"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારી બારી એ થી

 

એ હાસ્ય હૈયેથી નીકળી આવતું’તુ  ઘર તરફ તારી બારીએથી,

ઉંડી અવકાશનો  રંગ  ભરતતું’તું  ઘર તરફ તારી બારીએ થી.

યાદ છે દિવસને દેશ વટો દઈ સાંજને  શણગારતી જાતી ઝરૂખે,

હોઠ હલાવતી મધુરા ગીત ગાતી’તી ઘર તરફ તારી બારીએથી.

મિલનના સ્વપ્નતો ક્યારના ડુંબી ગયા છે ઉંડા સમુદરમાં જઈને,

યાદોની બારાત  આવન-જાવન કરે છે ઘર તરફ તારી બારીથી.

કોઈ કે’તું નથી,પ્રેમ કરનારનું સદા મિલન  થાઈ છે આ જગતમાં,

વરસતી વાદળીમાંય કોરા રહેવાય છે  ઘર તરફ તારી બારીએ થી.

કયાં છે? ખબર નથી એ વાત દીલ કદીએ માનતું નથી દોસ્ત મારા,

હ્ર્દયના દરવાજા  હજુએ ખખડાવે છે એ ઘર તરફ તારી બારી એ થી.

ઓક્ટોબર 22, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

ભાઈ સ્વપ્ના તો આવા જ હોય! ના ઉંઘે..કે ઉંઘવા દે…

પાણી પર દોડું..આકાશમાં ઘર
ને વિજળી થઈને દોડું,
બગીચામાં પથારી પાથરી
ઉભો,ઉભો ઉંઘુ..પગ વગર ભાગુ
કારને ક્યાં પૈડા? સાઈકલ પરનો સવાર ,
પેડલ મારે નહીં..છૂંક છુંક થઈ ચાલે..પછી
પછડાટ વાંદરો ખાય ત્યારે ગાય બોલ્યા કરે..’રામ.રામ રામ..’
ભાઈ સ્વપ્ના તો આવા જ હોય!   ના ઉંઘે..કે ઉંઘવા દે…

સપ્ટેમ્બર 22, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

મિ્ચ્છામી દુક્ક્ડમ..

***************************************************

માફી    માંગવી  એ     નમ્રતા   છે,
માફી આપવી એ    વિશાળતા   છે,
માનવી   માનવીને બસ માફ કરે,
એ સદગુણમાં વિશ્વનું  કલ્યાણ   છે.

સપ્ટેમ્બર 19, 2012 Posted by | કાવ્ય, વાચકને ગમતું, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

પ્રતિક્ષા….

એ આવશે..એ આવશે ….એ જરૂર આવશે……

અંધારા ઊડી જશે,અંજવાળા એ લાવશે ..એ આવશે…………..

આશાના અંકુરો  ફૂટશે. કળીના પુરા થશે કોડ..એ આવશે………..

વસંતી વાયરે કોયલ ટહુંકાવશે,ગીત મધુર સંભળાવશે ,એ આવશે……

નવરંગી ચુંદડી ઓઢી  આવશે,રાતને જગાડાશે,એ આવશે………..

મોંજા- મસ્તીમાં ચાંદ ઊગી આવશે,શીતળ વાયુ લહેરાવશે,એ આવશે…

સોનેરી સાંજમાં દીપ પ્રકટાવશે,સંગીત સુર સંભળાવશે,એ આવશે……

આજ નહી તો કાલ એ આવશે,જળધારા બનીને આવશે..એ આવશે….

-વિશ્વદીપ બારડ

 

સપ્ટેમ્બર 16, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 1 ટીકા

સમી સાંજ..

સમી સાંજ લઈ સંધ્યા આવી,

પાનેત્તર પે’રી સંદેશ લાવી.

ઢળતો સૂરજ મનમોજી ભાસે,

ઘરભણી ચક્લી તણખો લાવી.

નારી જળભરી જતી ઘરભણી,

સીમાથી સરકતા સાપ લાવી.

સાંજ  શમણામાં આશ  ટપકે,

દુલ્હાન  ઉંબરે  શું શું   લાવી?

ઉતાર આરતી દેવ થાકયા!

ઓઢી રાત કાળો દાગ લાવી.

‘દીપ’ કેમ આજ ઝાંખો ઝાંખો?

સંધ્યા   સુંદર એક રથ  લાવી.

ઓગસ્ટ 4, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | Leave a comment

“હું’ અમર! છેદ કરતો નથી.

“હું” હટતો નથી,

ક્યાંય જાતો નથી.

આસ-પાસ ભટકે,

ખુદના ઘરમાં લટકે,

કયાંય જાતો નથી.

યુગ પલટાઈ ગયાં,

તારા  ખરતા   ગયાં,

“હું’અડીખમ ત્યાંનો ત્યાં!

અહીં તહી ભટક્યા કરે,

મન માની કર્યા કરે,

“હું’ખુદમાં નાચ્યા કરે.

રોજ રોજના  ઝગડા!

ભરેછે ઝહરના ઘડા!

“હું’ કરે વાતના વડા!

એ કદી મરતો નથી,

એ જીવવા દેતો નથી,

“હું’અમર! છેદ કરતો નથી.

ઓગસ્ટ 3, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

જીવન સંગીની રેખાને…૪૦ વર્ષના લગ્નની વધાઈ .

સાવ અજાણ્યા,

રસ્તા જાણ્યા,

મંઝીલ પણ હતી અજાણી!

 ના કોઈ ભોમિયો,

તું અજાણી,

હું અજાણ્યો.

હાથમાં હાથી જાલી,

એક બીજાને સહારે,

ચાલતા રહ્યા અવિરત.

ખાધી ઠોકરો,

પડ્યા,

ઉઠાવી એક બીજાને ઘા રુંઝાવતા,

હસતી સકલ

રડ્યું ઉભય હ્ર્દય કદી!

ના ડર્યા ,ના તો હઠ્યા,

માર્ગમાં  બિહામણા ચહેરા!

રાત-દિન સતત ઉજાગરા,

થાક્યા કદી,

હિંમત ના હારી.

મંઝીલ મળી,

મળ્યા મહેંકતા ફૂલ,

ખુશી ખિલી ગઈ,

સંતાન સુખ સહ,

પૌત્ર-પૌત્રી ચમકતા તારલા,

સોળકલા સહ ખિલી સંધ્યા!

ચાલીસ વર્ષ

વિતી ગયા સખી, ભાસે ક્ષણમાં !

સુખનો સૂરજ,

ચરણ ચુમતી ચાંદની!

કુંટુંબ કેકારવ..

સખી ! એક તારોજ સાથ…

આજ આ હ્ર્દય…

મલકાય-હરખાય

કહેતા આસું હર્ષના ઉભરાઈ..

નાવ તું,

લક્ષ લઈ પાર હંકારી,

સકળ જીવનની આધાર તું સખી!

મે 21, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

મા..Happy Mother’s Day..

મા શબ્દ બોલતા હૈયું હરખાય ,

આંખમાં આંસુની ધાર,

સરોવર છલકાઈ,

મા કહેતા અંધકાર દૂર થઈ જાય.

આસ પાસ આકાશમાં,

ફૂલ-પાંદ પર પથરાય ઝાંકળ ,

એક એક ઝાકળ બિંદુમાં,

તસ્વિર તારી દેખાય.,

યાદ તારી સકળ બ્રહ્માંડમાં ફેલાય.

મા,તું શક્તિ ,મા તું ભકતિ,

તુજ મમતાનો સાગર,

સૂરજ-ચાંદ સમી,

તારી પ્રેમ-ચક્ષુ,

અવિરત નિહાળતી મા તું.

ઈશ્વર નમે,

સકળ વિશ્વ નમે,

મામ તું સૌને ગમે!

નમું પામું તારા આશિષ આજ,

 સદા પ્રેમાળ હાથ મુજ પર રહે મા..

મે 13, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

મા..

ગુંથતી સ્વેટર ઠંડીમાં,    

સોય દોરાથી સાંધતી ગોદડી,

ગરમ શાલ ઓઢાતી,

ઉજાગરા કાયમ,  

છતાં વહેલી સવારે દૂધ પિવડાવતી,

આરામથી ઊંઘું ત્યારે,   ઘરનું સઘળું કામ કરતી.

પા પા પગલી ભરાવતી,    

આંગળી જાલી સાથ રમતી,

 પડું-આખડુ ‘ખમ્મા’ કહી

 ઉઠાવી કુખમાં બેસાડતી.

કાળજે ચાંપતી,

  અમૃતભરી આંખ,

પ્રેમધારા વર્ષાવતી,

આચલ સમર્પંણનો ધરતી.

આજ યાદ આવે

મા તું ,

યાદમાં આંસુ,

અને આંસુમાં આજ પણ તસ્વીર તારી હસતી દેખાય.,

તુ  નથી ..કોણે કહ્યું?

તારા આશિષ,

 દિન-રાત ફર્યા કરે છે આસપાસ.

મે 3, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

” એક પરદેશી હતો..”

‘પરદેશી’ છું પરદેશમાં,

ખુદની જન્મભુમીમાં સગા-વહાલા કહે..’પરદેશી’

દિલ દુભાઈ…કોને કહું?

ના અહીંનો કે  ના ત્યાં નો…

ધોબીનો શ્વાન!

 ના ધરનો કે ઘાટનો!

કબીરનો અંત યાદ આવે!

‘લાશને બાળવી–યા દફનાવવી!’

એક પાલનહાર,

બીજી જન્મદાતા!

દ્વી-ચક્ષુ..કોની કરું અવગણના?

કોઈ ‘પરદેશી” કહી…

લખશે વાર્તા મારી….

” એક પરદેશી હતો..”

એપ્રિલ 28, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

ગુરૂજી!

 

ક્યાં લગી પ્લેનમાં મુસાફરી કરતા રહેશો ગુરૂજી ?

ક્યાં સુધી ભક્તોને  ભ્રમીત  કરતા રહેશો ગુરૂજી ?

અમેરિકા,લંડન ને પરદેશમાં  ચેલા તો ઘણાં છે,

ક્યાં સુધી અઢળક સંપતી  એકઠી કરશો  ગુરૂજી ?

રહેવું,ખાવું  પિવું ને  જલશા કરવા પ્રભુના નામે,

ક્યાં સુધી ભાવી ભક્તોને મુરખ બનાવશો ગુરૂજી ?

‘દક્ષિણા દે દશ લાખ  તો તારી કાયાનો ઉદ્ધાર!’

ક્યાં સુધી લાળ  ભરી   લાલચ આપશો ગુરૂજી ?

મંદીર,મહેલો  અને  સોનાજડી મૂર્તિના માલિક,

ક્યાં  સુધી નકલી ઈશ્વર બનીને ફરશો  ગુરૂજી ?

ઠેર ઠેર, ઘર, ઘર તમારીજ  મૂર્તિની  પૂજા!

ક્યાં સુધી પ્રભુને  પીઠ પાછળ રાખશો ગુરૂજી?

અંધશ્રદ્ધા આંધળી એને અંધારામાંજ  રાખવી,

ક્યાં સુધી  આંખ આડા  કાન રાખશો  ગુરૂજી ?

ભગવા  પે’રી શહેરમા ઘર ઘર જઈ લુંટવાના,

ક્યાં સુધી સાધુ વેશમાં સૌને  બનાવશો ગુરૂજી ?

દીપ’તો  કહેતો ફરે ઘર ઘર ,ઘડી ઘડી  સૌને.

ક્યાં  સુધી સત્યને છુપાવીને  રાખશો  ગુરૂજી ?

માર્ચ 5, 2012 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 1 ટીકા

માત્ર મનની વ્યથા લખું છું !

કયાં કોઈ કાવ્ય  લખું છું ?
માત્ર મનની વ્યથા લખું છું..

ડુબુ છું ખાબોચિયામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

બળુછું રોજ જવાળામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

વિષના ખુટડા પીઉં છું ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

આંખમાં આંસુ સરી પડે ત્યારે
માત્ર મનની વ્યથા લખું છું..

કોઈ કાંધો દેનાર નથી ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

“દીપ’ બળીને  ભસ્મ થાય  ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

સપ્ટેમ્બર 14, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

મૃત્યુ પૂર્વે મરીએ છીએ

આપણી આ શું કરીએ છીએ ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

જ્યારથી આરંભ થયો  હોય ત્યાં જ અંત,
એ અંતથી પાછો આરંભ, આ તો શો અંત ?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યું વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

-નિરંજન ભગત

 

જુલાઇ 28, 2011 Posted by | કાવ્ય, મને ગમતી કવિતા | 1 ટીકા

આવો આ દેશ અમેરિકા..Happy Fourth Of July..

 નાત જાતના ભેદ નથી,સૌ સમાન છે,
 સૌ નદીના  જળ ભળે એવો સાગર છે. આવો આ દેશ અમેરિકા.

વસે વિશ્વના માનવી રુપાળું   ઘર છે,
 સ્વપ્નઓ    સિધ્ધ કરતો પ્રદેશ  છે. .આવો આ દેશ અમેરિકા.

સુખ  શાંતી ને  વૈભવનું   વરદાન છે,
 માનવતાની અનોખી ગંગા  ગાગર છે, આવો આ દેશ અમેરિકા.

ધેર્ય,ધ્યેયના ફળ-ફૂળો બેશક ખીલે છે,
 માનવી જ્યાં   વિના    વિઘ્ન ફરે છે. આવો આ દેશ અમેરિકા.

તોફાન,ઝંઝાવત  ને આંધી આવે છે,
 છતાં દુશ્મનોને  હંફાવતો આ દેશ છે.આવો આ દેશ અમેરિકા.

સૌ સલામી  કરી,ધ્વંજ વંદન કરે છે,
 ઝુકાવી સર”દીપ”,ધરતીને  નમે છે.આવો આ દેશ અમેરિકા.

જુલાઇ 3, 2011 Posted by | કાવ્ય, વાચકને ગમતું, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

ચાલ મન!

વૃક્ષ કદાચ એમ પણ કહે-                                     
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘કોઈ સરસ જગ્ગા જોઈ મને ફલેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું”
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

-વિપિન પારીખ

In English:

Move on, dear heart!

The tree might well say-
‘first grease my outstretched palms
only then will  I give you shade
.”

The cuckoo could well insist-
‘Build me a high-rise in a picturesque locale
only then will I entertain you with my sweet calls”

For just a little more money
if th river were to empty all its water on the other side
it would be of no surprise at all.

Move on, dear heart! Let’s go to a country
where we can bask in the sun’s warmth without paying a bribe for it.

inspired by Vipin Parekha’s poem.(ચાલ મન)

courtesy:” Uddesh”

જૂન 13, 2011 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ

આવો છે દેશ મારો આજ!

જ્યાં વચન માટે મરી પિટતા માનવી,
   હવે ” Dime a dozen ” વેંચાય છે વચન..આવો છે દેશ મારો આજ.

વતનની યાદ કરી આવેછે  સૌ NRI અહીં,
  “ધુતીલો” એને પરદેશમાં પૈસાના ઝાડ માની.આવો છે દેશ મારો આજ.

વાતે વાતે જુઠ ને હસીને ફસાવે,પછી તરસાવે,
  ઉપકાર પર ઉપકાર  સાવ લુખો સાવ જુઠ્ઠો,આવો છે દેશ મારો આજ

એરપોર્ટ પર આવતાંજ માંગે  ડોલર્સમા પૈસા,
  ડગલે ને પગલે માંગના હાથ હોય લાંબા,આવો છે દેશ મારો આજ

મંદીરોમાં રુપિયાના કરતાં ઢગલા અહીં,
    પછીજ પ્રભુના થાય દર્શન સૌથી પે’લા,આવો છે દેશ મારો આજ

ઋષી-મુનીઓનો દેશ વેંચાય છે પસ્તીને ભાવે,
  ભષ્ઠાચાર ભભૂકી રહ્યો ચારે કોર,આવો છે દેશ મારો આજ

“દીપ” શ્રદ્ધા તારી અચળ  રાખજે વતન માટે,
  ધુળ એની મસ્તક પર રાખી ફરજે સદા,આવો છે દેશ મારો આજ

માર્ચ 12, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

માનવી મળી ગયો ભૂતકાળનો…

 માનવી મળી ગયો ભૂતકાળનો,
       પથ્થરથી મારતો,
       નખથી ઉઝારડતો,
       દાંતથી કરડતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.
ગુફામાં ગણગણ તો,
ટોળામાં ભટકતો,
ભુખમાં  ભરખતો,
માનવી મળી ગયો ભૂતકાળનો.

સીધો, સાવ સાદો,
નિવસ્ત્ર-રખડતો,
ભરબજારે ભીંડમાં,
વિંધાઈ ગયો,
બોમ્બથી ઉડી ગયો,
ન્યુકલીયરની વાટમા
રાખમા ભળી ભસ્મીભૂત થઈ ગયો
 ભૂતકાળનો માનવી.
માનવી મળી ગયો ભૂતકાળનો…

ફેબ્રુવારી 28, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

“દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો!

 

ચારધામની  યાત્રા  કરતો  રહ્યો,
        દેવ-દેવીઓને મળતો રહ્યો.

સંત,સાધુનો સંગ  કરતો  રહ્યો,
       જ્ઞાન-વિજ્ઞાનમાં ડુબતો રહ્યો.

વેદ-ઉપદેશની ભાષા ભણતો રહ્યો,
      “સચ ક્યાં હૈ? પ્રશ્ન થતો રહ્યો.

ગંગાજળ માથા પર  મુકતો  રહ્યો,
     પવિત્રતા પાણી પીતો રહ્યો.

માનવ  મેળામાં ભળતો રહ્યો,
     સંબંધના ઝાળા રચતો રહ્યો.

કાળની કોઠડીમાં પુરાતો  રહ્યો,
    અંધારના ઓળામાં ઘેરાતો રહ્યો.

મોઘી મળેલી જિંદગી વેડફતો રહ્યો,
  “દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો !

ફેબ્રુવારી 22, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

મારે થવું નથી!


 
ન કોઈ નેતા, ના કોઈ મહારથી    મારે થવું નથી,
સિતારાની   ચમક લઈ, રોશન        મારે થવું નથી.

કોડિયું બની જલતો રહું,એક દરિદ્રની ઝૂંપડી માં,
સૂર્ય  બની     વિશ્વમાં      મારે     કદી    ભમવું નથી.

તરસ છીપાવી છે મારે,ભર બપોરે   જઈ રણમાં,
સાગરબની મોંજાની  મસ્તી મારે માણવી નથી.

આજ “હું”,    કાલે કોઈ સવાયો આવશે   અહીં,
હરીફાઈની હોડમાં ભાઈ, મારે તો  દોડવું નથી.

સકળ   બ્રમાંડમાં  એક  પામર  માનવી શું કરે?
‘વાહ વાહ’ નો મો’તાજ   મારે કદી જોતો નથી.

દીપ‘ છે એક   હવાની ફૂંકથી  એતો બુઝાઈ જશે!
અમર    થવાના      સ્વપ્ન, મારે  કદી જોવા નથી.

જુલાઇ 18, 2010 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

ફાગણ આવ્યો રે..હોળી-ધુળેટીની ગુલાબી રંગભરી શુભકામના..

ફૂલ્યો-ફાલ્યો ફાગણ આવ્યો રે,
     રંગ-બેરંગી ફૂલો લાવ્યો રે.. ફાગણ આવ્યો રે,
     
આંગણે અનેરો ઉત્સવ આવ્યો રે,
      કોયલ કેરું ગુંજન લાવ્યો રે..ફાગણ આવ્યો રે..

કેસરીયાળી પાઘડી પે’રી,કેસુડો આવ્યો રે,
    રંગભરી પિચકારી લાવ્યો રે…ફાગણ આવ્યો રે.

નમણી નારમાં એક અનેરો આનંદ આવ્યો રે,
     હૈયામાં આજ અનેરો ઉમંગ લાવ્યો રે..ફાગણ આવ્યો રે.
 
શેરીએ શેરીએ સૌને   સાદ દેતો આવ્યો રે,
     ભીંજાવે ચુંદડી એવો રંગ લાવ્યો રે..  ફાગણ આવ્યો રે.

પ્રગટતી જ્વાળાભરી  હોળી સાથ લાવ્યો આવ્યો રે,
      દુષણો દૂર કરવા એક મંત્ર લાવ્યો રે..ફાગણ આવ્યો રે

************************************************

હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” Continue reading

ફેબ્રુવારી 27, 2010 Posted by | કાવ્ય, ગમતી વાતો, સ્વરચિત રચના | 1 ટીકા

%d bloggers like this: