હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક સપ્ટેમ્બર ૧૫,૨૦૧૨નો અહેવાલઃ
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો.. સભાસંચાલક શ્રીમતી ભારતીબેન અને પ્રમૂખશ્રી વિશ્વદીપ
******************************************************************************
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકના યજમાન આપણાં જાણીતા-માનિતા શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેન મજમુદારને ત્યાં યોજવામાં આવેલ.સમય સાંજના ૪.૦૦ વાગે હતો.સૌ સાહિત્ય રસિકો સમયસર આવી ગયાં હતાં.સાહિત્ય સરિતાની બેઠક રાબેતા મુજબ ૪.૦૫ વાગે સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપે સૌનું ભાવ સભર સ્વાગત કર્યું. શ્રીમતી ભારતીબેન અને શ્રી પ્રકાશભાઈની જુગલજોડી એ ..”પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો.. બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો..” સુંદર કંઠે પ્રાર્થના ગાઈ. યજમાન શ્રીમતી ભારતીબેન તેમજ શ્રી પ્રકાશભાઈએ સૌ આવેલ શ્રોતાજનોનો સમયસર અને બેઠકમાં હાજરી આપી તે બદલ આવકાર સાથે સૌનો હાર્દિક આભાર વ્યકત કરેલ.સૌને પોત-પોતાનો ટૂંકમાં પરિચય આપવા વિનંતી કરેલ.
સમયને લક્ષમાં લઈ ભારતીબેને આજના વકતાઓને એક પછી પોત-પોતાની કૃતિ સમયને ધ્યાનમાં રાખી માત્ર પાંચ મિનિટમાં રજૂ કરવાં વિનંતી કરી જેથી દરેક કવિ-લેખકને આજની બેઠકમાં પોતાની સ્વરચિત રચના રજૂ કરવાનો સમય મળે.
આજની બેઠજમાં વિષય હતો.”સ્મૃતિ અને પ્રતિક્ષા”.કવિયત્રી પ્રવિણાબેન કડકીયા.”સ્મરણ અને પ્રતિક્ષાનું સુભગ મિલન
જાણે ધરાઅને ગગનનું મધુરું મિલન..” સ્મરણ-પ્રતિક્ષા બન્ને વિષયને આવરી લેતી કવિતા રજૂ કરી..દોર આગળ ચાલતા શ્રી વિજયભાઈએ સ્મરણને આગળ ધપાવતાં લાગણીશીલ શૈલીમાં..”છો તમે પ્રભુને ધામ, તે તો ઉત્તમ ધામ.એજ પ્રભુને પ્રાર્થના..”મા ને યાદ કરતા સ્મરણનું ભાવ-વિભોર કાવ્ય રજૂ કર્યું.
આજની બેઠકના યજમાન શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેન બન્ને સાહિત્ય સાથે સંગીત અને ગીત-ગઝલ ના રસિક છે તેથી સાહિત્ય સાથે ગુજરાતી ગીત-ગઝલને વણી લેતા સભાસંચાલક ભારતીબેને રેખા બારડને ગુજરાતી ગીત ગાવા વિનંતી કરેલ.
.
“અમે મંયારા રે ગોકુળ ધામના.હા..રે મહીં વેંચવાને જાવા…મંયારા રે..ગીત સૌ શ્રોત્તાજનોના સાથે સાથે ગાઈ રંગત જામી ગઈ.ગીત-ગઝલ અને કવિતાના આસ્વાદ માણતા શ્રોત્તાજનો ને શ્રી ચીમનભાઈ(“ચમન”)એ..ગગન ચુંબી
ઈમારત જો ઉં હું
બુરખા માંથી..હાયકું સાથે નવો પ્રયોગ “તાન્કા..બાકીની બે લાઈન ૭,૭ અક્ષરની પુરી કરવા વિનંતી કરેલ..સાથો સાથ ..નથી ચિંતા તમારા આ અવસરના ખર્ચની..રસમ ખાલી અહિં આર.એસ.વી.પી”નો પડી ગયો..રમૂજી કાવ્યાસ્વાદ કરાવ્યો.ગઝલને લલકારતા શ્રી પ્રકાશભાઈએ..”આપ અથવા આપની જો યાદ તડપાવે નહી”..શયદાની ગઝલ સુંદર કંઠે રજૂ કરી ત્યારે શ્રોત્તાજનો આનંદ-વિભોર બની ગયાં.
આજના સભા-સંચાલક ભારતીબેન , ગુજરાતી સાહિત્યકાર લેખકશ્રી ઈશ્વર પેટલીકરના અગંત મિત્ર અને પડોશી હતાં.ઈશ્વર પેટલિકરની શ્રેષ્ઠ નવલકથા”લોહીની સગાઈ”ના મુળ અને એ નવલકથા કેવી રીતે લખાઈ તેનો પ્રસંગ કહ્યોઃ ઈશ્વર પેટલિકરની બહેનની નબળી માનસિક અવસ્થાને લીધે સૌ તેને ગાંડી કહેતા..અને એમની બા પેટલીમાં રહેતા,આણંદ આવે,અશકત વિધવા માનસિક અવ્સ્થાનો શિકાર બનેલી દીકરીની સંભાળ અને સેવા કરતા એ લોહીની સાચી સગાઈ..અને એજ સગાઈ પર આધારિત..”લોહીની સગાઈ” નવલકથાને જન્મ થયો.એ લાગણીશીલ પ્રસંગ એ આજની બેઠકનો યાદગાર કિસ્સો હતો અને એ સંભળાવી ભારતીબેને સૌ શ્રોત્તાજનોને લાગણીપ્રધાન બનાવી દીધા.
કવિયત્રી દેવિકાબેને ધ્રુવે..પ્રતિક્ષા વિષય આવે ત્યારે કવિશ્રી સુંદરમની જરૂર યાદ આવે..મારી બંસીના બોલ તૂં વગાડી જા..ઝાંઝર પે’રી…સુંદર લયનું ગીત અને “પ્રતિક્ષા-સ્મરણ” ની ફિલોસોફીની સુંદર રજૂઆત કરી.
અધવચ્ચે સભાના દોરમાં સાહિત્ય સરિતાના શુભ સમાચાર આપતાં વિશ્વદીપ બારડે..નાસાકેન્દ્ર અને સાહિત્ય સરિતાના જાણિતા-માનિતા ડૉ. કમલેશભાઈનું પુસ્તક ‘પૃથ્વી એજ વતન” ચલો ગુજરાતમાં પ્રકાશિત અને વિવેચન થયાના શુભ સમાચાર સાથે સાહિત્ય સરિતા ગૌરવ અનુભવે છે અને સાથો સાથ ડો.કમલેશભાઈને સાહિત્ય સરિતા હાર્દિક અભિનંદન પાઠવ્યા.સાથો સાથ આપણાં જાણીતા સાહિત્યકારશ્રી વિજયભાઈ શાહે લખેલ પુસ્તક” રજળપાટ”જે પંદર દિવસના ટૂંકાગાળામાં લખી પ્રકાશિત કરવા બદલ સાહિત્ય સરિતા એક ગૌરવ સાથે અભિનંદન લેખકશ્રીને આપ્યા.સભાનો દોર આગળ વધારતા ભારતીબેન હેમાબેન પટેલને પોતાની સ્વરચના રજૂ કરવા વિનંતી કરેલ.સ્મરણ અને પ્રતિક્ષા વિશે પ્રવચન આપતા હેમાબેને શબરીનું ઉદારણ ટાંકતા કહ્યું”મા શબરીએ સ્મરણ અને પ્રતિક્ષાની વ્યાખ્યા સમજાવી છે.સ્મરણ અને પ્રતિક્ષાનુ એક અજોડ યુગો સુધી યાદ રહે એવું ઉદાહરણ પુરું પાડ્યું છે.
ત્યારબાદ શ્રી પ્રકાશભાઈએ મરીઝની “જુઓ શી કલાથી મેં તમને …” ગઝલ ગાઈ ફરી સૌને એક અનેરા મુડમાં લાવી દીધા.ચિંતકશ્રી ગીરીશભાઈ દેસાઈએ સ્મરણ અને વિસમરણ વિશે ઉંડી સમજ આપી સાથો સાથ ત્યાગને ભોગવી જાણો..સુંદર કાવ્ય રજુ કર્યું. વડીલ લેખશ્રી ધીરુભાઈએ ..કોણ ભાગ્યશાળી છે?..જ્યારે હું કોઈ સત્પુરૂષને મળું છું ત્યારે પણ હું નમ્રભાવે વંદન કરૂં છુ..તેમજ એક પત્નિની મનોભાવના કાવ્ય રજું કરી હળવી છતાં સચોટ શૈલીમાં શ્રોતાજન સમક્ષ રજૂ કર્યા.
કવિયત્રી ડૉ.ઈન્દુબેને ૯/૧૧ની સ્મૃતિને યાદ કરતાં..”સ્મરણ રહ્યું, વરસ અગિયાર, ના ભુલાય, ગોઝારો દિન નવ અગિયાર.” .નું સુંદર કાવ્ય સાથે સ્મરણ વિશેની આધ્યાત્મિકતાની વાત કરી. લાગણીશીલ કવિ-લેખશ્રી હેમંતભાઈએ “ભોપાલ”ની કરુણ ઘટના સ્મરણો રજૂ કર્યા.
કવિશ્રી વિશ્વદીપે બારડે..”એ આવશે..એ આવશે એ જરૂર આવેશે..મોંજાની મસ્તીમાં ચાંદ ઉગી આવશે..શીતળ વાયુ લહેરાવશે..એ જરૂર આવશે.”.કાવ્ય ગીત રજૂ કર્યું સાથો સાથ કવિ-લેખક અને વિવેચકશ્રી નેવિન બેંકરે ખાલીશની સુંદર કવિતા સંભળાવી, મુકુંદભાઈએ “કયાં અટકવું, ક્યાં લટકવું અને ક્યાં છટકવું.”.હાસ્ય શૈલી સાથો રજૂ થયા.શ્રી પ્રકાશભાએ ફરી બેફામની..’જુઓ જાહેરમાં તો ખાય છે સૌ મારી દયા.”ગઝલ ગાઈ વાતાવરણમાં ભીંનાશના ભાવ લાવતાં રહ્યાં.
કવિયત્રી દેવિકાબેને ફ્લોરિડા(ગીન્સવીલમાં યોજાયેલ કાવ્ય-મહોત્સવની યાદગાર વાતો કરી..વિષ્યાંતર સાથે કરેલ કોમેન્ટની પ્રમુખશ્રીએ નોંધ લીધેલ.
આજની યાદગાર બેઠકનું સંચાલન જ્યારે ભારતીબેનેને સંભાળશે એ જાહેર થયુ ત્યારે કદી પણ પ્રકશમાં ના આવેલ કે સભાસંચાલન નહી સંભાળેલ એ જાહેરાતથી અચરજ થયેલ..પરંતુ આજનું સંચાલન ઘણીજ ચિંવટ, ગમ્મત,રમુજી ટુચકાસાથે સાહિત્ય સરિતાના દોર સંભાળનાર ભારતીબેનેને સાહિત્ય સરિતા હાર્દિક આભાર વ્યકત કરે છે.બહુંજ સુંદર રીતે સંચાલન કર્યું.સભા-વિસર્જન સાથે વિશ્વદીપે યજમાનનો આભાર વ્યક્ત કર્યો. “ભારતીબેન અને પ્રકાશભાઈએ કરેલ સુંદર સરભરા સાથે સ્વાદિષ્ટ ભોજનની આવેલ શ્રોત્તાજનો માણેલી મજા બદલ ખુબ ખુબ આભાર.” ત્યાર બાદ એક મીઠી યાદ લઈ સૌ છુટા પડ્યા..
અહેવાલઃ વિશ્વદીપ-રેખા બારડ