"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૃત્યુ પૂર્વે મરીએ છીએ

આપણી આ શું કરીએ છીએ ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

જ્યારથી આરંભ થયો  હોય ત્યાં જ અંત,
એ અંતથી પાછો આરંભ, આ તો શો અંત ?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યું વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

-નિરંજન ભગત

 

જુલાઇ 28, 2011 Posted by | કાવ્ય, મને ગમતી કવિતા | 1 ટીકા

વાંચું છું…


અભણ છું પણ સદાયે સ્પષ્ટ ઝંઝાવાત વાંચું છું,
હું   જ્યારે હસ્તરેખા વાંચું, ઉલ્કાપાત  વાંચું છું.

અભણ છું,મિત્ર મારા!પણ તમારા ભાવ વાંચું છું,
તમારા    કારણે    મળતી મને નિરાંત  વાંચું છું.

ઘડીભરનો    સમય કાઢી હું મારો હાથ  વાંચું છું,
નવું તો શું  મળે? આઘાત પર આઘાત વાંચું છું.

ગમે છે,સાંભળું;  તારા વિષે કોયલ જે બોલે છે,
ટહુંકતી, ટહુકાની મધથી મીઠી સોગાત વાંચું છું.

પ્રિયે! ઓ   જિંદગી  મારી! તને  ખુબ ચાહું છું,
હ્ર્દનાં  પૃષ્ઠ ખોલી-ખોલી  આખી રાત  વાંચું છું.

મને ડુબાડવાને, શાહીનો  ખડીયો જ કાફીએ છે,
તમે જે વ્યર્થ લાવ્યા તે  સમંદર સાત  વાંચું છું.

-હર્ષદ ચંદારાણા

મે 30, 2011 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 1 ટીકા

એક માણસ થઈ

હોઠ પર સ્મિત ને   આંખ  પાછળ રડું,
આમ  કાયમ  મને ને મને   હું  છળું.

મિત્રો   તૈયાર છે   હાથ   લંબાવવા,
પણ જૂએ  રાહ  સૌ   કે હું ક્યારે પડું!

કોણ  જાણે   ક્યા જન્મનાં   પાપ છે?
એક   માણસ  થઈ  માણસોથી  ડરું.

ભીડમાં   અહીં મળાતું નથી   કોઈને,
શક્ય છે   કે કબરમાં મને    હું મળું.

ઘાસ  જેવા અહીં  ગંજ  છે શબ્દના,
સોય   જેવી ગઝલ  છું જડું તો જડું.
-હેમાંગ જોષી

એપ્રિલ 29, 2011 Posted by | ગઝલ અને ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

મા

તું તારા નાનકડા હ્ર્દયમાં
અઢળક દુઃખ કેવી રીતે સંઘરે છે?
બધાં દુઃખ પીને
બીજાના સુખનું  કારણ કેવી રીતે બને છે ?
તારા પાંગળા ખભા પર
કષ્ટોના પહાડ ઊંચકીને
તેં કદી ય ઉંહકારો ભર્યો નથી.
તેં તો તેને નિયતિ સમજીને,
નસીબમાં આવું લખ્યું છે-એમ માનીને
બધું સહન કર્યું છે
કર્મવાદી હોવા છતાં ભાગ્યવાદી બનીને
વેઠી લીધી છે પીડા.

ખાણીપીણીમાં કદી કરી ન વરણાગી
ગરીબોનું ભોજન, બટાટાને
મોહનભોગ સમજીને ખાધા.

મા,
તારી આંખો સૌને સંતુષ્ટ
જોવા માટે જ કેમ તરસે છે ?
તારી આંખોમાં તગે છે એકાંકીપણું
છતાં તેને તું ખુશીના આંસુમાં
ફેરવે છે કીવી રીતે ?

 સૌજન્યઃ ઉદ્દેશ
-લાદિસ્લાવ વૉલ્કો
અનુવાદઃ નરેન્દ્ર પટેલ

એપ્રિલ 4, 2011 Posted by | મને ગમતી કવિતા | 8 ટિપ્પણીઓ

જાણી બૂજીને અમે અળગાં ચાલ્યાં..

વહેમ છે.

હરિન્દ્ર દવે

ઓક્ટોબર 1, 2010 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

સોના-નાવડી

“સોના-નાવડી” -ભાવાનુવાદ -ઝવેરચંદ મેઘાણી

સપ્ટેમ્બર 30, 2010 Posted by | ગીત, મને ગમતી કવિતા | Leave a comment

ચાલ ઝાડની ખબર કાઢવા….

કાલે કોઈ ડાળ તૂટી  છે,   ચાલ ઝાડની ખબર કાઢવા….

એક કુહાડી ક્યાંક ઊઠી છે,  ચાલ ઝાડની ખબર કાઢવા….

પાનખરે જે પંખીઓએ,ઝાડને જે હિમંતે આપી’તી,
એ  પંખીઓની  હામ   ખૂટી છે,ચાલ ઝાડની ખબર કાઢવા..

ડાળ તૂટી કાંઈ કેટલાંય ઘર, પંખીઓનાં તૂટી ગયાં
કોકે શી મિરાત લુંટી છે,  ચાલ ઝાડની ખબર કાઢવા….

ઝાડ કુહાડી લાયક હોય તો, માણસ શેને લાયક?
તરણાઓમાં વાત ફૂટી છે..ચાલ ઝાડની ખબર કાઢવા….

-મુકેશ જોશી

જુલાઇ 29, 2010 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

મા મને સાગર કિનારે લઈ જા..(એક બાળગીત)

મા મને સાગર કિનારે લઈ જા.
મોજાની મસ્તી માણવી છે મારે,
કિનારે બેસી રેતમાં ઘર બનાવું છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.

પાણીમાં છબ છબીયા કરવા  છે મારે,
લહેરાતા પવનમાં કાઈટ ઉડાવી છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.

ચી,ચી કરતાં સિગુલને ખવડાવવું છે મારે,
છીપલા વીણી વીણી ઘર લાવવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

ફેલકનની લાંબી ચાચો નિહાળવી છે મારે,
રંગ-બેરંગી ફીશને પકડવી છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

છીપલાઓ જાત જાતના ભેગાં કરવા છે મારે,
બૉટમાં બેસીને હલેસા મારવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

દિવસ આખો રહીને પિકનિક માણવી છે મારે,
સાંજે કિનારે બેસી સૂર્યને ડુબતો જોવો છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

જુલાઇ 9, 2010 Posted by | મને ગમતી કવિતા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

ચાલ્યા જશું….

ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં    ઘર  બાંધશું,  થોડું   રમી, ચાલ્યા જશું.

દૂર   થાશે   ઝાંઝવાનુ   ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.

યાદના   સૂરજ   અચાનક   માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.

આ   તે      કેવો     શાપ છે     એકલપણાના    ભારનો,
શ્વાસને    સૌ આપના ચરણે     ધરી ચાલ્યા જશું.

ધૂમ્ર      થઇ જાતે કરો     પૂણાર્હુતિ આ    યજ્ઞની,
‘ઇન્દ્ર’    છેવટ   એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.

-હિતેન્દ્ર કારિયા (divya Bhaskar)

જૂન 28, 2010 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

એક મુકતક..

“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”

કવિ: અજ્ઞાત

એપ્રિલ 19, 2010 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 6 ટિપ્પણીઓ

મોરબીની વાણિયણ…લોકગીત

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

માર્ચ 21, 2010 Posted by | ગીત, મને ગમતી કવિતા, વાચકને ગમતું | 8 ટિપ્પણીઓ

નથી


સ્હેજ પણ આઘો નથી   પણ તું મને જડતો નથી
ક્યાંક  મારામાં  છુપાયો   પણ કદી નડતો નથી

શ્વાસમાં આરત,અધર પર નામ છાતીમાં સ્મરણ
તું   જ આ સઘળું, ભલે આકાર સાંપડતો   નથી

નામ    તારું   ચુસ્ત, મારા  નામથી  જોડાયું છે
આપણો   સંબંધ  છે, ખડતો કે   ઉખડતો   નથી

ભાંગ   તારા   પ્રેમની છે તો    સતત પીધા  કરું
મોજમાં    રહું છું, બીજો   કોઈ નશો ચડતો નથી

આભમાં    છે     કોઈ,   સાહી  રાખનારું હાથને
આમતો    હું  ખાઉં છું ગોથાં,  છતાં પડતો નથી

સૌજન્ય:’ઉદ્દેશ’
કવિ: હર્ષદ ચંદારાણા

માર્ચ 18, 2010 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

અમે અમદાવાદી!

 

માણેકચોક….

********************************************

અમે    અમદાવાદી,  અમે અમદાવાદી !
જેનું પાણી લાવ્યું તાણી ભારતની  આઝાદી
                         અમે અમદાવાદી!

અમદાવાદના    જીવનનો   સુણજો   ઈતિહાસ  ટચૂકડો,
જ્યાં   પહેલાં બોલે    મિલનું ભૂંગળું, પછી  પુકારે કૂકડો
સાઈકલ   લઈને  સૌ   દોડે   રળવા      રોટીનો  ટુકડો :
પણ મિલના-મંદિરના ‘નાગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂકડો?
મિલમજદૂરની   મજદૂરી    પર     શહેરતણી   આબાદી
                                         અમે અમદાવાદી!

સમાજવાદી,  કૉંગ્રેસવાદી,   શાહીવાદી,    મૂડીવાદી
નહિ  કમિટી,    નહી સમિતિ,  કૉમ્યુનિસ્ટ કે જ્ઞાતિવાદી
નહિ વાદની   વાદવિવાદી,   એમ(M)   વિટામિનવાદી
                                          અમે અમદાવાદી!

ઊડે     હવામાં     ધોતિયું     ને      પ્હેરી   ટોપી  ખાદી
ઊઠી     સવારે     ગરમ     ફાફડા, ગરમ જલેબી  ખાધી
આમ      જુઓ     તો     સુકલડી   ને  સૂરત લાગે માંદી
પણ    મન    ધારે તો    ચીનાઓની   ઉથલાવી દે ગાદી,
દાદાગીરી    કરે   બધે છોકરાં, પણ   છોકરીઓ જ્યાં દાદી
                                           અમે અમદાવાદી!

હોય     ભલેને      સક્ક્મી     કે     હોય   ભલે અક્કરમી
રાખે    ના ગરમીની     મોસમ    કોઈની    શરમાશરમી;
પણ     ઠંડીમાં     બંડીને     ભરમે    ના રહેવાનું ભરમી
ચોમાસાનાં     ચાર     ટીપાંમાં   ધરમ     કરી લે ધરમી
આવી છે    બહુ     કહેવાની આતો      કહી નાખી એકાદી
              પોળની અંદર પોળ
              ગલીમાં ગલી
              ગલી પાછી જાય શેરીમાં વળી
              શેરી પાછી જાય પોળમાં વળી
વળી    પાછી     ખડકીને   અડકીને અડકીને ખડકી ચલી
મુંબઈની    કોઈ         મહિલા જાવા જમાલપુર  નીકળી
વાંકીચૂંકી          ગલીગલીમાં      વળેવળીને     ભલી
માણેકચોકથી    નીકળી     પાછી     માણેકચોકમાં મળી.
                            અમે અમદાવાદી!
-અવિનાશ વ્યાસ

જાન્યુઆરી 29, 2010 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

સમજણની શેરીયુંમાં..

 

સમજણની શેરીયુંમાં
      હું નો હું હરુંફરું ને બેસું
      હુંનો હું ગાઉ હું  સાંભળુ
      હુંનો  હું  હોંકારા   દઉં
          સમજણની શેરીયુંમાં…

આવન-જાવન રસ્તા ખુલ્લા
એમાં વળી અટપટી કેડીયું
હુંનો  હું  દોડું, હું    થોભું
હુંનો હું   ચડું  ને   ઊતરું,
      સમજણની શેરીયુંમાં…

આંગણિયે   અવસર હુંનો હું
ઢોલ    નગારા     જંતર હું
હું નો હું વગાડું,હુંનો હું નાચું
      સમજણની શેરીયુંમાં…

‘ભરતજી’માં હું    નો હું
અંતરથી ઉમંગી શબ્દ હું
હું  રાધાને   હું   કાનજી
હું   અર્જુનને  હું  સારથિ
હું  જીવ આત્મ, શિવ હું
       સમજણની શેરીયુંમાં…

-દાસ’ભરતજી
ભાવનગર

ડિસેમ્બર 30, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

ઈશ્વર તરફ..

ડિસેમ્બર 30, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

બેસતા કરી દીધા..

 2

Lttlt-btuxtytulu ftuBÃgwxh vh  બેસતા કરી દીધા!

‘muÕt-Vtul¥ vh  NtfCtS vK Jua;t  fhe ’eætt!

 

xufTltujtuS;tu  CR Jæte hne Au  swytu  athu ftuh,

ytvKt dwKtfth lu Ctdtfth Cqj;t  fhe ’eætt!

 

mJthlt vntuhbtk rlgrb; LntJtlwk  su  Atuzelu,

‘Rbuj¥lt  mhtuJhbtk  zqcfe bth;t fhe  ’eætt!

 

aMftu FtJtltu  cættltu  swyut Jæt;tu òg Au ytsu,

‘Mvum¥btk mwle;tlu mbtumt vK Ft;t fhe ’eætt!

 

vimt vztJlth vtºttu Jæte  hnTgt sqytu yrn vK?

rJbtltu lu JntKtu Wvh f:tytu fh;t fhe ’eætt!

 

‘htujufTm¥ vnuhe ‘bhmezeã¥btk  Vhtu Atu ;bu  ;tuu,

ybtht yJmhtu vh btuzt fub ytJ;t fhe ’eætt?

 

f:tytu fhtJelu vK Ôg:tytu ftuEle  Dxe l:e,

fwxwkctu Jåault fTjuN vK fub Jætth;t fhe ’eætt?

 

JM;e  ytvKe  yrn Jæte  hne  DKe cæte  ;tu,

hM;u fr’f bét;tk  bqF  fub  VuhJ;t  fhe ’eætt ?

 

nt: jkctJ;wk l:e ftuR mnthtu ytvJt ytsu  ;tu,

R»ttobtk yuf cestlt sqytu vd Fuka;t fhe ’eætt!

 

MbNtl  Jihtøg ytJJtu NfTg l:e ‘abl¥ nJu?

‘RjufTxe[f¥ Cêtbtk bz’tk  ãx ctét;t fhe ’eætt!

 

                   0 aebl vxuj ‘abl¥

                             19 mÃxu¥09

ઓક્ટોબર 13, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

ટિપાં,ટિપાં…એક

gujrati_couple_ph20_l-sml

૧. વાદળ ગળે,

    ધરતી રસે

૨.ફાલ્યાં કેસૂડાં જંગલે,

   ભભકી વાદળમાં આગ

૩.ઉર્મિઓ…..ઉર્મિઓ

   ક્યાંથી આવે,ક્યાં જાય?

   અંગના પણ અનંગના

૪. રાધા ગોરી, કિશન કાળાં

          કવિઓ ગાયાજ કરે

    ઉમા શ્યામા, શિવજી ધોળાં

                 લોકો ચર્ચ્યાજ કરે

    અતિ અંધકાર કે અતિ પ્રકાશમાં

    ના કોઈ ફરક –  માત્ર અસ્તિત્વજ

૫.ચોખાનાં દાણા, શેઠાણીને મન

                                  -મોગરાની કળીઓ

   મોગરાની કળીઓ-

                                   ભિખારણે ચોખા ભાળ્યા

 

ડો.કનક રાવળ પોર્ટલેંડ, ઓરિગોન                                                                  ઓક્ટોબર ૨.૨૦૦૯

ઓક્ટોબર 7, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

બરફ:મૉનો ઈમેજ

3107476397_3f27b7988e 

Ice sculpture of child:

*******************************

૧, બરફ્
    જાણે કે
    જામી ગયેલું ચોમાસું!
   કે પછી
    કોઈનું થીજી ગયેલું આસું?

૨, બરફ
   થોડી રાહ જુઓ તો
   પીગળે પણ ખરો!
  પરંતુ
   આ પથ્થર ?

૩,બરફ
   એ તો છે
   પાણીની વધી ગયેલી ઉંમર!
  જાણે એને આવી ગયાં ધોળા
   અને સમગ્ર શરીર પર
   છવાઈ ગઈ સફેદી!!

-સુધીર પટેલ
સૌજન્ય: ઉદ્દેશ

ઓક્ટોબર 1, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

બે સુંદર કાવ્યો..સુમન અજમેરી

securedownload.12gif

 માણસ ગીતા

અમે આંધી વચ્ચે માણસ વાવ્યો
     માણસ   ત્યાં પણ   ઊગી ગયો,
અમે પાવકની જવાળામાં એને
    ઝબોળ્યો, માણસ  પાકી   ગયો.

ગિરિ-શૃંગથી દઈ  હડસેલો
      ફેંકાયો   એને    ખીણ મહીં,
વણ વસંતે બાગ-બાગ એ
       પુષ્પ-પાંખે  ખીલી    ગયો.

લોઢ લોઢ ઊછળે મોજાં  દઈ
       ભીંસ કચડે, છુંદે, ડુબાડે
આ કિનારે દઈ ડૂબકી એ
       સામા કિનારે સરી ગયો.

ઝરણમાં નાખ્યો, જળચર થઈ ગ્યો,
    તરણે  ફેંક્યો ભૂચર થ્યો.
ને ઉછાળ્યો નભ-પ્રાંગણમાં
    ખેચર થઈ નર ઊડી ગયો.

મેં માણસને ધનુમાં તાક્યો
   લક્ષ્ય  સઘળાં વીધીં ગયો
હિમશિખા-શો ચળકી ચળકી
  નવતમ જલધર બની ગયો.

ઊકળી ઉરની અશ્રુધારામાં
    ગીત થઈને ગુંજી ગયો
આહે કેવા વિપરીત બળહો
     હળદમ નીખરી ઊજળી ગયો.

સૂરજ જ્વાળા -શો સળગી
   જગને  આભા  ધરી ગયો.
હાર્યા જુગારે ભવના દા’ માં
   પત્તા જયકર ચીપી ગયો.

હર કાંડમાં, હર રંગમાં
       જૌહર નિજનું દીપી ગયો
લીધી સુંવાળપ કોકે પારસી
      પ્રાણ-પ્રાણથી પીગળી ગયો.

ઈશ્વરની કરતૂતી સામે
    પ્રશ્ન બનીને  ખૂંપી ગયો
થૈ સવાયો નિજ કર્યોથી
   બ્રહ્મા ને પણ પૂગી ગયો.

કાળગતી-શી રેતધરીમાં
   ડગમગ ડગલી ચણી ગયો,
અજર-અમર શું જીવ્યું જીવી
    નિજ કર્મોનું અમૃત પીઈ ગયો.
***************************************
 
ના નસીબ પાંસરા

Continue reading

સપ્ટેમ્બર 27, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

ઈદ-મુબારક..

securedownload

coutesy:e-mail from “Ali Chatur”

સપ્ટેમ્બર 19, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

%d bloggers like this: