એક મૃત્યુ બરાબર કેટલા ડૂસકા ?
મૃત્યુ નામના સાવ જ અપરિચિત ગામમાં પ્રવેશતાં પહેલાં પાદર પર ઊભેલો માણસ પોતાના જીવનપથ પર પાછોતરી નજર નાખે તો કદાચ જીવનનું ઓડિટ પ્રગટ થાય એમ બને. ન કોઈ છેતરપિંડી અને ન કોઈ સજા!બસ જાતનો હિસાબ જાત સાથે! ઉપનિષદના ઋષિએ આવા આખરી ઑડિટ માટે શબ્દો પ્રયોજ્યા: “ક્રતો સ્મર ક્ર્તં સમર! હે જિવાત્મા, કરેલા કર્મોનું સ્મરણ કર.” નોર્મન કઝિન્સ કહેછે: મૃત્યુ એ મોટું નુકશાન નથી, પરંતુ આપને જીવીએ ત્યારે જે કશું ભીતર મટી જાય છે એ મોટું નુકશાન છે,”
કોઈ પુષ્પ સંધ્યા સમયે ખરી પડે ત્યારે બીજાં પુષ્પો રડારોળ નથી કરતાં.ખીલવું અને ખરી પડવુ એ એક જ સિક્કાની બે બાજુઓ છે.ખરી પડે તે પહેલાં પુષ્પ પોતાની સુગંધનું વિસર્જન કરતું જાય છે.મૃત્યુની પ્રતિક્ષા કરવા સિવાય બીજો કોઈજ એજન્ડા ન હોય ત્યારે માણસ જે સ્વસ્થતા જાળવે તે જ એના જીવનની ખરી કમાણી ગણાય. આવી રહેલા મૃત્યુને ભેટવાની પુરી તૈયારી કરીને બેઠેલો માણસ જુદો પડી આવે છે.આ જગતમાં માંદગી જેવી બીજી કોઈ યુનિવર્સિટી ન હોય શકે અને મૃત્યુ જેવો કોઈ મહાન શિક્ષક ન હોય શકે.
મૃત્યુને કાકાસાહેબ કાલેલકરે ‘પરમ સખા” ગાણાવ્યુ હતું. મૃત્યુનું સ્વાગત કરે તે મહાત્મા ગણાય, પરંતુ કવિ જયંતિભાઈ એવો કોઈ ફાંફોધરાવતા ન હતા. એ કવિને “અંકાશી નોતરા” મળ્યાં ત્યારે શું બન્યું?
એ ન અંકાશી આવ્યાં રે નોતરાં
જીવ હવે મેલો આ ફોલવાનું ફોતરાં!
ખંખેરા ધૂળ બધી નાખો ને મેલ ચડ્યા !
ચોખ્ખી ચનક કરી જાતને આ ઓચ્છવમાં
અણથંભ્યા રમવા દો રંગમાં!
ઈજન આવ્યાં રે આગોતરાં,
જીવ દિયો ફંગોળી જર્જર આ જોતરાં!
માણસ મૃત્યુ પામે છે અને ડૂસકાંની પરનાળ છલકાઈ જાય છે. એક મૃત્યુ બરાબર કેટલાં ડૂસકા? એક ડૂસકું બરાબર કેટલાં આસું? એક અશ્રુબિંદુ બરાબર કેટલી લાગણી?
સ્વજનના મૃત્યુ વખતે ડૂસકાં તો ઘણાં સંભળાય છે, પરંતુ કશાય અવાજવિના કો’ક અજાણી આંખના ખૂણેથી તપકી પડેલું એક ખારું અશ્રુબિંદુ જગતની સઘળી મીઠાશનો સરવાળો અને ગુણાકાર લઈને ગાલ પર આવીને અટકી જતું હોય છે. પ્રિયજનની એ આંખને કદાચ મને રડી પડવાની છૂટ નહી હોય. એ અશ્રુબિંદુમાં ઘૂઘવતા લાગણીના સમંદરને પામવામાં આખું જીવન ટુંકું પડે એમ બને.
મૃત્યુ પછી ભલભલા મોટા માણસના શબને ભોંય પર રાખવાનો રિવાજ છે. મૃત્યુ સ્વભાવે સમાજવાદી ઘટના ગણાય. અગ્નિપથ પર સૌ સરખાં ! કફનમાં ગજવું નથી હોતું. કેટલાય દુ:ખી લોકોને મૃત્યુ મુક્ત કરે છે.
ભગવાન બુદ્ધે શ્રમણોને સલાહ આપી હતી: ‘ જો માણસ મૃત્યુના સ્મરણને જાલવે અને કેવળે તો એનું ફળ ઘણું લાભપ્રદ બને. એને છેવાડે અમૃત્યુની પ્રાપ્તિ થાય. તેથી તમારે સતત મૃત્યુનું સ્મરણ જાળવી રાખ્વું જોઈએ.’ તથાગતના આખરી શબ્દો હતા: તમે સૌ બુદ્ધ છો.’
-ગુણવંત શાહ (કોકરવરણો તડકો)
સંકલન: વિશ્વદીપ બારડ
લખવી છે નવલિકા ?
બહેનના વિવાહ કરવાના હતા. મુરતિયાની શોધ થઈ. પણ થોડા દિવસ પછી એ યુવતીએ વડીલ ભાઈને જણાવ્યું કે પોતે ફલાણાની સાથે ઠીક ઠીક કાળથી પ્રેમમાં છે ને તેની સાથે જ પરણાવાની છે-બીજા કોઈ સાથે નહીં; માટે કશી ખટપટ કરશો નહીં.
મોટાભાઈ પહેલાં તો જરા ડઘાઈ ગયા પછી પેલા પ્રેમિક સંબંધે સવાલો પૂછ્યા. ઊલટ તપાસ ચલાવી… છે બીજી ન્યાતનો, ને વળી ઘણો છેટેનો વતની. ઉંમર તો બરાબર, પણ કુટુંબ સાવ અજાણ્યું.
હવે… એને વિશે વધુ તપાસ શી રીતે કરવી? એની ખાનદાનીનું, દિલ સચ્ચાઈનું પારખું કઈ રીતે કરવું ? વિચાર કરતાં કરતાં મોટાભાઈ એક દિવસ સીધા જ પહોંચી ગયા બહેનાના એ પ્રેમિક પાસે.
‘તમે મારી બહેન સાથે પ્રેમમાં છો?’
‘ હા મોરબ્બી’
‘સાચ્ચા જ પ્રેમમાં ? કે પછી અપલક ગરબડ?’
‘જી, પોતે તો શું કહું? પણ લગ્ન કરવાની પૂરી તૈયારી છે. કશી દિલચોરી નથી જ’
‘તો એમ કરશો? મારી બહેનનાં જે કાંઈ કાગળ-ચિઠ્ઠી તમારી પાસે હોય તો અમને સોંપી દેશો ?’
‘ખૂશીથી.. હમણાં આવું છું’ કહીને જુવાન ગયો અને થોડી વારમાં દસ -પંદર પત્રોનું પડીકું લાવીને વડીલના હાથમાં ધરી દીધું.
‘હું એ લઈ જાઉં તો હરકત નથી ને ?
‘એમાં હરકત શી હોય ? મારે તે બીજા કોઈ ઉપયોગ માટે તો જોઈતા નથી- ભલે મારું લગ્ન તમારે ત્યાં થાય કે ન થાય..’
બસ, મળી ગયો પુરાવો. ખાનદાનીનો. પૂરેપુરો. ભાઈ એ ઘેર જઈને વડીલોને ખાતરી કરાવી દીધી. બહેનનાં લગ્ન તેના એ પ્રેમિક સાથે થઈ ગયાં.
લખવી છે ? તો લખો નવલિકા. વાત સાચી છે.
(‘અક્ષર’ સામયિકઃ ૧૯૭૧)
સુંદર સ્મરણોની યાદી સાથે..આદિલ સાહેબ, જન્મ-દિન મુબારક !
હ્યુસ્ટનને આંગણે !! સપ્ટેમ્બર-૨૦૦૨-અમેરિકામાં કદાચ પ્રથમવાર વેબ પર મુકાયેલ સાત સાત કાવ્ય-સંગ્રહોના હ્યુસ્ટન નિવાસી કવિઓ- ઊભેલા ડાબેથી શ્રી વિજય શાહ, હિંમત શાહ, વિશ્વદિપ બારડ, ગિરિશ દેસાઈ, રસિક મેઘાણિ, મનોજ હ્યુસ્ટનવી , ચિમન પટેલ અને બેઠેલા
આદિલ મન્સૂરી અને અદંમ ટંકારવી
***************************************************************
આપના શુભ જન્મદિને અમારી ભાવ-ભીંની શુભેચ્છા-
આયુના સુંદર સ્વસ્તિકો , રચાય આજ આંગણે,
ઉત્સવાના તોરણો , લ્હેરાય આજ આંગણે,
ગઝલ સમ્રાટ આદિલ,સજી છે સૃષ્ટી ગઝલની,
આશિષ આપતા રહેજો,ભાવિ કવિઓના આંગણે.
***************************************
હ્યુસ્ટનનું આંગણ આપની ભવ્ય-યાદોથી ભરેલું છે..
આપ હ્યુસ્ટનનાં આંગણે ઘણી વખત પધારી, હ્યુસ્ટનની સાહિત્ય-પ્રેમી પ્રજાને ગઝલમાં તરબોળ્ કરી, આનંદ-વિભોર કરી દીધા છે. આવા અનેક પ્રસંગો આપની હાજરીથી ભવ્ય બન્યાં છે,આ માના એક બે પ્રસંગ અહીં ઉલ્લેખ કરતાં મને ઘણોજ આનંદ થાય છે.
સપ્ટેમ્બર, ૨૫,૨૬ -૨૦૦૨ -“હ્યુસ્ટનના સાહિત્ય રસિકોએ યોજેલ સાહિય સર્જન શિબિર પર્વ” આ ભવ્ય ઉત્સવમાં ૪૦૦થી ઉપરાંત શ્રોતાઓ એ હાજરી આપેલ અને આ કાર્યક્રમ સતત પાંચથી છ કલાક ચાલેલ.
બે દિવસ દરમ્યાન મૉક-કોર્ટ, કવિ-સંમેલન,પુસ્તક વિમોચન,સર્જન-શિબિર, પાદ્પૂર્તિ અને અનૌપચારિક કાવ્ય-પઠન કાર્યક્રમોનો સ્તર ખૂબ ઊંચો રહ્યો અને ઉપસ્થિત હતા તે સૌ રસતરબોળ થયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન શ્રી આદિલ મન્સૂરીને હસ્તે હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સાત કવિઓના કાવ્યસંગ્રહોનું વિમોચન થયેલ. અદિલ મન્સૂરીએ એમના શેરોનાં ઉદાહર આપી ને પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરી હતી હ્યુસ્ટનના કવિમિત્રો માટે આ દિશાસૂચન બની રહ્યું હતું.
મારા કાવ્યસંગ્રહ “કાવ્ય સુંદરીની સાથે સાથે”માં એમણે કરેલી નોંધ ” વિશ્વદીપ બારડ એક યાત્રામાં જોડાયા છે. કવિતાની યાત્રામાં પંથ ઘણો લાંબો છે. વિકટ છે, કપરો છે, કંટકોભર્યોં પણ છે અને કવિએ આ પંથ પર શું કરવાનું છે તે વિશ્વદીપ પાસેથી જ જાણીએ.
છે જીવન પંથે હજાર કંટકો
કંટકોમાં ફૂલ ભરતો જાઉં છું
શ્રી વિશ્વદીપ બારડનું આ વિરલ એવા કાવ્ય પંથે ઉષ્માભર્યું સ્વાગત છે. -આદિલ મન્સૂરી(૨૧મી સપ્ટેમબર,૨૦૦૨). ગઝલ સમ્રાટ , ગુજરાતી સાહિત્યના આધુનિક પ્રણેતા શ્રી આદિલ મન્સૂરીનો આભાર વ્યક્ત કરવા મારા શબ્દભંડોળમા શ્બ્દો ઓછા પડે છે.
બીજો યાદગાર પ્રસંગ- એપ્રિલ-૨૦૦૩ ..ડલાસનું સાહિત્ય મંડળનું ભાવભીંનુ આમત્રણ હતું. અમો હ્યુસ્ટનના તેર સાહિત્ય પ્રેમી , શ્રી આદિલ સાહેબ તેમજ અદમ ટંકારવી સાથે ડલાસને માંડવે રસભીની સૌરભને વેરી હ્યુસ્ટન પાછા ફરતા હતા. વેનમાં ચૌદ સાહિત્યકારો એક પછી-એક સ્વરચિત રચના( શિઘ્ર રચના) રજૂ કરવાની:
વિશ્વદીપ મલકાયા
‘વિચારોનાં વમળ ઘેરી વળ્યા છે વેનમાં,
વર્ષા ત્યાં વરસી ગઈ મન મૂકી ડલાસમાં…
અદમભાઈનો જવાબઃ
વર્ષા પાણી માંગે ને
વિશ્વદીપ બુઝાઈ ગયા.
આદિલ સાહેબ રણકી ઉઠ્યા..
“વાદળાઓમાં સંતાયેલો સૂરજ
એના રથને રેઢો મૂકી
ક્ષિતિજ પારનાં મેદાનોમાં
લીલેરી ભીંનાશ ચરવા ઊતરી પડેલા અશ્વોને શોધે છે..”
દરેક પોતાની સ્વરચિત રચનાઓ ઊમંગથી રજૂ કરી રહ્યા હતાં..પાંચ કલાક નો રસ્તોઅ હતો..સમયનો સાથ, સાથે સાહિત્યનો સથવારો સોનામાં સુગંધ !
થોડ આદિલ સાહેબ ના શે’ર .. જે અમોને વેન માં સાંભળવા મળેલ તે અહી રજૂ કરું છું..
“પૈડા ફર્યા કરે એ…
અવકાશમાં ઈચ્છાઓના ઉપગ્રહો તર્યા કરે છે.
એકલા એકલા આયના એક બીજાથી ડર્યા કરેછે.”
“રહેવા દો , ભાઈ રહેવા દો !
થ્રીજેલ સ્મ્રુતિઓની સઘળી નદીઓને વહેવા દો..
આપ સૌને ખ્યાલ હશેજ કે તેમના પત્ની બિસ્મિલ બેન પણ કવિતા-ગઝલ સુંદર લખે છે.. તે પણ આજ વેનમાં અમારી સંગાથે હતા.. એ પણ મલ્ક્યા”
કાયનાત કે હર ઝરેમેં
કાલી ઘટા કે હર બાદલમેં
સૂરજ કી હર સરસર મેં
યહ કિસકા અક્સ ચમક ઊઠા
તેરા હી જલવા સર અસર હૈ”
આદિલઃ” મૌનના તળિયામાં શ્ર્ધ્ધા રાખો
ઉર્મિના આવેગતણામાં મર્યાદાની લાલબત્તી..
“મ્રુગજળ તમને ડુબાડી પણ દે
બે હાથોમાં હલેસા રાખો “
આવી સરસ, સુંદર મનપ્રિય શીઘ્ર રચનાનો લાભ જે અમોને ડલાસ થી આવતા મળ્યો છે એ લાભ ફરી મળશે કે કેમ ? એટલા નજીક રહી , આદિલ સાહેબ પાસે થી હું એટ્લું જરૂર શિખ્યો છું કે ગમે તેટલા મહાન બની એ પણ નમ્રતા, વિવેક, કોઈ જાતની મોટાઈ નહી.. સહજ મિત્ર તરીકે સાથે રહી..આનંદની પળો માણીયે.. આદિલ સાહેબ ધન્ય છે આપનું જીવન! બસ અમો સૌ ને આપની સદા પ્રરણા મળતી રહે એજ શુભેચ્છા સાથે ઈશ્વરને પ્રાર્થના” આપનું જીવન સદાબહાર રહે.
વિશ્વદીપ બારડ ( મે-૧૮-૨૦૦૭)
ગાંધીજીની આત્મકથા ની અસર..-હંસા હરનીશ જાની
(ગાંધીજીની આત્મકથા વાંચ્યાં બાદ,ઘણી વ્યક્તિના જીવનમાં એક યા બીજા રૂપે એની અસર થઈ છે અને રહી છે. હંસાબેન અને હરનીશભાઈ જાની અહીં હ્યુસ્ટ્નની મુલાકાતે ૨૦૦૬ માં આવેલ ત્યારે મારી પત્ની રેખા સાથે આ લેખ વિષે વાત થયાં મુજબ અમોને હસ્તલેખિત લેખ ૦૯/૨૫/૨૦૦૬ માં મોકલેલ..સંજોગો વસાત અહીં “ગુજરાતી દપૅણ”માં પ્રકાશિત થઈ શકેલ નહી એ બદલ અમારી દર-ગુજર સ્વિકારશો.
આ સુંદર લેખ એમના વ્યક્તિગત અનુભવ પરથી લખેલ છે.
૧૯૯૭માં ગુજરાત ટાઈમ્સમાં “ગાંધીજીની મારા જીવન પર થયેલી અસર”એ વિષય પર નિબંધ હરીફાઈ હતી તેમાં આ લેખને ત્રીજું ઈનામ પ્રાપ્ત થયેલ. આ લેખ ઈગ્લેન્ડનાં “ઓપીનીયન મેગેઝીનમાં પણ છપાયો છે.તેમજ “અખંડ આનંદ”,”ભૂમી-પૂત્ર” ઉપરાંત શ્રી મહેન્દ્ર મેઘાણીનાં પુસ્તક “અર્ધીસદીની વાંચન યાત્રાનાં ચોથા ભાગમાં છે.)
****************************************
મારા જીવનમાં ત્રણ પસંગ બનેલા છે, જેના ઉપર થયેલી ગાંધીજીની અસર એટલે કે એમની આત્મકથા વાંચીને લોકો ઉપર થયેલી અસર…
હું અમેરિકા ૧૯૭૧ની ૧૨મી ડીસેમ્બરએ મારી અઢી વર્ષની દિકરીને લઈને અમેરિકા આવી. મારા પતિ પહેલા આવેલા અને નોન-વેજ ફૂડ ખાતા હતા. એટલે એમણે પહેલેજ દિવસે મને શાંતીથી સમજાવ્યું કે મને અમેરિકન નોન-વેજ ફૂડ ભાવે છે જો તને એમાં રસ હોયતો તું એ ખાઈ શકે છે.અને ન ખાવું હોયતો દાળ-ભાત કે જે અહીં મળે છે તે ખાઈ શકે છે. પણ આપણી દિકરીને તો હું નોન્-વેજ જ ખવડાવીશ. મેં એમાં કોઈ વાંધો લીધો નહીં. પહેલેજ દિવસે આશિની ને સ્ક્રેમ્બલ એગ્ઝ ને બ્રેડનો બ્રેકફાસ્ટ થી શરૂ કરી દીધો ને લંચમાં હોટ-ડોગ્ઝ શરૂ કર્યા. પછી તો હું એ લોકો ને ભાવે તે રસોઈ બનાવવામાં માનતી હતી. કોઈ પણ જાતનાં વિરોધ વગર કે મન-દુઃખ વગર નોન-વેજ ફૂડ બનાવતી. હા, હું રોટલી-શાક પૂરણ-પોળી વિગરે ફૂડ બનાવતી તેમાં પણ એ લોકોનો સહ્કાર રહેતો. એટલે કે મારા ઘરમાં રોજ બે પ્રકારની રસોઈ બનતી. ભારતીય દાળ-ઢૉકળી મારા માટે બને અને સ્પગેટી મિટ-બોલ મારા સિવાયનાં ઘરનાં બધા માટે બને.આગળ જતાં મારા કુટુંબના બાળકો વધવા માંડ્યા. બે-ત્રણ બાળકોને પતિદેવ માટે વર્ષો સુધી જુદી રસોઈ થતી. આમ કરતાં મારી દિકરી આશિની કોલેજનાં ચાર વર્ષ પૂરા કરી ગ્રેજ્યુએટ થઈ ને ઘરે આવી ને લગ્ન ની વાતો શરૂ થઈ. સારા મુરતિયાની શોધ ચાલતી હતી. છોકરાની મધર જોડે હું એક દિવસ ફોન વાત કરતી હતી.એ વાત ચીતમાં એ બેને પૂછ્યું કે તમારી દિકરી વિજીટેરીયન છે કે નોન-વેજ ખાય છે ?આશિની ડિશો સાફ કરતી હતી. એટલે મે જવાબ આપ્યો કે કોઈકવાર લંચમાં નોન્-વેજ ફૂડ ખાય છે. ફોનની વાત પૂરી થઈ એટલે મારી દિકરી આશિની એ કહ્યું કે મમ્મી તું મને એવા ઘરે પરણાવજે કે એ લોકો પણ નોન-વેજ ફૂડ ખાતા હોય, મને આ ફૂડથી પેટ નથી ભરાતું. ને એ લોકો નોન-વેજ ફૂડ નહીં ખાતા હોય તો અમને બન્ને ને પ્રોબલેમ થશે. આ રોજનો પ્રોબલેમ છે. મેં મારી દિકરી ને કહ્યું ક બેટા તારી વાત સાચી છે, હું જુટ્ઠું બોલી, પણ હવે થી હું જ એ લોકો ને પૂછી જોઈશ પછીજ આગળ વાત ચલાવીશ. મેં મારી દિકરીના વિચારો જાણ્યાં અને સમજ્યાં, મને દુઃખ થયું ને મેં એ બેન ને ફોન કરી ને વાત સમજાવી ને આગળ વાત કરવાની ના પાડી. આ પ્રસંગને બે ચાર વર્ષ વિતી ગયાં હશે. એક દિવસ સાંજે મારી દિકરી આશિની મારી પાસે આવી ને કહે ” મમ્મી કાલે શનિવારે તું ગ્રોસરી લેવા જાય ત્યારે તું મારા માટે મીટ કે ચીકન ના લાવતી” એટલે મેં પૂછ્યું કે તે મને એકદમ કેમ ના પાડી ? કંઈ તને થયું બેટા? તો હસીને જવાબ આપ્યો કે મેં આ બુક વાંચી ને એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છું કે મેં ભગવાનને પ્રોમીસ આપી દીધું કે હવે થી હું કોઈ પણ દિવસ હિંસા થાય તેવું ફૂડ નહીં ખાઉં!મેં પૂછ્યું કે બેટા એ કઈ ચોપડી છે ? જેણે તને વર્ષોની ટેવ ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દીધી ? તો એણે કહ્યું, ” An Autobiography of M.K. Gandhi” અને મને ગુજરાતીમાં જણાવ્યું કે મમ્મી ગાંધીજીની આત્મકથાથી હું ખુબ ખુશ થઈ ગઈ. ને મારી આંખમાં પાણી આવી ગયાં. હું એને બાઝી પડી.અને ગાલ પર ચુંબનો વરસાવી દીધા, મે વિચાર્યું કે મારી દિકરી એ ચોપડી વાંચવા ખાતર વાંચી નથી પણ એણે પચાવી છે. એમાંથી જીવનમાં કાંઈ ઉતાર્યું છે ને મારા દિલમાં, ને માનસ પર ગાંધીજીની છબ્બી ઉભી થઈ ગઈ ને મનોમન એ મહાસંતને વંદન કર્યા. ને મેં એક ગીતની કડી મોટે થી ગાઈ..” સાબરમતી કે સંત તુ ને કરદિયા કમાલ .”આટલા વર્ષોથી હું એ લોકોનાં આનંદ અને જરૂરીયાત માટે તેમજ પતિ-પત્નીના વિચારો જુદા ના થાય એ માટે કરતી હતી , મને ઘણીવાર દુઃખ થતું કે બ્રાહ્મણનાઘરમાં આ ? જ્યારે મારી દિકરી એ એની જાતે સમજી ને છોડિ દીધું ત્યારે મને ખુબજ આનંદ થયો. ફરી એકવાર મહાત્મા ગાંધીજીને પગે લાગી, ધન્યવાદ!
મારા જીવનમાં ગાંધીજી એ ક્યાં ક્યાં સરસ રીતે ભાગ ભજ્વ્યો છે તે હું જણાવું. એ મહાન આત્માની અસર આપણા ભારતિય લોકો ઉપર પડી છે એવું નથી. પરદેશી લોકો પણ એની વિચાર સરણી ને અપનાવે છે ને ગાંધીજી ના માર્ગે ચાલવા પ્રયત્ન કરે છે. ગાંધીજીનું ઋણ તેમના ઉપર છે એમ માની નેતે ઋણ અદા કરવા પ્રયત્ન કરેછે. ૧૯૯૭, ૧૫મી જુનનાં દિવસે મે મારા દિકરા સંદિપની જનોઈની વિધી અમેરિકામાં રાખી હતી. Continue reading