈ લીધો. લખાણ  લખ્યું..મને  હાથકડી પહેંરાવી જીપમાં બેસાડી  જેલભીગી કરી’

મેં દક્ષાને કહ્યું .  ‘માનવજાત બદલાતી રહી છે ..પણ મા ની મમતા, ત્યાગ યુગે યુગે એમના એમજ રહ્યા છે….પોતાના સંતાનો માટે એ શું નથી કરી શકતી ? પછી એ ભણેલી હોય કે અભણ!’

 વાર્તા વાંચ્યા બાદ પ્રતિભાવો જરૂર આપશોજી

જૂન 25, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

એક નિરાધાર પિતા !

ડૉ.ઉમેશ અહીં અમેરિકામાં જન્મ્યો હતો પણ મમ્મી-ડેડીના સારા સંસ્કાર અને તેનામાં માનવતાના બીજ હતાં . આજ કાલ આવા સંસ્કાર ભારતમાં,  ડોકટરોમાં ભાગ્યેજ જોવા મળે છે..તેની કલિનિક પર ઘણીવાર કોઈ પેસન્ટ ઈન્સ્યુરન્સ વગર આવે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એ પેસન્ટની ટ્રીટમેન્ટ ફ્રી અથવા નોમીનલ ચાર્જ કરી કરે.આવો ઉમેશ એક ભલો-ભોળો અને માયાળું  પિડીયાટ્રીસ્યન જેની સ્પેસ્યાલીટી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ(G.I in pediatrician ) હતી. ઉમેશની પત્નિ મેરી તેની ક્લિનિકમાં નર્સ તરિકે ફરજ બજાવતી હતી.તે પણ  એટલીજ માયાળું અને મળતાવડી હતી..ઉમેશ કરતાં પણ ભારતનો ઈતિહાસ, ભારતિય રહેણી કરણી વિષે તેણીને સારું એવું  જ્ઞાન.

“Umesh,  after you finish with this patient, can we go out to eat and celebrate our second marriage anniversary?..”  “Sure..please make a reservation in one of our favorite italian restuarant..’Romi dine inn.’ and have a great time over there”. “sure.”.(“ઉમેશ, આ દર્દીને તપાસ્યા બાદ..આપણે આપણી આ બીજી લગ્ન તિથિમાં બહાર ખાવા જઈએ ?..”.  “જરૂર, તું આપણને બહુંજ ગમતું ઈટાલિયન  રેસ્ટોરન્ટ.”.રોમા ડાઈન ઇન”..નક્કી કરી દે..અને ત્યાં મજા પડી જશે…જરૂર..)
“Sir, please take care of my two years old son….while he was crying…said furhter..he swallowed  a Quarter  and hardly he can breathe( સાહેબ,મહેરબાની કરી  મારા બે વર્ષનો છોકરો..આગળ રડતા બોલ્યો….એ ક્વાટર ગળી ગયો છે અને શ્વાસ પણ ભાગ્યેજ લઈ શકે છે…)..એ અહીંનો બ્લેક અમેરિકન હતો..એકનો એક છોકરો…

ઉમેશે એક પણ પળ ગુમાવ્યા વગર તેનાબે વર્ષના દિકરાને સીધો રૂમમાં દાખલ કરી દીધો..મેરીએ તુરત…માઈનર ઑપરેશન માટે તૈયારી આદરી..બાજુની હોસ્પિટલમાં થી ડો.ગુપ્તા આવી લોકલ એનેથેસિયા આપ્યો..ઉમેશે સાવચેતથી ક્વાટર કાઢી નાંખ્યો.હસતાં હસતાં ડો. ઉમેશ બોલ્યો. “Mr. Brown, here is your Quarter(coin) and your son is doing fine..let him  recover for while, soon as he wake up , you can go home.( મિસ્ટર બ્રાઉન, આ રહ્યો તમારો કવાટર.અને તમારો દીકરો બરાબર છે. જેવો એ ભાનમાં આવી જાય એટલે તમો ઘેરે જઈ શકો છે..

‘મિસ્ટર, બ્રાઉન, આ તમારું બીલ, કેશ કે ચાર્જ કાર્ડે ?” ઓફીસની કેશિયર મીસ પિટરસન આવી કહ્યું. ૨૦૦૦ ડૉલર્સ ઉપરનું બીલ હતું. “મેમ, મારી પાસે તો એક પૈસો પણ નથી..મારી પાસે ક્રેડીટ કાર્ડ પણ નથી..હું જોબ વગરનો છું..ઘરમાં સેન્ડવીચ ખાવાના પણ પૈસા નથી…”
ઉમેશ અને મેરી આ વાત સાંભળી.રહ્યાં હતાં.ડૉ.ઉમેશે  મીસ પિટરસનને કહ્યું ..”It’s OK..Don’t worry about bill.  Mr. Brown, you can take your son home. He is fine…(“બીલની કોઈ ચિંતા ના કર..” “મિસ્ટર બ્રાઉન, તમે તમારા દિકરાને ઘેરે લઈ જઈ શકો છે..એ બરાબર છે.)
મીસ્ટર બ્રાઉનની આંખ છલકાઈ ગઈ…”થેન્ક્યું…થેન્ક્યું”..,કહી તેના દિકરાને લઈ ઘર તરફ રવાના થઈ ગયો…

મેરીએ ઉમેશને કહ્યું…”તમને ખબર છે તે કોણ હતો ? યાદ છે..?”     “.હા..હની..મને બરાબર યાદ છે. બે વીક પહેલાં કલિનિકમાંથી આપણે બહાર નિકળતા હતાં ત્યારે  સાંજે આપણાંજ પાર્કિગ લૉટમાં મને ગન બતાવી મારું વૉલેટ છીનવી ગયો હતો…જેમાં મારા ૨૦૦ ડોલર્સ હતાં…””તમે જાણતા હતાં તોયે  પૉલીસને જાણ….” “My Darling…this time he was not a robber, This time he was a helpless  father…(પ્રિયે, આ વખતે એ ચોર નહોતો..આ વખતે એ  એક નિરાધાર પિતા હતો..)

 

આપના પ્રતિભાવ જરૂરથી આપવા વિનંતી..

જૂન 6, 2011 Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

હું અભાગી દીકરી !

” Daddy,don’t bother me, I know what i am doing, I am old enough take care of myself. Don’t try to got mad on me or beat me otherwise I will call the police and you will go to jail..do you understand that””(ડેડી,મને પરેશાન ના કરો, મને ખબર કે મારે શું કરવું જોઈએ.મારી ઉંમર પ્રમાણે મારી બધી જવાબદારીનું મને ભાન છે,મારી પણ જરીએ ગુસ્સે કે મારવાની કોશીષ કરી છે તો હું તુરત પોલીસને બોલાવીશ અને તમે જેલભેગા થશો..ખબર પડી ?). મારી ઉંમર માત્ર બાર વર્ષની હતી.મારી જાતને ખોટી રીતે પ્રોટેકટ કરવા હું ગુસ્સામા આવી  અને ચીસો પાડી મારી ડેડીને બોલતા બંધ કરી દેતી.

શિકાગોમાં જન્મેલી, મા-બાપને મોટી ઉંમરે થયેલું એકનું એક સંતાન.ઘણાંજ લાડ-ઉછેરેમાં ઉછરેલી,માંગુ તે મળે ! ડેડીને ઍપ્લાઈન્સીસનો હોલસેલ બીઝનેસ હતો , ફાયનાન્સીયલ રીતે અમો ઘણાંજ સુખી હતાં.મમ્મી ઘણીવાર ડેડીને કહેતીઃ “તમોજ ટિન્કુડીને બગાડો છો, ઘરના કોઈ પણ કામકાજ મદદ નથી કરતી, દીકરીની જાત છે અને સાસરે મોકલતા પહેલાં થોડું ઘરકામ ,રસોઈ શિખી લે તો તેણીને સાસરે કોઈ પણ જાતનો વાંધો ના આવે,…”
પણ ડેડી હંમેશા હસી કાંઢતાઃ

“મારી ટિન્કુડીને તો હું  અહીં અમેરિકામાં પરણાવાનો છું અને એ પણ તેણીની પસંદગીનો છોકરો. અહીં ક્યાં કોઈ છોકરા પરણ્યાબાદ મા-બાપ સાથે રહેતાં હોય છે? તું ખોટી ચિંતા કરે છે.તને ખબર છે કે અહીં હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય એટલે બહારનું વધારે  ખાતા હોય છે અને હવે તો બધું તૈયાર મળી રહે છે..મારી ટિન્કુડીને ખોટી રીતે ના પજવ..”

મારે બે રૂમ હતાં એક સુવા માટે અને બીજો રૂમ રમવા માટે..મારો રમવાના રૂમમાં ૧૦૦ મોસ્ટ એકસપેન્સીવ  ડોલી,..સ્ટફ એનિમલ્સ અને મને ગમતી ગેઈમ્સ હતી. એક  પ્રિન્સેસની જેમ રહેતી હતી..ડ્રેસ પણ એટલાજ એક્સપેન્સીવ ખરીદતી પણ બેત્રણ  વખત પહેર્યા બાદ ના ગમે એટલે ગારબેજ માં જાય. આવા લાડકોડમાં હું બહુંજ જિદ્દી વલણની બની ગઈ..
” Mom, I told you so many times that Do not come to my room without knocking on my door. I am so mad on you..(  મૉમ, મને તને કેટલી વખત કીધું છે કે મારા રૂમમાં આવતા પહેલા ડોર પર ટકોરા મારી ને આવવાનું…હું તારા પર બહુંજ નારાજ છું)… ‘સોરી બેટી સોરી.. મારાથી ભુલ થઈ ગઈ…પણ જમવાનું તૈયાર  છે તું જમી લે..મૉમ..તને ખબર છે કે મને  રોજ રોજ રોટલીને શાક નથી ભાવતા. મારે મેક્સીકન ફુડ ખાવું છે…
“ઑકે..બેટી…હું હમણાંજ બહાર જઈ તારો ભાવતો ટાકો અને બરીટો લઈ આવું છું.”

“લક્ષ્મી હોલ”માં મારી ૧૩ બેર્થ ડેની પાર્ટીમાં ૨૦૦થી વધારે ગેસ્ટ બોલાવી એક ભવ્ય પાર્ટી કરી અને યાદ છે કે પાર્ટીબાદ હું મારી બેનપણી માર્થાને ત્યાં નાઈટ સ્પેન્ડ કરવા ગઈ!! તેણીના રૂમમાં અમો ત્રણ બેનપણી હતી અને રાત્રીની બાર વાગે માર્થા જે મારીજ ઉંમરની હતી તે કીચનમા જઈ કોલ્ડ બીયરના કેન લઈ આવી.. Hay,guys..let celebrate Tunku’s 13th birthday!!…I said…”No..Martha.”  “Do not be silly..You are not a small babby anymore…..” (  હે..ચાલો આપણે ટિન્કુની ૧૩મી વર્ષગાંઠ ઉજવીએ…મે..ના કહી…”હે..ગાંડી ના થા”…હવે તું સાવ નાની બેબી નથી રહી”)..અમો ત્રણ જણાએ આખું બીયરનું કેન ખાલી કરી નાંખ્યું..પેલીજ વખત પીધેલ…તેથી થોડા આંખે અંધારા આવ્યા..પણ માર્થાએ તો ખાલી કેન  બહાર ગારબેજ-કેનમાં નાંખી આવી એને કશી બીયરની અસર થઈ નહીં.  એના પેરન્ટ્સ ને કશી ખબર ના પડી.પછી તો મોસ્ટ ઓફ ધ વીકેન્ડ ,  જુદી જુદી બેનપણી સાથેજ ગાળતી…પેરન્ટસને પણ કશી ખબર નાપડે કે અમો ત્યાં એકલા રૂમમાં શું કરીએ છીએ! કોઈવાર સ્મોકીંગ…કોઈવાર સ્કોચ તો કોઈવાર બેનપણીના ઘેરે એડ્લ્ટસ મુવી…મોડી રાતે જોતા હોઈએ…

“બેટી, તારા ગ્રેડમાં હવે “સી” અને ” ડી”આવે  છે..સ્ટડીમા પણ કશું ધ્યાન આપતી  નથી.” “મૉમ, મને મારી જવાબદારીનું ભાન પડે છે..તું અહીં ભણી  નથી તેથી તને શું  ભાન પડે કે  ભણવાનું કેટલું હાર્ડ હોય છે.” “બેટી…સારા ગ્રેડ આવે તો ભવિષ્યમાં તારા માટેજ સારુ છે કે તને સારી યુનિવર્સિટીમા  એડમિશન મળી જાય.” “મમ્મી…મારે તારું લેકચર નથી સાંભળવું..તું મારા રૂમ માંથી જા મારે હોમવર્ક કરવાનું હજું બાકી છે…પણ મમ્મી રૂમ માંથી જતી રહે એટ્લે  બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સાથે અલ્લા-ગલ્લા..!

હાઈસ્કુલમાં છેલ્લા વર્ષમાં હું ત્રણ ત્રણ સબજેક્ટમાં  ફેઈલ થઈ…ફાયનલી’ હાઈસ્કુલ ડ્રોપ-આઉટ” યુવાનીના જોરદાર ટોરનેડોના ચકરાવામાં ચડેલીએ ભણવામાં કશું ધ્યાન  આપ્યું નહી.યુવાનીના ટોરનેડોમાં જે પણ વચ્ચે આવે તેનો વિનાશ કરતી કરતી…મારા મમ્મી-ડેડીને એવા ચકરાવે ચડાવ્યા કે એક દિવસ મમ્મી બોલી ઊઠીઃ” આ કરતાં તો વાઝણી રહી હો તો…. “રીમા..છોરૂ કછોરૂ  થાય..હા પણ આટલી હદે દીકરી પહોચે! એને વર્ષની અંદર ત્રણ..ત્રણ મુવીંગ વાયોલન્સની ટ્રાફીક  ટિકિટ મળવાથી એનું ડ્રાયવીંગ કાયસન્સ સસ્પેન્ડ થઈ ગયું અને તમે..લોયર પાછળ ૨૦૦૦-૩૦૦૦ ડોલરનું પાણી કર્યું.. બે થી ત્રણ વખત કાર એકસીડન્ટ કર્યા..અને ઈન્સ્યુરન્સ્નું  પ્રિમયમ ત્રણ ઘણુ થઈ ગયું…અને હાઈસ્કુલમાં થી ડ્રોપ કરી..આ તમારા વધારે પડતાં લાડના પરિણામ છે…”હા..રીમા…તેને માટે તું મને જવાબદાર ગણી શકે! મેં જ તેણીએ જે માંગ્યું તે આપ્યું..સોળમી બર્થ ડે માં લેક્સસ કાર  આપાવી ટીન્કુંએ તેનો ગેરલાભ લઈ..બોયફ્રેન્ડ સાથે રખડી ખાધું..સ્કુલે પણ નહોતી જતી એ પણ મને ખબર પડી..મારી જાતેજ મારા પગ પર લોન-મુવર ચલાવ્યું છે.

જુઓ તો કોનો ફોન  છે ?  હલ્લો! This is collect call from MS. Tina…are you going to accept this call ?Yes..mam..yes…(મીસ ટીનાનો કલેકટ કોલ ( ફોન સ્વિકારનાર પાર્ટીએ ફોનનો ચાર્જ આપવો પડે) છે…આપ સ્વિકાર શો? હા,,,જરૂર હા…ડેડી..હું જેલ માં છું..Please bail me out..(મને જલ્દી છોડાવો_.ટિન્કું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી..કઈ જેલમાં? સીટીજેલમાં…હું હમણાંજ આવ્યો…રીમા જલ્દી મારી સાથે ચાલ..એ.ટી.એમમાં થી ત્રણસો ચારસો ડોલર કેશ લઈ  સીટીજેલમાં જવું પડ્શે..શું થયું એ તો કહો..હું તને કારમાં બધી વાત કરૂ છુ…ટિન્કુએ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ૫૦૦ ડોલર્સ વર્થ કાંડા ધડિયાળની ચોરી કરી હતી અને વિડિયો કેમેરામાં ઝડપાતા પોલીસને હવાલે કરવામાં આવી હતી…
ટિન્કું , આવા સંસ્કાર તને આવ્યા ક્યાં થી? ડેડી.. અત્યારે મારી સાથે બહું માથકુટ ના કરો..મને આરામ કરવા દો..મારું મગજ ઠેકાણે નથી..ટિન્કું એ મરુઆના-ડ્ર્ગ્સ બાય કરવા આ ચોરી કરી હતી. ૧૦.૦૦૦ ડૉલર્સ લોયરની ફી બાદ ટિન્કુંને વર્ષના પ્રોબેશન પર મુકી…

“રીમા, આપણા સમાજ માં આપણું કશું માન-પાન રહ્યું નથી ..મિત્રો પણ આપણાંથી દૂર દૂર ભાગે છે…કોઈ પણ આપણાં ઘેરે આવતાં પણ ડરે છે…હું તો હવે કંટાળી ગયો છું…સલીલ, હું સમજી શકું છુ..આપણે ટિન્કુંને સુધારવા બધાજ પ્રયત્નો કર્યા પણ કશું વળ્યું નહી…પ્રોબેશન ટાઈમમાં પણ એ D.W.I(DrivinWhile Intoxicated) માં પકડાઈ અને પાછી બીજી ૧૦ વર્ષની જેલની સજા પડી.પૈસાનું  પાણી કરતાં   એ કોઈ રીતે સુધરતી નથી અને સમાજમાં આપણને કેટલી નામોશી મળે છે?  કોઈની સાથે હવે સંબંધ રહ્યાં નથી..શું કરીશું?

“રીમા. ચાલ આપણે બધો બીઝનેસ વેંચી દઈ અમદાવાદ મુવ થઈ જઈએ…હવે આ દીકરી આપણાં હાથમાં રહી નથી..એની મેળે કઈ ભાન આવે..તો જ એ સાચી હકીકત સમજી શકશે…બસ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધી આપે!
મારા પેરન્ટસ ઈન્ડીયા મુવ થઈ ગયાં પણ મને એની કશી અસર થઈ નહીં..એક પછી એક બીજા ક્રાઈમમાં સંડોવાતી ગઈ! I Became a street girl( હું એક રખડું વેશ્યા જેવી બની ગઈ)..Street life is no fun(રસ્તાના રખડું  જિંદગી બહું સારી નથી હોતી)..એ મારા એક ભયંકર અનુભવથી થઈ..એક દિવસ રાત્રે બે વાગે ડ્ર્ન્ક થઈ સાવ એકાંત રસ્તા પર પડી હતી..અને એ સમયે મારા પર Gang rape(સામુહિક બળાત્કાર)..થયો..હું કાંઈની ના રહી..પોલીસ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતી..શું કરુ? કોઈ પણ મને મદદ કરવા તૈયાર નહોતું..કાઉન્ટી હોસ્પિટલમાં મારી સારવાર  થઈ…આંખ ખુલી ત્યારે જિંદગીના ૩૫ વર્ષ વિતી  ગયાં હતાં..શું કરુ? મારા મા-બાપ મને યાદ કરતાં હશે!એ મને માફ કરશે?
બહુંજ મહેનત બાદ જોબ મળી.   એક નવી દુનિયા જન્મી! “MOTHER AGAINST DRUNK DRIVER”(પીધેલ ડ્રાયવર વિરૂધ મા)..”drug awareness”( ડ્ર્ગ્સ અંગે સાવચેત) જેવી સંસ્થામાં સેવા આપવા લાગી.જ્યારે જાગી ત્યારેજ ખબર પડી કે મેં જિંદગીના સુંવર્ણ દિવસોને મેં મારી જાતેજ સ્મશાન ઘાટ ઉતારી દીધા હતાં!..વેલ!.એક નવી જિંદગી! એક નવો રસ્તો!

અમદાવાદ એર્પોર્ટ પર આવી..બસ મમ્મી-ડેડીને સરપ્રાઈઝ આપું! એમનું સરમાનું મેં એક મિત્ર દ્વાર મેળવી લીધું હતું! એરેપોર્ટ પર ટેકસીના પૈસાભરી ડ્રાયવરને સરનામાં પ્રમાણે સવારના પાંચ વાગે સેટલાઈટ પર આવેલા  ડેડી-મમ્મી બંગલે પહોંચી…બેલ માર્યો! એક અજાણ્યો માણસ ડોર પર આવ્યો..મે પૂછ્યું…”સલિલભાઈ અને રીમાબેનનું આ ઘર છે ?..હા…પણ તમે ? હું એમની દીકરી ટિન્કું!!! “ઓહ…આવો આવો. હું ભીખો..ઘરનો નોકર છું..” ” પણ  મારા મમ્મી -ડેડી  હજું સુતા છે ? એમને જલ્દી જગાડ..એમને હું સરપ્રાઈઝ આપવા માંગું છું. જલ્દી જગાડ!..ટિન્કુંબેન…રીમા શેઠાણીની યાદશક્તીતો જતી રહી છે.એને કશું યાદ રહેતું નથી ..કોઈને પણ ઓળખી શકતા નથી.  શું બકે છે? હા..પણ ડેડી? સલિલ સાહેબ ને તો ગુજરી ગયાં બે વર્ષ થઈ ગયાં. હું ભાગી પડી! હું જ ટોરનેડો બની આ ઘરમાં જન્મી અને ઘરનો સર્વનાશ કરી દીધો! મમ્મી! કહી મમ્મીના રૂમ તરફ દોડી!…મમ્મી બેબાકળી જાગી ઉઠી..બોલી..”મારી ટિન્કુંડી આવી?”,,હા મમ્મી..હું તારી ટિન્કુંડી? ખબર નહીં મમ્મીએ મને ઓળખી કે નહી..પણ એતો તુરજ ઘસઘસાટ ઊંઘી ગઈ!

મે 31, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

મારા દાદા…

                         “ત્રણ ચાર કલાક થઈ ગયા, દાદા હજુ  વૉક કરીને નથી આવ્યા મમ્મી!”
” તને બહુ દાદાની ચિતા થાય છે,તેણેજ તને બગાડી છે”
“પણ મમ્મી,હેવી સ્નો પડે છે અને ટી.વીમા હજું પાચથી છ ઈચની આગાહી કહે છે”
“મારે બહુજ કામ છે તુ મને ખોટી પજવ નહી.”
મમ્મી,બિચારા દાદા ૮૦ વર્ષના છે અને તેને તે ફોર્સ કરી   આવા બેડ વેધરમા બહાર વૉક કરવાનુ કહ્યુ તે બરાબર ના કહેવાય.”
‘આખો દિવસ ઘરમા રહી કશું કરતા નથી અને પછી ફરિયાદ કરે કે મને અહી દુઃખે છે મને કશી મજા નથી..ઘરમા રહી હરામના હાડકા થઈ ગયા છે તો થોડુ વૉક કરે તો સારુને અને મને પણ થોડા બકવાસમાંથી રાહત થાય!”

                       બિચારા દાદાની વાત ઘરમા કોઈ સમજતું નથી .even not my dad!(મારા પિતા પણ)..ઘરમાં એમનું કશુ માન નહોતુ,,ખાવા-પિવામા ઘરમા પડેલુ વાસી ફુડ લન્ચમા અને સાંજે મમ્મી એના માટે માત્ર સુપ જેવુ બનાવી કહેઃ આ ઉમરે સાંજના હેવી ફુડ પચે નહી…બિચારા દાદા શુ કરે ? મમ્મી ના હોય ત્યારે હુ તેને કોઈવાર મેકરૉની, સ્પગેટી તો કોઈવાર ગરમ ગરમ પીઝા બનાવી દઉ તો ખુશખુશ થઈ જાય! મને કહેઃ” બેટી..તુ મારી મા ને જેમ સંભાળ રાખે છે તું  ગયા જન્મમા મારી મા હઈશ કહી હસી પડે. દાદા મને એમના ભુતકાળની વાત કરે.બેટી,હું  અમદાવાદ કોલેજમા પિન્સિપલ હતો અને તારા દાદી મારીજ કૉલેજમા પ્રોફેસર હતી અને અમો બન્ને ને લવ થઈ ગયો , બન્ને એ મેરેજ કર્યા..પછી તારી ડેડીનો જન્મ થયો,બહુ લાડકોડથી ઉછેર્યો, ભણાવ્યો અને ઈલેકટ્રીક ઈન્જીનયર બન્યો એ અમેરિકા આવ્યો એ પહેલાજ તારી દાદીને ઉપરવાળાએ લઈ લીધી હું એકલો પડ્યો અને તારી ડેડીના આગ્રહથી અહી અમેરિકા આવ્યો.એકનો એક દીકરો મારે તો અહી આવ્યા સિવાય બીજી કોઈ ચોઈસ હતીજ નહી. તુ ૧૨ વર્ષની છે પણ બહુજ સમજદાર છે..દાદા, મારી મમ્મી અને ડેડી પણ ભવિષ્યમા દાદી બનશે તે સમયે હું પણ…..ના બેટી ના..એવુ કદી વિચારતી પણ નહી..બદલો લેવાની ભાવના કદી પણ કેળવીશ નહી! મને તેઓ દુઃખ આપે છે તો મારી લાગણી કેવી દુભાય છે ! કોઈની પણ લાગણી દુભાઈ એવુ કાર્ય બેટી કદી પણ કરીશ નહી! ઓકે દાદા..promise! yes ..promise..(“વચન”..”હા વચન”)..

 
                    આવા મારા પ્રેમાળ  દાદા પર મમ્મી-ડેડી કેટલો જુલ્મ કરે છે ?..ગુલામની જેમ રહેવાનુ?  that is not fair!( એ ખરેખર ન્યાય નથી).

                   ” પિન્કી, તું ક્યા જાય છે ? તને ખબર નથી પડતી કે કેટલો હેવી સ્નો પડી રહ્યો છે! સ્નોના ઢગલા થઈ ગયા છે!”
 “મમ્મી, દાદા હજુ નથી આવ્યા તેની તને કશી ચિતા નથી!” 
“તુ ખોટી ચિતા કરે છે પિન્કી, એ તો પાર્કની બાજુમા એના મિત્ર કેશુ અન્કલના એપાર્ટમેન્ટમા જઈને બેઠા બેઠા ગામ ગપાટા મારતા હશે!”
 મમ્મી, તુ ક્યારેય દાદા વિશે સારુ બોલીશ..હું પાર્કમા તપાસ કરીને તુરતજ દાદાને લઈને પાછી આવી જાવ છુ..’પિન્કી…”…મમ્મીની બુમ એ સાંભળે એ પહેલાજ પિન્કી ડોરની બહાર નીકળી ગઈ હતી…
               પાર્ક વૉકીગ ડીસ્ટ્ન્ટમા હતો…પિન્કી પાર્કમા પહોચી..સ્નો બહુજ હેવી પડી રહ્યો હતો, પાર્કમા પણ બબ્બે ફુટના થર બાજી ગયા હતા..પિન્કીએ ચારે બાજું નજર કરી પણ દાદા દેખાય નહી..નિરાશ થઈ પાર્કમાંથી પાછી ફરી રહી હતી ત્યાં પાર્કના એન્ડ પાસેના બેન્ચ પર બેઠેલા જોયા…’દાદા…અડધા સ્નોમા કવર થઈ ગયેલા દાદાને જોઈ … “દાદા.” .કહી બાજી પડી …સ્નોમાં થીજી ગયેલા દાદાનુ મૌન…પિન્કીને હચમચાવી ગયુ.

મે 13, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

ફૂલ કરમાઈ છે બાગમાં !

 

                          ‘તું મારી કોઈ વાત સાંભળતોજ નથી…. ‘તો તું વળી ક્યાં કોઈ મારી  વાત ધ્યાન માં લે છે..! ‘જોબ કરવી નહી ને ઘરમાં ખોટી દાદાગીરી કરવાની… ‘ ‘જોબ કરવી સારી…આખો દિવસ ઘરમાં કેટલું કામ રહે છે તેનું  તને ભાન નથી..રસોઈથી માંડી , ઘરનું કામ  અને ઉપરાંત નિમેશ-રુચાનું સતત ધ્યાન રાખવાનુ. મારી તો ચોવીસ કલાકની જોબ.  તમો પુરુષોને શું ભાન પડે ? માત્ર આઠ કલાકની જોબ ! ,ઘેરે આવી બીયર ઢીચવાનો કે સોફા પર બેઠા બેઠાં ટી.વી જોવાનો…’  ‘તો એમ કર તું જોબ કરે અને હું ઘેર રહી બધું સંભાળી લઈશ….’ ‘હા પણ તને કોઈ જોબ આપે તો ને ? ‘ અમેરિકામાં બાર વર્ષથી આવી છે  એક દિવસ પણ  જોબ નથી કરી..કે નથી ડ્રાવિગ શીખી..ખોટી ફિસીઆરી મારવી છે!’ ‘ જો ઉમેશ તને કહી દઉં છું કે મારી વિશે ગમે તેમ  બોલ નહીં તો…’  ‘ તો તું શું કરી લઈશ?’   સુલેખા એક્દમ ગુસ્સે થઈ વેલણનો સિધ્ધો ઘા કર્યો….’

                                               વાત એટકે સુધી આગળ વધી ગઈ કે એક બીજાના ચારિત્ર પર છાંટા ઉડાવવા લાગ્યાં!  ‘તું ઉમેશ સાથે ચાલું છે.’    ‘તો તું પણ  હેમલતા સાથે ચાલું છે જ ને! પરણેલી છે તોય! બસ આ રોજના મારા મમ્મી-ડેડીના ઝગડા, વાત વાતે ઝગડી પડે..ઘણીવાર નજીવી બાબતમાં લડી પડે.મારી ઉંમર માત્ર દસ વર્ષની અને મારી નાની બહેન રુચા જે પાંચ વર્ષેની,   બહુંજ રૂપાળી અને  દેખાવડી હતી તેથી તેને હું રૂપલી કહેતો.  અમારી હાજરીમાં ઘણીવાર મારામારી પર આવી પડે..અમો બન્ને  અમારા બેડરૂમમાં જઈ રડી લઈએ..પણ એ લોકોને તો આ કાયમી ટેવ !
                                                            અંતે બન્નેએ ડિવોર્સ  લીધા. અમારું શું ? બન્નેનાં ઝગડાંમાં   અમારી સેન્ડવીચ થઈ ! અમો કઈના ના રહ્યા!  અમને કોર્ટના ચુકાદા પ્રમાણે ફોસ્ટર-હોમમાં રાખવાનું નક્કી થયું. મમ્મી-ડેડી પોત પોતાની રીતે બીજા લગ્ન કરી લીધા. એક માળામાંથી  વિખુટું પડી ગયેલા બચ્ચાનું શું થશે?  હેવી ટ્રાફીકમાં બીન અનુભવી ડ્રાવરનું શૂં થશે?   હું અને મારી બહેન બન્ને જુદા જુદા ફોસ્ટર-હોમમાં ગયા. વિખુટા પડી ગયાં! મારી ફોસ્ટર-હોમના રખેવાળ બહું સારા નહોતા.એ ઘરમાં ત્રણ થી ચાર બાળકો રહેતાં અને ખાવામાં પીન્ટસ બટર સેન્ડ્વીંચ અથવા બલોની સેન્ડવીચ . ઘણીવાર બે દિવસનો વાસી ચીકન-સુપ અને રાઈસ . એક બેડમાં ત્રણ ત્રણ બાળકોને સુવાનું.  આ ફોસ્ટર પેરેન્ટસ માત્ર ગવર્મેન્ટ પાસેથી અમને સાચવવા માટે પૈસા મળે તેમાં જલશા કરતાં હતાં. કોઈએ અમારી કન્ડીંશનની જાણ કરતાં તેમના ઘરમાંથી અમને બીજા ફોસ્ટર-હોમમાં મુવ કર્યા. ત્યાં કન્ડીશન થોડી સારી હતી. મને સ્કુલે જવું ગમતું હતું અને મારા ગ્રેડ પણ સારા આવતાં હતાં.સારી સ્કોલરશીપ મળવાથી મેં કોલેજ કરી કમ્પુટર  સાઈન્સમાં ડીગ્રી મેળવી અને મને જોબ પણ સારી મળી ગઈ. આ સમયની દોડમાં કદીય મારી બહેના રૂપલીનો કોન્ટેકટ ના થયો. ઘણી કોશિષ કરી, તપાસ કરી પણ એ ફોસ્ટર-હોમમાં થી કયારે પલાયન થઈ ગઈ , કેમ થઈ ગઈ? કશી ખબર ના પડી.  “missing person”(ગુમ થયેલી વ્યક્તિ) તરીકે દરેક ન્યુઝ-પેપરમાં, મીલ્ક કાર્ટન પર જાહેરાત કરી..અફસોસ એ વાતનો છે કે આજ લગી તેણીનો કોઈ સમાચાર નથી..!
                   નવરાત્રી મહોત્સવમાં નીતા સાથે મન મેળ પડી ગયો અમો બન્નેએ લગ્ન કર્યા. મારું કબનસીબ તો  જુઓ !મારા મમ્મી-ડેડીને મેં મારાં લગ્નમાં હાજર રહેવા  અલગ અલગ ઈન્વીટેશન કાર્ડ અને ફોન કર્યા પણ બીઝી છીએ એવું બાનું કાઢી ન આવ્યાં.

                      મારે એક નાનો બાબો છે એનું નામ દેવ છે. જીવનમાં શીખેલા પાઠમાંથી નક્કી કર્યું કે મારા બાળકને કોઈ પણ ભોગે સારા સંસ્કાર અને મા-બાપનો અઢળક પ્રેમ આપીશું.કદી કોઈ પણ જાતની ખોટ નહીં આવવા દઈએ.
                      નીતાની પણ જોબ સારી હતી એથી બન્નેની ઇન્કમ ઘણીજ સારી હતી.૩૦૦૦ સ્કેવર-ફૂટનું આલિશાન ચાર બેડરૂમનું હાઉંસમાં અમો ઘણાં જ સુખી હતાં.નીતા ઘણીવાર જોબ પર મોડે સુધી રહેતી અને કહેતીઃ  ‘હિતેશ , વર્કનો લોડ એટલો છે કે મારી મોડે સુધી મારા બોસ મીસ્ટર સ્મીથ સાથે રહી કામ પુરુ કરવું પડે એમ છે.  હું જોબ પરથી  દેવને ડે-કેર સેન્ટરમાંથી ઘેર લઈ આવું અને  એની સાથે થોડી બાળ મસ્તી કરૂ જેથી આખો દિવસનો મારો થાક ઉતરી જાય! પછી સાંજની રસોઈ બનાવી લઉ જેથી નીતાને આવી રસોઈ ના બનાવવી પડે! કોઈ વાર નીતા મોડીથી આવે તો કહેઃ ‘ આજ મારા બોસ સાથે ડીનર લઈને આવી છું.  હું થાકી ગઈ છું, હું સુવા જાવ ?’  ‘ It’s OK honey! you are working so hard. Please go to bed and I can take care of Dev..( વ્હાલી, સમજી શકું છું.. તું સુઈ જા અને દેવની સંભાળ હું કરી લઈશ).

                   સમય ને સંજોગને બદલાતા ક્યાં વાર લાગે છે ? દેવને ડે-કેર સેન્ટરમાંથી લઈ ઘેર આવ્યો. મેઈલ-બોકસમાંથી ટપાલ  લીધી. એક કવર જોઈ ચોક્યો ? લોયરની ટપાલ હતી. જલ્દી જલ્દી કવર ખોલ્યું. લેટર વાંચ્યોઃ’ My  client  Miss  Neeta has  file a divorce in the court against you…..'( ‘મારી  ગ્રાહક, મીસ નીતા એ આપની સામે કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યા છે…’) ..મારી આંખો ત્યાંજ ફ્રીઝ થઈ ગઈ !

આપનો અભિપ્રાય આપવા નમ્ર વિનંતી…

એપ્રિલ 9, 2011 Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

એક પક્ષી વિધાયુ !

                                                     

                                                                                       ” જિંદગીમાં ઘણું ગુમાવ્યું તેનો મને કોઈ અફસોસ નથી.  સંતો અને સાધુ હંમેશા કહેતા આવ્યાં છે:  “તમે શું લાવ્યા હતા અને શું લઈ જવાના  છો ? નિર્મળ અને નિસ્વાર્થ જીવન જીવો.” બૌધની દ્રષ્ટિએ ઘડી પર મન ઉપર ઉતરી જાય પણ મનનો ઉડતી હવા સમાન, જ્યાં જાય ત્યાંના વાતાવરણમાં ભળી જાય! કોઈવાર ગંદકી ઉપાડી આવે અને આપણાં પર રેડી દે!  બસ આવું જ કંઈક મારા મન પર સવાર થયેલું   ભૂત હજું જતું નથી.

                                                         મેં તારું શું બગાડ્યું છે ? મેં કદી પણ તને દું:ખી નથી થયા દીધી.હા તારો ઉપકાર મારી પર ઘણોજ છે. મેં નાનપણથીજ મા-બાપની છત્ર-છાયા ગુમાવી.મા-બાપ સમાન કાકા-કાકીના અતુટ પ્રેમ સાથે  મારો ઉછેરે અને ભણતર સારા ગયાં અને મિકેનિકલ ઈન્જિનર થયો અને એ સમયમાં જ તું અમેરિકાથી આવી અને મારી પર તારી પસંદગી ઉતરી.ભલા કાકા-કાકીએ  પોતાનો સ્વાર્થ ને ન ગણતાં મને તારી સાથે લગ્ન થાય અને મારું જીવન સુધરી જાય એજ વસ્તું કેન્દ્રમાં રાખી અને મારા લગ્નની હા પાડી મને સમજાવ્યો:  “રૂપેશ, રુચા અમેરિકાથી આવી છે. એમ.બી.એ થયેલી છે  અને તું પણ એન્જિનયર છે  તો તું તેણી સાથે પરણી જા જેથી તારું જીવન સુધરી જશે તું સુખી થઈશ. અમારી ચિંતા બેટા તું ના કરીશ. હું અને તારા કાકી બન્નેની સરકારી નોકરી છે જેથી અમારું પેન્શન પણ સારૂ આવશે. પાછલી જિંદગીમાં અમોને કશો વાંધો નહી આવે!” મેં હંમેશા કાકા-કાકીનું આજ્ઞાનું જ પાલન કરેલ છે તેમના આશિર્વાદ સાથે મારા લગ્ન તારી સાથે થયાં.તું અમેરિકન સિટિઝન તેથી તારીજ સાથે મારે અમેરિકા આવવાનું થયું. બન્ને સારું કમાવા લાગ્યાં. શિકાગોના સારા એરિયામાં આલિશાન ઘર લીધું. બે લેક્સસ કાર લીધી પણ મને એક વાતનો અફસોસ રહ્યો: જે કાકા-કાકીએ મારા માટે જીવન સમર્પણ કર્યું તેને તારા સ્વભાવને લીધે  એમની પાછલી જિંદગીમાં કશી મદદ ના કરી શક્યો ! છતાં મે મન મનાવી લીધુ.કાકા-કાકી તારા સ્વભાવને જાણી ગયાં હતાં અને મને હંમેશા કહેતા:” બેટા, અમો અહીં સુખી છીએ અને ફાયનાન્સમાં કોઈ જાતની તકલીફ પડતી નથી.અમારે લીધે તારી જિંદગી ના બગાડીશ.”

                                                         ઈશ્વરે આપણને બધું સુખ આપ્યું પણ બાળકનું સુખ ના આપ્યું. તે મને કાયમ તેના માટે જવાબદાર ગણ્યો છે. આપણે બન્નેએ મેડિકલ ટેસ્ટ કરાવ્યો.ડોકટરના રિપોર્ટ મુજબ મારામાં કશી ખામી નથી અને તું પણ જાણતી હતી છતાં મને કહેતી રહી:”તમારામાં જ પૂરૂષત્વ નથી!”  હું શું દલીલ કરૂ! હવામાં હાથ મારવાથી શું ફાયદો ?
મે ચલાવી લીધું અને આમને આમ  આપણી જિંદગી એક વેરાન  અને ઉજ્જડ એવા પ્રદેશમાં ચાલતી રહી. હું પાંસઠનો થયો. નિવૃતિને આરે! પણ નસીબની વૃતિ કઈ સારી નહોંતી મને સ્ટ્રોક આવ્યો. નિસ્ક્રીય બની ગયો ! કોઈની મદદ વગર બેડમાંથી ઉભો પણ ના થઈ શકું તે મને” હેવન-નર્સિંગહોમ”માં મૂકી દીધો. મે મારા મનને મનાવી લીધું:  રુચા મારાથી પાંચ વર્ષ નાની છે , જોબ કરે છે અને જોબ કરતા, કરતાં મારૂ ચોવીસ કલાક ધ્યાન ના આપી શકે, નર્સિંગહોમમાં ચોવીસ કલાક નર્સ હોય અને ગમે તેવી ઈમજન્સી આવે તો તાત્કાલિક ડોકટર અથવા એમ્બ્યુલન્સ બોલાવી શકે..નર્સિંગહોમમાં હું પાંચ વરસથી છું પણ રૂચા તું એક પણ દિવસ મને જોવા કે મળવા નથી આવી કે આપણી મેરેજ-એનિર્વસરી વખતે એક કાર્ડ પણ નથી મોકલ્યું.મે તને અનેક કાર્ડ અને પત્ર મોકલ્યાં છે તેનો પણ જવાબ નથી.

                                                       મને ઘણીવાર લાગે છે કે મારામાં કોઈ એવી શક્તિની ખામી છે  કે હું તને મારી બનાવી નથી શકતો અથવા તને  સમજાવવામાં
મારીજ નિષ્ફળતા ગણું છું. બસ આમને આમ મારું જીવન પૂરૂ થશે ?..મારા અંતકાળે તું હાજર હોઈશ?……….”

                                                      રૂચા અને તેણીનો પચાસ વર્ષનો બોય-ફ્રેન્ડ હેવન-નર્સિંગહોમમાં પ્રવેશ્યા. નર્સ  મીસ એન્જલાએ કહ્યું: “I am sorry to let you know that your husband mr.Rupesh Maheta died last night in sleep and we found one cover under his pillow.'( મને દિલગીરી સાથે જણાવતા દુ:ખ થાયછે કે તમારા પતિનું ગઈ કાલ રાત્રે ઉંઘમાં મૃત્યું પામ્યા છે અને તેના ઓશિંકા નીચેથી આ કવર મળ્યું છે. કવર ખોલી ઉપરોકત પત્ર વાંચ્યો. રૂચાની આંખમાં ના તો ભીનાશ હતી કે ના તો કોઈ ગમ..નર્સના હાથ ૧૦,૦૦૦ ડોલર્સનો ચેક આપી કહ્યું:”  This is for his funeral expense  and your service..thank you..( આ તેની મરણ વિધી અને તમારી કાર્યવિધીનો ખર્ચ. તમારો આભાર..). અને રૂચા અને તેણીનો બોયફ્રેન્ડ માઈકલ પોતાની મર્સિડીઝમાં ઘર તરફ રવાના થયાં.

આપના પ્રતિભાવની અપેક્ષા.

માર્ચ 8, 2011 Posted by | લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

%d bloggers like this: