"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૂર્યાસ્ત સમયે!

સુરભી ખુદ એક ચાંદની નો અવતાર,જેની સુંદરતા આગળ બાગના ફૂલો શરમાઈ જાય. તેણીને મેક-કપ કરવા આવેલી એમીને ક્યું બ્યુટી-ક્રીમ વાપરવાથી તેની સુંદરતામાં વધારો થાય તેની મુંઝવણમાં હતી.જ્યાં મેક-અપ ઝાંખો પડે એવી સુંદર સુરભીના આજે લગ્ન થવાના હતાં. સુરભી,ડૉકટર બની ફેમિલી પ્રેકટીસ સેન-એન્ટોનિયો સીટીમાં શરૂ કરી હતી.સિંગલ-પેરેન્ટ તરીકે ઉછરેલી સુરભીની મમ્મી અલ્કાબેને એકલા હાથે કોઈનો પણ સહારો લીધા વગર, ઘણી મુશ્કેલીઓનો સામનો કરી,દુઃખો વેઠી  એકની એક દીકરી સુરભીને ભણાવી હતી. સુરભીને પોતાની પસંદગીનો છોકરો મળ્યો ,મહેશ પોતે પણ ડોકટર હતો તેથી અલ્કાબેન બહુજ ખુશ-ખુશાલ હતાં.

સુરભી અને મહેશે બન્નેએ પોતાની પસંદગીની હોટેલ ‘ઑમની’માં વૅડીંગ અને રેસેપ્શન રાખેલ જેમા બન્નેના મિત્રો અને સગા-સંબંધીઓ માટે ૫૦ રૂમનું રિઝર્વેશન કરાવેલ બપોરની લગ્ન વિધિ બાદ સાંજે ૬,૩૦ કૉકટેઈલ અવર્સ અને ૭.૩૦વાગે રિસેપ્શનમાં ૫૦૦થી વધારે ગેસ્ટને ઈન્વાઈટ કરેલ.આવી ભવ્ય પાર્ટીનું આયોજન તેમના મિત્રોને સોંપ્યું હતુ. બધુંજ સમયસર ચાલી રહ્યું હતું.

વેડીંગ પુરા થયા બાદ લંચ લઈ પતિ-પત્નિ પોતાના રૂમમાં આરામ માટે ગયાં.રૂમમાં પ્રવેશ કરતાજ હોટેલ રિસેપ્શનિસ્ટનો ફોન આવ્યો. MS. Surbhi, Mr.Bhatt wanted to see you, may I send him to your room?(  મીસ સુરભી, મિસ્ટર ભટ્ટ આપને મળવા માંગે છે,આપના રૂમમાં  તેને મોક્લી આપ્યું).સુરભી એકદમ સ્તબ્ધ થઈ ગઈ! તેમનું નામ શું ? સુરેશ…..! ઓહ માય ગૉડ!

‘મહેશ…માફ કરજે હું થોડીવારમાં જ આવી!’ કહી ઉતાવળે પોતાના હનીમુન સ્વીટમાંથી  ઍલિવેટર લઈ નીચે આવી.

”                             ‘મિસ્ટર સુરેશ વૅટીગ રૂમમાં આપની રાહ જુવે છે”. સુરભી રૂમમાં ગઈ. મો પર ઉમરના પડેલ લાંબા સાપ જેવા લીસોટા લથડી પડેલ  સિથીલ સ્નાયુના પોપડા.સુરભી ક્ષણભર થંભી.વિચાર્યું..અનુમાન કરતાં વાર ના લાગી.દેવી સમાન મમ્મીએ બતાવેલ તસ્વીર અને કહેલ કમકમાટ ને હ્રદય્ને થંભાવીદે એવી વાત યાદ આવી ગઈ.

‘ હું મમ્મીની કુખમાં હતી અને જેને જગત પિતા માને છે એવી વ્યક્તિ મારા જન્મ થાય એ પહેલાં મારી મમ્મીને છોડી તેની ઓફિસમાં જોબ કરતી  એનાથી દશ વર્ષ નાની મીસ જેનિફર સાથે હ્યુસ્ટન છોડી.નવ જન્મેલ એવી મને ત્યાગી, દયાને લાગણીને રણની રેતીમાં છોડી પ્રેમની ઘેલછામાં શારિરીક ઈચ્છાને સંતોષવા અચાનક પલાયન થયેલા પિતા! આજ અચાનક આ ઘડીએ!’

‘બેટી!’…. ‘મિસ્ટર સુરેશ ભટ્ટ મને બેટી કહી બેટીના પવિત્ર નામને બદનામ ના કરશો. ૨૫ વર્ષ પહેલા નવ જન્મેલ શિશુ પ્રત્યે ક્રુર બની ચાલી નિકળેલ વ્યક્તિ યાને કે બ્લડ રિલેટેડ પિતાને પિતા કહેતા મને ક્ષોભ થાય છે…મારું નામ સુરભી છે..મને સુરભીથીજ ઉદ્દેશો!

‘મીસ સુરભી…સૂર્યાસ્તના સમયે.. યુવાનીમાં માણેલ રંગરેલિયાનો પસ્તાવો કરવો ખોટો છે જાણું છું…જે ગર્લ(જેનિફર) સાથે હું યુવાન વયે ભાગી ગયેલ એજ ગર્લ મારી આ ઉંમરે મને ત્યજી મારુ સર્વસ્વ લુંટી બીજા કોઈ યુવાન  સાથે ભાગી ગઈ…મને ખબર છે કે હું માફી માંગવા પણ યોગ્ય નથી મારી જેવી નિષ્ઠુર વ્યક્તિને તમો  માફ શી રીતે કરી શકો ? તારી મમ્મીનો ત્યાગ એક અડગ ધ્રુવના તારા સમાન..એક શિતળ ચાંદની સમાન છે તેની સરખામણીમાં હું એક સ્વાર્થી પિતા,એક ભોગેચ્છુ માનવી અને કૌટુંબિક જવાબદારીમાંથી ભાગી છુટેલ ભાગેડું   ઈન્સાન છું. મને ખબર છે કે અહી મારું કોઈ સ્થાન નથી.મને તમે કોઈ પણ હિસાબે સ્વિકારવાના નથી.

‘હું બેઘર. લાચાર ઈન્સાન ને એક અભાગી પિતા આજના પ્રસંગે માત્ર મારી શુભેચ્છા વ્યક્ત કરવા આવ્યો છુ.હું તને આશિષ આપવા જેટલી પણ મારી લાયકાત નથી.મને ખબર પડી કે તારા લગ્ન છે તેટલે શુભેચ્છા વ્યકત કરવા આવી ચડ્યો છુ’

સુરભી  કંઈક કહેવા જતી હતી ત્યાંજ બારણે ઉભી ઉભી બધુંજ સાંભળી રહેલી મમ્મી પર નજર પડી.એક સાંજ ઢ્ળી જાય પહેલાં પર્વત પરની એક ટેકરી … સૂર્યના કિરણને અડવા માટે અધુરી અધુરી થતી હતી…મા ના મૌનમાં રહેલા ભાવો એ વાંચી શકી.. સુરભીએ મા તરફ નજર કરીને પોતાના રૂમ તરફ રવાના થઈ ગઈ !

ફેબ્રુવારી 1, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

ભાવનગરથી અમદાવાદ…

મોબીલ -ફોનમાં વહેલી સવારે મુકેલ આલાર્મ ૩.૩૦ વાગે રણકી ઉઠ્યો. મમ્મી-પપ્પાનો ડોર મેં ખટખટાવ્યો.મારો નાનો ભાઈ મુકેશ ઉર્ફે માઈક સૌ જાગી નાહી ધોઈ,ચા -પાણી પીઈ,’તૂફાન”ની રાહ જોઈ રહ્યા હતાં.ભાવનગરથી અમદાવાદના એરપોર્ટ પર સવારના  ૯વાગે પહોંચવાનું હતું. માઈકની ફિયાન્સે રતી અમેરિકાથી  આવવાની હતી.માઈકના લગ્નને ત્રણ દિવસજ બાકી હતાં.અમો સૌ અમેરિકાથી વહેલાં આવી ગયાં હતા.મમ્મી-ડેડીની ઈચ્છા હતી કે માઈક અને રતીના લગ્ન ભારતમા કરીએ અને બહુંજ ધામધુમથી કરીએ.અમદાવાદની જાણીતી  હોટેલ કામામાં ત્રણ દિવસનું રિઝર્વેશન સાથે બધીજ વ્યવસ્થામાં એક દિવસ ડાંડિયા રાસ,સંગીતની મહેફીલ અને લગ્ન પછી રિસ્પેશનનો ભરચક કાર્યક્રમ લાઈન-અપ થઈ ગયેલ હતો. માઈક મારાથી બે વર્ષ નાનો હતો છતાં અમો બન્ની ભાઈ કરતાં મિત્ર બની રહેવાતાં.મે હજું સુધી લગ્ન નથી કર્યા પરંતું હું અને મારી ગર્લ-ફેન્ડ નાન્સી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતાં છતાં મેરેજ કરવાનો હજું કોઈ પ્લાન વિચાર્યો નથી.

ફોર્ડ કંપનીને બનાવેલ” તૂફાન”માં ૧૨ પેસેન્જર્સ આરામથી બેસી શકે. તૂફાન લઈને આવનાર ડ્રાવરને બે વખત ફોન કર્યો પણ” હું હમણાંજ આવ્યો.” તેના જવાબમાં કોઈ સમયની કિંમત જણાઈ નહી..અંતે ૫.૩૦ વાગ્યા પછી આવ્યો અને કહ્યુ..’સાહેબ અમદાવાદ તમને ૩ કલાકમાં પહોચાડી દઉ, આ તૂફાન ૧૨૫ કિલોમિટરેની સ્પીડે જાય . ચિંતા ના કરો સાહેબ..મારી પર છોડી દો.. હું વચ્ચે,મારી સાથે મમ્મી-ડેડી અને પાછલી સિટ પર માઈક અને મારા મામી અને મામા. ૬ વાગે તૂફાન ભાવનગરથી નિકળ્યું. સૌ અડધા ઉંઘમાં હતા. મેં  લેબ-ટોપ ખોલી નેન્સી સાથે ચેટ કરી રહ્યો હતો તેણી પણ રીટા સાથેજ આવવાની હતી અને પહેલીજ વખત ભારતની મૂલાકાત લઈ રહી હતી.તેમાંય નેન્સીની ઈચ્છા ભારતામાં ગુજરાતી લગ્ન અને ‘તાજ-મહાલ’ જેવાની બહુંજ આતુરતા હતી..માઈકના લગ્ન પછી મે દિલ્હીમાં હોટેલનું રિઝર્વેશન પણ કરાવી રાખ્યું હતુ..મને રોહિત ને બદલે રૉન કહીને બોલાવતી. Ron, our plane landed in Mumbai on time and we are taking domestic flight within couple of  hours..so see you soon my love..'( રૉન, અમારું પ્લેન મુંબઈમાં સમય સર આવ્યું અને એકાદ-બે  કલાકમાં લોકલ ફ્લાઈટ લઈશું, પ્રિયે…આપણે ટૂક સમયમાં જ મળીએ)’ મે,ચેટ બંધ કર્યું…તુફાન ૧૨૦ થી ૧૨૫ કિલોમિટની સ્પીડમાં આગળ વધી રહ્યું હતું..એકાદ બે વખત સામેથી આવતા ટ્રક  ફૂલ સ્પિડે ઓવેર ટેઈક કરી અમારી લાઈનમાં સામે આવતા જોતાં મારો તો શ્વાસજ અધ્ધર થઈ ગયો. મેં ડ્રાવરને કહ્યૂ…ભાઈ જરા સંભાળીને…અરે,સાહેબ હું ૧૫ વર્ષથી કાર ચલાવું છુ, ભાવનગરથી અમદાવાદ તો હું આંખ મિચી ચલાવું તો કોઈજ વાંધો ન આવે..તમે બે ફિકર રહો…બે થી ત્રણ વખત…ઓવર-ટેઈકની સંતાકુકડી મેં જોઈ.રસ્તા સાંકડા-માત્ર ટુવે અને ફૂલ સ્પિડમાં હાઈ-બીમ સાથે કોઈ પણની આંખ અંજાઈ જાય!

‘watch out!’ (સામુ જો) મારાથી ચીસ પડાઈ ગઈ! અમારીજ લાઈનમાં  મોટો ટ્ર્ક  આવતો જોયો,,,કાન ફાડી નાંખે એવો છેલ્લો અવાજ મે સાંભળ્યો.પછી શું થયું એનું મને કશો ખ્યાલ નથી.

હોસ્પિટલમાં ત્રણ દિવસ પછી આંખ ખોલી. મમ્મી-ડેડી , મારો નાનો ભાઈ માઈક, મામા-મામી કોઈને જોયા નહીં.. નેન્સી,,રતી બસ બે જણજ  ઉભા હતાં…જેની આંખમાં મૌનના આંસુ પડું પડું થઈ રહ્યા હતાં.

‘મારો દેશ છે, મારું વતન છે, મારી જન્મભૂમી છે.મારી આખરી શ્વાસ આ દેશમાંજ છોડીશ’

પિતાના આ શબ્દો  ચારે બાજું ઘુમી રહ્યા હતાં સાથો સાથ  રતીએ કરેલી કરુણાત્મક વાતઃ

‘રોહિત, કહેતા દુંખ થાય છે મને માહિતી મળી છે કે પોલીસ ત્રણ ચાર કલાક પછી આવી અને સારવાર તાત્કાલિક ના મળી તેમજ મમ્મીએ પહેરેલા સોનાના ઘરેણા-દાગીના અને ડેડીને ચેઈન તેમના દેહ પરથી  ઉતારી  કોઈ લુટી ગયા.  ઉપરાંત દોઢલાખ કેશની બ્રીફ-કેઈશ પણ કોઈ ચોરી ગયું.’

હું શું બોલું ?મે તો મારા મા-બાપ અને ભાઈ,મામા,મામી  ગુમાવ્યા હતા…મા-ભોમની આ પવિત્ર ધરતી પર!

 વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી

જાન્યુઆરી 9, 2012 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

મિલકતની ડાકણ !

કુટુંબના કપરા સંજોગોને લીધે હું ભણી ના શકી.માંડ માંડ એસ.એસ.સી.મિડિયમ ઈગ્લીશ સાથે પહેલા નંબરે પાસ થઈ.પિતાનું વાત્સલ્ય મેં પાચ વર્ષની ઉંમરે અને મમ્મી પણ પિતાના મૃત્ય બાદ છ મહિના બાદ આઘાતમાંજ દેહ છોડી પિતા પાસે જતી રહી.મા-બાપની છત્રછાયા વગર મામા-મામીના સહારે જીવવાનું હતું. તેમની પણ આર્થિક પરિસ્થિતી જરી પણ સારી નહી. મેં બાળ-મંદીરમાં એક શિક્ષિકા તરીકે નોકરી સ્વિકારી. મારાથી બને તેટલી મદદ મામા-મામીને કરતી.તેમને પણ કોઈ સંતાન નહોતું. મનેજ પોતાનું  સંતાન માની મોટી કરી.મુંબઈ જેવા શહેરની મોંઘવારીમાં જીવવું એટલી રેલ્વેની પાટા વચ્ચે ચાલવા સમાન હતું. મારા નસીબ જોગે મિતેશ  અમેરિકાથી લગ્ન કરવા આવ્યો હતો અને તેની પસંદગી મારા ઉપર હતી.મેં મામા-મામીની લાગણી-પ્રેમ અને એક એનોખા ત્યાગને લક્ષમાં રાખી  મામાને મેં લગ્ન કરવાની ના કહી.હું જતી રહું તો તેમનું કોણ ? હું જ તેમને માટે દિકરો કે દીકરી હતી. ‘બેટી,પહાડ સમા પિતાના હ્ર્દયમાંથી નીકળતી દીકરી જેવી સરિતાને  સાગર તરફ જતી હું કેમ રોકી કેમ શકું ? અમારા સ્વાર્થ માટે તારું જીવન અમો સ્થગીત કેમ કરી શકીએ ?  મારી દીકરી,અમારી નમ્ર વિનંતી છે કે હાથમાં આવેલી આ તક તું જતી ના કર.મિતેશ જેઓ મૂરતિયો મળવો મુશ્કેલ છે.અમેરિકામાં જન્મેલો. એમ.બી.એ. ભણેલો છે ઉપરાંત જોબ પણ સારી છે અમને ખાત્રી છે કે તને એ જરૂર સુખી કરશે. બસ તું હા પાડી દે.’           મામા-મામીને મેં ઘણી આના-કાની કરી પણ તેમની લાગણીને અંતે મારે માન આપવુંજ રહ્યુ.

આજ કાલ કરતાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં.નીશા અને સંદીપ બે સુંદર સંતાનો છે. હું પણ અહીં આવ્યા બાદ કોલેજ કરી બી.એ ડીગ્રી મેળવી.બબ્બે વર્ષે મામા-મામીની મુલાકત લઉં છું મિતેશ ખુદ અવાર-નવાર મામાને આર્થિક મદદ કરે છે તેનું મને ગૌરવ છે.મામા-મામી આ ભવના મારા માતા-પિતા છે, જેમણે મને કદી પપ્પા-મમ્મીનું મોત ક્યાં સંજોગોમાં થયું તેની  સાચી વાત કદી કરેલ નહી.બે વર્ષ પહેલાં જ્યારે હું ભારત ગઈ ત્યારે મામાએ કહ્યું. ‘બેટી. અમો હવે વૃદ્ધ થયાં છીએ અને અમો કેટલું જીવીશું તેની અમને ખબર નથી.તારા પપ્પાને બહુંજ  સારો બિઝનેસ હતો અને એ સમયમાં તેઓ બહું જ શ્રીમંત વ્યક્તિ તરીકે ગણાતા.વિશ્વાસની સહારે ચાલતી હોડને વિશ્વાસ કરતાં હોડને હલેસા મારતા આ માનવી ક્યારે એને ડુબાડી દેશે તેની કોઈને પણ ખબર પડતી નથી.લાખોનો ધંધો એક દમ પડી ભાંગ્યો. ભાગીદારોનો દગો અને સંપતી  હડપ થઈ ગઈ. આવા કપરા આઘાતમાં તારા પિતાને એટેક આવ્યો. અને તેનાજ આઘાતમાં તારી મમ્મી પણ ઈશ્વરને પ્યારી થઈ ગઈ !. તું નાની હતી મેં તારા વતી કોર્ટમાં કેસ કર્યો.પણ મુદત ઉપર મુદત. કદી પણ ફેંસલો આવ્યો નહી.વકીલો પૈસા ચાવતા ગયાં.કેસ લંબાવતા ગયાં. આજ કાલ કરતાં ૨૦ વર્ષ થવા આવ્યાં.પણ હજું એક કોડી આપણાં હાથમાં આવી નથી. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે એકદમ આભી બની ગઈ.આંખમાં આંસુ આવી ગયા…

૨૬ વર્ષબાદ મુંબઈથી અમારા વકીલ સુમિત શાહનો ફોન આવ્યોઃ  ‘પરેશાબેન, તમને  અભિનંદન. આપણાં કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે અને આપણે કેસ જીતી ગયાં છીએ..તમો  કરોડોનો મિલકતના માલિક બની ગયાં.’

કરોડો મિલકતના માલિક ? કરોડોની મિલકતેજ મારા પિતાને મોતને ઘાટ ઉતાર્યા! મારું પિતાનું  વાત્સલ્ય છીનવી લીધું. માની મમતા છીનવી લીધી હવે હું એ કરોડોની મિલકતની ડાકણને ઘરમાં સંઘરીને મારા આત્માને મારા માતા-પિતાના આત્માને ઠેસ પહોંચાડવા માંગતી નથી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

ડિસેમ્બર 4, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

સજ્જન સંત ?

‘સૌરભભાઈ જેમને નાનું બાળકથી માંડી ગામના સૌ   વ્યકતિ ‘અંકલ સેમ’થી ઓળખે અને સૌના હ્ર્દયમાં ઘર કરી એક અલૌકિક
ભાવના અને નિસ્વાર્થ પ્રેમની જ્યોત જગાવી સ્વર્ગ સિધાવી ગયાં.પણ ખરેખર એ  ગયાંજ નથી.એક એકના દિલમાં વસી ગયેલી વ્યક્તિ કદી મરતીજ નથી.એની પ્રમાણિકતા,અતુટ પ્રેમ-ગંગા, સૌ પ્રત્યે એક સરખી લાગણીની સરિતા, નિસ્વાર્થ માનવ સેવા આ બધા એમના સદગુણો  હતાં . સદાય આપણને યાદ રહેશે .  એમની મહાનતા એક યાદ રૂપી મંદીરમાં સદેવ એક અમર જ્યોત બની જલતો રહેશે. મારા કર્મચારી  કરતાં ‘ મિસ્ટર સેમ’ મારા પિતા સમાન હતાં મે એક  પિતા ગુમાવ્યા છે. આજ ફ્યુનરલમાં  એમને ચાહનારા ૨૦૦થી ૩૦૦ સ્ત્રી અને પુરુષો આખરી વિદાય આપવા હાજરી આપી હતી. હું એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો ગળગળો થઈ મારી ખુરસી પર બેસી ગયો

સૌરભભાઈ  ૨૦ વર્ષથી મારી મોટલ “હાઈવે હેવન”મા મેનેજર તરીકે જોબ કરતાં હતાં. વૉશિંગ ડીસીથી અહીં ટેક્ષાસમાં મુવ થયા હતાં . એમના કમનસીબે  એમની પત્નિ કાર એકસીડન્ટમાં મૃત્યું પામી હતી. એકલાં પડી ગયાં! જ્યારે તેમણે મને એમના કુટુંબ વિશે વાત કરી મને અરેરાટી થઈ ગઈ હતી.મેં એમને જોબ આપી. આ દુઃખી જીવડાને મેં કદી કોઈ એમનાં કુટુંબ વિશે આગળ ચર્ચા કરી એમને દુઃખ ના થાય તેની તકેદારી રાખી હતી.એમનો માયાળું  તેમજ હસમુખા સ્વભાવને કારણે  એ આવ્યા બાદ મારી મોટલ બહુંજ સારી ચાલવા લાગી. મારી મોટેલ હાઈવે-૧૦ પર હતી અને અમારા ગામની વસ્તી માત્ર ૫૦૦૦નીજ હતી.મારા કરતા પણ અંકલ સેમ(સૌરભભાઈ)ને સૌ વધારે ઓળખતા હતા.
એ એટલાજ પ્રમાણિક હતાં કે મારે કેશ-બીઝનેસ કે કોઈ પણ હિસાબમાં  કદી કોઈ ગોટાળા  કરતા નહી.તેમજ એક પણ પૈસો ખાવાની આદત પણ નહી.એમનો હિસાબ સો ટચ સોના જેવો ચોખો. બધુંજ કામ જાતે કરે. મારો બિઝનેસ એમનેજ લીધે ઘણો સારો એવો વધી ગયો મે અમનો પગાર વધારી આપ્યો તો કહેઃ’ ‘ના મને જે પગાર મળે છે તે મારા માટે પુરતો છે અને મારે કોઈ-આગળ પાછળ છે નહી તો વધારે પગાર લઈને હું શુ કરીશ ?’  આવા કર્મચારી મોટેલ બીઝનેસમાં મળવા મુશ્કેલ છે.કોઈવાર મોટલમાં રૂમ સાફ કરવા એમ્પલોઈ ના આવે તો એ ખુદ રૂમ સાફ કરી નાંખે! દિવાળી-કે  ક્રિસમસમાં સૌ બાળકોને ગીફ્ટ આપવાનું તેમજ કેન્ડી આપવાનુ કદી પણ ભુલે નહી.નર્સિંગ હોમમાં જઈ સૌને  ક્રિસમસ ગીફટ આપે. આપણા સૌ ઈન્ડીયનથી માંડી  એમરિકનમાં એ માનીતા..અંકલસેમ.. સૌને માટે એક ફરિસ્તા સમાન અને એક સીધા-સાદા સંત હતાં.

“UNCLE SAM” I am sorry to let you know that your blood test result came  positive and you have prostate cancer. Doctor McDonald said.(ડો.મેક-ડોનાલ્ડે કહ્યું..મિસ્ટ સેમ તમારું..લોહી તપા સતા ખબર પડી છે કે તમને પ્રોસ્ટેટ કેન્સર છે). ત્યારે સૌરભભાઈએ ડોકટરને હસતાં હસતાં કહ્યું કહ્યું હતું.  ‘ડોકટર સાહેબ હવે ૬૫ થયાં. સંધ્યાની સવારી પાછળ યમર્ની યાત્રા આવે તો હવે તો વધાવવીજ જોઈએને ? મને પણ ઘણોજ આઘાત લાગ્યો..કેન્સર હોવા છતાં રોજ સમસર પોતાની ફરજ પર હાજર હોય.માત્ર ઑપરેશન સમય પછી ડોકટરના કહ્યાં મુજબ માત્ર ત્રણ વીક આરામ કરી પાછા..મોટેલ સંભાળવા લાગ્યાં..મે ઘણીવાર કહ્યુ હતું કે સૌરભભાઈ આપણે એક આસિટ્ન્ટ મેનેજર રાખી લઈએ જેથી તમને થોડો બ્રેક મળી જાય.   ‘ ના ના  આવા કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી..મને હવે ઘણુંજ સારૂ છે.’ અંદરથી ઘણીજ પીડા થતી હશે પણ હંમેશા એમનુ મોં હસતું જ હોય !
કેન્સર  બાદ માત્ર છ મહિનાંમાંજ ઈશ્વરને વ્હાલા થઈ ગયા! એમના સ્વર્ગવાસને આજ  ત્રણ મહિના  થઈ ગયાં પણ એમની ખોટ અને યાદ મોટેલની એક એક રૂમમાં ‘અંકલ-સેમ”ના પડઘા પાડતી પથરાયેલી છે.મને પણ એમના જેવી બીજા વ્યક્તિ મળી નથી. એ  વિચારોમાં હેલ્પ-ડેસ્ક પર બેઠો હતો ત્યાં ત્રણ જણ એક પૉલીસ ઓફીસર અને એમની સાથે પ્રાઈવેટ ડ્રેસમાં એફ.બી.આઈના ઓફીસર આવ્યા અને તેમનું આઈ.ડી બતાવી  મને કહ્યું.
‘અમને ખબર પડી છે કે મિસ્ટર અંકલ સેમ.અહી કામ કરે છે.’ ‘ પણ એ તો…’  હું આગળ બોલું તે પહેલાંજ તેમણે કહ્યું..”અંકલ સેમ”(સૌરભ) એ એમનું બનાવટી નામ છે..એમનું સાચું નામ…”શ્યામલાલ સોમાણી” અને અમો તેમને છેલ્લા વીસ વર્ષથી શોધી રહ્યાં છીએ…..કેમ ? …. તેમની પત્નિના ખુનના આરોપ માટે!!! …શું એક માનવતાવાદી સંત જેવા  સજ્જન આવું  કૃત્ય કરી શકે ? શામાટે ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

નવેમ્બર 10, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

મારા ડેડી(મારા પિતા)

i love my dad

‘મૉમ, તમે લોકો મને કદી પણ સમજી નહી શકો. બહુંજ જુના વિચારોમાં પડ્યા પાથર્યા રહો છો..નવી દુનિયાનું તને અને ડેડીને કશું ભાન પડતું નથી. મારી સ્કૂલમાં મારા ફ્રેન્ડ્સ પાસે હું સાવ ચીપ(સસ્તી-કજુંસ) લાગુંછુ, તેનું  તને કશું ભાન પડે છે ? તમે બસ મારા બધાજ ડ્રેસ અને વસ્તું “કે-માર્ટ”સ્ટોર માંથીજ લઈ આવ્યો છો..’બેટી.મારા અને તારા ડેડીની કોઈ   એવી મોટી આવક નથી કે કોઈ મોટા  ખર્ચાળ ડિપાર્ટમેન્ટમાંથી વસ્તું લાવી શકીએ.આપણને કોઈ ખોટો દેખાવ કરવો પોસાઈ તેમ નથી.’

આ દલીલ મારા પેરન્ટસ સાથે રોજની ચાલતી.તેઓ હંમેશા વસ્તું સેલમાં હોય તેની રાહ જુએ અથવા ૫૦% કે ૭૫% ટકા કોઈ વસ્તું સેલમાં આવે ત્યારેજ લે અને એ પણ કે-માર્ટ સ્ટોરના સ્પેસિયલ બ્લુ-લાઈટ સેલમાં, મને તેઓની સાથે શૉપિંગ કરવા જવુંજ ના ગમે, બધી વસ્તું બહુંજ સસ્તી  લઈ આવે..

‘ટીન-એઈજ અવસ્થાજ  એવી છે જેના હોર્સ(ઘોડા)ને કોઈ લગામ હોતી નથી.’    હું મીડલ-સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ હાઈસ્કુલમાં જવાની હતી અને સ્કૂલમાં ગ્રેજ્યુએશન સાથે સાંજે પાર્ટી હતી.હું અને મમ્મી બન્ને શૉપિંગ-મોલમાં ગયાં.ત્યાં સ્પેસિયલ નાનો સ્ટોર હતો જેમાં મને  ગ્રેજ્યુએશન પાર્ટી માટે ડ્રેસ બહુંજ ગમી ગયો અને સાથે મેચીંગ શૂઝ જેની કિંમત ૫૦ ડોલર્સ હતી મમ્મીને મેં જીદ કરી કે મારે બસ આજ ડ્રેસ લેવો છે. મમ્મી એ કહ્યું. ‘ બેટી ડ્રેસ ઘણોજ મોઘો છે..આપણને પોસાઈ નહીં. મે કહ્યું.
‘Mom, you are very cheap. you are always buying from cheap store and cheap items.look at my friends, they are always buys from expensive store and expensive dresses. what are you  doing for me ?(મમ્મી, તું બહુંજ કંજુસ છો,તું હંમેશા બધુંજ સસ્તું વસ્તું આલતું-ફાલતું સ્ટોર માંથી લાવે છે.મારી બહેનપણી જો..તેઓ હંમેશા સારામાં સારી કિમતી જગ્યાએથી કિમતી વસ્તુઓ લાવે છે.તું મારા માટે શું કરે છે?’)

‘બેટી, અમારે તને તેમજ  રિન્કુ અને રીટા સૌને  સારી કોલેજમાં ભણાવાના છે તેથી  એના પૈસા પણ બચાવવા પડે. અને અમારા બન્નેની એવી  કોઈ સારી આવક નથી કે બધી વસ્તુ અમને પરવડે.’

હું રડી પડી.મમ્મી ઉપર બહુંજ ગુસ્સે થઈ ગઈ..ઘેરે આવી મમ્મી સાથે કશું બોલી પણ નહી અને સીધી મારા રૂમમા જતી રહી..
સાંજે  ડેડી આવ્યા..હું તેમની સાથે જલ્દી જલ્દી જમી, કોઈની સાથે બોલ્યા વગર પાછી મારા રૂમ માં જતી રહી.

મમ્મી, ડેડી બન્ને એના રૂમમાં સુવા ગયા.તેમની બાજુંજ મારો બેડરૂમ હતો. તેમને એમ કે હું સુઈ ગઈ છું પણ હું અપસેટ હતી તેથી જાગતી પડી હતી.એમની વાતો મેં સાંભળી

‘ કવિતા, આજે ટીનુ કેમ અપસેટ છે ?  ‘ ટીનુ અને અમો બન્ને શૉપીગ-મોલમાં ગયાં હતાં અને ટીનુ ને ગ્રેજ્યુએશન્માં ૫૦ ડોલર્સનો ડ્રેસ લેવો હતો અને મેં ના પાડી કે કહ્યું કે આપણને એ પોસાઈ નહીં.બસ આ ઉંમરજ એવી છે કે  આપણી આર્થિક પરિસ્થિતી સમજીજ નહી શકે.આપણે  તેણીનો તેમજ બીજી બે દીકરીઓનો  કોલેજનો ખર્ચ કાઢવા  થોડી આવકમાં કેટલા કરક્સરથી રહીએ છીએ.તમો અને હું  આપણાં કપડા સ્ટોરમાંથી સસ્તામાં સસ્તા લાવીએ છીએ.

‘કવિતા, ટીનું આપણી મોટી દીકરી છે, કાલ સવારે પરણીને સાસરે જતી રહેશે, દીકરીની લાગણી દુભાવવી  સારી નહીં. મેં બે-દિવસ પહેલાં બ્લુ-લાઈટમાં ત્રણ શર્ટ્સ  અને બે પેન્ટ લીધા છે જે તું કાલે પાછા આપી દેજે અને જેના ૪૦ ડોલર્સ પાછા આવશે અને બાકીના મારા લન્ચ-મની માંથી ૧૦ ડોલર્સ લઈ લે હું બે દિવસ ઘેરથી સેન્ડવીચ લઈ જઈશ પણ ટીનુંને  તું  ખુશ કર . મારે તેણીના આસું જોઈ શકાતા નથી. ‘ પણ તમે કેટલા જુના શર્ટ અને પેન્ટ પહેરો છો..ઓફીસમાં….
હની..તેની તું ચિંતા ના કર…’

બીજેજ દિવસે મારો ફેવરિટ ડ્રેસ મમ્મી અને હું લઈ આવ્યા…હું બહુંજ ખુશ થઈ ગઈ…ડેડીએ પોતાના કપડા પાછા આપી દીધા તેનો મને કશો ક્ષોભ કે દુઃખ આ ટીન-એઈજ ઉંમરે ના થયો જેટલો આનંદ મને મારો ડ્રેસ મળવાથી થયો!

હું અને મારી નાની બે બહેનો સૌ સારું એવું ભણ્યાં.મારા મમ્મી-ડેડીએ  અમોને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી, શું  કર્યું ? એ અમોને કશી ખબર નથી..બન્નેની ઈન્સ્યુરન્સ કંપનીમા  ક્લેરિકલ જોબ હતી એ અમોને ખબર હતી..

મેં કમ્પુટરમાં માસ્ટર કર્યુ અને આજે મારે કમ્પુટર સોફ્ટવેરનો બીઝનેસ છે અને મારો પતિ રિચર્ડ પોતે  એક મોટી પ્રાઈવેટ ફર્મમાં પ્રેસીડેન્ટ હતો.મેં  રિચર્ડને કહ્યું. Richard, I wanted to buy B.M.W. for my parent’s 40 marriage anniversary and this is going to be best gift for them from us.( રિચર્ડ, મારા મમ્મી-ડેડી ની ૪૦મી લગ્નની તીથીમાં  હું તેમના માટે બી.એમ.ડબ્લ્યુ(કાર).લેવા માંગુ છુ, આ તેમના માટે સારામાં સારી કિંમતી ભેટ આપણાં તરફથી હશે.)’ ‘ Honey, ofcourse!They deserve the best…just do it darling and surprise them..( દિલેજાન, જરૂર,,તેઓ માટે જેટલું કરી એટલુ  ઓછુ છે..પ્રિયે…ચાલ  આવી કિંમતી ભેટ  આપીશું તો નવાઈ પામશે)…

૪૦ એનિવર્સરી ના દિવસે ૩૦૦ મહેમાનોની હાજરીમાં ૪૦,૦૦૦ ડૉલર્સની કિમતી કારની ચાવી મમ્મી-ડેડીને અમોએ આપી. મમ્મી-ડેડીની આંખમાં હર્ષના આંસું સરી પડ્યા. ‘ દીકરી, અમારાથી…’ એ કશું આગળ બોલે તે પહેલાં હું તેમને ભેટી પડી..મારી આંખમાંથી  પણ આંસુ સરી પડ્યા..પણ એ મારા આંસું  મને કહી રહ્યાં હતાં.  ” ટીના, યાદ છે ?૨૫ વર્ષ પહેલાં તારા ગ્રેજ્યુએશના  ડ્રેસ માટે  ડેડીએ   પોતાના માટે લીધેલા ૪૦ ડોલર્સ શર્ટસ અને પેન્ટ પાછા આપ્યા અને ઘરેથી સેન્ડવીચ લઈ ચલાવી લીધું એ નિરાપેક્ષીત પ્રેમની ગંગા અને સંપૂર્ણ સર્મપણ પાસે આ તારી ૪૦,૦૦૦ કારની કિંમત શું ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી  આપશોજી.

નવેમ્બર 3, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

જ્યારે પથ્થર દિલ પિગળે!

ત્રણ બાળકો થયાં બાદ પહેલીવાર ભારત જવાનું થયું.દશ વર્ષ પહેલાં ભારતની મુલાકાત મારા મમ્મી-ડેડી  સાથે કરી હતી અને ઉમેશ પર મારી પસંદગી ઉતરી.દેખાવડો,મિકેનિકલ એન્જિનિયર  સાથે લગ્ન નક્કી કર્યા.હું સિટિઝન હતી તેથી ઉમેશને ફિયાન્સે વિઝા પર તુરત અહી અમેરિકા આવવા મળ્યું.નસીબ જોગે બે મહિનામાં મારીજ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ મળી ગઈ.પહેલી બે બેબી ગર્લ પછી મેં ઉમેશને કહ્યું.ઉમેશ,આપણે અહીં બાળકોનો પૂર્ણવિરામ મુકવો પડશે…રુકેશા.તારી વાત સાચી છે પણ હું મારી ઈચ્છા કહી શકું ?
‘એક બેબી-બૉય હોય…તો.’  ‘ના..ના ઉમેશ..It’s impossible! I can not raise more than two kids….it’s too much hassle( એ શક્યજ નથી…કેટલી હાડમારી પડે..)’  ઉમેશ..આગળ એક શબ્દ ના બોલ્યો માત્ર એટલું જ કહ્યું. ‘As you wish'( જેવી તારી ઈચ્છા)..

તમો   રેઈની સીઝનમાં રોજ છત્રી લઈ જાવ અને  એક દિવસ છત્રી લઈ જવાનુ ભુલી જાઉ તેજ દિવસે ધોધમાર વરસાદ પડે ને  પલળી જવાય એવું મારા જીવનમાં બન્યું.  હું બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવાનું  બે વખતભુલી ગઈ.એના પરિણામ રુપે આકાશનો જન્મ થયો.ઉમેશની ઈચ્છા પુરી થઈ  બન્ને જણાં જોબ કરતાં હોયએ ત્યારે ત્રણ બાળકોને સંભાળ  રાખવી,બેબી સિટર શોધવાની…બહુંજ હાર્ડ હતું..ઉપરાંત
છોકરા માંદા-સાજા હોય ત્યારે બે માંથી એકને ઘેરે રહેવું પડે એ જુદું.  પણ પડ્યું પત્તુ નિભાવે છુટકો નહી! ત્રણ બેડરૂમનું હાઉસ નાનું પડે..તેમાંય કોઈ ગેસ્ટ આવે ત્યારે તો ખાસ. બે વર્ષનો આકાશ,ટીનાને પાંચ અને લીનાની ઉંમર સાત સૌને લઈ  પહેલી વખત અમદાવાદ  આવ્યાં.ત્રણે બાળકોને પેલી વખત ભારત લઈ જતાં હતાં તેથી બહુંજ કેર-ફુલ રહેવું પડ્યુ.મેં અહીંથીજ ડોકટરની સલાહ મુજબ જરૂરી શોર્ટ બાળકોને અપાવી દીધા હતાં.ડીસેમ્બર મહિનો હતો એટલે થોડી ઠંડી હતી તેથી અમદાવાદ મારા સાસુ-સસરાના ત્યાં રહેવાની મજા  આવતી હતી.ઉમેશે ફાયનાન્સિયલી હેલ્પ કરી અને તેના પેરન્ટસે  ઘર અહીં અમેરિકન સ્ટાઈલનું બનાવેલ જેથી અમને કશી મુશ્કેલી પડી નહી.છતાં ત્રણ, ત્રણ બાળકો સાથે કઈ પણ જવા-આવવામાં થોડી હેરાનગતી લાગે.અહીં ભારતના વાતાવરણમાં બાળકો ટેવાયેલા નહી એથી શર્દી-ઉધરસ,શોરથોટ અને એને લીધે ફિવર આ બધું ચાલ્યા કરે. આને કારણે અમો બહું બહાર ફરવા જવાનો પ્લાન ઓછો કરતાં હતાં. ઘરમાં જ રહી બાળકો સાથે સમય ગાળતા તેથી મારા-સાસુ-સસરાને પણ ગમ્યું. પહેલીજ વખત ગ્રાન્ડ-કીડ્સ  જોયા તેથી તેઓનો હરખ ને ઉત્સાહ અનેરો હતો બાળકોને પણ દાદા-દાદી સાથે રમવાની મજા પડતી હતી..

અમો બન્નેને મળવા એના એક મિત્ર મુકેશભાઈ આવ્યા.ઑપચારિક વાતો થઈ..વાતમાંને વાતમાં મુકેશભાઈએ ઉમેશના બીજા એક મિત્ર સુમિત વિશે વાત કાઢી તો જાણવા મળ્યું કે સુમિત અને તેની પત્નિ ઉમા બન્ને
બસ એક્સીડેન્ટમાં ગુજરી ગયાં હતાં.  અને તેમની પાછળ તેનો ત્રણ વર્ષનો છોકરો મુકી ગયાં…’ મુકેશ, તેના છોકરાની સંભાળ કોણ રાખે છે ?’ ‘કોઈ નહી.’  તેમના નજીકના સંગાઓ  છોકરાને  રાખવા  તૈયારજ નથી..અત્યારે તો  અનાથ-આશ્રમમાં.’  ઉમેશની આંખમાંથી ગંગા-જમના વહેવાવા લાગ્યા.મને પણ દુખ થયું પરંતુ  મારા કરતાં ઉમેશ વધારે લાગણીશીલ બની ગયો હતો..

ઉમેશ સવારે ઉઠીને બાજુંના પાર્કમાં વૉક કરવા ગયો અને હું થોડી મોડી ઉઠી..તો મારી નજર ટેબલ પર પડી.ઉમેશની ચિઠી હતી…’પ્રિય રુકેશા,
ગઈ કાલે જે મારા મિત્રની કરૂણ ઘટના સાંભળી.તેના છોકરાને કોઈ સગાએ  આસરો ના આપ્યો અને બિચારાને અનાથ-આશ્રમમાં જવું પડ્યું. બહુંજ દુઃખ થયુ..મારી એક નમ્ર વિનંતી સાંભળીશ ? આપણે તેના છોકરાને એડાપ્ટ કરી લઈએ તો……?
હું તુરતજ મનોમન બોલી ઊઠી ..’ઉમેશ..ગાંડો થયો છે.આપણું ઘર કઈ ધર્મશાળા છે ? ત્રણ ત્રણ છોકરાઓને ઊછેરવા કેટલો હાર્ડ-ટાઈમ પડે છે. મારે આવા લફરામાં નથી પડવું.મારે કોઈ હવે કુટુંબમાં કોઈપણ જાતની વધારાની જવાબદારી લેવી નથી..હું બહુંજ અપ્સેટ થઈ ગઈ.

ઉમેશ જેવો ઘરમાં આવ્યો તુરતજ મેં તેને બેડરૂમમાં બોલાવ્યો..’આ શું છે ઉમેશ ?’  હું ધુવાપુવા થઈ ગઈ હતી.ભારતમાં લાખો બાળકો અનાથ છે તું કેટલાની ચિંતા કરીશ ? આપણે એટલાં અમીર નથી કે આવી ખોટી જવાબદારી માથે લઈએ. હું કદી પણ આવી જબાવદારી લેવા માંગતી નથી.ઉમેશ કશો પણ ગુસ્સે થયાં વગર મારી વાત સાંભળી રહ્યો હતો..’જો તું મને બોલવાનો ચાન્સ આપે તો મારે કઈક કહેવું છે.’

‘ હું પણ અનાથ હતો.’ ‘શું વાત કરે છે ? તે મારાથી આ વાત કેમ છુપાવી ?’ ‘તેના માટે મને માફ કરજે.કહેવાની તક મળી નથી. અને આ મારા પાલક માતા-પિતાએ સદા પોતાનું સંતાન માનીનેજ મને ઉછર્યો છે,,સારા સંસ્કાર આપી મને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.’ ઉમેશ વાત કરતાં કરતાં ગળગળો થઈ ગયો.મને મારા જન્મ આપનાર મા-બાપ કોણ છે એ પણ ખબર નથી.હું પાંચ વર્ષનો હતો અને અનાથ આશ્રમના મેનેજર   બહું ખરાબ સ્વભાવના હતાં અને એક દિવસ મેં બીજા છોકરા સાથે ઝગડો કર્યો મને આખો દિવસ ખાવા  ના આપ્યું. બહુંજ ભુખ લાગી હતી ત્યાંથી ભાગ્યો. નજદિકના એક પ્લોટમાં પાર્ટી ચાલતી હતી ત્યાં ગયો પણ મારા ચીંથરેહાલ કપડાંમા મને અંદર જવા ના મળ્યુ. રડતો રડતો ભુખ્યો  તરસ્યો ખુણા પાસે બેસી ગયો અને આ મારા પાલક માતા-પિતા  મારા જીવનમાં ભગવાન બની આવ્યા મને ઉગાર્યો..દિકરા તરિકે સ્વિકાર્યો એમને ચારા ચાર સંતાન હતાં છતાં,,,ઉમેશ…I am so sorry…(મને માફ કરજે)..કહી તેને ભેટી પડી..પણ મમ્મી-ડેડીના બીજા ચાર દિકરા ક્યાં છે ? રુકેશા..સૌ ગામમાં રહે છે પણ કોઈ મમ્મી-પપ્પાનું ધ્યાન  રાખતાજ નથી.તેમના માટે તો આપણે બેઉજ જે ગણીએ તે છીએ.’

ઉમેશની ઘટનાએ મારું દિલ પિગળાવી દીધું..ઉમેશના પાલક માતા-પિતા ચાર ચાર સંતાનો હોવા છતાં એક અનાથને આસરો આપ્યો. અને એ અનાથ ઉમેશે આજે જીવનની સુંદર કારકિર્દી  બનાવી એક પ્રેમાળ પતિ એક પ્રેમાળ પિતા બન્યો.જીવનની જવાબદારીમાંથી હું કેમ ભાગું છુ ? હું પણ એક માનવ છું. માનવી પ્રત્યે મારી લાગણી અને પ્રેમ નહી રાખું તો આ માનવજીવન શા કામનું ? બસ મેં  સ્વ.સુમિતના એકલો અટુલા સંતાન  સુકેતુ માટે ફાઈલ કરી દીધું.હવે એ અનાથ નથી..મેં ફાઈલ કર્યું ત્યારે ઉમેશના ચહેરા પર જે ખુશી જોઈ છે તેને  અહીં શબ્દમાં મુકી શકાય તેમ નથી..

આજ હું ચાર ચાર છોકરાની મમ્મી છું એનો મને અનહદ આનંદ છે. સમય જતાં ક્યાં વાર લાગે છે ? સુમિત હાઈસ્કુલમાં  valedictorian  તરિકે ગ્રેજ્યુએટ થયો.  તેના ગ્રેજ્યુએશન સેરિમનિમાં  પ્રિન્સિપલે અમને કહ્યુ. ‘You are very proud  and lucky parents to have this kind of  intelligent kid in your family(તમે નસીબદાર અને ગૌરવશાળી મા-બાપ છો જેના કુટુંબમાં આવો હોશિયાર બાળક  હોય)…સુમિતને  ગ્રેજ્યુએશન સેરિમનિમાં સ્પીચ આપવાની હતી.

‘Mom, thank you for your encouraging words, your advice, and for always believing in me even at times when I gave up on myself. Just as you have stood by me and helped me accomplish so many goals, I hope to be able to fulfill many of your dreams. Dad, thank you for your support, guidance, and for the lifelong values and morals you have instilled in me.(મમ્મી,તમારું પ્રોત્સાહન,સલાહ માટે હું આપનો ઋણી છું તેમજ હું જ્યારે, જ્યારે  નિરાશ થયો છે ત્યારે તમને મારામાં પુરે પુરો વિશ્વાસ રાખી ઉત્સાહ આપ્યો.માર લક્ષ્યને પહોચવા મારી પડખે ઉભી રહી છો.ઈશ્વરને પ્રાર્થુ છું કે આપના સ્વપ્ન સાકાર કરી શકું. ડેડ,આપના માર્ગદર્શન,ટેકા  તેમજ આ જીવનની કિંમત અને ઉદ્દેશ મને સમજાવ્યા  તે બદલ આપનો પણ ઋણી છું).

મિત્રો,મેં મારા માતા-પિતાની છત્રછાયા બહુંજ નાનપણમાં ગુમાવી હતી. એનો મને કશો અફસોસ નથી.પણ આનંદ અને ગૌરવ સાથે કહુંછું કે મારા પાલક માતા-પિતા એક કચરા પેટામાંથી ઉચકી મને એક સ્વર્ગ જેવા ઘરમાં લાવી આસરો આપ્યો, સંસ્કાર આપ્યા,શિક્ષણ આપ્યું ,માર્ગદર્શન આપ્યું છે.આજે  મને જે valedictorian નો એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ મારા માતા-પિતાને આભારી છે અને હું તેમને સ્ટેજ પર આવવા વિનંતી કરૂ છું..હું અને ઉમેશ  ભાવ-વિભોર અને ગળગળા થઈ સ્ટેજ પર ગયાં..’Mom, dad, Only you deserve this award,,not only me..all thanks goes to you ..All I needs is you blessing…(મમ્મી, ડેડી..આ  એવોર્ડના આપ અધિકારી છો..હું  નહી. યશ અને જશ અધિકારી આપજ છો.મને તો માત્ર આપના અશિર્વાદ જોઈએ છીએ..) કહી..હજાર પ્રેક્ષકોની હાજરીમાં અમારા ચરણે પડી ગયો….!

આપનો મૂલ્યવાન પ્રતિભાવ જરૂરથી આપશોજી.

ઓક્ટોબર 24, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

દિવાળી અભિશ્રાપ બની ગઈ !

ચાંદ તને જોઈ શરમાય જાય,
સોળેકળએ રુપ તારુ ખિલ્યું છે,
જોઈ તને મન પાગલ થઈ જાય.

‘બસ કર ભાવિન, what do you want?(તારે શું જોઈએ છે?)’ . ‘તારા આવા સુંદર વખાણ કર્યા તોય તું …’  ‘.ભાવિન, જ્યારે જ્યારે તું  મારા વખાણ કરે છે ત્યારે મને લાગે છે કે તું બહુંજ રોમેન્ટિક મુડમાં…’
‘યાર…તારી જેવી રુપાળી સ્ત્રી મળે ને હું રોમેન્ટિક ન થાઉ તો…એ  શક્યજ નથી…ચાંદની પોતાનું રૂપ કળશ ભરી ભરી ઢોળતી હોય અને હું ખોબે ભરી પિઉં નહી.. હું નિષ્ક્રીય પતિ કહેવાઉ……’  ‘વાહ! વાહ..કવિજી, આવી મીઠી મધુરી વાત કરી…મને પિગળાવવા માગો છે’. ‘હની, વિકેન્ડ છે…રજામાં મજાતો કરવીજ જોઈએ ને ?…Please my sweet heart…miss..shreya.
let’s roll the good time..’ (મારા હ્ર્દયની રાણી..મીસ શ્રેયા…એક સુંદર પળમાં ખોવાઈ જઈએ!)…O.K  finaly you win…( ઑકે..તારી જીત થઈ.)..

ભાવિનને દસ વર્ષ પહેલાં  ગુજરાતી સમાજની દિવાળી પાર્ટીમાં મળી હતી અને પહેલી નજરમાં નયનમાંથી તસ્વિર સીધી હ્ર્દયમાં ઉતરી ગઈ. એક પ્રેમાળ પતિ , એક જીગરી દોસ્ત, સ્ત્રીના જીવનમાં જીવનસાથી બની આવે તો સ્ત્રીનું જીવન ધન્ય બની જાય. હું કેટલી નસીબવંતી છું.  એજ ફળશ્રુતી રુપે પ્રિયા અમારી દીકરી પરી સ્વરૂપે જીવનબાગમાં આવી. અમારું જીવન ધન્ય ધન્ય બની ગયું.

ભાવિન ભારતમાં જન્મ્યો છે.પરંતુ ત્રણ વર્ષની  નાની ઉંમરે તેના મા-બાપ સાથે  અમેરિકા આવી ગયેલ અને કોમ્પુટર સાયન્સમાં ડીગ્રી અને એમ.બી.એ. કરી  આઈ.બી.એમ. કંપનીમાં મેનેજર તરીકે જોબ કરે છે.અમો બન્ને  લગ્નબાદ ઓસ્ટીન ટેક્ષાસમાં સ્થાઈ થયા. મેં સી.પી.એ ડીગ્રી પ્રાપ્ત કરી ચીફ-એકાઉન્ટન્ટ તરિકે હોસ્પિટમાં જોબ કરતી હતી.અમો બન્ને આર્થિક રીતે ઘણાં સુખી હતાં.અમારું બે માળનું પાંચ બેડરૂમનું મકાન Lake front(તળાવના કિનારે) હતું. જેમાં મારા માતા-પિતા સમાન સાસુ-સસરા માટે નીચે બેડરૂમ અને એટેચ ગરાજ અને ફૂલ-બાથરૂમ કરાવેલ જેથી મોટી ઉંમરે  દાદરા ચડવા ના  પડે.ભાવિનના માતા-પિતા મને દીકરી તરીકે જ પ્રેમ-ભાવ આપતાં.મારા મમ્મી-ડેડીને હું અવાર-નવાર આર્થિક રીતે મદદ કરતી ત્યારે ભાવિન કહેતોઃ ‘શ્રેયા,તારા મમ્મી-ડેડી માટે પણ આપણે આપણાં ઘરની નજીક બે-બેડરૂમનું મકાન બંધાવી લઈએ જેથી એ નિવૄત થાય ત્યારે આપણે તેમનું ધ્યાન પણ રાખી શકીએ’.આવા ઉમદા વિચાર  એક પ્રેમાળ પતિમાં આવે એ પત્નિનું જીવન સ્વર્ગમય બની જાય!

‘શ્રેયા, દિવાળી નજીક આવી રહી છે.આ વખતે આપણે બન્ને એક સુંદર પાર્ટીનું આયોજન કરીએ’ ‘ભાવિન,તને ખબર છે કે મારે બેબી નવેમ્બરમાં ડ્યુ છે અને મારાથી હવે બહું બોજો ઉઠાવી  નથી શકાતો. આપણાં ગ્રૂપમાં આપણેજ હંમેશા દિવાળીની પાર્ટીનું આયોજન કરતાં હોઇએ છીએ  તો આ વખતે કોઈ બીજા મિત્રને તક આપીએ.’  ”હની, તને આ વખતે કશી જવાબદારી નહી આપું હું અને મુકેશ બન્ને સાથે મળી પાર્ટીનું આયોજન કરીશું.’  ‘ઑકે…બાબા. મને ખબર છે તને હંમેશા આ જવાબદીરી લેવી ગમે છે.’ ‘ ‘શ્રેયા,બસ તું હસતી રહે અને આપણાં  બેબી-બોય માટે પણ   સારું કહેવાય.વાતનો દોર બદલતા ભાવિન બોલ્યો. ‘શ્રેયા,પ્રિયાનું નામ તે સિલેકટ કર્યું આ વખતે હું બેબી-બોયનું નામ સિલેકટ કરીશ..હા બોલ..તે શું નામ પસંદ કર્યું છે ?’  ‘ભાવેશ….ભાવિન..ભાવેશ..ભ…ભ એકજ  રાશી.’  ‘વાહ.. મને  પણ આ નામ ગમ્યુ.’ ‘હની…”I can not wait to see our Bhavesh.’ I am so exited Shreya.( ભાવેશ ને જોવા હવે અધુરો થઈ ગયો છું. શ્રેયા, હું બહુજ ખુશ છું). ઉપરવાળાની દયા-પ્રેમ સદા રહ્યો છે..એક બેબી અને એક બાબો બસ હવે અહીં ફેમીલીની મર્યાદા બાંધી લેવાનું નક્કી કર્યું.

અમારા ગ્રુપમાં પચ્ચીસ ફેમિલી છે અને તેના માટે નાનો એવો હોલ, ઉપરાંત પાર્ટી માટે ફુડ..સોફ્ટ ડ્રીન્કસ, હાર્ડ લીકર ,પેપર પ્લેટ્સ,એપેટાઈઝર,ઘણી બધી વસ્તું નું ધ્યાન આપવાનું હોય છે પણ ભાવિનને શોખ અને ઉમળકો બન્ને છે.He loves party,and me too.( તેને પાર્ટી કરવી બહુંજ ગમે…મને પણ એવુંજ છે)અમારા ગ્રુપમાં સૌ ભાવિનના વખાણ કરતાં થાકે નહી.

સમય, સ્થળ અને ફુડ નક્કી થયાં અને દરેક વ્યકતિ દીઠ ૧૫ ડોલર્સનો ખર્ચ આવે એ ગણત્રી સાથે દિવાળીના આગલા વિકેન્ડમાં દિવાળી પાર્ટી ઉજવવાનું નક્કી કર્યું, સૌ મિત્રોને ઈ-મેલ કરી વિગત આપી અને  આર.એસ.વી.પી પાર્ટી પહેલાંના અઠવાડિયા જાણ કરવાં જણાવ્યું. ટોટલ મિત્રો અને બાળકો સાથે ૬૦ માણસોની  ગણત્રી થઈ.અમારા ગ્રુપમાં ભોજન બાદ અંતાકક્ષ્રરી, જોક્સ તેમજ એક બે મિત્રો સુન્દર ગાય છે તેના ગીતો  રાત્રીના એક વાગ્યા સુધી ચાલે.

‘ શ્રેયા, પાર્ટીનો સમય સાંજે સાત વાગ્યાનો છે પણ આપણે મોડામાં મોડું પાંચ વાગે તો પહોંચવું જોઈએ.’ ‘ભાવિન બરાબર છે પણ આ વખતે.’  ‘હા.તું આરામ કરજે બસ હું બીજા મિત્રોને પણ વહેલા બોલાવી લઈશ જેથી કામમાં  મદદ કરી શકે.’  ‘I love you Bhavin…Me too.(  ભાવિન.હું તને હંમેશા ચાહુંછુ…હું પણ..)

‘શ્રેયાભાભી pregnant(સારા દિવસો)  હોવા છતાં તમો બન્ને એ ખુબજ મહેનત કરી આ પાર્ટીનું આયોજન કર્યું છે તેના માટે સૌ મિત્રો આપનો આભાર વ્યકત કરે છે. મુકેશભાઈએ સૌની વચ્ચે આવી કહ્યું..Please give them a big hands..(સૌ તેમને તાળીઓથી વધાવી લો..)..સૌ એ આભાર , ‘Happy Diwali’  કહી એક પછી એક  રાત્રીના એક વાગે છૂટા પડ્યા.અમો અને બે-ત્રણ  મિત્રોને બધું સમેટતા બે વાગી ગયાં…હોલથી અમારું ઘર ૧૦ માઈલ છે. મેં ભાવિનને કહ્યું.
‘ભાવિન, તે ડ્રીન્ક લીધું છે તો કાર હું ચલાવી લઉં છું..નાના હની,  પ્રિયા સુઈ ગઈ છે.  Honey, you are almost nine months pragnant..I do not want to give you driving stress( હની, તને  નવમો મહિનો બેસી ગયો છે અને હું તને આ કાર ચલાવાનો ખોટો બોજો આપવા માંગતો નથી)   તું પાછળની સીટમાં પ્રિયાની બાજુંમાં બેસી કાર સીટમાં તેણીને સુવાડી દે.હું એને ઉંચકી કારમાં લઈ જાઉ છું.’ ‘પણ ભાવિન..તે બે-ત્રણ ડ્રીન્ક લીધા છે અને મને ચિંતા થાય છે.’ ‘હની..મને કશી ચડી નથી…હું ઓ કે છું.’

રાત્રીનો સમય હતો અને આગળ દલીલ કરવાનો કોઈ અર્થ મને લાગ્યો નહી.આમેય ભાવિન મને કદી પણ રાત્રીના ડ્રાઈવ કરવા દેતો નથી..ઘર બહું દૂર નહોતું અને ભાવિન આમેય બહુંજ કેરફુલ ડ્રાઇવર છે..એને કદી પણ ટ્રાફિક ટીકીટ મળી નથી.

૨૯૦ હાઈવે પરથી ૩૫ નોર્થ લઈ રોકફર્ડ માટે બીજી Exit લઈ ફીડર રોડ પર જઈ રહ્યાં હતાં. અચાનક  ભાવિનને જોકું આવી ગયું કે શું થયુ ?  કશી ખબર ના પડી…સામેથી આવતા એક મોટા પિકઅપ સાથે…મારાથી ચીસ પડાઈ ગઈ…’ભાવિન’….ભાવિનનો પણ ‘શ્રેયા’નો છેલ્લો અવાજ..બસ પછી શું થયું તેનો કશો મને ખ્યાલ નથી…

હોસ્પિટલમાં જેવી જાગી ત્યારે ખબર પડી કે પ્રિયા કાર સીટના બેલ્ટને લીધે સંપૂર્ણ સલામત હતી અને..મને તાત્કાલિક Cesarean (પેટ-ચીરી)ને બેબી-બોય-ભાવેશનો જન્મ આપ્યો.અમને હેલિકૉપટરમાં હોસ્પિટલામાં લાવવામાં આવ્યા હતાં..મેં ભાવેશને મારી બાજુમાં લીધો અને   તુરતજ સવાલ કર્યોઃ’ Where  is my husband ? is he OK ?( મારા પતિ ક્યાં છે ? એ બરાબર તો છે ને ?)…He is in another room..he will be OK(એ બીજા રૂમમાં છે..એમને કોઈ વાંધો નહી આવે..) મને બેઠો માર ઉપરાંત સિઝિરિયન એટલે નબળાઈ અને દર્દ ઘણું હતું..મારા સાસું સસરા સૌ ભાવિન સાથે હતાં. મારી ચિંતા વધવા લાગી.મેં ડોકટરને વિનંતી કરી કે મને સાચું કહો..ડૉ. સ્મિથે મને કહ્યું કે ડૉ.પેટરસન તમને સાચી હકિકત કહી શકશે.એ તમારા પતિની સારવાર કરે છે.

બેબી બોય ભાવેશની ખુશાલી જાણે એક ચક્રવ્યુંમાં ફસાઈ ગઈ હતી. ભાવિનજ મને એ ચક્રવ્યું માંથી બહાર લાવી ખુશીના રંગોથી રંગી શકે…બે કલાક  બાદ ડો.પેટરસન આવ્યા..કહ્યું.’Your husband has been badly injured and right now he is in comma.he has multiple injury in his head..he is in critical condition..can not tell what going to happen..hope for good.’ (તમારા પતિને બહુંજ વાગ્યું છે..અત્યારે એ બેભાન અવસ્થામાં છે.એકદમ ખરાબ પરિસ્થિતીમાં છે…સારું થઈ જાય એવી આશા રાખીએ)..આવા સમાચારથી મારું મગજ ભમવા લાગ્યુ,,એકી સાથે હજારો ખરાબ વિચારોનો હુમલો એકી સાથે થવા લાગ્યો..શું કરીશ ?  સ્વર્ગ જેવી જિંદગીએ અચાનક રંગ બદલી નાંખ્યો! મને વ્હીલચેરમાં ભાવિનના રૂમમાં જોવા લઈ ગયાં..ધ્રુસકે ધ્રુસકે રડી પડી.મોઢા પર,માથામાં ચારે બાજું એટલી બધી પટ્ટી તેમજ પ્લાસ્ટિક ભુંગળીઓ હતી કે એનો ચહેરો પણ જોઈના શકી.નિરાધાર સાસુ-સસરા મૌન બની આંસુની ધારામાં ગરકાવ હતાં. મને નર્સ તુરત મારા રૂમમાં લઈ ગઈ.સૌ મિત્રો પણ ત્યાં ઉભાપગે હાજર હતાં. પ્રિયાને કારસીટને લીધે કશું વાગ્યું નહોતું અને પ્રિયાને મારી બહેનપણી શિલા તેના ઘેરે લઈ ગઈ હતી..

ચાર દિવસ પછી મને રજા આપી..ભાવિન હજું બેભાન અવસ્થામાં જ હતો..ડૉ.પેટરસને મને પોતાની ઓફીસમાં બોલાવી.  હું અને સાસુ-સસરા અને એક મિત્ર સૌ સાથે ગયાં. ‘મને કહેતાં દુઃખ થાય છે કે આપના પતિ બેભાન અવસ્થામાંથી કદી પણ બહાર આવી શકશે નહી..His brain is dead..(મગજ મૃત્યુ અવસ્થામાં છે).અત્યારે દવા અને લાઈફ-સપોર્ટથી જીવી રહ્યો છે…તમે જે નક્કી કરો એ મને તાત્કાલિક જાણ કરશો..

દુઃખ આવે છે ત્યારે એની તાત્કાલિક કોઈ દવા હોતી નથી.’ભાવેશને જોવા ભાવિનને  અધુરાઈ આવી ગઈ હતી..કેટલો આનંદીત હતો ? હું ભાવેશ આવશે તો આમ કરીશ ..તેમ કરીશ  કેટલાં સ્વપ્ના સેવ્યા હતાં ? શું મારે ભાવિનની જિંદગી નક્કી કરવાની ? આવા સારા દિવાળીના દિવસોમાં આમ કેમ બની ગયું! દિવાળીનો ઉત્સાહ કેમ શ્રાપ બની ગયો? સાસુ-સસરા એટલા ઢીલા પડી ગયાં હતાં કે એક શબ્દ બોલવા કે  સલાહ આપવા શક્તિમાન નહોતા..ગાંડા..ગાંડા જેવા થઈ ગયાં હતાં…

 જીવાડુ..તો એ રિબાતો રહેશે..એને તો કશી ખબર નહી પડે.. આ જીવતા મૃત્યુ દેહને ઘરમાં રાખું ? જો જીવનદોર ખેચી લઉ તો…મારી જાતને ધિક્કારીશ..મારી જાતને હંમેશા દોષિત ગણીશ…મુઝવણમાં મુકાઈ ગઈ  છું..હું શું કરૂ ?

આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશોજી

ઓક્ટોબર 13, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

મારી યશોદા મૈયા !

શિકાગો શિયાળામાં ખુદ સ્નોની ચાદર ઓઢી  શિકાગોવાસીઓને  પગથી માથા સુધી સૌને ગરમ-કપડા પહેવાની ફરજ પાડે છે. અને આ  આ વિન્ડી સિટીમાં ત્રણ મહિના સુધી હાડકા સોસરવી ઠંડી  આપી ઘડીભર તો ત્યાંથી બીજા વૉર્મ સ્ટેટમાં મુવ થઈ જવા વિચારતા કરી દે!  ઉનાળાની ગરમી સહન થાય પણ આ વિન્ડી-સીટીમાં ટેમ્પરેચર માઈનસ ૧૫ ડીગ્રી હોય પણ મેશિગન લેઈક પરથી ફૂંકાતા પવનને લીધે માઈનસ ૬૦ ડીગ્રી જેવી અસર લાગે !હું નાની હતી અને એકની  એક દીકરી  અને સ્પોઈલ હતી.થોડો સ્નો પડે એટલે મમ્મીને કહું કે મારે બહાર જઈ સ્નો-મેન બનાવવો છે. આવી મારી જીદમાં બીજા બાળ મિત્રો સાથે રમતા રમતા સ્નો માં પડી અને  તાત્કાલિક ઈમરજન્સીમાં લઈ ગયાં.  જમણા પગની થાઈ માં ફ્રેકચર નિકળ્યું  એટલે  ત્રણ મહિના પથારી વશ પડી રહી.બીજા વર્ષે  ફરી સ્નોમા પડી અને હાથમા ફ્રેકચર! મમ્મી-ડેડીએ નિર્ણય લીધો કે બીજા વોર્મ સ્ટેટમાં મુવ થઈ જઈએ..ટેક્ષાસ સ્ટેટમાં મુવ થવાનું નક્કી કર્યું, ડેડીને ઓઈલ કંપનીમાં સારી જોબ મળી ગઈ અને મમ્મીને બેંકમાં અમો હ્યુસ્ટન મુવ થઈ ગયાં કે જ્યાં કદી હેવી સ્નો કે હાડકા સોસરવી ઠંડી પડે જ નહી!

છ મહિના એપાર્ટમેન્ટમાં રહ્યાં બાદ અમો એ ચાર બેડરૂમનું બ્રાન્ડ-ન્યુ ઘર લીધું. બેક યાર્ડમાં સ્વીગ સેટ મમ્મી-ડેડીએ મુકાવ્યો. હું સ્કુલેથી બે કલાક બેબી સિટરને ત્યાં રહું અને મમ્મી મને પાંચ વાગે જોબ પરથી છૂટી પિક-અપ કરી લે જેવી ઘરમાં આવું  એવીજ બેક-યાર્ડમાં.અહીં હ્યુસ્ટનના વેધરમાં અમો સૌને ફાવી ગયું.અહીં વરસાદની કોઈ સિઝન નહીં ગમે ત્યારે પડે! અને જુન થી નવેમ્બર સુધી “Hurricane season”(વાવાઝોડની ઋતુ )સ્નોથી બચ્યા પણ ઉનાળામાં ” Hurricane and Tornado”(વાવાઝોડ-તોફાની પવન) અહીં અવાર-નવાર અણધાર્યા મહેમાન બની જાય!

સપ્ટેમ્બરની મી ૨૦ તારીખ મને બરોબર યાદ છે.હરિકેન “કારલો” Gulf of Mexico(મેક્ષીકો નો દરિયો)થી  વેસ્ટ  ટેક્ષાસ તરફ  ૧૦૦ માઈલના વિન્ડ સાથે મુવ થઈ રહ્યો હતો અને તેમાં Galveston થી સાઉથ corpus Christi વચ્ચે હિટ થવાની પુરેપરી વૉર્નીંગ હતી. મમ્મી-પપ્પાએ precaution   તરિકે ઘરમાં કેન-ફુડ અને ડ્રાય-ફૂડ, બેગ્સ ઓફ ચિપ્સ  તેમજ ત્રણ ચાર કેઈસ બૉટલ વૉટર્સ,કેન્ડલ્સ,એક્સ્ટ્રા બેટરી ઘરમાં રાખેલ.

૧૯ સપ્ટેમ્બરની સાંજે મમ્મી અને હું એકલા હતાં, ડેડીને જોબના કામે ન્યુયોર્ક ગયા હતાં,સાંજે ડેડીનો ફોન આવ્યોઃ  ‘હરિકેન ‘કારલો’ ગેલ્વેસ્ટન પર હીટ થવાની પુરેપુરી શકતા છે તમો બહું જ કેરફૂલ રહેજો. આ હરિકેનને લીધે હ્યુસ્ટનની બધી ફલાઈટ કેન્સલ થઈ છે જેથી હું આવી શકું તેમ નથી. મને  તમારી બહુંજ ચિંતા થાય છે કે હ્યુસ્ટનમાં મુવ થયાં પછી આ પહેલો હરિકેન આવે છે અને તમો લોકોને  આ બાબતથી કશો અનુભવ નથી.એવું હોય તો તમો આપણાં મિત્ર સુભાષને ત્યાં જતા રહેજો…’હની, તમો બહું ચિંતા ના  કરો આપણે ગેલ્વેસ્ટનથી ૭૦ માઈલ દૂર છીએ..હરિકેન-કારલો માનો કે હીટ થાય તો પણ હ્યુસ્ટન આવતા તેનો વિન્ડ ઓછો થઈ જાય…’ ‘પણ હની.. અત્યારે તેનો વિન્ડ હરિકેન કેટેગરી પહેલાંમાં  છે અને  ૧૫૦ માઈલની સ્પીડ છે.’ .’મુકેશ તું ચિંતા ના કર હું આવતી કાલે જોબ પર નથી જવાની અને લતાની સ્કુલ પણ આ હરિકેનને લીધે બંધ છે..તું   કશી પણ અમારી ચિંતા ના કરતો..હરિકેન અને ટોરનેડોમાં શું, શું પ્રિકૉશન લેવા જોઈએ તેમજ  મેં સેઈફટી માટે શુ, શું કરવું જોઈએ તે મે બે વખત વાંચી લીધું છે..’ ‘શીલા મને ખબર છે તું આ બાબતમાં બહુંજ સાવચેત અને હોશિયાર છે પણ..’  ‘.મુકેશ..તારા પાસે થી હું ઘણું શિખુ છુ..ચિંતા ન કર.. ઓ,કે હની..આ ઈ લવ યું! બાય મુકેશ!

મને મમ્મીએ આજ રાતે તેણીના બેડરૂમમાં  સુવાડી. સવારના
ચાર વાગ્યા હશે..એક ભયંકર  અવાજ આવ્યો..હું અને મમ્મી સફાળા  જાગી ગયાં ને હું રડતી રડતી મમ્મીને ભેટી, પડી…લતાબેટી ગભરાઈશ નહી..હું છું ને!લાગે છે કે હરિકેન કારલો ગેલ્વેસ્ટનમાં હીટ થયો છે!..મમ્મી. લાઈટ કરને..અંધારામાં બીક લાગે છે..બેટી લાઈટ જતી રહી લાગે છે..મમ્મીએ ફ્લેશ-લાઈટ અને કેન્ડલ સળગાવ્યા અને બેટરી ઓપરેટેડ રિડિયો ચાલુ કર્યો તો સમાચાર આવ્યા કે..’કારોલો ૨.૩૦ વાગે ગેલ્વેસ્ટન ને હીટ થયો છે અને મુવીગ નોર્થ-વેસ્ટ..સમગ્ર ગેલ્વેસ્ટન પાંચ થી છ ફૂટના પાણી ભરાઈ ગયાં છે અને ભારે નુકશાન સાથે  આખું શહેર ઈલેકટ્રીક વગર  પાણીમાં છે. તેમજ હ્યુસ્ટનમાં પણ હેવી વિન્ડ અને ટોરનેડાને લીધે ઈલેકટ્રીસીટી નથી..આખા શહેરમાં ટોરનેડો હેવી વિન્ડ અને સાતથી ૧૦ ઈન્ચ વરસાદ પડવાની પુરે પુરી શકતા છે..’

મમ્મી…હવે શુ કરીશું ? હું તો બહુંજ ગભારાયેલી હતી.વિન્ડ પર જોર જોરથી ફૂંકાવા લાગ્યો..બેટી ચિંતા ના કર હું છું ને! જોર-શોરથી વિજળીના કડાકા-ધબાકા થવાની શરૂઆત થઈ ગઈ..રેડિયો પર અમારા એરિયામાં ટોરનેડો હીટ થવાની વોરનીંગ આવવા લાગી..’મમ્મી મારાથી જોરથી બુમ પડી ગઈ..બેકયાર્ડમાં ટ્રી કડાકા સાથે..તુટ્યું! નસીબ જોગે એ ફેન્સ પર પડ્યું ઘર પર ના પડ્યું! પવન ભયંકર રીતે ફૂકાવો લાગ્યો..બેટી..ટોરનેડો  આપણા એરિયામાંથી જ પસાર થઈ રહ્યો છે..ચાલ આપણે બન્ને મારા બેડરૂમના  બાથરૂમમાં જતા રહીએ..એજ સિક્યોર અને સેઈફ
જગ્યા છે..ભયંકર અવાજ થયો જાણે અમારા ઘર પર પ્લેઈન પડ્યું હોય!નજર કરી તો ઘરનું રુફ પવન સાથે  ઉડી ગયું ..મમ્મી અને હું બન્ને બહુંજ ગભરાઈ ગયા.ઉપર આકાશ અને નીચે અમો ,ખુલ્લી ચાર દિવાલ વચ્ચે..બાથરૂમમાં…કઈ આકાશમાંથી જોરદાર વસ્તું પડતી જોઈ અમારા પર…એ..પછી શું થયું….ખબર ના પડી….

મારી મમ્મી ક્યાં છે ?  હોસ્પિટમાં મેં નર્સને સવાલ કર્યો…
તારી મમ્મી…..’હલ્લો  ગુડ મોર્નીગ લત્તા ‘ ડોકટર રૂમમાં આવ્યા…
ડોકટરને મેં ફરી સવાલ કર્યો..મારી મમ્મી ક્યાં છે! એ રિકવરી રૂમમાં છે અને તારા ડેડી હમણાંજ આવવા જોઈએ…મારા ડેડી ન્યૂ-યોર્કથી આવી ગયાં ?ટોરનેડો હીટ થયાં બે દિવસ થઈ ગયા હતાં એ પણ મને ખ્યાલ ના રહ્યો.

‘ I am sorry my sweet heart…” Daddy,( મને માફ કર મારા હૈયાના હેલ..) ‘ડેડી’, કહી લતા ધ્રુસકે રડવા લાગી..ડેડી મારી મમ્મી …ક્યાં છે?..મને કહો કહી હું જીદ લઈને બેઠી બસ મને મમ્મી પાસેજ લઈ જાવ…ડોકટર, ડેડીની પાસેજ બેઠાં હતાં..ડોકટરે ડેડીના કાનમાં કહી કહ્યું ને ડેડી રડતા અવાજે મને સાચું કહ્યું. ‘Mom, is no more…she saved your life by became a shield when a  big   object dropped from the  sky.( મમ્મી. આ દુનિયામાં રહી નથી…તેણીએ જ તારી જિંદગી બચાવી બેટી..જ્યારે આકાશમાંથી  એક મોટી વસ્તું તમારા પડી ત્યારે એ તારી ઢાલ બની ગઈ!)…

‘મેં મારી જન્મ આપનાર મા ને જોઈ નથી, છ મહીના નાની હતી અને  મને અનાથ આશ્રમમાંથી અહી અમેરિકા લાવી એજ મારી સાચી જનેતા.  પાલનહાર યશોદા-મૈયાએ મારી જિંદગી બચાવી.’

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

ઓક્ટોબર 5, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

મારી દીકરી મળી ?

ગરાજ-ડૉર ખોલવાનો  અવાજ આવ્યો..રીના એ ઘડિયાળ તરફ નજર કરી, રાત્રીના બે વાગ્યા હતાં.રિયાએ કાર ગરાજમાં પાર્ક કરી કિચન ડોરમાંથી ઘરમાં પ્રવેશ કર્યો..’મમ્મી..તું હજું જાગે છે ?’ તને ખબર છે બેટી કે તું જ્યાં સુધી  સહીસલામત ઘરમા ન આવે ત્યાં સુધી મને કોઈ દિ ઊંઘ આવી છે? મમ્મીએ સામો સવાલ કર્યો..’ઑકે મમ્મી..તારે કાલે વહેલાં ઉઠી જોબ પર જવાનું છે અને મારે કાલે પહેલો ક્લાસ ૧૧.વાગે શરૂ થવાનો છે તેથી  મને તો પુરતો આરામ મળી જશે!’ ‘Tell me..Did you have a fun in Garba?…Yes mom..can we talk tomorrow ?’
‘OK..Beti…good night’…’good night'(‘તું મને કહે કે ગરબામાં મજા આવી ?  હા.મમ્મી..આપણે  આવતી કાલે વાત કરીએ તો..? ઓકે..બેટી..શુભરાત્રી…શુભરાત્રી..)

રિયાને કોલેજનુ પહેલું વર્ષ હતું, રિયાને એક જ મહત્વકાંક્ષા છે.’ બસ હું  એક સફળ ડોકટર બની મારી મમ્મીનું સ્વપ્ન સાકાર કરું.મમ્મીએ ભોગવેલી ભયંકર યાતના અને એ પણ એકલા હાથે અને સિંગલ પેરેન્ટ તરીકે મને પિતાનો પ્રેમ એટલો આપ્યો છે કે મને પિતાની જરી પણ ખોટ વરતાતી નથી.

રિયા હાઈસ્કુલમાં valedictorian( સૌથી પ્રથમ) હતી તેથી કોલેજમાં ૧૦૦% સ્કોલરશીપ મળી હતી, ટેક્ષાસની ટોપ યુનિવર્સિટીમાં તેની સ્ક્લોરશીપ સાથે એડમીશન મળતું હતું પણ રિયાએ મમ્મીને કહ્યું. ‘મૉમ..હું તારાથી દૂર જવા નથી માંગતી’.’પણ બેટી..તને સારી યુનિવર્સિટીમાં એડમીશન મળતું હોય તો તું મારી ચિંતા ના કર.તારું ભવિષ્ય અને કારકિર્દી માટે હું ગમે તે ત્યાગ કરવા તૈયાર છુ.”મમ્મી..હું અહી લોકલ યુનિવર્સિટિમાં રહીને પણ એક સારી ડૉકટર બની શકું તેમ છું તો હું તને છોડી ક્યાંય બીજે જવા નથી માંગતી.

રિયા એની મમ્મી જેવી જ સુંદર અને ઘાટીલી, નમણી હતી. એથીજ જુનિયરમાં ‘મીસ હ્યુસ્ટન’ તરીકે વર્ણી થઈ હતી.સાથો સાથ ભારતિય સંસ્કારો-સંસ્ક્રુતી તેણીમાં ભારોભાર ભર્યા હતા.ગરબા-અને ફિલ્મી ડાન્સમાં ઘણીવાર પહેલી આવી ઘણા એવૉર્ડ જીત્યા છે.રીનાની એ ડુપલીકેટ હતી..મા-દીકરી સાથે જતાં હોય તો કોઈને એમજ લાગે કે બે સહેલીઓ છે!રીના અને રિયા એટલા ક્લોઝ છે કે રિયા, મમ્મીની દર્દભરી જિદગીનો એક હિસ્સો બની ગઈ છે.એથીજ મમ્મીની દીકરી સાથે  એક દોસ્ત બની ગઈ છે.મમ્મીને  સહેલી માનીને બધીજ પર્સનલ વાત કહેવાની.

‘મમ્મી,આજે છેલ્લા ગરબા છે તો ઘેર આવતાં થોડું મોડું થશે! હા,,આજે તું મારી સાથે આવે તો મજા પડી જાય..આજે ગરબામાં costume competation(વસ્ત્ર-હરીફાઈ)છે ..બેટી,આજ સવારથી આ મારી એલરજી મને પજવી રહી છે..માથું  ફરતું હોય એવું લાગે છે..મમ્મી..તને એવું લાગતું હોય તો હું આજ નહી જાવ! તને કંપની આપુ…ના ..બેટી..I will be all right! don’t worry!( મને વાંધો નહી આવે ,તું ચિંતા ના કર..)..’ડાઉન-ટાઉનમાં ગરબા છે બેટી  બહું કેરફુલ રહેજે..કોઈ સહેલી સાથે રહેજે અને દૂર પાર્કિગ નહી કરતી.’ ‘હા..મમ્મી મારી ખાસ સહેલી લીસાને મારી કારમાં સાથે લઈ જઈશ.એટલે..એક સે ભલા દો..સલામત રહેવાય.’ ‘.ગુડ-લક બેટી..મને ખાત્રી છે કે તું સ્પર્ધામાં પહેલી આવીશ.’ ‘Thanks Mom….. God bless you beti(મમ્મી…આભાર…..બેટી..ઈશ્વર તારી રખેવાળી કરે)..

‘રિયા જોતજોતામાં ૧૯ વર્ષની થઈ ગઈ અને હું ૩૯ની.૨૦ વર્ષ પહેલાં પ્રણયના આવેશમાં આવી મેં અને જયે કરેલી ભુલ જયે ના સ્વિકારી, નાદાન નિકળ્યો.મારા મા-બાપનો મને ટેકો ના મળ્યો છતાં એકલા હાથે ઝઝુમી.જોબ  સાથે પાર્ટ-ટાઈમ કોલેજ અને રિયાને બેબી-સિટરમાં મુકતી. એ દિવસો યાદ આવે સાથે આંસુ આવે છે પણ મને  ગૌરવ છે કે મારો ગોલ પુરો કરી શકી.’ રીનાએ ૧૮ વ્હીલના લોડ જેવી જબાબદારી એકલા હાથે  ઉઠાવી. એમ.બી.એ ડીગ્રી પ્રાપ્ત કરી આજે માર્શલ ઓઈલ કંપનીમાં મેનેજરની પોસ્ટ ધરાવે છે.દીકરી પણ તેણી જેવી જ હોશિયાર નીકળી તેમાં તેણીનું સઘળુ દુઃખ-દર્દ Flush-out( પલાયન) થઈ ગયું.

ઘડિયાળ તરફ નજર કરી તો રાત્રીના બે વાગ્યા હતાં..’હજું રિયા ના આવી? કાર બગડી હશે ? ‘ કોઈની સાથે  રસ્તામાં કાર એક્સીડન્ટ થયો હશે!’
એક પછી એક વિચારોની ઘટમાળ શરૂ થઈ ગઈ! મા..હોવા છતા પહેલાં આવા ખરાબ વિચારો કેમ આવી જતાં હશે? જેને આપણે અતિ પ્રેમ કરતાં હોય ત્યારે આવા ખરાબ વિચારો પહેલા આવે! અત્યારે રાત્રીના બે વાગે કોને ફોન કરૂ ? રિયાના સેલ પર ફોન કર્યો તો સ્વીચ-ઓફ હતો બે-ત્રણ વખત મેસેજ મુક્યા પણ કશો રિસપૉન્સ ના મળ્યો…ચિંતાની ચિતા વધવા લાગી. ક્યાં જઉ ?  સેકન્ડના કાટા કરતા પણ હ્ર્દયના ધબકારાએ જોર પકડ્યું! રિયાની બહેનપણી જે રિયા સાથે કારમાં જવાની હતી તે લીસાના સેલ પર ફોન કર્યો..’I am not available at this time, please leave your message'(હું અત્યારે ફોન ઉઠાવી શકું તેમ નથી..તમે સંદેશ મુકી શકો છો).વારંવાર અવિરત લીસાને ફોન કરતી રહી..પણ..’Leave a message'(સંદેશ મુકો)સિવાય કશો રૂબરૂ રિસપોન્સ ના મળ્યો.

Finally(અંતે) સવારે સાત વાગે લીસાનો ફોન આવ્યો..’રીનામાસી…સોરી…આન્ટી ‘ બેટી…રિયા હજું ઘેર નથી આવી ? શું કહો છો આન્ટી ? ‘તમો બન્ને સાથે જ એક કારમાં હતાં ને ? રિયા સીધી તારા ઘેર આવી છે ? ‘ના..રીના આન્ટી..તમને કહું કે રાત્રે એક વાગે ગરબા પુરા થયા..’હા,, હા કહે..રિયાને બેસ્ટ કૉસ્ટુમ(best costume) માટે  ટ્રોફી મળી.અને ગરબા પુરા થયા બાદ ભારતથી આવેલ ગરબા ગ્રુપ સાથે એ વાતો કરવા રોકાઈ અને મને ઘેર આવવા રાઈડ મળી ગઈ એટલે હું રિયાને કહી હું ઘેર આવી ગઈ…પણ બેટી મને બહુંજ ચિતા થાય છે.  ‘રીના આન્ટી અમને નજીકમાં પાર્કિગ ના મળ્યું એટલે પાર્કિંગ ત્રણ ચાર બ્લોક દૂર કરવું પડ્યુ હતું. ઓહ માય ગૉડ…એ એકલી રાત્રે પાર્કિંગ લૉટ સુધી ચાલીને ગઈ હશે ? હું બીજી બે-ત્રણ બેનપણીને ફોન કરી તપાસ કરું છુ..આન્ટી, ચિંતા નહી કરતાં…રીનાએ…બે-ત્રણ સહેલીને ફોન કર્યા..સીમાએ કહ્યું. ‘રીના તું પૉલીસને તાત્કાલિક ફોન કરી દે..હું હમણાંજ તારા ઘેર આવું છુ..પોલીસ આવી. ઢગલાબંધ વ્યકતિગત  પ્રશ્નો પોલીસે પુછ્યા.’Mem, soon as we get any information about your daughter,we will let you know.( મેમ,તમારી દીકરી વિશે જેવી માહિતી મળશે તુરત અમો તમને જાણ કરીશું).

બે દિવસ થઈ ગયા રિયાનો કશો પત્તો ના લાગ્યો..લોકોમાં અફવા ઉડવા લાગી.’બહું રુપાળી, બોલકી અને ચાવળી હતી તેથી હજાર છોકરા પાછળ પડે! કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે!..અમેરિકામાં છોકરા ક્યાં કોઈના કાબુમા રહે છે ? રીના.જેવી હોશિયાર સ્ત્રી પોતાની છોકરીને રાત્રે ગમે ત્યાં ભટવા દે છે, ભણેલી છે પણ ગણેલી નથી’.લોકોની જીભ સાપની જેમ ફુંફાડા મારવા લાગી!

વહેલી સવારે હ્યુસ્ટન-પોલીસ રીનાના ઘેર આવી. Did you find my daughter ?( મારી દીકરી મળી ?)…I am sorry Ms.Rina,..we have found your daughter’s car with special licence plate..’RIYA 4 U…car has been located four miles away  from down town in wooded area…is my daughter  ok?…let me finish Ms.Rina….she is not…half naked body….( મીસ રીના,દિલગીરી સાથે કહેતા દુખ થાય છે ..કે તમારી દીકરીની સ્પેસ્યલ લાઈસન્સ પ્લેટ.”.રિયા ફોર યુ”વાળી કાર મળી છે..ડાઉન-ટાઉનથી ચાર માઈક દૂર..ઝાડીના એક ગીચ વિસ્તારમાંથી….મારી દીકરી ઓ.કે છે ?..રીના,મને પુરુ બોલી લેવા દો.. એ ઓ કે ન….થી…તેણીનું અર્ધનગ્ન શરીર….)..’ વાક્ય પુરુ થાય એ પહેલાંજ. એક લાચાર મા ની ..રિયાબેટી’…નામની ચીસ
ઘરની ચારે દિવાલો સાથે જોરશોરથી અથડાવા લાગી!

વાર્તા વાંચ્યા બાદ આપનો પ્રતિભાવ જરૂર આપશોજી.

સપ્ટેમ્બર 18, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 14 ટિપ્પણીઓ

પપ્પા…આવજો!

‘જગમાં પિતાનું વાત્સલ્ય કદી કરમાતું નથી,જેની મહેંક એક હવાની માફક  મારી આસપાસ રહી છે.જે વાત્સલ્યે મારા જીવનમાં ઘણાં રંગો ભરી દીધા છે.આજે હું  જે સ્થાને પહોંચી છું  તેનું પ્રેરકબળ મારા પિતા છે.મા નો પ્રેમ પામી શકી નથી.મારા માટે પિતાજ  સર્વસ્વ છે.આજે મારી કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટના સ્થાને પહોંચી છું તેનો બધો યશ-જશ મારા પિતાને આપું છું’

‘મમ્મી..મમ્મી..હું એકદમ મારા વિચારોમાંથી સફાળી જાગી ગઈ.મારી નાની આઠ વર્ષની નૈના મારો ખંભો હલાવી બોલી..’Mom, are you sleepy? I asked you to two times to help me in my school project..but you are not listening…!(મૉમ,તું ઉઘે છે ? મેં તને બે વાર પુછ્યું કે મને મારા સ્કુલ પ્રોજેકટમાં મદદ કર..પરંતુ તું તો સાંભળતીજ નથી)… ‘નૈના,મારી ભુલ થઈ ગઈ. બોલ શું મદદ કરૂ ?’ ‘મમ્મી મારે ડાયનાસૉર વિશે લખવાનું છે. તને ખબર છે કે..આ ડાયનાસૉર વર્ડ પૄથ્વી માંથી એકદમ  નાશ કેમ પામ્યા?..બેટી,ડાયનાસૉરના નાશ માટે ઘણાં કારણો જવાબદાર છે..કહેવાય છે કે….asteroids….’Mom, someone knocking on the door..can I open the door?…NO Beti..I am  going ..( મોમ, કોઈ  બારણું ખખડાવે છે, હું દરવાજો ખોલુ ? ના બેટી..હું જાવ છું.. કોણ છે? ઢબું, હું છું…ઓહ! ડેડ ..હા મેં તને આવતા પહેલાં ફોન કર્યો કે હું ઘરે આવું છુ  પણ તારો ફોન બીઝીજ આવે છે.’ ‘આ તમારી લાડકી નૈના ફોન પર વાત કરે પછી ફોન સ્વીચ-ઓફ કરવાનું ભુલી જાય છે.’ ‘નાના..કહી નૈના નાનાને ભેટી પડી..Where is my treat,  Nana?( મારા માટે શું લાવ્યા? નાના).. ‘ચાવળી,મને ખબરજ હતી કે હુ તને ક્‍ઈ ના આપું ત્યાં સુધી ઘરમાં આવવા નહી દે! લે તારી ભાવતી હરસીની કીસી કેન્ડી.’ ‘નાના.. આઈ લવ ઇટ!(મને ગમે છે)..મારા પિતા સીધા નૈનાના રૂમ ગયાં અને તેણીની સાથે બાળકની માફક રમવા લાગ્યા!

મારે ત્યાં આઠ વર્ષની છોકરી છે છતાં મારા પિતા મારું નામ દીપા હોવા છતાં મને મારા નાનપણના હુલામણાં નામ “ઢબુ”થી જ બોલાવે છે..બસ “ઢબુ’ બોલાવવાનો હક્ક પિતાને જ છે..બીજા કોઈને નહી..મારા હસબન્ડ મુકેશ કોઈવાર મજાકથી બોલાવે તો હું મોઢું બગાડું એટલે તુરતજ સમજી જાય..કે મને નથી ગમ્યું..”ઢબુ” શબ્દ પિતા બોલે છે ત્યારે એમની વાત્સલ્યતાનું ઝરણું વહેતું હોય તેવો ભાવ જોવા મળેછે!અને મારું બાળપણ યાદ આવી જાય.હું અહી અમેરિકા મારા ફેમિલી સાથે આવી ત્યારે માત્ર એક વર્ષની હતી.શિકાગોની કડકડતી ઠંડીમાં મારા પિતા કહેતાં . ‘બેટી. આ દેશમાં નવા નવા હતાં.તને બેબી-સિટર સાથે રહેવું નહોતું ગમતુ. પણ અમારી મજ્બુરી હતી કે જોબ કર્યે છુટકો નહોતો. હું અને તારી મમ્મી બન્ને જોબ પર ચિંતા કરીએ કે ઢબુ રડી રડી્ને અડધી થઈ ગઈ હશે. પણ શું કરીએ લાચાર હતાં!  તું માંદી પડી ગઈ,શરીર લેવાઈ ગયું.તારું દુઃખ અમારાથી જોવાયું નહી..મેં દિવસની જોબ જતી કરી,,અને રાત્રીની જોબ સ્વિકારી જેથી દિવસે હું તારી સંભાળ રાખી શકું  હું જોબ પર જાવ બાદ  તારી મમ્મી  સંભાળ રાખે.  હા ઘણી  મુશ્કેલીઓ  નડી પણ તું ખુશ રહી એજ અમારુ અહો ભાગ્ય!

હું બે વર્ષની થઈ તે પહેલાંજ મમ્મી કાર એકસીડન્ટમાં ઈશ્વરને વહાલી થઈ ગઈ..માના પ્રેમ વિશે સાંભળ્યું છે, વાંચ્યું છે,અનુભવ્યું નથી તેનો ખેદ છે પણ બીજીજ ઘડીએ પિતાએ આપેલ પ્રેમે મને મા ની ખોટ લાગવા  દીધી નથી. બસ એજ મારી મા,એજ મારા પિતા એજ મારા ઈશ્વર! અને એજ સાચી શિક્ષા આપનાર શિક્ષક!

મારા લગ્ન જ્યારે મુકેશ સાથે ભારતમાં થયાં ત્યારે પિતાએ મને લખેલ કાવ્યે  મને ભાવથી ભીંજવી દીધી. એમની બે છેલ્લી કડી યાદ કરું છુ.
‘आशिषके दो शब्द कहना चाहूंगा, मगर कुछ न कह पाऊं तेरी बिदाई पर,
बस मेंरी आंख पर एक नजर कर लेना, दो शब्द तू अपने आप ही पढ लेना!”

મારા પપ્પા કદી ગુસ્સે ના થાય એમની નારાજગી,એમને  ઠપકો આપવાના હોય તો બસ એમની આંખ પર નજર કરૂ મને બધું સમજાય જાય કે પપ્પા આજ માર પર ખુશ છે કે નારાજ! આજ સંદેશ એમની કવિતામાં મેં વાંચ્યો.લાગણીશીલતા, પ્રેમ અને સંદેશ એમની કવિતામાં સંપૂર્ણ સાગરના મોજાની માફક ઉભરાય આવે છે.
મુકેશને હું અહીંની સિટિઝન હતી એટલે  જલ્દી આવવા મળ્યું.પરંતુ ભારતિય રંગે રગાયેલો  મુકેશ શરૂ શરું માં.. He was a typical  Indian..he wants everything his way. like  make a good tea & Gujarati Thepla in the morning after I wake-up. just order everything like a I am his servant!(એ રુઢીચુસ્ત ભારતીય,બધું એના પ્રમાણે થવું જોઈએ! જેમ કે મારા માટે સવારે જેવો જાગું પછી કડક ચા, ગુજરાતી ગરમ-ગરમ થેપલા.જાણે કે હું એની નોકરાણી હોઉ!)..અહીં ઉછરેલી, આવું કદી પણ મેં અહીં જોયેલું નહી! અને હું જોબ કરતી હતી..મને તો ગુસ્સો આવી જાય..અને કહી દઉ. ‘ હે મુકેશ! અહી  તો બધું તારી જાતે કરી લેવું પડશે.અહીં કોઈ તારા માટે નોકર નથી. દેશમાં તારા ઘેરે નોકર હશે,,અહીં નહી! અને અમારું  આવી રીતે લગ્ન જીવન ધુંધળું બની ગયું..અને મે તેની સાથે ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું..

મારી સહેલી જેનાએ મને સલાહ  આપી કે તમો મેરેજ-કૉન્સીલરને  મળો અને સમાધાન-સમજુતી કરો.મેં એપૉઈન્ટમેન્ટ લેવાનું નકી કર્યું ત્યારે મારી માસીની છોકરી શૈલાએ કહ્યું.’ યાર..તારા જ પિતા તને સાચો રસ્તો બતાવે એવી વ્યક્તિ છે.  લોકો કોઈ પણ કૌટુબિક પ્રશ્નોમાં તેમની સલાહ લેતા હોય છે અને એ હંમેશા સા્ચી સલાહ આપે છે. તેણે આવા ઘણાં કેસમાં વગર મુલ્યે સમાધાન કરાવ્યા છે..મેં મારા પિતાને દુઃખ ના થાય તેથી કદી મારી વ્યક્તિગત વાત કરેલ નહીં.

‘ Dad, I have a problem! I am not happy with Mukesh, he is such a typical indian.He does not want to compromise anything.There is no way, I can spend my whole life with this guy..( પપ્પા, હું મુકેશ સાથે જરી એ સુખી નથી,એ બહુંજ જુના-વિચારોને વળગી રહેનાર ભારતિય છે. એ કશી બાબતની બાંધ-છોડ કરવા નથી માંગતો. કોઈ રીતે આવી વ્યક્તિ સાથે હું મારી જિંદગી વિતાવવા માંગતી નથી)..પપ્પાએ બહું જ શાંતીથી, જરા પણ અપસેટ થયા વગર મારી સંપૂર્ણ વિગત સાંભળી..

‘બેટી, આમાં મારી પણ થોડી ભુલ દેખાય છે..તું અહીંના અમેરિકન સામાજીક-વ્યવારિક વાતાવરણમાં ઉછરી છો. તારા માટે અહીં જ ઉછરેલો છોકરો યોગ્ય ગણાય. પણ મેં તને  વડોદરામાં રહેતા અને ઈલેકટ્રીક એન્જીનયર થયેલા મુકેશ સાથે મળી, ગમે તો લગ્ન કરવાની  વાત કરી અને તે દેખાવડો, ભણેલો હતો તેથી તને પણ પસંદ પડ્યો..પણ ત્યાંના રીત-રિવાજમાં ઉછરેલ મહેશ પણ અહીંની રહેણી-કરણીથી વાકેફ નથી.એમાં તેને પણ દોષિત  ગણી ના શકું. આ નાના નાના ઝઘડાં આટલું મોટું સ્વરૂપ લેશે તેનો મને કશો ખ્યાલ જ ના રહ્યો. બેટી,લગ્ન જીવનમાં ઘણી સમજુતી-ત્યાગની ભાવના હોવી જરૂરી છે.   જો.અને તો શબ્દો જીવનમાં ઘણી વિટંબણા ઉભા કરતા હોય છે.લગ્ન જીવનમાં શરત વગર જીવવું મુશ્કેલ છે પણ જરૂરી છે.અને એજ સાચો પ્રેમ લગ્ન જીવનની મંઝીલ સુધી પહોચાડી શકે!એજ પ્રેમ  મેરેજ લાઈફને સ્વર્ગ સુધી લઈ જઈ શકે. મુકેશ નવો નવો છે, હા..તેની સાથે પણ હું જરૂર વાત કરીશ. પણ તું મને ત્રણ મહિના આપ! મને ખાત્રી છે કે તમારી લગ્ન જીવનની ગાડી જરૂર પાટા પર આવી જશે!’  ‘ ઑ,કે. ડૅડ.’

પિતાના એક એક શબ્દમાં કોઈ જાદુઈ અસર છે તે તો મારે માનવું જ પડશે..મારી મેરેજ લાઈફ સુધરવા લાગી. પિતાની સલાહ મુજબ મેં પણ ત્યાગની ભાવના, જતું કરવાની ટેવ…ગુસ્સા પર કન્ટ્રોલ! બધા સદ-ગુણ કેળવ્યા અને મહેશ પણ ધીરે ધીરે ઘણોજ સુધર્યો..  મારા સાચા  ગુરૂ મારા પપ્પાએ જ મારી મેરેજ લાઈફ સુધારી..આજ-કાલ કરતાં લગ્ન જીવનને ૧૦ વર્ષ થઈ ગયાં. ઘરમાં ઢીગલી જેવી નૈના આવી.અમારી વચ્ચે નૈના પણ અનોખા પ્યારની સાંકળરૂપ બની ગઈ!

પિતાની ફિલોસૉફી-તેમની સમજાવટની શૈલી અદભુત છે. એક દિવસ મને અંજના આન્ટી મળી ગયાં, જેમના હસબન્ડ એક વર્ષ પહેલાં હાર્ટ-એટેકમાં ગુજરી ગયેલા. આન્ટીએ મને કહ્યું.’બેટી તારા અન્કલ ગુજરી ગયાં પછી મને એવુંજ થઈ ગયું કે હવે એકલી જિંદગી જીવીને શું કરીશ ?  ઈશ્વર પાસે  હંમેશા પ્રાર્થના કરતી હતી કે મને પણ લઈ લે!  ખાવા-પિવામાં કશુંજ ધ્યાન ના આપું બસ એકલી એકલી રડયા કરૂ. એક દિવસ તારા ડેડ સાથે ફોન પર વાત થઈ અને મારી દુઃખભરી જિંદગીની વાત કરી! એમને માત્ર ટુંકમાં જ કહ્યું. ‘  ભાભી.તમે રડી રડી તમારા જીવને દુઃખી કરો છો અને સાથો સાથ મૃત-આત્માને પણ દુંખી કરો છો. જિંદગી ટુંકાવવાથી તમારા દુંખનો અંત આવે તેમાં હું નથી માનતો. મારી પત્નિને ગુજરી ગયાં  ૩૦ વર્ષ થઈ ગયાં પણ  હું દુંખી થઈ તેના આત્માને દુખી નથી કરવા માંગતો. બસ તેની સાથે માણેલા સુંદર દિવસો,સુખભરી પળોને યાદ કરી આનંદથી  ઈશ્વરે આપેલી જિંદગીની મજા માણું છુ.. જુઓને..દિકરી..જમાઈ.અને મારી લાડલી પૌત્રી નૈના સાથે કેટલું સુંદર શેષ જીવન વિતાવું છુ! જિંદગીની મજા માણું છું..આનંદથી રહું છું.’

‘બેટી મારું જીવન બદલાઈ ગયું..જીવન વેડફવા માટે નથી..જીવવા માટે છે , માણવા માટે છે..તેનો અહેસાસ થયો..Thanks to your dad.(તારા પિતાને આભારી છે.)

મારે કોઈ કથા-કિર્તનમાં કે ગુરૂઓના ઉપદેશ સાંભળવા જવું પડતું નથી.મારે તો ઘર આંગણે પિતારૂપી જ્ઞાનવૃક્ષ ની છાયા નીચે જીવનનું સારું ને સાચું જ્ઞાન મળે છે!

મારા પિતા પરમ મિત્ર જેવા છે જેની સાથે કોઈ પણ સંકોચ વગર કોઈ પણ વાત કરી શકું છું.જોબ પર કોઈ એમ્પ્લોઈ સાથે અથવા કોઈ મિત્ર-સગા સાથે  માથાકુટ થાય તો પિતાની સલાહ લઉ. અને એમની સલાહ હંમેશા “Always live positive way”(હંમેશા હકારત્મક રીતેજ જીવવું જોઈએ) હોય…જેને લીધે આજ હું કંપનીની વાઈસ-પ્રેસીડન્ટ બની શકી છું.

‘Deepa, it’s time to go…(દીપા, હવે જવાનો સમય થઈ ગયો), પપ્પા હસતાં હસતાં બોલ્યા..મે કહ્યું..ક્યાં ?  અહીં આજે જમીને જજો..દીપા,,તું હજું પણ તારી મમ્મીની જેમ ભોળીજ રહી! પપ્પા..તમારી બોલવાની સ્ટાઈલ ઘણીવાર હું સમજી શક્તિ નથી. બેટી,હું હવે ૭૯નો થયો!’ ‘ હા…આવતા વર્ષે તમારી ૮૦ વર્ષની જન્મતીથી બહુંજ ધામધુમથી ઉજવવાની છે. પપ્પા,શેરેટૉન-હોટેલમાં શાનદાર પાર્ટી કરવાની છે અને મહેશે હૉલ પણ અત્યારથી બુક કરી દીધો છે.. ‘હા..બેટી…જરૂર…પણ… પણ શું પપ્પા ?… બેટી..હું તારી પાસે કશી વાત છુપાવતો નથી…મારું એન્યુલ ચેક-ઉપ થયું અને ડૉકટરેને શંકા પડતા વધારે  ટેસ્ટ કરતા આજે જ રિપોર્ટ આવેલ છે કે મને લન્ગ્સ(lung) કેન્સર છે અને માત્ર…ત્ર…. NO..Dad.. don’t tell me that..I  do not believe it..( ના..પપ્પા,,,મને આવું ના કહો…હું આ માનવા તૈયાર નથી)..કહી પપ્પાને નાના બાળકની જેમ વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.’બેટી,મેં તને જીવનમાં શું શિખવાડ્યું છે? ડૅડ…તમે મને ઘણાં બૌધ-પાઠ શિખવાડ્યા છે પણ જ્યારે પરિસ્થિતી માથે આવે છે ત્યારે માનવી બધું ભુલી  જઈ વિવશ બની જાય છે.

‘હા..બેટી..માનવ જીવનમાં જન્મ અને મૃત્યુ બન્ને  જીવનનો એક હિસ્સો છે અને મ્રત્યુ પણ અનિવાર્ય છે. દીકરી,હું મારું જીવન બહું જ સુંદર રીતે જીવ્યો છુ. કોઈ અફસોસ રહ્યો નથી. સુંદર પત્નિ મળી.વહાલસોય દીકરી અને જમાઈ મળ્યા. પરી સમાન આ પૌત્રી ! બીજું શુ  જોઈએ? દીકરી,મૃત્યું કોઈ કારણ લઈને આવે છે!કોઈને હાર્ટ-ઍટેક..કોઈને કેન્સર..તો મૃત્યુને  વધાવે છુટકો જ નથી!જેનો જન્મ છે તેનું મૃત્યુ અનિવાર્ય છે બેટી…

ડૅડી,, બસ હવે તો તમે મારા ઘરે રહો..હું તમારી સારવાર કરીશ…ના બેટી…મને hospice(હોસ્પિક) માંથી પુરેપુરી સંભાળ રાખવા માટે નર્સ અને ડૉકટર અઠવાડીએ  આવી મને તપાસી જશે.પણ ..ડેડ..મારો જીવ નહી માને…દીકરી…મારું ઘર ક્યાં દૂર છે..એકાદ બ્લોકજ દૂર છે… ના ડેડ…હું તમને એકલા નહીં જ રહેવા દઉ! મુકેશ પણ બોલ્યોઃ’ ‘ ડૅડ..આવા સમયે અમને સેવાનો મોકો આપો અને હું દીપાની વાતમાં સહમત છુ. તમારે આજથી અમારે ત્યાજ રહેવાનુ. હોસ્પિકના માણસો આપણાં ઘેર  આવે અને આપની સારવાર કરે સાથો સાથ અમને પણ આપની સેવાનો લાભ મળે.

મારા ડૅડી આ વાતમાં સહમત થયાં એનો મને આનંદ હતો અને ડૉકટના કહ્યાં મુજબ મારા વહાલા પિતાનું વાત્સલ્ય ગુમાવવાની છું એનો અફસોસ કોઈ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી.

‘દીકરી, મારી પાસે કેટલા દિવસ બાકી છે એની મને ખબર નથી. પણ મારી આખરી ઈચ્છા તને કહી શકું?  ‘ડૅડી.તમે મારા પપ્પા અને મમ્મી બન્ને હતાં એમ હું પણ તમારી દીકરી અને દીકરો બન્ને છું.’  ‘હા,,દીકરી.તે મને હંમેશા દીકરી-દીકરા બન્નેનો ભરપૂર પ્રેમ આપ્યો છે.મને દીકરા ના હોવાનો કોઈ અફસોસ નથી…હા..હું તને શું કહેતો હતો..? પપ્પાને થોડી પળ પે’લા શું કીધું હતું તે પણ યાદ નથી રહેતુ,..’હા..તમારી આખરી ઈચ્છા..!  ‘દીકરી મારી તને અને મહેશને એકજ વિનંતી.મારા જવાથી…કોઈ અફસોસ ના કરશો.. વાત્સલ્યના ઉભરાયેલા  મોજા આંખમાંથી આંસુ રોકવા મુશ્કેલ બની જશે..એ મોજાને એકવાર છલકાવી દેજે..દુઃખનો ઉભરો બહાર ઠાલવી દેજે. પછી ફરી આ જિંદગીની સુપ્રભાતને વધાવી લે’જે…મારો દેહ અગ્ની સાથે વિલિન થશે..દાહની   હુંફ લઈ તમારા કૌટુબિક જવાબદારીમાં મગ્ન થઈ જજો. જીવનને   ઉજ્જવળ બનાવજો.’ ‘ હું પિતાના એક એક ઉચ્ચારેલા શબ્દો સાથે આંસુની ધાર સહ  ભીંજવાતી હતી.  ‘હા..બેટી…અત્યારે લાગણી…આંસુ રૂપે વહાવી દે..પણ હું ગયાં બાદ તારે મજબુત થવાનું છે.તારા કુટુંબની જવાબદારી નિભાવવાની છે.

અગ્ની દાહ, તું અને મારા દીકરો સમાન મુકેશ કરજો. પપ્પા…બોલતા બોલતા થાકી જતાં હતાં..હાફ ચડી જતો હતો..ડેડી..બીજું કઈ…મેં વીલની કૉપી તને ઘણાં સમય પે’લા આપી દીધી છે. મારી લાડલી નૈનાનો સંપૂર્ણ ભણવાનો ખર્ચ વીલના પૈસામાંથી કાઢજે..નૈના હોશિયાર છે.તેણીને ઈચ્છાને માન આપી તેણીને જે ભણવું હોય તેમાં મદદ કરજે..શ્વાસ રૂધાવા લાગ્યો..ડેડી..હવે આરામ કરો…રાત્રીના ૧૧ વાગ્યા છે…હા બેટી…કાલે શનિવાર છે એટલે તમારે ક્યાં જોબ પર જવાનું છે..હા..પપ્પા…તમે થાકી ગયાં લાગો છો.આરામ કરો…મારા માથા પર હાથ મુક્યો…નૈના તો સુઈ ગઈ હતી.મુકેશનો ખંભો થાબડ્યો!..  ગુડ-નાઈટ ડૅડ..Good night you both…The god bless you..Thanks a lot.. dad(તમો બન્ને ને શુભરાત્રી. પ્રભુના  આશિષ’….’પપ્પા..ઘણો આભાર)..

ચિંતામાં ને ચિંતામાં બહું ઊંઘ ના આવી..સવારે છ વાગે આંખ ખુલી ગઈ.  જલ્દી જલ્દી નાહી-ધોઈ સાત વાગે પપ્પા માટે ચા બનાવી..પપ્પાની ટેવ મુજબ ઉઠે એટલે ચા  જોઈએ. ચા અને તેમને ભાવતા સિરિયલ લઈ એમના રૂમમાં ગઈ..પપ્પા, ગુડ-મૉર્નીંગ..પપ્પાએ જવાબ ના દીધો..પપ્પા. રાત્રે ઊઘ નહી આવી હોય..ફરી મેં બુમ પાડી એમને ઢંઢોળ્યા!! પપ્પા!!…પણ એંતો બહુંજ શાંતીથી ઊંઘી રહ્યા હતાં, મેં બારી ખોલી! ઉષાના કિરણો  મમ્મીની જેમ હસતાં હસતાં દોડી એમને ચુમી પડ્યાં..એક આંસુ ટપકી પડ્યું…લુછ્યું…ને હસી પડી..’તમને વચન આપ્યા મુજબ ..’પપ્પા.. હવે હસ્તા ચહેરે…આપને આખરી વિદાય આપીશ…Good bye Dad…(..પપ્પા…આવજો!)

વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવ આપવા વિનંતી.

સપ્ટેમ્બર 3, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

મન મેલી કાયા !

‘માઈકલ, તું  આ બધી રમતો રમવાનું બંધ કર.તારા કર્યા તનેજ હૈયે વાગે છે છતાં તને કદી એનું અહેસાસ થતું નથી.  જેટલી વાર તું ગંદી રમત રમે છે તે રમત તનેજ ભારે પડે છે.’ અશોક એક એવો મિત્ર હતો કે માઈકલને   સાચું કહી દેતો.પણ મહેશ ઉર્ફે માઈકલ તો વીડ જેવો હતો વીડને વાઢી નાંખોને તોય એના સ્વભાવ મુજબ ફરી ઉગી નીકળે! કોઈ વાતની અસર તેને થતી નહી. હા મંદીરે જાય,  ભજન કિર્તન કરે અને સમાજમાં સેવા આપે પણ એમાંય એનો સ્વાર્થ  હતો કે પોતાનો બીઝનેસનો ફેલાવો બહું સહજ રીતે વધે.

મહેશ સાથે ૩૦ વર્ષ પહેલાં મેરેજ કર્યા ત્યારે અમો ન્યુ-મેકસિકો, સાન્તા-ફેમાં  રહેતા હતાં.  મહેશ એરો-સ્પેઈસ(Aerospace) એન્જીનીયર હતો .એર-લાઈન્સમાં તે મેનેજર હતો.  સેલેરી પણ ઘણોજ સારો , દેખાવડો અને હેન્ડસમ હતો.  પણ અમારા  લગ્નબાદ એના સાચા સ્વરૂપના દર્શન થયાં. ગુસ્સે થાય ત્યારે કોઈનો નહીં. બસ હાથ ઉગામવા સુધી આવી જાય.એક વખત એવું બન્યું કે મારાથી દાળમાં વઘાર બળી ગયો અને મહેશે ગરમ ગરમ દાળ મારા તરફ ફેંકી અને ઉભો થઈ મારા મો પર  થપ્પટ મારી અને મોં માંથી લોહી નિકળવા લાગ્યું.મારાથી ના રહેવાયું મેં પોલિસ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો. દસ મિનિટમાં પોલીસ આવી પહોંચી મારા બ્યાન મુજબ મહેશને હાથકડી પહેરાવી પોલીસ કારમાં જેલમા લઈ ગઈ. શું કરૂ ? બાળકો રડવા લાગ્યા.મજબુર બની ગઈ!  હું બાજું ના પડોસી મીસ બ્રાઉનને સાથે લઈ ને મહેશ માટે બેઈલ ભરી(Bail-out)  જેલમાંથી છોડાવ્યો. બાળકોની દયા આવી અને મેં કરેલી કમ્પલેઈન(ફરીયાદ) મારેજ પાછી લઈ લેવી પડી. મેં  ઘણું ચલાવી લીધું. મારા  બન્ને છોકરા તેની ડેડી જવાં જ દેખાવડા હતાં.ઘર મોટું લીધું પણ દિલ મોટું ક્યાં લેવા જવું ? મહેશનો શંકાશીલ  સ્વભાવ મીઠાજળમાં શાર્ક  જેવો હતો !  કોઈ પુરુષની સાથે હસી-મજાકથી વાત કરીએ તો પણ શંકા કરે! અને ઘેર આવીએ એટલે કોઈ પણ દલીલ કરી ઝગડા શરૂ કરી દે.

‘ Enough is enough’ (હવે તો હદ થઇ ગઈ). અમો છુટા-છેડા લેવાનું નક્કી કર્યું.  જેને માટે પૈસો એજ પરમેશ્વર હોય તેને પોતાના બાળકો ઉપર કોઈ પ્રેમભાવ કે લાગણીના ભાવો  હતાંજ નહી! મેં જવાબદારી લીધી. મહિને મને અને બન્ને છોકરાને એલિમની( મહિને ખાધા ખોરાકીના પૈસા) આપવાનું કોર્ટે નક્કી કર્યું.

મહેશ બહુંજ ચાલાક અને રમતબાજ હતો. છૂટ્ટા-છેડા પછી મને ખબર પડી કે તેને કોઈ બીજી સ્ત્રી સાથે લફરૂ હતું. જેવા ડિવોર્સ થયા તેના બીજાજ મહિને મહેશે લગ્ન કરી લીધા.

અને મને પાછળથી એ પણ ખબર પડી કે તેણે ડીવોર્સ પહેલાં સેવીંગમાંથી ૫૦,૦૦૦ ડોલર્સ  ઉપાડી એક મિત્રને આપી દીધા હતાં જેથી એમાંથી મને કશો હિસ્સો મળે નહી.મનને મનાવી લીધું કે કે આવી ગંદા વિચારના અને ક્રોધી માણસથી  છુટી.

મહેશ ઘણીવાર બાંધેલી એલિમની(alimony) નિયમત નહોતો મોકલતો. બે છોકરા સાથે ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ પડતુ.   ડિવોર્સ લીધાબાદ કદી મહેશ બાળકોને મળવા નથી આવ્યો. મેં જોબ શરૂ કરી દીધી. બાળકોને ભણાવ્યા, પણ તેના ડેડીનો કશો ટેકો મળ્યો નહીં. અહી સિંગલ પેરન્ટ્સ તરીકે રહેવું    કેટલી તકલીફ પડે છે તે માત્ર આ પરિસ્થિતીમાંથી પસાર થયા હોય તેજ જાણે! બન્ને છોકરા ટીન-એઈજની(Teen age) ઉંમરે પહોંચ્યા ત્યારે તેમને કન્ટ્રોલ કરતા મારે નાકે દમ આવી ગયો છે.રાત્રે પાર્ટીમાંથી મોડે આવે અને હું ચિંતા કરતી મોડીરાત સુધી જાગુ અને એ આવે પછીજ મને ઊઘ આવે! શું કરૂ ? કોને કહેવા જાઉ ? બન્ને ૧૮ વર્ષના થયા એટલે મહેશે અહીંના કાયદા મુજબ એલિમની અને હેલ્થ ઈન્સ્યોરન્સ બંધ કરી દીધા.એલિમનીની આવક બંધ, ફાયનાન્સીયલી અને મેન્ટલી પ્રેસર વધી ગયું.

એકલા હાથે પરિસ્થિતીનો સામનો કરતી રહી.પણ  દરિયાના ભારે તુફાનમાં  નૈયા પાર તો ઉતરી. બાળકોને ભાન-શાન આવ્યું ત્યારે ૨૨ વર્ષની ઉંમર થઈ ગઈ હતી..એટલો આનંદ છે કે બન્ને પાસે બીઝનેસની ડીગ્રી છે.

મહેશ રમત રમતો રહ્યો.જોબ સાથે ત્રણ-ત્રણ બીઝનેસની ફેન્ચાઈઝ લીધી પણ પોતાના નામે નહી અને તેની બીજી પત્નિ રીમાને નામે બધા બીઝનેસ કરી નાંખ્યા.લાખો ડૉલરની સંપત્તી બીજી પત્નિને નામ! રીમા દ્વારા બે છોકરીઓ થઈ.રીમા સાથે લગ્ન માત્ર પાચ વર્ષ ચાલ્યા પણ રીમા ચાલાક નિકળી! તેણીને નામે  કરેલ બીઝનેસ તેણેજ પચાવી લીધો .લાખો ડોલર્સની એ માલકીન થઈ ગઈ..ડિવોર્સ થયા.મહેશને  ફૂટી કોડી પણ ના મળી! મને થયું કે આ રખડતો જીવ જે ભૂત જેવો છે જેને માત્ર મળ્યું આંબલીનું સુકુ ઝાડ! એના કુકર્મોનું ફળ અહીંજ એને મળી રહે છે છતાં તેને ભાન નથી આવતું.

આ રખડો જીવ મહેશ સદા કામનાને સંતોષવાજ આ લોકમાં આવ્યો હોય એવો અહેસાસ જરૂર થાય. મહેશના મિત્રે મને ફોન કરી કીધું. ‘કિંજલબેન  મહેશ રોમીયાએ તો ત્રીજા લગ્ન ભારતમાં જઈ કર્યા. આ વખતે મહેશે તેનાથી ૨૦ વર્ષ નાની  કામીની સાથે લગ્ન કર્યા.’  ‘અશોકભાઈ મને મહેશની જિંદગીમા કશો રસ નથી.કાચીડાની જેમ વાતે વાતે રંગ બદલે, ઘર બદલે, બૈરી બદલે  એ માનવી નહી અર્ધ પશુ છે.’  ‘હા પણ કિંજલબેન તમો જોજો આ લગ્ન પણ…’  ‘ભાઈ જવાદોને એ વાત..કઈક બીજી વાતો કરો…એમ કહી અશોક સાથે મેં વાત ટુંકાવી ફોન મૂકી દીધો.

મારા બન્ને છોકરા રોહીત અને રોનક મને સારી રીતે રાખે છે અને તેમની પત્નિ રુચા  અને રોહીણી બન્ને સાથે મા-દીકરી જેવો અમારો સંબંધ છે.રોહીત અને રોનક બન્ને   અને હું સૌ અમે એકજ સબ-ડિવિઝનમાં રહીએ છીએ .પાછલી જિંદગીની સંધ્યા ટાણે આવી સુંદર જિદગી બાળકો સાથે ગાળવા મળે ત્યારે હું જરૂર કહીશ.’ સંધ્યા સોળેકળા સાથે મારી સાથે ખીલી છે!’

‘હલ્લો! કોણ ?  મેં ફોન ઉપાડ્યો…’કિંજલ…હું..મ..હે..શ.’ બહુંજ પાતળો અને નિર્બળ અવાજમાં સામે થી જવાબ મળ્યો..મને ફોન પર બરાબર સમજાયું નહી તેથી મારે બે વખત પુછવું પડ્યું..કોણ?..હા…હું,,સાન્તા-ફે માં છું.’ ‘હા  પણ…હવે આપણે કોઈ સંબંધ નથી..મને શા માટે ફોન કર્યો ?…’  ‘તું વાત મારી સાંભળીશ ?..મેં તુરતજ  અપસેટ થઈ જવાબ દીધો..’તે કોઈ દિવસ મારી વાત સાંભળી છે તો હું તારી વાત સાંભળુ.’
‘જુદી જુદી સ્ત્રીઓ સાથે રંગ-રેલીયા મનાવવી રોમીયો બની ભટકવું અને પોતાનાજ સંતાનોને રસ્તા વચ્ચે રઝળતા મુકી દેવા , કશી પણ દયા વગર..તુ તો નિશ્ઠુર છો.’  બસ મને ગુસ્સો આવી ગયો..એ આગળ બોલ્યો..’મારી વિનંતી સાંભળ..હું મરણ પથારીએ પડ્યો છુ…મને….બ્લડ… કેન્સર છે…મહેશ માંડ માંડ બોલી શક્તો હતો…હું *Hospice.( હૉસ્પિક)માં છેલ્લા શ્વાસ લઈ રહ્યો છું….મારી છેલ્લી ..પત્નિ..કામીની પણ ગ્રીન-કાર્ડ મળ્યા પછી …તેણીના બોય-ફ્રેન્ડ સાથે ભાગી…ગઈ…..પણ…મને…દાળ-ઢોકળી ખાવાનું મન થયું છે…અને મને ઘણી  તપાસ બાદ તારો ફોન નંબંર  મળ્યો છે…મારી આટલી …ઈચ્છા પુરી કરીશ ?……કઈ…હૉસ્પિકમાં….? ‘હેવન-હોસ્પિક….મને ત્યાં  આવતા બપોરના બે તો વાગી જશે…ઑકે..હું તારી રાહ જોઈશ….

મારો મનમાં ઘેરાયેલા  ગુસ્સાના કાળા  વાદળો  એકદમ  ગાયબ થઈ ગયા! મરણ પથારી પર સુતેલી વ્યક્તિ  આંગણે આવી મદદ માંગે તેની સાથે દુશ્મનાવટ શા કામની ? જલ્દી જલ્દી..દાળનું કુકર મુકી દીધું.જેવું કુકર ઠર્યું તુરત દાળ-ઢોકળી બનાવી સાથો સાથે થોડા ભાત…મને ખબર છે કે દાળ-ઢોકળી સાથે મહેશને ભાત અને  અથાણું જોઈએ. એ લઈ જલ્દી જલ્દી…’હેવન-હૉસ્પિક’  પહોંચી. તેના રૂમમાં ગઈ. મહેશ પથારીમાંથી ઉભા થવાની કોશિશ કરી ..મહેશનું શરીર હાડ-પિંજર હતું ઘડીભર તો હું ઓળખી ના શકી…શરીરનું લોહી દુષ્કાળમાં ધરતી સુકાઈ જઈ તેમ સુકાઈ ગયું હતું. મોં પર કરચલીઓના થર બાજી ગયાં હતા.મેં તેને બેઠો કરવામાં હેલ્પ કરી.દાળ-ઢોકળી ડીશમાં કાઢી  સાથે ભાત અને અથાણું. મહેશ ખુશ થઈ હસવા ગયો પણ એકદમ ભયાનક પેઈન(દર્દ) ને લીધે હસી શક્યો નહી. એ ચમચી પકડી શકે તેટલી પણ એનામાં શક્તિ નહોતી.  મેં એક ચમચી તેના મોઢામાં મુકી  અને બીજી ચમચી મુકું તે પહેલાંજ  મહેશની  નજર ડાળ-ઢોકળીની ચમચી પરજ  સ્થગીત થઈ ગઈ.મારા ખંભા પર એ ઢળી પડ્યો…..!

(*Hospice(હોસ્પિક).જે દર્દીને જીવલેણ રોગ થયો હોય અને કોઈ દવા અસર ના કરે ત્યારે હોસ્પિટલ-ફેમીલીવાળા દર્દીને હૉસ્પિકમાં દાખલ કરે જ્યાં દર્દી  અંત સમય સુખદ રીતે ગાળી શકે.)

વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવ આપવા વિનંતી.

ઓગસ્ટ 27, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

મિત્રની વફાદારી !

‘અલ્પેશ,તારો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તારા જેવા મિત્રો આજની દુનિયામાં મળવા મુશ્કેલ છે,  તેમજ મારૂં અમેરિકા આવવાનું જે સ્વપ્ન હતું , દોસ્ત,તે સાકાર કર્યું.  મારી લાઈફ(જિંદગી) બની ગઈ!”
‘દિપેશ,માખણ મારી મને બહું ચડાવી ના માર!  મિત્ર,મારાથી જે થયું તે કર્યું, બાકી તો તારા નસીબ ના જોરે…’..  ‘ના ના નસીબ પતંગ જેવું છે જો તેને દોરી અને હવાનો  સહારો ના મળે તો તે આકાશમાં કદી પણ ઉડી ના શકે! મિત્ર, તું જ મારી દોરી અને તું જ મારી હવા!

‘ hay, guys, we are also here..we are getting bored.”( અલ્યા, અમો પણ અહીયા છીએ.અમો કંટાળ્યા છીએ) મારી પત્નિ રાખી બોલી.  હું મારી પત્નિ રાખી ,મારી બેબી ગર્લ મોની અને દિપેશ સૌ ઈટાલિયન રેસ્ટોરન્ટમાં ડીનર લેવા આવ્યા હતાં..’ભાભી, માફ કરશો , અમો બન્ને મિત્રો વર્ષો બાદ મળ્યા…’  ‘હા..સાચી વાત દિપેશભાઈ ,   હું તો ખાલી મજાક કરૂ છું અને તમારૂ ધ્યાન ખેંચવા માંગુ છું..’   ચિંકન પાસ્તા,ગાર્લિક બ્રેડ,સલાડ અને લઝાનિયા અને મોની માટે ચાઈલ્ડ પલેટ સાથે સ્ટ્રોબરી જ્યુસ આવી ગયાં સૌ સાથે જમ્યા અને મેં બીલ ચુકવી દીધું.

કમ્પુટર એન્જિન્યર તરીકે  એચ.વન વીઝા પર અમેરિકા આવી ગયો અને બાદ  ગ્રીન કાર્ડ મારી કંપની દ્વારા મળી ગયું. આજ કાલ કરતાં અમને અહીં  સેટલ થયાં દશ વર્ષ થઈ ગયાં. મારી પત્નિ અને મારી ચાર વર્ષની મોની અહીં ડલાસમાં સેટલ થયાં હતાં. દિપેશ મારો બાળપણ નો મિત્ર હતો અને અમારા બન્નેનું સ્વપ્ન એકજ હતું કે કૉમ્પુટર  ક્ષેત્રેજ કોઈ સારી ડીગ્રી મેળવી અમેરિકા જવું.  હું લક્કી હતો કે મને કૉમ્પુટર એન્જિનયરની ડીગ્રી મળ્યા બાદ એકાદ વર્ષમાં અમેરિકા આવવા મળ્યુ . અમો બન્નેએ અમેરિકન કંપનીમાં એપ્લાઈ કરેલ અને મારો જીગનજાન દોસ્ત  બિચારો રહી ગયો એનો મને બહુંજ અફસોસ હતો.  હું જ્યારેથી અહીં આવ્યો ત્યારથી તેને અહીં બોલાવી લાવવામાં સતત પ્રયત્ન કરી રહ્યો હતો. ફાયનલી(અંતે) મારા બોસ સાથે દિપેશ માટે વાત કરી  અને મારા વર્ક અને સ્વભાવથી એ ઘણોજ પ્રભાવિત હતો તેથી મને કહ્યું. ‘I need person like you!’ ‘ No,problem sir, my friend is also very hard-working guy, I can give you guarantee about his ability..(મારે તારા જેવા માણસો જોઈએ છીએ.’ ‘કોઈ સવાલજ નથી સાહેબ, હું તેના કાબેલિયત વિશે ખાત્રી આપું છું).

મારા બોસે(સાહેબે),   દિપેશના રેઝ્યુમે પરથી અને ફોન પર વાત કરી  દિપેશને એચ.વન પર અમેરિકા અમારી કંપનીમાં જોબ આપી. દિપેશની  આર્થિક પરિસ્થિતી ઘણીજ નબળી હતી તેથી  મેં તેને એર લાઈનની ટિકિટ મોક્લી આપી.તેની વાઈફે દિપેશ સેટલ થઈ જાય પછી આવવાનું નક્કી કર્યું. દિપેશ મારે ત્યાં રહેતો હતો અને દર મહિને  લીનાભાભીને પૈસા મોકલી આપતો. અમદાવાદમાં તેની માથે ઘણુંજ દેણું હતું તે ધીરે ધીરે ભરપાઈ કરી દીધુ.  અમારૂ ચાર બેડરૂમનું હાઉસ છે તેથી મેં દિપેશને કહ્યું. ‘દિપેશ જ્યાં સુધી લીનાભાભી અહીં ના આવે ત્યાં સુધી તું અમારી સાથે રહે જેથી તારો પર્સન ખર્ચ ઓછો આવે અને તું ઈન્ડિયામાં વધારે મદદ કરી શકે.’  બે વર્ષથી અમારી સાથે રહે છે.

‘અલ્પેશ, લીનાને વીઝા મળી ગયો છે તો મારે હવે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે લેવું છે તો તુંજ કહે કે કયાં એરિયામાં લેવું ?’   ‘દિપેશ, લીનાભાભી અહીં આવશે પછી શરૂઆતમાં અહીં હોમસીક લાગે તો તું અમારા હાઉસની નજીક એપાર્ટમેન્ટજ લઈ લે જેથી લીનાભાભી અવારનાર અમારે ઘેરે આવી શકે અને સમય પણ પસાર થઈ જાય.

‘Alpesh, that’s excellent ideas. I saw one apartment complex within 1/2 mile from here and  had a sign that they have vacancy and monthly rent is only $900.00 dollers per month for two bed rooms.’ ‘ Dipesh, let’s go there and sign the lease for one year ( અલ્પેશ, બહુંજ સારો વિચાર છે, મેં આપણાં ઘરથી અડધા માઈલમાં એક એપાર્ટમેન્ટ કૉમ્લેઝ જોયો છે અને રૂમ ખાલી છે અને મહિને માત્ર ૯૦૦ ડોલર્સ ભાડું ,બે બેડરૂમ માટે.’ ‘દિપેશ, ચાલો અત્યારે જઈ એક વર્ષ માટે ઘર ભાડે રાખી લઈએ.’).

લીનાભાભી  આવી ગયાં. દિપેશને જોબ પર જવાં હું રાઈડ આપતો હતો.   હજું દિપેશે કાર લીધી નહોતી. બપોરના સમયે રાખી લીનાને કારમાં લઈ અમારે ઘેર લાવે જેથી લીનાભાભીનો સમય પસાર થઈ જાય અને કંપની પણ રહે.  ઘણીવાર હું દિપેશને જોબ પરથી સીધો ઘેરે લાવું અને તેઓ બન્ને અમારી સાથે વિકેન્ડ ગાળે.

દિપેશે લીઝ બ્રેક કરી અને એક નવું ત્રણ બેડરૂમનું મકાન લીધું, નવી કાર પણ લીધી.ધીરે ધીરે બન્ને  ઘણાંજ સેટલ થઈ ગયાં હતાં. થોડા સમયમાં કોઈની સાથે પાર્ટનરશીપમાં કન્વીનન્ટ સ્ટોર લીધો મને નવાઈ લાગી. મારી પત્નિ રાખીએ કહ્યું પણ ખરૂ..’જોયું તમારા મિત્ર કેટલા જલ્દી સેટ થઈ..સાઈડમાં બીઝનેસમાં પણ  શરૂ કરી દીધો.! હા, હની એ થોડો ખટપટીઓ, ચાલાક  અને હોશોયાર છે. બીજું તો શું એમના નસીબ પણ કામ કરે ને !

અમારી જોબમાં મેનેજરની જગ્યાં ખાલી પડી..મેં દિપેશને હસતાં હસતાં કહ્યું..ચાલ આપણે બન્ને આ જોબ માટે એપ્લાઈ કરીએ, જોઈએ તો ખરા કોના નસીબ જોર કરે છે.’ ‘અલ્પેશ,મારા કરતાં તું સિનિયર છો અને જોબ તને જ મળેને. ના હું એપ્લાઈ નથી કરતો..’

‘હું મારી ઓફીસમાં કામ કરતો હતો અને મેં બહાર ખિલખિલાટ હસવાનો અવાજ સાંભળ્યો!..બહાર આવ્યો..જોયું..” Dipesh, congratulation for your promotion  as a manager…( દિપેશ, મેનેજર તરીકે બઢતી મળ્યા  બદલ અભિનંદન!).સૌ તેને અભિનંદન આપી રહ્યાં હતાં..ઘડીભર હું થંભી ગયો! દિપેશે તો મેનેજર તરીકે એપ્લાઈ કરવાની મને ના કહી હતી…તેના શબ્દો યાદ આવી ગયાં..’દોસ્ત, તું મારા કરતાં સિનિયર અને અનુભવી  છો, આ જોબ તનેજ મળવી જોઈએ!’   છતા એક પળ બધું ભુલી જઈ હું હસતાં હસતાં દોડી દિપેશને ભેટી અભિનંદન પાઠવ્યા. દિપેશના મોં પર કશો ક્ષોભ કે દિલગીરી નહોતી..જાણે કશુંજ બન્યું નથી તેમ મને તેણે હસતાં હસતાં કહ્યુ.. Alpesh, I am very happy today,today is my best day of my life…( અલ્પેશ, આજ હું ઘણોજ ખુશ છું, આજ મારી જિંદગીનો સારામાં સારો દિવસ છે)..મેં પણ કહ્યું..’હા યાર..તું સાચું જ કહે છે!’

‘દોસ્ત, તે શું કર્યું ? એ સવાલને ઘુટતો ઘુટતો ઘેર આવ્યો. આજ આ દિલ પર એટલો ભાર વધી ગયો છે કે ક્યાંરે હું હળવો કરી શકું  ? ‘એક જિગરજાન દોસ્તે મારો  હળવે થી હાથ જાલી ..હરીકેનના વિન્ડ(એક ભંયકર ફૂંકાતા વાવાઝોડમાં)માં મને ક્યારે ધક્કો મારી દીધો! મને ખબર પણ ના પડી.’

ગરાજમાં કાર પાર્ક કરી ઘરનો બેલ માર્યો…
‘હાય, અલ્પેશ!’ રાખીએ સ્મિત સાથે મને આવકાર્યો. રાખી તુરતજ મારા ચહેરાની ઉદાસિનતા પારખી ગઈ! રાખી મને એક ગ્લાસ પાણી આપીશ ?   રાખીની ચિંતા વધી, જલ્દી જલ્દી  વોટર-કુલરમાંથી પાણી લાવી મને આપી મારા ગળામાં સ્નેહાળ હાથ વિટાળતી બાજુંમાં બેસી ગઈ!

જિંદગીમાં એક વફાદાર દોસ્ત અને એક વફાદાર પત્નિ બન્ને એવી વ્યાક્તિ છે કે હ્ર્દયપર વધી પડેલભાર ને હળવા કરવા માટે શક્તિમાન છે..અને તેમાંથી એક વ્યક્તિતો મને પછડાટ આપી દૂર દૂર ભાગી ગઈ! બાકી રહી મારી અર્ધાગીની!મારી વફાદર પત્નિ…! ભારે હૈયે વાત કરી!

‘અલ્પેશ, મને બધીજ વાતની ખબર પડી ગઈ છે..મારે તને જોબપર ખોટી ચિંતા નહોતી કરાવવી તેથી તને મેં ફોન નહોતો કર્યો.
‘શું કહે છે  હની ?’  ‘હા..આજે બપોરના ભાગમાં તારી સાથે જોબ કરતી મારી બેનપણી સોનાલી!
હા બોલ બોલ..મારા બોસની સેક્રેટરીને ?…હા અલ્પેશ. દિપેશભાઈએ તારીજ પીઠ પાછળ ઘા કર્યો છે.   સોનાલીએ કહ્યું છે.   ‘ રાખી  આ વાત તારા અને અલ્પેશ સિવાય કોઈને પણ કહીશ નહી. નહી તો મારી જોબ પર તેની બહુંજ  ખરાબ અસર  થશે. આ વાત મને માઈકલે કહી. ‘MS. Sonali,  Alpesh is not a good employee…(મીસ સોનાલી અપ્લેશ સારો  કર્મચારી નથી)..કહી મને વિગતવાર વાત કહી..
 ‘દિપેશભાઈએ …તને કશું કીધા વગર મેનેજર માટે એપ્લાઈ કર્યું..અને તારા મોટા બોસ(સાહેબ) માઈકલને  મળી તારા વિશે ઘણીજ ખોટી આડી-અવળી વાતો કરી કાન ભંભેર્યા.    ‘ મીસ્ટર અલ્પેશ ભટ્ટ ઘણીવાર કામ-હોય કે ના હોય તોય..ખોટો ખોટો ઑવર-ટાઈમ કરે છે તેમજ પર્સન-ફોન પર કલાકો સુધી બેસી રહી ગામ ગપાટા મારે ઉપરાંત ઈન્ટરનેટ પર બેસી મિત્રો સાથે ચેટ કરતો હોય, ઈન્ડીયન ન્યુઝ પેપર્સ વાંચતો હોય છે.’ ‘ઓહ માય ગૉડ!  એક પ્રમોશન લેવા આવા કાવાદાવા ?    મારી સાથેજ ચક્રવ્યુ રચ્યો ?  મને આવા ગંદા કાદવના છાંટા ઉડાડ્યા વગર તેને પ્રમોશન મળ્યું હોત તો હું જરૂર ખુશ થાત!’

‘અલ્પેશ,જે બની ગયું તેનો અફસોસ શા કામનો ? ભૂતકાળ ભુલી જઈ વર્તમાનમાં જીવીએ..’
હની, મને અફસોસ  એ વાતનો નથી કે મને કેમ પ્રમોશન ના મળ્યુ.અફસોસ તો એ વાતનો છે કે એક  મિત્રની  અંદર છુપાયેલા શૈતાનને હું ઓળખી ના શક્યો.’  કહી રાખીના ખોળામાં માથુ રાખી સુતો  મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતી રહી…ક્યારે ઊંઘ આવી ગઈ ખબર  પણ ના પડી!!

વહેલી સવારે ચાર વાગે ફોનની ઘંટડી વાગી..અત્યારે કોણ હશે ? ધારણા કરી કે ખોટો નંબર હશે  . ફરી રીંગ વાગી…મેં ફોન ઉપાડ્યો. This is an ATT operator, Can you accept a collect call from mr.dipesh ?( હું એ.ટી.ટીની ઑપરેટર છું. દિપેશનો ફોન છે..ફોન કરવાના પૈસા ભરપાઈ કરી ફોન સ્વિકારશો?)  પળભર થંભી ગયો!  I  said..’yes mem..’.( મે કહ્યુ, ‘હા.મેમ’)..‘અલ્પેશ’. સામેથી દિપેશ બહુંજ ગભારાયેલા અવાજે બોલ્યો…’દોસ્ત, હું જેલ માં છું..Please bail me out(મહેબાની કરી મને છોડાવી જા)’ ‘What happen ? (શું થયું ?).’  ‘યાર, ગઈ કાલે મારા પ્રમોશનની ખુશાલીમાં રેસ્ટોરન્ટમાં ડ્રીન્કપાર્ટી રાખી’તી અને થોડો વધારે પિવાઈ ગયો. ઘેર કારમા  પાછા આવતા પોલીસે મને રોક્યો અને DWI (DRIVING WHILE INTOXICATED).ડ્ર્ન્ક હાલતમાં મને પકડ્યો ..હાથકડી પહેરાવી મને જેલમાં પુરી દીધો…આખી રાત જેલમાં રહી હું બહુંજ ડરી ગયો છુ. તું જલ્દી આવી મને જામીન આપી છોડાવ દોસ્ત !’

મનોમન   હું બોલ્યો..’.દોસ્ત..!’  રાખી જાગી ગઈ…શું થયું ? મેં વિગત કહી. ‘રાખી મને ૫૦૦ ડૉલર્સ રોકડા આપ.’   ‘ અલ્પેશ ?  જે મિત્રે મારેલો ઘા  હજું પુરાયો નથી.. તમારી  પીઠ હજુ લોહી-લોહાણ છે,  રૂઝાઈ પણ નથી..ને  તું..’ તેણીને મેં વચ્ચે રોકી કહ્યુ..  ‘હું  અત્યારે માત્ર મારા એક ભારતિય ભાઈ ,એક  માનવ  મુશ્કેલમાં છે તેને મદદ કરવા જઈ રહ્યો છું…..

 

 

આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા…

જુલાઇ 31, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

મારા આંગણે અંધારે સૂરજ ઉગ્યો!

આજ એક એવી વાત થઈ ગઈ,
રાત અંધારી અદ્ર્શ્ય થઈ  ગઈ,
હતી એક પથ્થરની  મૂર્તિ  જ્યા,
નવવધૂ  જેવી નાર   થઈ  ગઈ.

 

****************************************

બન્ને  એક બીજાનો હાથ જાલી ચાલતા હોઈએ, પછી સબડિવિઝનમાં વૉક કરતા હોઈએ ,કે કોઈ પ્રસંગમાં જઈએ. મિત્રો હસી-મજાકમાં કહે ..” હવે તો ઉંમર થઈ આ પ્રેમી પંખીડાની આદત છોડો !  ત્યારે  દિપેશ કહી દેતો.  ” ઉંમરને અને પ્રેમને શું લાગે વળગે ? પ્રેમનો બાગ હંમેશા લીલોછંમ જ રહેવો જોઈએ..આપણે એવી ઉંમરને આંગણે આવીને ઉભા છીએ કે   સમય  સાથે  પ્રયણના  વૃક્ષના છાયા નીચે બેસી શેષ જિંદગીની મજા માણવી જોઈએ. લગ્નબાદ યુવાનીમાં કૌટુંબિક જવાદારી ,ઉપરાંત  બાળકોના ઘડતર,સંસ્કાર સાથે ઉછેરવાની ચિંતાઓ, મોટા થાય એટલે  બાળકોને ઉંચ્ચ અભ્યાસ માટે  આર્થીક સધ્ધરતાની ચિંતા હતી.   ખરૂ કહું તો પ્રેમ કરવાનો સમયજ નહોતો!” ” ઓ.કે..અમો તો મજાક કરીએ છીએ.” મિત્રો હસી કાઢતાં અને કહેતાં સાચી વાત છે દિપેશ આપણે સૌ  અમેરિકા સાથે આવ્યા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પછી  ઠરીઠામ થયાં છીએ અને હવે જ  પાછલી  જિંદગી જીવવા જેવી લાગે છે ….પણ તમો બન્નેતો હજું..” ….”હા, હા કહીદોને કે..અમો વધારે પડતાં પ્રેમના નખરાં કરીએ છીએ..!”   That’s OK my friend..we will do what ever is good for our life..we do not care what world is going to say..(કોઈ વાંધો નહીં મિત્ર, અમો તો  અમારી જિંદગી માટે  જે ગમશે તે કરી શું પછી  દુનિયાને જ કહેવું હોય તે કહે એની અમને પડી નથી.)..

આજ એ મારો  પતિ મિત્ર દિપેશ મારી સાથે નથી ! જીવનમાં એક પળ અમો કદી છુટ્ટા નથી પડ્યાં..આજ  એજ મિત્ર મને છોડી એક લાંબી યાત્રાએ ચાલ્યો ગયો. ૪૦  વર્ષના એકધારા અવિરત પ્રવાહમાં અનેક ૠતુંઓના આસ્વાદ સાથે  સુખદ રીતે ગાળ્યા હોય  ! એ સાથીદાર અચાનક છોડી એક અગોચર દુનિયામાં વિલિન થઈ જાય તે હું માનવા તૈયાર જ નથી!  હું એમની એક એવી બંધાણી થઈ ગઈ છું કે એમના વગર ઘરની  બહાર પગ મુકવાની હિમંત નથી ચાલતી. હું અપાહીત બની ગઈ છું. અમારા બન્ને છોકરા ડૉકટર છે બની સુખી છે બન્ને કહે છે ; “મમ્મી, અમારી સાથે રહેવા આવી જા ,આ ઘર વેંચી નાંખીએ ”  હું તુરતજ આવેશમાં આવી કહી દેતીઃ “મુકેશ , રુપેશ, આ ઘરમા મેં ૩૦ વર્ષ તારા ડેડી સાથે ગાળ્યા છે અને અહી એમની એક એક યાદ  આ ઘરની દિવાલોમાં વણાયેલી છે..હું જીવીશ તો અહીંજ જીવીશ અને મરીશ તો…..”
“મમ્મી, આવું ના બોલ…બસ તારી જેવી ઈચ્છા એજ પ્રમાણે થશે.”  ” Thank you  Mukesh- Rupesh…..(મુકેશ-રુપેશ  તમારો આભાર).છોકરાઓ મારી લાગણીને માન આપતા એનું મને ગૌરવ છે.

અમો અમેરિકામાં આવ્યા ૩૫ વર્ષ થઈ ગયાં.જ્યારે અમો અહીં આવ્યા ત્યારે અમો બન્ને યુવાન હતાં, મારા બન્ને  છોકરા અહીંજ જન્મ્યા છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે..એક બે વખત જોબ જતી રહી, ખાવાના સાસા પડી ગયાંના દિવસો યાદ આવી જાય છે. ઘરમાં માત્ર  માત્ર પાચ ડોલર્સ હતાં તેમાંથી પિઝા મંગાવી બન્ને બાળકોને  જમાડ્યા અને અમો બન્ને  માત્ર ચા-અને એક પીસ બ્રેડથી ચલાવી લીધું પણ કોઈ સગા-વ્હાલા પાસે હાથ લાંબો કર્યો નહીં. આ બાબતનું  દુઃખ કદી હૈયે લાગ્યું નથી જે દુઃખ એમના જવાથી  આજ  લાગ્યું છે!

    ‘ મને આટલો બધો પ્રેમ કેમ આપ્યો મિત્ર ? તમેજ મારા પ્રાણવાયુ હતાં! તો હવે તમારા વિના હું શ્વાસ લેવા અશક્તિમાન બની ચુકી છું. હું ઘણીવાર  દિપેશને કહેતીઃ ‘ દિપેશ તમારી પહેલાં મારે જવાનુ છે ..મારા ચુડીને ચાંદલા સાથેજ જશે.” ત્યારે દિપેશ કહેતોઃ” રીટા,આપણં બન્નેની  જીવનની દોડમાં એક એવો  ઢાળ આવશે  અને એ ક્યારે આવશે એ ખબર નથી પણ  આવશે ત્યારે   અચાનક કોણ આગળ નીકળે પડશે  તે ખબર નથી . એ  દોટમાં તારો દિપેશ પણ હોય શકે!”  “હા..દિપેશ તારી વાત સાચી નીકળી..એ દોટમાં તું જ મારાથી આગળ દોડી ગયો!”

બધા મિત્રો મને સમજાવતાં…” રીટાબેન, તમે તો નસીબદાર કહેવાવ.દેશમાં પણ સાથે રહી એકજ કંપનીમાં જોબ કરતાં હતાં અને અહીં પણ તમો ૩૦ વર્ષ એકજ કંપની માં સાથે જોબ કરી,૨૪ કલાક એકબીજાની સોડમાં!’
“હા, એજ વાતનું સુખ સાથે દુઃખ છે કે અમો એટલા નજીક રહ્યાં છીએ કે હવે આ એકાંત મારાથી સહન નથી થાતું. હે! ઈશ્વર તું મને ઉપાડી લે! મારું જીવવું  નિર્થક છે. ભટકતાં ભૂત જેવી જિંદગી જીવવા કરતાં મારા  આ લાશ જેવા શરીરને ઉપાડે લે!

દિપેશને લખવાનો બહુંજ શોખ!  ચિંતનના લેખો લખે , નિબંધો  અને રમુજી ટુચકાનો  બ્લોગ બનાવ્યો હતો. એ જ્યારે જ્યારે વાંચું છુ ત્યારે ત્યારે આંસુ ઝંઝાવતની જેમ ત્રાટકી ઉઠેછે .  યાદ આવે  બધું યાદ આવે..બાવરી બની જાવ! લોગ-ઈન અને પાસવર્ડ બધું મને આપેલ પણ મે કદી એના બ્લોગ વાંચવા સિવાય  બ્લોગની અંદર  કદી પણ ઝાંખી કરી નહોતી..

આજ અચાનક વહેલી ઉઠી ગઈ !  ઘડિયાળ તરફ નજર કરી તો છ વાગ્યાં હતાં.દિપેશનો બ્લોગ વાંચવા બેસી ગઈ! કેમ જાણે આજ એમના બ્લોગમાં લોગ-ઈન અને પાસવર્ડ કરી વિગતમાં ગઈ. એમણે ઘણાં ડ્રાફટ(લખાણ) તૈયાર કરેલ પણ પબ્લીશ કરેલ નહીં.  “આ શું ? “મારી પરમ મિત્ર રીટાને!!”તારીખ જોઈતો એ  ડ્રાફટ છ મહિના  પહેલા લખેલ હતો. ડ્રાફટ પર ક્લીક કરી વિગતમાં ગઈ!

“પ્રિય સખી રીટા,

આ પત્ર કહે .. કે  મારી આખરી ઈચ્છા..  મને એ પણ ખબર નથી કે કોણ પહેલું જશે ?  હું જો તારી પહેલા વિદાય લઉ તો.. આ મારો આખરી પત્ર છે ! પ્રિય સખી !મને  ખબર છે  તું બહુંજ લાગણીશીલ છે અને લાગણીશીલતા માનવીના મનને  નબળું બનાવવામાં સક્રીય બની બેઠે છે.  આપણે એકબીજાથી અળગા રહીજ ના શકીએ એ આપણી મર્યાદા છે. આપણું બંધંન શરીર અને આત્મા જેવું છે. આત્મા છે તો શરીર છે અને શરીર છે તો જ જિંદગી  જીવી શકાય ! આપણે બન્ને અરસ પરસ આત્મિયબનીને રહ્યાં છીએ..અને જ્યારે એક છોડી જાય ત્યારે એનું દુઃખ અવર્ણિય બની રહેશે. પણ જવાનું તો છે જ ! તે અવાર-નવાર કહ્યું છે કે હું એકલી કદી પણ મારી જિંદગીનો ભાર ઉચકી નહીં શકું. તને યાદ છે ?  આપણે ૪૦ વર્ષ પહેલાં એક પ્રાર્થના કરતાં હતાં તેના એક એક શબ્દતો મને  યાદ નથી પણ એ સુંદર પ્રાર્થના જીવનમાં પતિ કે પત્નિ  બેમાંથી સદા વિદાય લે ત્યારે આ પ્રાર્થના  એક સાચો-સચોટ સુંદર જીવન  જીવવાનો માર્ગ બતાવે છે..

” હે ઈશ્વર  અમારા બન્ને પતિ-પત્નિનું જીવન સુખમય અને આનંદદાયી બનાવજે.સાચો અને સત્યનો  માર્ગ  બતાવજે..સદા સુખ દુઃખમાં સાથે રહી જીવનના પ્રશ્નો હલ કરી જીવનને સફળ બનાવવીએ…….
હે ઈશ્વર !   અમારા બન્ને માંથી એક પણ વ્યક્તિને આ દુનિયામાંથી વિદાય લઈ અચાનક જવાનું થાય તો…હે ઈશ્વર ! અમો એક બીજાની વિદાયથી ઝુરી ઝુરી જીવી દુઃખી દુઃખી થઈ જાઈએ…તેના કરતા હે ઈશ્વર! અમોને એક એવી શક્તિ અને પરીબળ આપજે કે જેને લીધે અમો  સાથે ગાળેલા સુંદર અને સુખી દિવસોને યાદ કરીએ!  એમની સાથે ગાળેલા ભવ્ય ભુતકાળનું સ્મરણ કરીએ. શેષ જિંદગી સુખી અને આનંદદાયી બનાવી  આ ભવસાગર પાર કરીએ!”

યાદ આવ્યું સખી ? હું ના હોઉ…તો જિંદગીને કડવી બનાવવાનો કોઈ અર્થ નથી. તું દુઃખમાં રિબાતી હઈશ તો હું તને જોઈ શકીશ નહીં. આપણા ધાર્મિક પુસ્તકો અને વિદવાનો સાત જન્મની વાતો કરે છે પણ સખી ,માનો કે એ વાત સાચી હોય! પણ કોઈને પણ ગયાં જન્મની વાતયાદ છે ખરી ? કે ગયા જન્મમાં સાથ હતાં એ કોઈને પણ યાદ છે ? જવાદે એ વાત…!

સખી!  આપણે હંમેશા નિરઅપેક્ષીત જીવન જીવ્યા છીએ. બસ એજ રીતે જીવન જીવજે. આપણાં બાળકો બહુંજ પ્રેમાળ છે છતાં એમને પણ તેમનું પોતાનું ફેમીલી છે.  મા-બાપની આશાઓ છોકારાઓ પાસે મોટી હોય છે અને ઉંમર થતી જાય તેમ મોહ-માયા અને આશા ઓછા થવાને  વધારેને વધારે મોટા થતાં જાય છે.આપણે એ રસ્તે નથી જવાનું !અપેક્ષાઓ વધારવાને બદલે મોટી ઉંમરે ઘટાડવાની છે .એક સાદગીને ભેખપેરી રહેવાનું છે ! હા એકલી પડીશ તો છોકરા કહેશે..”મમ્મી..અમારા ઘેર રહેવા આવી જા.. થોડા સમય ગમશે, પછી નવા રમકડા જેવું થશે.  નવું રમકડું બાળક બે -ત્રણ દિવસ ગમે અને  રમે  પછી..ઘરના  એક ખુણામાં ક્યાંક પડ્યું હોય.  કોઈને એની ના પડી હોય! ગારબેજની જેમ!! સમજી ગઈને ? એકલી રહીશ તો માન-પાન બધુજ જળવાઈ રહેશે.અરે! હું તો એટલે સુધી કહેવા માગું છું કે કોઈ પણ એવા સંજોગ આવી પડે અને શરીરમાં મર્યાદા આવી પડે ત્યારે નર્સિંગહોમમાં રહેવા જવામાં કોઈ નાનપ નથી.આપણાં બાળકોને આપણા પૈસાની જરૂર છે નહી એ લોકો પૈસે ટકે ઘણાં સુખી છે   Our Money and  saving is nothing for  them  but a piece  of  cake ! (આપણાં પૈસા અને બચત તેમની પાસે કોડીની કિંમત સમાન છે)અને  એ લોકો એ પણ આપણને કહ્યું છે કે તમારી બચત અને  નિવૃતીના  પૈસા તમો  વાપરો અને  મજા કરો ! અમારે તો  માત્ર તમારા આશિષ જોઈએ છીએ.  મને ખાત્રી છે કે આપણી પાસે જે મુડી છે તે જિંદગીના અંત સુધી વાધો ન આવે એ પ્રમાણે છે તો શામાટે એને ના ભોગવીએ ?

સખી! આ મહામૂલ્ય માનવ દેહ મળ્યો છે ફરી મળશે કે નહીં ખબર નથી પણ
જિંદગી બહુંજ કિંમતી છે એને દુઃખી કરી  વેડફીશ નહી.મારા ગયાં પછી પહેરવેશ.મોજ શોખ બધું એમનું એમજ રાખજે  જાણે તું સદા સુહાગણ છો!  એજ મારા આત્માની ખરી શ્રદ્ધાજંલી..ખુશ રહી સૌને ખુશ રાખજે…તારા મિત્રની સલાહ માનીશને ?

અંતમાં.  સખી ! મને સ્વપ્નામાં પણ ખબર નહોતી કે હું અમેરિકા આવીશ . તું મારા જીવનમા એક દયાની દેવી તરીકે આવી અને મારું જીવન તો ધન્ય બની ગયું સાથો સાથ મારું સમગ્ર કુટુંબ  અહી આવી સુખના હિડોળે હિચકી રહ્યું છે તે માટે તું જ યશ-જશને અધિકારી છે.તારા ટેકા વગર એ અશ્ક્ય હતું..તેઓ ભલે ભુલી ગયાં છે. છતાં તે કદી એનું માઠું નથી લગાડ્યું.. પણ સખી ! આ તારો મિત્ર સદાને માટે ઋણી રહ્યો છે…

જીવનનો સાચો સાથી,

તારો  દિપેશ

ડ્રાફટમાં બીજું કઈ આગળ વાંચુ એ પહેલાં  ફોનની રીંગ વાગી…અત્યારના પહોરમાં કોણ હશે ? હલ્લો..”.હે રીટા, હું શીલા..આવતી કાલે ઈન્ડિયન એસોસિયન તરફથી ક્રીસમસ પાર્ટી છે..ડ્રીન્ક, ડાન્સ અને ડીનર…can you join with us ?(  અમારી સાથે  તું જોડાઈશ  ?)..
મેં તુરતજ  હસતાં હસતાં જવાબ આપી દીધો..”hay, why not? let celebrate christmas and have a lots of fun..(હેય…શા માટે નહી? ક્રીસમસ ઉજવી..મજા-મસ્તી કરીએ…

આપનો અમૂલ્ય અભિપ્રાય જરૂર આપશો..

જુલાઇ 15, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

લીના બહાર ના આવી !

I am doing her babysitting since she was six months old and she is a such beautiful, smart & sweet talking Angel .(  એ છ મહેનાની   હતી ત્યારથી હું તેણીની સંભાળ રાખુ છું.તેણી સુંદર, હોશિયાર અને વાત કરવામાં બહુંજ મીઠડી પરી  છે.). તેણીના મા-બાપ મીસીસ ભટ્ટ અને મિસ્ટર ભટ્ટ બન્ને ડૉકટર છે.અમારો સંબંધ માત્ર નેની તરીકે નથી અમો અવાર-નવાર બેકયાર્ડમાં BARBEQUE(ફળીયામાં ચુલાની રસોઈ) કરીએ ત્યારે અચુક એકબીજાને બોલાવી વીકએન્ડ(શની-રવી)માં લન્ચ કે ડીનર માટે ભેગા થઈએ.I am single & divorce woman , got my divorce two times with my two alcoholic husbands and decided to live without getting married and never had any children. I am retired police  officer.( હું એકલી , બે વખત મારા દારૂના બંધાણી પતિ સાથે છટ્ટા છેડા પછી નક્કી કરેલ કે ફરી લગ્ન નહી કરું, એકલીજ રહીશ અને મારે કદી બાળકો થયા નહોતા. હું  નિવૃત પોલીસ ઓફીસર છું).જ્યારથી લીનામારે ત્યાં બેબી સીટીંગ માટે  આવે છે ત્યારેથી મને એમજ લાગે છે કે મારું પોતાનું બાળક છે અને મારી પોતાની છોકરીની જેમ રાખું છું.

“Mrs.Brown, can you teach me how to make pasta, and macaron i?”     “Yes, Leena, now you are 10 years old and it would be nice to learn about cooking.and it’s good start. I think that your parents would not mind but still I need your parents permission to do that.”( મીસીસ બ્રાઉન, તમે મને પાસ્તા અને મેકરોની બનાવતા શિખવાડશો ? હા, લીના તું હવે ૧૦ વર્ષની થઈ અને હવે રસોઈ બનાવતા શિખવી એ સુંદર કામ કહેવાય, એ સારી શરૂઆત છે.હું ધારૂ છું કે તારા મા-બાપને વાંધો ના હોય છતાં મારે તેમની રજા લેવી જરૂરી છે).

મીસીસ ભટ્ટે હા પાડી અને મેં તેણીને ધીરે ધીરે
બહુંજ સાવચેતથી ઘણીજ  સહેલાયથી બનાવી શકાય તેવી રસોઈ સાથે કુકી, બિસ્કીટ બનાવતા શિકવાડી દીધુ.લીના પણ એટલીજ હોશિંયાર કે તેણીને શિખતા વાર ના લાગી.

ક્રીસમસને  માત્ર પંદર દિવસ  બાકી હતાં , હું અને લીના સાથે મળી ઘરમાં ક્રીસમસ ટ્રી  મુક્યું.  સ્નોની પડવાની શરૂઆત થઈ ગઈ હતી.આમેય શિકાગોમાં ઠંડીની ઋતુ વહેલી આવે છે.મારી ઉંમર ૮૨ થવા આવી છતાં ઉપરવાળાની મહેબાનીથી હજું જાતે રસોઈ અને ઘરકામ કરી શકું છુ.  મને ઈન્ડીયન ફુડ બહુંજ ભાવે છે,  થોડું સ્પાઈસી હોય પણ ખાવાની મજા આવે.ઘણીવાર મીસીસ ભટ્ટ, પુલાવ,બટરચીકન,નાન અને સ્વીટમાં ગુલાબ જાબું આપી જાય અને તેઓ મારું ઘણુંજ ધ્યાન રાખે છે. મને એક મા તરીકે  સનમાન આપે છે.  લીના પણ બાર વર્ષની થઈએ એટલે એ પણ કાયદા પ્રમાણે એકલી રહી શકે . મારે હવે લીનાનું બેબીસિટીંગ નહોતું કરવાનું. છતાં ઘણીવાર સ્કુલેથી ઘેર બેકપેક મુકી મારા ઘેર આવે.અને અમો બન્ને બેસી કોફી અને  હોમમેઈડ ગરમ ગરમ કુકીનો આસ્વાદ સાથે માણીએ.
ઉંમર સાથે રોગ વગર આમંત્રણે આવે!  THYROID  (થાયરોડ)ના પ્રોબલેમને લીધે મારું શરીર ઘણુંજ વધી ગયુ.૨૫૦ પાઉન્ડ.હું વ્હીલચેરમાં આવી ગઈ.ઈલેક્ટ્રીક વ્હીલચેરમાં ઘરમાં ફરતી અને માંડ માંડ મારા પુરતી રસોઈ બનાવી લેતી.સાંજે વેધર સારૂ હોય ત્યારે મારા સબ-ડિવીઝનમા પાર્ક સુધી જતી.

આજ સવારથીજ માઈનસ ૧૦ ડીગ્રી ટેમ્પ્રેચર હતું અને આખી રાતમાં ૧૨ ઈન્ચ સ્નો પડેલ અને ટી.વીમાં સમાચાર આવ્યા કે આજે શિકાગોની બધી સ્કુલ  ભંયકર ઠંડીને લીધે બંધ રહેશે.મેં લીનાને ફોન કર્યો. “Leena,can you come down to my house and we can have lunch together and have a good time?  Sure,what can we have for lunch Mrs.Brown? your favorite item, Chicken pasta and salad..wow! let me call my mom and get OK from her  then  I will be there!”  (લીના,તું મારા ઘેર આવી શકે ? આપણે સાથે લન્ચ લઈ, આનંદ કરીએ.જરૂર,આપણે લંચમાં  શું જમવાના છીએ?..તારું ભાવતું ! ચીકન પાસ્તા,સલાડ!
ઓહ..મારી મમ્મીને ફોન કરી રજા લઈ લવુ પછી હું તુરતજ  આવી…)..હા પણ ઠંડી બહુંજ છે તેથી હેવી જેકેટ,સ્નોહેટ,સ્નો શુઝ બધું પહેરીને આવજે…ઓકે મિસીસ બ્રાઉન…)

લીના આવવાની હતી મેં  ફાયર-પ્લેસ પણ ચાલું કર્યું અને ક્રીસમસ સોન્ગની સીડી મુકી..પાસ્તા કાઢી ,તપેલીમાં પાણી,મીઠુ અને ઓલીવ ઓઈલ મીક્સ કરી સ્ટવ પર મુક્યું અને સલાડ કાપવા બેસી…”ઓહ માય ગૉડ! ફાયર પ્લેસના બળતા લાક્ડામાંથી મોટો કટકો કારપેટ પર!”    વ્હીલચેર સાથે ઝડપથી ગઈ તો સોફા સાથે એવી અથડાઈ કે હું પડી ગઈ. કારપેટ વધારે બળવા લાગી.માંડ માંડ ઉભી થઈ લીનાને ફોન કર્યો, ૯૧૧ને જાણ કરી. એમ્બ્યુલન્સ અને ફાયરબ્રીગેડ આવે પેલા લીના આવી ગઈ.હું બહુંજ ગભરાયેલી હતી..”  Miss brown , let get out from here, fire is spreading everywhere right now..”  (”  મીસ બ્રાઉન,જલ્દી અહીંથી બહાર નીકળી જઈએ…અગ્ની-જ્વાળા ચારે કોર વધતી જાય છે.) લીવીંગરૂમમાંથી  મારી વ્હીલચેર ઝડપતી  દોડાવી.ઈલેકટ્રીક વ્હીલચેર એની લિમિટ કરતાં વધારે  ના જાય! માંડ માંડ ઘરના દરવાજા પાસે પહોચે એ પે’લા મારી વ્હીલ ચેરને લીનાએ જોરથી ધક્કો  માર્યો….! હું  ગભરાય ગઈ..પડતી પડતી રહી ગઈ! પણ ઘરની બહાર આવી ગઈ..ફર્ન્ટ-યાર્ડમાં..એક ભંયકર ચીસ  બહાર આવી પણ લીના બહાર ના આવી…!!

આપને વાર્તા ગમી ? આપનો અભિપ્રાય જરૂર્થી  આપશોજી.

જુલાઇ 5, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

એક અભણ-ગમાર માણકી !

‘માણકી આ તને શું થઈ ગયું ? મોઢા પર આટલા ઉજરડા અને આંખો સુઝી ગઈ છે.’ ‘ આન્ટી, શું કહું ગઈ કાલે મારો ધણી દારૂ ઢીચીને આવ્યો અને કહે કે મારે ભજીયા ખાવા છે,અત્યારે અને અત્યારે બનાવ, ઘરમાં ચણાનો લોટ અને તેલ પણ નહીં,,પણ તેણે કશું મારૂ સાંભળ્યું નહી અને મારા નાના બે છોકરાની ભાળતા મને ઢોરની જેમ  ટીપી નાંખી, હું તો કંટાળી ગઈ છું પણ બાપની આબરૂ અને બે છાકરાને  લીધે એની સાથે વળગી રહી શું.

મારી પત્નિ દક્ષાએ મોઢા પર એન્ટીસેપ્ટીકની દવા દવા લગાડી અને સાથો સાથ બે ટાઈનીનૉલ આપી.

‘આન્ટી, તમારા દેશમાં પણ પુરુષો બૈરાને આવી રીતે  મારે?  ના…ત્યા તો બૈરા પર જો હાથ પણ લગાડે અને પોલીસને બોલાવે તો પોલીસ પુરુષને તુરત જેલમાં લઈ જાય.  અરે! આન્ટી આ તો સારુ, તો તો બધા પુરુષો સીધા થઈ જાય.’

હું અને મારી પત્નિએ ભાવનગર ઘર લીધેલ છે અને દર વર્ષ ત્રણ મહિના માટે રહીએ. વર્ષોથી અમારા ઘરના કામ માટે માણકી આવતી.કચરા પોતા, વાસણ અને કપડાબધું જ એ કરતી.ગરીબ હતી પણ ઘરમાં બધીજ કિંમતી વસ્તું પડી હોય , પણ કદી કોઈ ચોરી કે વસ્તુંને હાથ નથી લગાડ્યો! અમારા  બેડરૂમમાં  ૧૦૦૦-૨૦૦૦ રુપિયા રોકડ  પડ્યા હોય પણ  અમોને તેની કશી ચિંતા નહી .દક્ષાને માણકી શેઠાણી કહીને બોલાવે તે તેને ગમતું તેથી “આન્ટી’ અને અન્ક્લ કહેતા શીખવાડી દીધું.

આ વખતે અમો દિવાળી અહી કરવાના વિચારથી થોડા વહેલા આવ્યા..અમારુ પ્લેન હ્યુસ્ટનથી વાયા દુબઈ અને પછી અમદાવાદ અને અમદાવાદથી મારો મિત્ર સુરેશ તેના વેનમાં ભાવનગર લઈ ગયો.સુરેશે ઘર સાફસુફ કરાવી તૈયાર રાખેલ અને તેના ઘેર સવાર ચા-નાસ્તો કરી પછી અમો અમારે ઘેરે ગયાં ત્યારે પડોશી લત્તાબેન આવીને કહ્યું ; ‘તમારે ત્યા માણકી આવતીતી તે તો અત્યારે જેલમાં છે.’ ‘કેમ શું થયું? એના પતિનું એણે ખુન કર્યુ હતું…ઓ બાપરે !મારી પત્નિથી બોલી ઉઠી..મેં કહ્યું એના છોકરાનું શું? ..  “રખડી ખાઈ છે.લત્તાબેન તુરત જ બોલ્યા.
મે અને મારી પત્નિએ તેના બાળકોના ભણવાની  વ્યવસ્થા તેમજ ઘર ચલાવાની જવાબદારી લીધી અને મારા એકાન્ટમાંથી  મહિને નિયમિત પૈસા મળે તેની જવાબદારી મારા મિત્ર સુરેશને આપી..

‘અન્ક્લ,આન્ટી, તમારી મહેબાનીથી આજે હું મિકેનિકલ એન્જીનયર થયો અને મહિને ૧૫૦૦૦ રુપિયાને જોબ પણ મળી ગઈ.માણકીનો મોટો પુત્ર  છગન  અમોને પગે લાગતાં બોલ્યો. બસ, તું ભણ્યો તેનું અમોને ગૌરવ છે પણ તારો નાનોભાઈ મગન ? એને કમ્પુટર એન્જીનયરનું કરે છે..પણ અન્કલ હવે એની જબાદદારી હું લઈશ અને એને ભણાવીશ..
‘ છગન, ભાઈ પ્રત્યેની તારી  ભાવના  સાંભળી મને ઘણોજ  આનંદથયો.પણ તારી મા ?’  ‘ હજું એ જેલમાં છે. અમો બન્ને ભાઈઓ મહિનામાં બે વખત મળવા જઈએ છીએ.અને જેલર  જેઠવા સાહેબ કે’તા હતા કે તેણીની સારી વર્તણુંક ને લાધે  મારી માને એકાદ મહિનામાં જેલમાંથી છૂટી કરવાના છે.’

‘અન્કલ,  મારા છોકરાનું તમે ધ્યાન નો રાખ્યું હોત તો એ રસ્તા પર ભીખ માંગતા હોત! જેલમાંથી છુટી  મગનને લઈ એ સીધી મારે ઘેરે આવી. આન્ટી, હવે છગન સારા એવી પૈસા કમાય છે એથી મને વૈતરા કરવાની ના પાડે છે પણ મે  તો તેને કહી દીધું કે આન્ટીને ત્યાં તો હું મરીશ ત્યાં સુધી કામ કરીશ.’ મારાથી પુછાય ગયું.. ‘પણ તે તારા ધણીનું ખુન…’

‘ અન્કલ, દિવસે, દેવસે મારા ધણી ભીખલાનો ત્રાસ વધતો જતો હતો, ઘણીવાર મને મારપીટ કરી  કહી દેતો..’તું  ખરાબ ચાલની છો.પેલા જીવલા સાથે રખડીખાય છે..જો તમને કહી દઉ છું હું બધું સહન કરી લઈશ પણ મારી ચાલ ઉપર ખોટા આરોપ ના લગાડો નહી તો… તો..તું શું કરી લઈશ? જીવલા સાથે ભાગી જઈશ? જા જા ભાગી જા મને તો ઘણી મળી રે’શે..કુલટા!

‘ મને કુલટા કો’શો..તમે તો  સાવ હરામી શો..એનું  તમને ક્યાં ભાન શે!! શું કહ્યું! મને તું ….ખીચ્ચામાંથી લાંબુ ચપ્પુ કાંઢ્યું અને મારી પર ઘા કરવા દોડ્યો..હવે તો તારો ફેસલો લાવી દઉ! મારો  મોટો છોકરો વચ્ચે પડ્યો…બાપા..ખબરદાર, મારી મા પર હાથ ઉગામ્યો છે તો…તો તું શું કરી લઈશ…?  મોટા છોકરાએ  બાપાના હાથમાં થી ચપ્પુ છિનવાની કોશિષ કરી પણ પેલો તો દારુના નશામાં ચકચુર હતો અને એવો ઝનુને ચડ્યો કે છોકરાને પાટું મારી નીચે પાડી દીધો..અને મારી તરફ છરો લઈ દોડ્યો,,નાનો છોકરો મને  બચાવવા દોડી બાપના હાથમાં થી છરો છિન્વી લીધો,,દીકરા -બાપ વચ્ચેની  ઝપાઝપીમાં આખો છરો મારા ધણીના  પેટમાં ઘુસી ગયો…ચીસા ચીસના અવાજમા પડોશીઓ દોડી આવ્યા..થોડીવારમાં પોલીસ જીપમાં આવી પહોંચી.  મે કહ્યું.

“એ મારો પિટ્યો મને મારી નાંખવા દોડ્યો..લે મે જ એને પેલે  ઘાટ ઉતારી દીધો…..”પોલીસી મારા હાથમાં છરો જોયો,ગુસ્સો પણ જોયો…રુમાલથી છરો પોલીસે લઈ લીધો. લખાણ  લખ્યું..મને  હાથકડી પહેંરાવી જીપમાં બેસાડી  જેલભીગી કરી’

મેં દક્ષાને કહ્યું .  ‘માનવજાત બદલાતી રહી છે ..પણ મા ની મમતા, ત્યાગ યુગે યુગે એમના એમજ રહ્યા છે….પોતાના સંતાનો માટે એ શું નથી કરી શકતી ? પછી એ ભણેલી હોય કે અભણ!’

 વાર્તા વાંચ્યા બાદ પ્રતિભાવો જરૂર આપશોજી

જૂન 25, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

હું અભાગી દીકરી !

” Daddy,don’t bother me, I know what i am doing, I am old enough take care of myself. Don’t try to got mad on me or beat me otherwise I will call the police and you will go to jail..do you understand that””(ડેડી,મને પરેશાન ના કરો, મને ખબર કે મારે શું કરવું જોઈએ.મારી ઉંમર પ્રમાણે મારી બધી જવાબદારીનું મને ભાન છે,મારી પણ જરીએ ગુસ્સે કે મારવાની કોશીષ કરી છે તો હું તુરત પોલીસને બોલાવીશ અને તમે જેલભેગા થશો..ખબર પડી ?). મારી ઉંમર માત્ર બાર વર્ષની હતી.મારી જાતને ખોટી રીતે પ્રોટેકટ કરવા હું ગુસ્સામા આવી  અને ચીસો પાડી મારી ડેડીને બોલતા બંધ કરી દેતી.

શિકાગોમાં જન્મેલી, મા-બાપને મોટી ઉંમરે થયેલું એકનું એક સંતાન.ઘણાંજ લાડ-ઉછેરેમાં ઉછરેલી,માંગુ તે મળે ! ડેડીને ઍપ્લાઈન્સીસનો હોલસેલ બીઝનેસ હતો , ફાયનાન્સીયલ રીતે અમો ઘણાંજ સુખી હતાં.મમ્મી ઘણીવાર ડેડીને કહેતીઃ “તમોજ ટિન્કુડીને બગાડો છો, ઘરના કોઈ પણ કામકાજ મદદ નથી કરતી, દીકરીની જાત છે અને સાસરે મોકલતા પહેલાં થોડું ઘરકામ ,રસોઈ શિખી લે તો તેણીને સાસરે કોઈ પણ જાતનો વાંધો ના આવે,…”
પણ ડેડી હંમેશા હસી કાંઢતાઃ

“મારી ટિન્કુડીને તો હું  અહીં અમેરિકામાં પરણાવાનો છું અને એ પણ તેણીની પસંદગીનો છોકરો. અહીં ક્યાં કોઈ છોકરા પરણ્યાબાદ મા-બાપ સાથે રહેતાં હોય છે? તું ખોટી ચિંતા કરે છે.તને ખબર છે કે અહીં હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય એટલે બહારનું વધારે  ખાતા હોય છે અને હવે તો બધું તૈયાર મળી રહે છે..મારી ટિન્કુડીને ખોટી રીતે ના પજવ..”

મારે બે રૂમ હતાં એક સુવા માટે અને બીજો રૂમ રમવા માટે..મારો રમવાના રૂમમાં ૧૦૦ મોસ્ટ એકસપેન્સીવ  ડોલી,..સ્ટફ એનિમલ્સ અને મને ગમતી ગેઈમ્સ હતી. એક  પ્રિન્સેસની જેમ રહેતી હતી..ડ્રેસ પણ એટલાજ એક્સપેન્સીવ ખરીદતી પણ બેત્રણ  વખત પહેર્યા બાદ ના ગમે એટલે ગારબેજ માં જાય. આવા લાડકોડમાં હું બહુંજ જિદ્દી વલણની બની ગઈ..
” Mom, I told you so many times that Do not come to my room without knocking on my door. I am so mad on you..(  મૉમ, મને તને કેટલી વખત કીધું છે કે મારા રૂમમાં આવતા પહેલા ડોર પર ટકોરા મારી ને આવવાનું…હું તારા પર બહુંજ નારાજ છું)… ‘સોરી બેટી સોરી.. મારાથી ભુલ થઈ ગઈ…પણ જમવાનું તૈયાર  છે તું જમી લે..મૉમ..તને ખબર છે કે મને  રોજ રોજ રોટલીને શાક નથી ભાવતા. મારે મેક્સીકન ફુડ ખાવું છે…
“ઑકે..બેટી…હું હમણાંજ બહાર જઈ તારો ભાવતો ટાકો અને બરીટો લઈ આવું છું.”

“લક્ષ્મી હોલ”માં મારી ૧૩ બેર્થ ડેની પાર્ટીમાં ૨૦૦થી વધારે ગેસ્ટ બોલાવી એક ભવ્ય પાર્ટી કરી અને યાદ છે કે પાર્ટીબાદ હું મારી બેનપણી માર્થાને ત્યાં નાઈટ સ્પેન્ડ કરવા ગઈ!! તેણીના રૂમમાં અમો ત્રણ બેનપણી હતી અને રાત્રીની બાર વાગે માર્થા જે મારીજ ઉંમરની હતી તે કીચનમા જઈ કોલ્ડ બીયરના કેન લઈ આવી.. Hay,guys..let celebrate Tunku’s 13th birthday!!…I said…”No..Martha.”  “Do not be silly..You are not a small babby anymore…..” (  હે..ચાલો આપણે ટિન્કુની ૧૩મી વર્ષગાંઠ ઉજવીએ…મે..ના કહી…”હે..ગાંડી ના થા”…હવે તું સાવ નાની બેબી નથી રહી”)..અમો ત્રણ જણાએ આખું બીયરનું કેન ખાલી કરી નાંખ્યું..પેલીજ વખત પીધેલ…તેથી થોડા આંખે અંધારા આવ્યા..પણ માર્થાએ તો ખાલી કેન  બહાર ગારબેજ-કેનમાં નાંખી આવી એને કશી બીયરની અસર થઈ નહીં.  એના પેરન્ટ્સ ને કશી ખબર ના પડી.પછી તો મોસ્ટ ઓફ ધ વીકેન્ડ ,  જુદી જુદી બેનપણી સાથેજ ગાળતી…પેરન્ટસને પણ કશી ખબર નાપડે કે અમો ત્યાં એકલા રૂમમાં શું કરીએ છીએ! કોઈવાર સ્મોકીંગ…કોઈવાર સ્કોચ તો કોઈવાર બેનપણીના ઘેરે એડ્લ્ટસ મુવી…મોડી રાતે જોતા હોઈએ…

“બેટી, તારા ગ્રેડમાં હવે “સી” અને ” ડી”આવે  છે..સ્ટડીમા પણ કશું ધ્યાન આપતી  નથી.” “મૉમ, મને મારી જવાબદારીનું ભાન પડે છે..તું અહીં ભણી  નથી તેથી તને શું  ભાન પડે કે  ભણવાનું કેટલું હાર્ડ હોય છે.” “બેટી…સારા ગ્રેડ આવે તો ભવિષ્યમાં તારા માટેજ સારુ છે કે તને સારી યુનિવર્સિટીમા  એડમિશન મળી જાય.” “મમ્મી…મારે તારું લેકચર નથી સાંભળવું..તું મારા રૂમ માંથી જા મારે હોમવર્ક કરવાનું હજું બાકી છે…પણ મમ્મી રૂમ માંથી જતી રહે એટ્લે  બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સાથે અલ્લા-ગલ્લા..!

હાઈસ્કુલમાં છેલ્લા વર્ષમાં હું ત્રણ ત્રણ સબજેક્ટમાં  ફેઈલ થઈ…ફાયનલી’ હાઈસ્કુલ ડ્રોપ-આઉટ” યુવાનીના જોરદાર ટોરનેડોના ચકરાવામાં ચડેલીએ ભણવામાં કશું ધ્યાન  આપ્યું નહી.યુવાનીના ટોરનેડોમાં જે પણ વચ્ચે આવે તેનો વિનાશ કરતી કરતી…મારા મમ્મી-ડેડીને એવા ચકરાવે ચડાવ્યા કે એક દિવસ મમ્મી બોલી ઊઠીઃ” આ કરતાં તો વાઝણી રહી હો તો…. “રીમા..છોરૂ કછોરૂ  થાય..હા પણ આટલી હદે દીકરી પહોચે! એને વર્ષની અંદર ત્રણ..ત્રણ મુવીંગ વાયોલન્સની ટ્રાફીક  ટિકિટ મળવાથી એનું ડ્રાયવીંગ કાયસન્સ સસ્પેન્ડ થઈ ગયું અને તમે..લોયર પાછળ ૨૦૦૦-૩૦૦૦ ડોલરનું પાણી કર્યું.. બે થી ત્રણ વખત કાર એકસીડન્ટ કર્યા..અને ઈન્સ્યુરન્સ્નું  પ્રિમયમ ત્રણ ઘણુ થઈ ગયું…અને હાઈસ્કુલમાં થી ડ્રોપ કરી..આ તમારા વધારે પડતાં લાડના પરિણામ છે…”હા..રીમા…તેને માટે તું મને જવાબદાર ગણી શકે! મેં જ તેણીએ જે માંગ્યું તે આપ્યું..સોળમી બર્થ ડે માં લેક્સસ કાર  આપાવી ટીન્કુંએ તેનો ગેરલાભ લઈ..બોયફ્રેન્ડ સાથે રખડી ખાધું..સ્કુલે પણ નહોતી જતી એ પણ મને ખબર પડી..મારી જાતેજ મારા પગ પર લોન-મુવર ચલાવ્યું છે.

જુઓ તો કોનો ફોન  છે ?  હલ્લો! This is collect call from MS. Tina…are you going to accept this call ?Yes..mam..yes…(મીસ ટીનાનો કલેકટ કોલ ( ફોન સ્વિકારનાર પાર્ટીએ ફોનનો ચાર્જ આપવો પડે) છે…આપ સ્વિકાર શો? હા,,,જરૂર હા…ડેડી..હું જેલ માં છું..Please bail me out..(મને જલ્દી છોડાવો_.ટિન્કું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી..કઈ જેલમાં? સીટીજેલમાં…હું હમણાંજ આવ્યો…રીમા જલ્દી મારી સાથે ચાલ..એ.ટી.એમમાં થી ત્રણસો ચારસો ડોલર કેશ લઈ  સીટીજેલમાં જવું પડ્શે..શું થયું એ તો કહો..હું તને કારમાં બધી વાત કરૂ છુ…ટિન્કુએ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ૫૦૦ ડોલર્સ વર્થ કાંડા ધડિયાળની ચોરી કરી હતી અને વિડિયો કેમેરામાં ઝડપાતા પોલીસને હવાલે કરવામાં આવી હતી…
ટિન્કું , આવા સંસ્કાર તને આવ્યા ક્યાં થી? ડેડી.. અત્યારે મારી સાથે બહું માથકુટ ના કરો..મને આરામ કરવા દો..મારું મગજ ઠેકાણે નથી..ટિન્કું એ મરુઆના-ડ્ર્ગ્સ બાય કરવા આ ચોરી કરી હતી. ૧૦.૦૦૦ ડૉલર્સ લોયરની ફી બાદ ટિન્કુંને વર્ષના પ્રોબેશન પર મુકી…

“રીમા, આપણા સમાજ માં આપણું કશું માન-પાન રહ્યું નથી ..મિત્રો પણ આપણાંથી દૂર દૂર ભાગે છે…કોઈ પણ આપણાં ઘેરે આવતાં પણ ડરે છે…હું તો હવે કંટાળી ગયો છું…સલીલ, હું સમજી શકું છુ..આપણે ટિન્કુંને સુધારવા બધાજ પ્રયત્નો કર્યા પણ કશું વળ્યું નહી…પ્રોબેશન ટાઈમમાં પણ એ D.W.I(DrivinWhile Intoxicated) માં પકડાઈ અને પાછી બીજી ૧૦ વર્ષની જેલની સજા પડી.પૈસાનું  પાણી કરતાં   એ કોઈ રીતે સુધરતી નથી અને સમાજમાં આપણને કેટલી નામોશી મળે છે?  કોઈની સાથે હવે સંબંધ રહ્યાં નથી..શું કરીશું?

“રીમા. ચાલ આપણે બધો બીઝનેસ વેંચી દઈ અમદાવાદ મુવ થઈ જઈએ…હવે આ દીકરી આપણાં હાથમાં રહી નથી..એની મેળે કઈ ભાન આવે..તો જ એ સાચી હકીકત સમજી શકશે…બસ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધી આપે!
મારા પેરન્ટસ ઈન્ડીયા મુવ થઈ ગયાં પણ મને એની કશી અસર થઈ નહીં..એક પછી એક બીજા ક્રાઈમમાં સંડોવાતી ગઈ! I Became a street girl( હું એક રખડું વેશ્યા જેવી બની ગઈ)..Street life is no fun(રસ્તાના રખડું  જિંદગી બહું સારી નથી હોતી)..એ મારા એક ભયંકર અનુભવથી થઈ..એક દિવસ રાત્રે બે વાગે ડ્ર્ન્ક થઈ સાવ એકાંત રસ્તા પર પડી હતી..અને એ સમયે મારા પર Gang rape(સામુહિક બળાત્કાર)..થયો..હું કાંઈની ના રહી..પોલીસ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતી..શું કરુ? કોઈ પણ મને મદદ કરવા તૈયાર નહોતું..કાઉન્ટી હોસ્પિટલમાં મારી સારવાર  થઈ…આંખ ખુલી ત્યારે જિંદગીના ૩૫ વર્ષ વિતી  ગયાં હતાં..શું કરુ? મારા મા-બાપ મને યાદ કરતાં હશે!એ મને માફ કરશે?
બહુંજ મહેનત બાદ જોબ મળી.   એક નવી દુનિયા જન્મી! “MOTHER AGAINST DRUNK DRIVER”(પીધેલ ડ્રાયવર વિરૂધ મા)..”drug awareness”( ડ્ર્ગ્સ અંગે સાવચેત) જેવી સંસ્થામાં સેવા આપવા લાગી.જ્યારે જાગી ત્યારેજ ખબર પડી કે મેં જિંદગીના સુંવર્ણ દિવસોને મેં મારી જાતેજ સ્મશાન ઘાટ ઉતારી દીધા હતાં!..વેલ!.એક નવી જિંદગી! એક નવો રસ્તો!

અમદાવાદ એર્પોર્ટ પર આવી..બસ મમ્મી-ડેડીને સરપ્રાઈઝ આપું! એમનું સરમાનું મેં એક મિત્ર દ્વાર મેળવી લીધું હતું! એરેપોર્ટ પર ટેકસીના પૈસાભરી ડ્રાયવરને સરનામાં પ્રમાણે સવારના પાંચ વાગે સેટલાઈટ પર આવેલા  ડેડી-મમ્મી બંગલે પહોંચી…બેલ માર્યો! એક અજાણ્યો માણસ ડોર પર આવ્યો..મે પૂછ્યું…”સલિલભાઈ અને રીમાબેનનું આ ઘર છે ?..હા…પણ તમે ? હું એમની દીકરી ટિન્કું!!! “ઓહ…આવો આવો. હું ભીખો..ઘરનો નોકર છું..” ” પણ  મારા મમ્મી -ડેડી  હજું સુતા છે ? એમને જલ્દી જગાડ..એમને હું સરપ્રાઈઝ આપવા માંગું છું. જલ્દી જગાડ!..ટિન્કુંબેન…રીમા શેઠાણીની યાદશક્તીતો જતી રહી છે.એને કશું યાદ રહેતું નથી ..કોઈને પણ ઓળખી શકતા નથી.  શું બકે છે? હા..પણ ડેડી? સલિલ સાહેબ ને તો ગુજરી ગયાં બે વર્ષ થઈ ગયાં. હું ભાગી પડી! હું જ ટોરનેડો બની આ ઘરમાં જન્મી અને ઘરનો સર્વનાશ કરી દીધો! મમ્મી! કહી મમ્મીના રૂમ તરફ દોડી!…મમ્મી બેબાકળી જાગી ઉઠી..બોલી..”મારી ટિન્કુંડી આવી?”,,હા મમ્મી..હું તારી ટિન્કુંડી? ખબર નહીં મમ્મીએ મને ઓળખી કે નહી..પણ એતો તુરજ ઘસઘસાટ ઊંઘી ગઈ!

મે 31, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

ભીખારણ….!

 

                        હું અને રીટા બન્ને દર વર્ષે નવેમ્બર-ડીસેમ્બરમાં ઈન્ડીયા ફરવા જઈએ જેથી વેધરમાં થોડી ઠંડક થઈ  હોય અને ફરવાની પણ મજા આવે.રીટા પોતે અમદાવાદમાં જન્મેલી અને ત્યાંજ ભણી-ગણી મોટી થયેલી તેથી અમો એ અમદાવાદમાં   સી.જી રોડ એરિયામાં ફ્લેટ લીધેલ. જેટલો સમય અમો અમદાવાદમાં રહીએ એ સમય દરમ્યાન રીટાને હોસ્પિટલ,અનાથ-આશ્રમ,ગરીબ ગ્રામ્ય એરિયાની સ્કૂલ અને ઘરડાઘરની મુલાકત અવાર-નવાર લઈ માનવલક્ષી સેવા કરવાનું ગમે અને એ સુંદર કાર્યમાં મારો સંપૂર્ણ ટેકો. હું પણ તેણીની સાથે સ્લમ-એરિયાની મુલાકાત લેવાની તક ના ગુમાવું.

                     રીટા રતનપોળની મુલાકાત લેવાનું કદી ના ભુલે..અઠવાડિયામામ ત્રણથી ચાર વખત જવાનું એનું મૂખ્ય કારણ હતું, રતનપોળ અને નાગોરી શાળાના ખુણા પાસે બેસી ભીખ માંગતી એક ભીખારણ.ક્યાં જનમની લેણાદેણી હશે એ તો ખબર નથી પણ અમો ત્યાં જઈએ અને  રીટા ત્યાં નાગોરીશાળામાં જમવાની લોજ છે તેમાં તેને અચૂક જમાડે.રીટા કદી કોઈના હાથમાં રોકડા પૈસા ના આપે.

                       ” શેઠાણીજી,તમો પરદેશમાં રહેતા હોય એવું મને લાગે છે. “હા,અમો અમેરિકા રહીએ છીએ.”  “તમારા જેવા દયાળું હવે બહું ઓછા જોવા મળે છે..”તારું નામ શું ? મને બધા અહીં જમકુડી કહી બોલાવે છે.” એ જમકુડી અમોને જોઈ રાજીરેડ થઈ જાય,ખુશ ખુશ થઈ જાય!

                              “રિતેશ, આ જમકુડી ને આપણે નર્સિંગહોમમાં દાખલ કરાવી દઈએ અને જે વર્ષનો ખર્ચ થાય તે આપણે મોકલી આપીએ.” “Rita, that is great ideas..do that..(રિટા, ઘણાંજ ઉમદા વિચારો છે,..આમ જ કર).. તેની તપાસ હું મારા મિત્ર ડૉ.અલ્પેશ દ્વારા કરાવું છું કે કયું નરસિંગહોમ સારું છે.

                           ” રિતેશ,આજ જમકુડી કેમ નથી દેખાતી ?” “કઈ આજું બાજું ગઈ હશે..થોડીવાર રાહ જોઈએ.” બાજુંના દુકાનદાર અમોને જોઈ તુરત બહાર આવ્યા.” બેન ,તમે જમકુડીને શોધો છો પણ ગઈ કાલે… “શું થયું?”  એકદમ બેભાન થઈ ગઈ એટલે તેને હોસ્પિટલમાં લઈ ગયાં છે..”કઈ હોસ્પિટલમાં?”..વાડીલાલમાં જ તો…અમો તુરત રીક્ષા કરી અને સીધા વાડીલાલ હોસ્પિટલ ગયાં..ત્યાં તો mad-house!(કીડયારું) કોઈને સીધો જવાબ  મળે નહી!એક કલાકબાદ એક નર્સની મદદથી જમકુડીની ક્યાં વૉર્ડમાં છે તે ખબર પડી..બિચારી!વોર્ડમાં દર્દીની સંખ્યા વધારે હોવાથી વોર્ડમાં નીચે પથારીમાં આળોટતી હતી..નર્સની પુછતા તેણીએ ઉતાવળમાં કહ્યુ આ ભીખારણને હાર્ટ-એટેક આવેલ છે..કહી એતો જતી રહી. કોઈ એની સંભાળ લેતું જોવા ના મળ્યું.

                    “રિતેશ કેઈશ સિરિયસ છે,આપણે કોઈ પ્રાયવેટ હોસ્પિટલમાં તેણીને દાખલ કરાવી દઈએ.સાચી વાત છે રીટા.મહામહેનતે ત્યાંથી રજા લઈ અમો પ્રાવેટ એમ્બ્યુલન્સમાં લઈ રાધે-શ્યામ-હોસ્પિટલમાં લઈ ગયાં.”પહેલાં તેણીના હાર્ટના ટેસ્ટ કરવા પડશે તેના તમો અત્યારે જ દશ હજાર પહેલા ભરી દો પછીજ ટેસ્ટ કરી શકાય”. ડોકટર,જતીનકુમારે કહ્યું.” રિતેશ, તારી પાસે કેટલા રોકડા છે.” “મારી પાસે ચાર હજાર છે.”  ” ઓ.કે હની મારી પાસે છ-સાત હજાર તો કેશ છે.અમો એ કેશિયર પાસે જઈ દશ હજાર ભર્યા અને રિસિપ્ટ ડોકટરને દેખાડી પછી તેણીના ટેસ્ટ શરુ કર્યા.

                       “મિસ રીટા,જે પેશન્ટ ને તમો લાવ્યા છો તેને હાર્ટમાં જતી ત્રણ વેઈન્સ(નળીઓ)માં ૯૦ ટકા બ્લોક છે, કેઈસ ઘણોજ સિરિયસ છે, તાત્કાલિક મેજર ઓપન બાયપાસ સર્જરી કરવી પડશે, પણ તેના ત્રણ લાખ થશે અને અત્યારે ભરો તો કાલે સવારના સર્જરી થઈ શકે.” ડૉ,જતીનકુમાર કોઈ પણ જાતના સંકોચ વગર બોલ્યાં.

                      ” ડૉકટર અમારી પાસે ત્રણ લાખની રોકડી રકમ તો ક્યાંથી નીકળે,તમો ઓપરેશની  તૈયારી કરો અમો કાલે પૈસાની સગવડ કરી આપીશું.” “બેન, અમારે આવા અનેક પેશન્ટ આવતા હોય છે અને પૈસા ના ભરે તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈજ ના શકે.” “પણ ડોકટર તમે જ કહો છો કે પેશન્ટની હાલત ગંભીર છે અને તમે..એક માનવતા ખાતર.” “બેન, અમો આવું માનવતાનું કાર્ય દરરોજ કરતા રહી એ ને તો અમો ભુખ્યા મરીએ..I am sorry, I can not help you in this case unless you bring the money first.( હું દીલગીર છું..આ બાબતમાં હું કશી પણ મદદ કરી શકું તેમ નથી..સિવાય કે તમો પેલા  પૈસાની સગવડ કરી આપો તો).

                     હું અને રીટા બન્ને વિચારમાં પડી ગયાં..અમારી પાસે ડોલર્સના ટ્રાવેલર્સ ચેક હતા  બેંકમાં ગયાં, કેશિયરે કહ્યું.”અમારી પાસે અત્યારે ત્રણ લાખની સગવડ તો થઈ શકે તેમ નથી..કાલે આવશો તો.. મિત્રોને ફોન કર્યા કોઈ જગ્યાએથી possitive respose (તરફેણનો જવાબ) ના મળ્યો..અમો બન્ને નિરાશ થઈ ગયાં..”હવે શું કરીશું?”  જમકુડીની જિંદગીનો સવાલ છે,,! રાતના એક મિત્ર જે અમેરિકામાં વીસ વર્ષ રહ્યા બાદ ભારત પાછો ફરેલો અને તેનો સારો એવો બીઝનેસ ડેવલોપ કરેલો તેણે કહ્યુ કે કાલે સવારે તમને ત્રણ લાખ હોસ્પિટલ આવી આપી જઈશ, ચિંતા ના કરશો,,તમારી સગવડતાએ મને અમેરિકા જઈ  પૈસા મોકલશો તો પણ ચાલશે. અમો ખુશ થઈ ગયાં.

                        અમો બન્ને વહેલી સવારે ટેક્ષી કરી હોસ્પિટલ પહોંચ્યા.હોસ્પિટલમાં અંદર જવા રજા માંગી તો રિસિપ્નીસ્ટ બોલીઃ ૭,૦૦વાગ્યા બાદ તમો અંદર જઈ શકો છે.અમારો મિત્ર મુકેશ ત્રણ લાખ રોકડા લઈ ૬.૪૫ હોસ્પિટલ આવી પહોંચ્યો..અમોએ તેનો ખુબ ખુબ આભાર માન્યો..

                       અમોને ૭.૦૦વાગ્યા બાદ જમકુડીના રૂમમાં જવા દેવામાં આવ્યા..જમકુડી તેની રૂમમાં નહોંતી…નર્સને પૂછ્યું..”પેશન્ટ ક્યાં છે .” “બેન.. તેમને બીજા રૂમમાં મુકવામાં આવ્યા છે અને જ્યાં સુધી ડોકટર ના આવે ત્યાં સુધી કોઈને પણ  પેશન્ટને મળવાની સખ્ત ના કહેવામાં આવી છે… તમો એની સગા છો? મે હા પાડી..તે તુરત બોલી એના બ્લાઉઝમાંથી આ ચિઠ્ઠી મળી છે.

               ચિઠ્ઠીમાં લખ્યું હતું…
“મારી સહેલી રીટા,

                 તને ખબર નથી કે હું તારી અભાગી  કોલેજની બેનપણી જ્યોત્સના છું. તું મને પહેલી વખત રતનપોળની નાકે મળી અને મારા પ્રત્યે દયા ખાઈ મને લોજમાં જમાડી હું તને તે દિવસેજ ઓળખી ગઈ હતી…એજ તારી પુરાણી સ્ટાઈલ..માથાની બે લટ કપાળ પર,માંજરી આંખો અને ગાલમાં પડતા ખાડા(ખંજન)અને તારો હસમુખો સ્વાભાવ પરથી મને ખાત્રી થઈ ગઈ કે તું જ છે..પણ હું એક ભીખારણના વેશમાં તને કેમ કહી શકું કે હું તારી કોલેજની બેનપણી જ્યોત્સના છું.

                             રીટા, તે કોલેજ પુરી પણ મારા કબનસીબે મારા પિતાએ મારા લગ્ન કરી દીધા પણ ત્યાં પણ મારા નસીબે સાથ ના આપ્યો..બે બાળકોના જન્મ આપ્યા બાદ મારા પતિનુ અવસાન થયુ..મે મહેનત કરી છોકરાને ભણાવ્યા-ગણાવ્યા..પરણાવ્યા પણ  મારા સંતાનો વહું તરફી નીકળ્યા.મમ્મી, મોઘવારી બહુંજ વધી ગઈ છે , તમારો ખર્ચ અમોને  પોસાઈતેમ નથી ! તમે તમારું કરો! મારી પાસે જે બચત હતી તેમાંથી માંડ માંડ બે વર્ષ  કાઢ્યા..પૈસા ખુટી ગયા! બેન,કોઈએ પણ સહારો ના આપ્યો! રસ્તા પર આવી ગઈ..શું કરુ? પેટ પુજા માટે મારે ભીખ માંગવી પડી!! મને ખબર છે કે તું મારી સારવાર અને મને બચાવવા પુરે પુરી કોશિષ કરીશ પણ પૈસાના ભુખ્યા  ડોકટર,પૈસાની ભુખી આ પ્રાયવેટ હોસ્પિટલને માનવીની નથી પડી..ખબર નથી કે હું બચીસ..પણ જો ના બચુ તો  તારા માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે અમેરિકામાં વસતી હોવા છ્તાં દેશની કેટકી દાઝ છે !પોતાના દેશવાસી માટે કેટલો અખુટ પ્રેમ છે,તેણીએ મને એક માનવતાની દ્ર્ષ્ટીએ કેટલો અખુટ ભોગ આપ્યો છે તેને તું બહું જ બરકત આપજે!…

તારી આભાગી બેનપણી..
જ્યોત્સના..

                વાંચતા , વાંચતા રીટાની આંખમાંથી અશ્રુ ટપક્યાં…ધરતી પર પડે એ પહેલા ચિઠ્ઠી એ….ઝીલી લીધા…ચિઠ્ઠી ખુદ ભીની થઈ ગઈ.

                 ” ડૉ,જતીનકુમાર આવી ગયાં છે અને તમને મળવા માંગે છે.”નર્સે  આવી કહ્યું અમો તુરત જ ડોકટરને મળવા ગયા. Doctor, please save this patient and here the 300,000 rs. cash.( ડોકટર, આપને વિનંતી કરીએ છીએ કે આ દર્દીને બચાવી લો, આ રહ્યાં ત્રણ લાખ રુપિયા રોકડા).રીટાના ચહેરા પરની  ચિંતા હુંજ સમજી શક્તો હતો..

                         “ચિંતા ના કરો, પૈસા કેશિયરને આપી દો.અને આ પેપર્સ પર સહી કરી દો કે આ દર્દીને ઑપરેશ દરમ્યાન મૃત્યું પામે તો અમો કોઈ જબાવદાર નથી.. કેઈસ ઘણોજ નાજુક અને ગંભીર છે,રાતના એકદમ માઈલ્ડ એટેક આવવાથી બીજા રૂમમાં મે ટ્રાન્સફર કરવાનો ઓર્ડર આપેલ છે..ચિંતા ના કરો,,હું અને મારી ટીમ  ઑપ્રેશનની તૈયારી કરીએ છીએ  અમારી પાસે સહી લઈ પછી  અમો બન્ને ને એક પ્રાયવેટ રૂમમાં બેસાડ્યાં.
                           વીઝીટીંગ રુમમાં અમો બન્ને બેઠા હતાં. કોઈ આજુબાજું નહોતું..ત્યાં એક  આધેડ વયના ભાઈ અંદર આવ્યા. તે ત્યાં જોબ કરતાં હોય તેવું લાગ્યું.
“તમો કોઈને ના કહો..તો એક વાત કહેવા માંગુ છુ. ના ભાઈ અમો કોઈને કશું કહેશું નહીં..
               તમારા ત્રણ લાખ ગયા ! કેમ ગયાં? તમો શું કહેવા માંગો છો..તમારી બેનપણી તો વહેલી સવારે..ત્રણ વાગે..મરી ગયાં! શું કહે છો? હા મે જ એમના મૃતદેહને બીજા રૂમમાં ખસેડેલ છે..ના ના તમારી કઈ ભુલ થાય છે…તમો કોઈ બીજાની વાત કરતાં લાગો છો….

             બેન,ભગવાન ખાતર મારી વાત માનો.પૈસા પાસે માનવીની અહી કોઈ કિંમત નથી. પૈસા માટે આ ડૉકટરો..મરેલ દેહ પર ખોટા ચીરા મુકી તમારી પાસે પૈસા…..આગળ બોલે તે પહેલાંજ કોઈએ ડોર ખખડાવ્યું..એ માણસ પાછલા ડૉર પર થી જલદી નીકળી ગયો..સફેદ લીબાસમાં  ડોકટર રૂમમાં દાખલ થયાં!
                       “I am sorry to let you know that we  could not save  your friend. She died during the operation..( મને કહેતા દુઃખ થાય છે કે અમો તમારી બેનપણીને બચાવી ના શક્યાં. તે સર્જરી દરમ્યાનજ મૃત્યું પામી..

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો

મે 23, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 18 ટિપ્પણીઓ

મારા દાદા…

                         “ત્રણ ચાર કલાક થઈ ગયા, દાદા હજુ  વૉક કરીને નથી આવ્યા મમ્મી!”
” તને બહુ દાદાની ચિતા થાય છે,તેણેજ તને બગાડી છે”
“પણ મમ્મી,હેવી સ્નો પડે છે અને ટી.વીમા હજું પાચથી છ ઈચની આગાહી કહે છે”
“મારે બહુજ કામ છે તુ મને ખોટી પજવ નહી.”
મમ્મી,બિચારા દાદા ૮૦ વર્ષના છે અને તેને તે ફોર્સ કરી   આવા બેડ વેધરમા બહાર વૉક કરવાનુ કહ્યુ તે બરાબર ના કહેવાય.”
‘આખો દિવસ ઘરમા રહી કશું કરતા નથી અને પછી ફરિયાદ કરે કે મને અહી દુઃખે છે મને કશી મજા નથી..ઘરમા રહી હરામના હાડકા થઈ ગયા છે તો થોડુ વૉક કરે તો સારુને અને મને પણ થોડા બકવાસમાંથી રાહત થાય!”

                       બિચારા દાદાની વાત ઘરમા કોઈ સમજતું નથી .even not my dad!(મારા પિતા પણ)..ઘરમાં એમનું કશુ માન નહોતુ,,ખાવા-પિવામા ઘરમા પડેલુ વાસી ફુડ લન્ચમા અને સાંજે મમ્મી એના માટે માત્ર સુપ જેવુ બનાવી કહેઃ આ ઉમરે સાંજના હેવી ફુડ પચે નહી…બિચારા દાદા શુ કરે ? મમ્મી ના હોય ત્યારે હુ તેને કોઈવાર મેકરૉની, સ્પગેટી તો કોઈવાર ગરમ ગરમ પીઝા બનાવી દઉ તો ખુશખુશ થઈ જાય! મને કહેઃ” બેટી..તુ મારી મા ને જેમ સંભાળ રાખે છે તું  ગયા જન્મમા મારી મા હઈશ કહી હસી પડે. દાદા મને એમના ભુતકાળની વાત કરે.બેટી,હું  અમદાવાદ કોલેજમા પિન્સિપલ હતો અને તારા દાદી મારીજ કૉલેજમા પ્રોફેસર હતી અને અમો બન્ને ને લવ થઈ ગયો , બન્ને એ મેરેજ કર્યા..પછી તારી ડેડીનો જન્મ થયો,બહુ લાડકોડથી ઉછેર્યો, ભણાવ્યો અને ઈલેકટ્રીક ઈન્જીનયર બન્યો એ અમેરિકા આવ્યો એ પહેલાજ તારી દાદીને ઉપરવાળાએ લઈ લીધી હું એકલો પડ્યો અને તારી ડેડીના આગ્રહથી અહી અમેરિકા આવ્યો.એકનો એક દીકરો મારે તો અહી આવ્યા સિવાય બીજી કોઈ ચોઈસ હતીજ નહી. તુ ૧૨ વર્ષની છે પણ બહુજ સમજદાર છે..દાદા, મારી મમ્મી અને ડેડી પણ ભવિષ્યમા દાદી બનશે તે સમયે હું પણ…..ના બેટી ના..એવુ કદી વિચારતી પણ નહી..બદલો લેવાની ભાવના કદી પણ કેળવીશ નહી! મને તેઓ દુઃખ આપે છે તો મારી લાગણી કેવી દુભાય છે ! કોઈની પણ લાગણી દુભાઈ એવુ કાર્ય બેટી કદી પણ કરીશ નહી! ઓકે દાદા..promise! yes ..promise..(“વચન”..”હા વચન”)..

 
                    આવા મારા પ્રેમાળ  દાદા પર મમ્મી-ડેડી કેટલો જુલ્મ કરે છે ?..ગુલામની જેમ રહેવાનુ?  that is not fair!( એ ખરેખર ન્યાય નથી).

                   ” પિન્કી, તું ક્યા જાય છે ? તને ખબર નથી પડતી કે કેટલો હેવી સ્નો પડી રહ્યો છે! સ્નોના ઢગલા થઈ ગયા છે!”
 “મમ્મી, દાદા હજુ નથી આવ્યા તેની તને કશી ચિતા નથી!” 
“તુ ખોટી ચિતા કરે છે પિન્કી, એ તો પાર્કની બાજુમા એના મિત્ર કેશુ અન્કલના એપાર્ટમેન્ટમા જઈને બેઠા બેઠા ગામ ગપાટા મારતા હશે!”
 મમ્મી, તુ ક્યારેય દાદા વિશે સારુ બોલીશ..હું પાર્કમા તપાસ કરીને તુરતજ દાદાને લઈને પાછી આવી જાવ છુ..’પિન્કી…”…મમ્મીની બુમ એ સાંભળે એ પહેલાજ પિન્કી ડોરની બહાર નીકળી ગઈ હતી…
               પાર્ક વૉકીગ ડીસ્ટ્ન્ટમા હતો…પિન્કી પાર્કમા પહોચી..સ્નો બહુજ હેવી પડી રહ્યો હતો, પાર્કમા પણ બબ્બે ફુટના થર બાજી ગયા હતા..પિન્કીએ ચારે બાજું નજર કરી પણ દાદા દેખાય નહી..નિરાશ થઈ પાર્કમાંથી પાછી ફરી રહી હતી ત્યાં પાર્કના એન્ડ પાસેના બેન્ચ પર બેઠેલા જોયા…’દાદા…અડધા સ્નોમા કવર થઈ ગયેલા દાદાને જોઈ … “દાદા.” .કહી બાજી પડી …સ્નોમાં થીજી ગયેલા દાદાનુ મૌન…પિન્કીને હચમચાવી ગયુ.

મે 13, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

આનો જવાબ કોણ આપશે ?

                                                                                                     

                                                                                                    “You can run but you can not hide  from  the  law. “( પાપ અંતે છાપરે ચડી પુકારે!)..મારી બન્ને દીકરીઓ લીના અને મોના અહીં શિકાગો બોર્ન છે.બન્ને એ મેડીકલ ફિલ્ડમાં પી.એ (ફીઝીસિયન આસિટન્ટ)ની ડીગ્રી મેળવીને માઉન્ટ પ્રોસપેકટ(શિકાગોનું સબર્બ)ની હોસ્પિટલમાં જોબ કરે છે.પણ મારો હસબન્ડ મહેશ હજું ૫૫ વર્ષનો થયો છતાં યુવાનીના ખ્યાલમાં ટીન-એજર જેમ એકટ કરે છે !  ઘરમાં જુવાન છોકારીઓ પરણાવા જેવી થઈ છે અને એ હજુ રોમિયોની બની ફરે છે! કહેતાં દુઃખ થાય છે ૩૫ વર્ષની મેરેજ લાઈફ ,બે સુંદર બાળકો, ફાયનાન્સ રીતે સુખી જીવન છતાં એમનું મન વાદરાંની જેમ કુદા કુદ  કરે છે! ઘણીવાર મેં એમને સમજાવ્યું ..મહેશ,  તું દેખાવડો છે તેનો અર્થ એ નથી કે બસ યુવાન યુવતીઓ સાથે રંગરલીયા મનાવે ! ડેઈટમાં લઈ જા અને તેની પાછળ ખોટા ખર્ચ કરે છે તને એમ છે કે મને કશી ખબર નથી? ના..હુ, ચુપ એટલે છું કે ઘેરે યુવાન છોકરીઓ બેઠી છે! અને આનું પરિણામ બહૂં સારું દેખાતું નથી!…” પણ એ હસી કાઢે..ના ના શીલા, તું ધારે છે એવું કશું જ નથી..મારી જોબ તો તું જાણે છે કે ઈન્સ્યુરન્સ એજન્ટ ને લીધે કસ્ટમર જે એપોન્ટમેન્ટ આપે તે પ્રમાણે એમના ઘેરે મારે જવાનું હોય અને ઘેરે આવતાં વહેલુ મોડું થઈ પણ જાય! તું ખોટી વહેમાય છે. ”

                સાચું કહું તો મારી બન્ને દીકરીઓને પણ આ વાતની ખબર પડી ગઈ છે છતાં ડેડીને એ શું કહી શકે ?.ઘણીવાર આડકતરી રીતે મહેશને કહી દે..ડેડી તમો હંમેશા મોડી સાંજે આવો છો અને અમારી સાથે સાંજનું ડીનર પણ નથી લેતા..તમને મોડી રાત સુધી કસ્ટ્મર સાથે કેમ ગાળો છો ?  તમારા કસ્ટમરને  બીજે દિવસે જોબ પર નહીં જવાનું હોય ? પણ મહેશ  દીકરીઓની લાગણી અને વાત બલુનની જેમ ઊડાડી દેતો!

                   હું મોડી રાત સુધી એમની રાહ જોતી બેસી રહી! મહેશ ના આવ્યો..સવારે પણ ના આવ્યો…મને ચિંતા પેઠી..Mom, we have to report to the police , we also worried about dad!( મમ્મી, આપણે પોલીસને જાણ કરવી જોઈએ ..અમોને પણ ડેડીની  ચિંતા છે). શિકાગો પોલીસ ડિપાર્ટમેન્ટને ફોન કર્યો, ૩૦ મિનિટમાં પોલીસ કાર અમારે ઘેરે આવી..ઘણાં સવાલો પૂછ્યાં..how’s your personal relation with your husband..does he has any affairs with any woman? according to the law, we can not do anything  for 24  Hrs.   If he does not show up then we can start looking for him(તમારા પતિ-પત્નિના સંબંધ કેવા હતાં? તેને કોઈ સ્ત્રી સાથે આડકતરાં સંબંધ હતાં? .કાયદા પ્રમાણે અમારે ચોવિસ કલાક રાહ જોવી પડે અને પછીજ અમારી તપાસ શરૂ થશે)..મારી પાસે થી મહેશનો ફોટો માંગ્યો.. મિત્રો સૌ ધેર આવ્યા,જુદી જુદી જગ્યા એ ફોન કર્યા. એમની ઓફીસમાં તપાસ કરાવી કે એની છેલ્લી એપોઈન્ટમેન્ટ કોની સાથે હતી પણ કોઈ જાતનો અપોઈન્ટમેન્ટ રેકૉર્ડ મળ્યો નહી!

                                                                                                       અઠવાડીયા પછી શિકાગો પોલીસ મારે ઘેરે આવી અને કહ્યું..Mrs.Doshi, We have found one man dead body in Skokie’s wooded  area, we are not   sure  so please join us and  can you  recognise a  dead body ?(મિસીસ દોશી,અમોને એક મ્રુતદેહ સ્કોકીના જંગલ વિસ્તારમાંથી મળ્યો છે અને અમો ઓળખી શકતા નથી..તમે અમારી સાથે આવી  ને લાશ ઓળખી શકો ? ) હું અને મારી બન્ને દીકરીઓ પોલીસ કારમાં બેસી ઘટના સ્થળે જોયું..ડેડ બૉડી બહું ફૂલી ગયું હતું..પણ એમના સુટ-બુટપર..ને રેશમી રૂમાલ..”મહેશ!! કહી મારાથી ચીસ પડાઈ ગઈ!

                  મહિના બાદ પોલીસે અમને  જાણ કરી..મહેશનું ખૂન કરવામાં આવ્યું છે અને બે બ્લકને સસ્પેક્ટ તરીકે ધરપકડ કરવામાં  આવી છે અને પુછતાસ કરતાં ખબર પડી કે બન્ને બ્લેકને ખુન કરવા પૈસા આપવામાં આવેલ ..અને લાશ પાસે પડેલ વાળના સેમ્પ્લ પરથી  આજે જ મીસ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે.

                એજ મીસ અગ્રવાલ જે દિલ્હીની છે અને એકલી હતી તેને મેં છ મહિના મારે ઘેરે રાખી આસરો આપ્યો,   જોબ અપાવી.અને તે જ મહેશના લફરામાં! આગળ વાત કરતાં શરમ આવે છે કે તેણી એ ત્રણ..ત્રણ વખત એબૉરશન કરાવેલ..એક પછી એક વાત બહાર આવતી ગઈ. આ  લફરાના ખોટા લિબાસમાં લપટાયેલ મારો પતિ અને મારીજ બહેનપણી ! એક સ્ત્રી બીજી સ્ત્રીને દગો આપે ! એને માટે દોષિત કોણ..સ્ત્રી કે પુરૂષ ? આનો જવાબ  કોણ આપશે?

મે 7, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧ અંકમાં પ્રકાશિત-બે વાર્તા

“કુમાર” ફેબ્રુઆરી-૨૦૧૧માં પ્રકાશીત થયેલ મારી બે વાર્તાઃ
“કળીનો કારાગ્રહઃ  અને “પ્રપોઝલ રીંગઃ
નોંધઃ પહેલી વાર્તા-કળીનો કારાગ્રહ..”એમનો અંત મારી જિંદગીની શરૂઆત.”.ત્યાં પુરી થાય  અને બીજા વાર્તા “પ્રપોઝલ રીંગ” “હસી “ના શકી,રડી ના શકી,કોની લાશ હતી જાણી નાશકી.”.ત્યારથી શરૂઆત થાય છે..અંકમાં બીજી વાર્તાની શિર્ષક આપવાનું રહી ગયું છે(it’s typo error)

*****************************************************************************

એપ્રિલ 6, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

%d bloggers like this: