"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હ્યુસ્ટન ગુજરતી સાહિત્ય સરિતાની બેઠકઃ ઓગષ્ટ ૧૧,૨૦૧૨ નો અહેવાલઃ

 પ્રથમ તસ્વીરમાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય સાથે વતનથી પધારેલ ગુજરાતી સાહિત્યકાર.

બીજી તસ્વીરમાં.ડાબેથીઃશ્રે ચંદકાંતભાઈ સંઘવી,ડૉ.પ્રતાપભાઈ પંડયા, ડૉ.લવકુમાર દેસાઈ

 તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ

***********************************************************************************************

*************************************************************

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક  શ્રી મુકેશભાઈ,કીર્તિબેન શાહને ત્યાં યોજવામાં આવેલ.આ વખતની બેઠક વતનથી પધારેલ ત્રણ, ત્રણ ગુજરાતના પ્રખર સાહિત્યકારની હાજરીથી યાદગાર બની ગઈ. શ્રી ચંદકાંતભાઈ સંઘવી, ડૉ.લવકુમાર દેસાઈ,તેમજ ડૉ. પ્રતાપભાઈ પંડયાએ બેઠકમાં પધારી સાહિત્ય સરિતાની  શોભામાં અભિવૃદ્ધી કરી એ ગૌરવ અને આનંદ અમારા માટે છે.

સાહિત્ય સરિતાની બેઠકનો પ્રારંભ..”અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ની પ્રાર્થના  શ્રીમતી ભારતીબેને પોતાના સુંદર કંઠે ગાઈ. ત્યાર બાદ કીર્તિબેન શાહે આમંત્રીત મહેમાનનું સ્વાગત કર્યું.  સૌ પ્રથમ કવિયત્રી પ્રવિણાબેને ફૂલ ગુચ્છથી ચંદકાંતભાઈનું સ્વાગત કર્યુ ,કીર્તિબેને પ્રતાપભાઈનું ,સાથો સાથ શ્રીમતી રેખા અને વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરેલ.પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સભાનો દોરે હાથમાં લેતા કહ્યુઃ’આપણી  આજની બેઠક આજના મહાનુભવોની હાજરીથી યાદગાર બની રહેશે તેમજ આજની બેઠકમાં સ્થાનિક કવિઓની વિનંતીને લક્ષમાં રાખી વતનથી પધારેલ સાહિત્યકારોનેજ સાંભળવાના સૂચન મુજબ પ્રથમ નવિનભાઈને વિનંતી કે શ્રી ચંદકાંતભાઈનો પરિચય આપે.શ્રી નવિનભાઈએ કહ્યું.’ હાલ મુંબઈ સ્થિત ચંદ્રકાંતભાઈ સંઘવી એક સાહિત્યકાર- લેખકે ૨૦૧૦માં પાંચ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે ઉપરાંત મુંબઈ સમાચાર, ગુજરાત મિત્રમાં કોલમ,’અસ્તિત્વને પેલેપાર’,’લાગણીનો સ્પર્શ’,’હું અને મારી વાતો’,’અંતરના અજવાળા’જેવા વાર્તા સંગહ સાહિત્ય જગતની અર્પણ કર્યા છે’.શ્રી ચંદકાંતભાઈએ પોતાની સ્વરચિત સત્ય ઘટના પર અધારિત બે ટુંકી વાર્તા, કાવ્યો,મુકતક,હાસ્ય સભર વિષય પર  પોતાની આગવી શૈલીથી સૌ શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ. શ્રી ચંદકાંતભાઈએ હ્યુસ્ટન સાહિત્ય સરિતાને’લાગણીભીનો સ્પર્શ;,અસ્તિત્વને પેલે પાર;,હું અને મારી વાતો;,ચારધામનો ચકરાવો’,અંતરના અજવાળાં;,ભીતરનો આયનો,પોતાના પ્રકાશિત થયેલા પુસ્તકો ભેટમાં આપ્યા.અમારી સાહિત્ય સરિતા માટે આ અમૂલ્ય અને સદા યાદગાર રહી જાય એવી ભેટ છે.

સમય પ્રાબંધીને નજરમાં રાખતા શ્રી વિશ્વદીપે સ્થાનિક કવિઓને પોતાનો ટુંકો પરિચય આપવા શ્રી ધીરૂભાઈ,પ્રવિણાબેન , વિજયભાઈ , ફતેહ અલી ચતૂર ને વિનંતી કરી.શ્રી વિજયભાઈએ સાહિત્ય સરિતાનો પરિચય મહેમાનોને આપતા કહ્યું. ‘સાહિત્ય સરિતાનું ધ્યેય ‘ગુજરાતી સાહિત્યને અમેરિકા પ્રોત્સાહિત કરવા તેમજ આપણી માતૃભાષા અહી સદા ટકી રહે એજ છે તેના માટે અમારી સંસ્થા પુરેપુરી પ્રયત્નશીલ છે.જ્યારથી અમારી સંસ્થાનો જન્મ થયો છે ત્યારથી અત્યાર સુધી ૧૦ વર્ષની કારકિર્દીમાં ઘણાં નવા નવા કવિ લેખકોનો અહી જન્મ થયો છે અને સાહિત્ય ક્ષેત્રે ઘણાં કવિ-લેખકોને ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. કવિતા, ટુંકી વાર્તા, નવલકથા, નવલિકા.સહાયારું સર્જન જેવા અમૂલ્ય પુસ્તકો સાહિત્ય જગતને આપ્યા છે એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે.હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રગતીથી ડૉ, લવકુમાર દેસાઈ, ચંદ્રકાંતભાઈ અને ડૉ. પ્રતાપભાઈ ઘણાંજ ખુશ થયાં અને તાળીઓથી આ વાતને વધાવી લીધી હતી.

ત્યારબાદ શ્રી વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનો પરિચાય આપતા કહ્યું.’ અમો આજ અમારે આંગણે,આપ એક અગ્રણી કવિ-લેખક અમારી બેઠકમાં હાજરી આપી બદલ સાહિત્ય સરિતા ગૌરવની લાગણી અનુભવે છે. આપ ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક પ્રાધ્યાપક તરીકે ૪૦ વર્ષ ગોધરા,ખંભાત સયાજીરાવ યુનિવર્સિટીમાં સેવા આપી અનેક સાહિત્યિક સામાયિકો પ્રગટ થયા સાથો સાથ નાટક ક્ષેત્રે લખેલ મૌલિક રેડિયો નાટક,વિવેચન, જીવન ચરિત્ર,સંપાદન , અનુવાદ તેમજ અનેક મહત્વના પારિતોષક,  ગુજરાતી સાહિત્ય પરિષદ,અકાદમીના પરિતોષક,આકાશવાણી પારિતોષક, ડાહ્યાભાઈ સુંવર્ણ પારિતોષક પ્રાપ્ત કરેલ છે અને ગુજરાતી-ભાષા અને સાહિત્યની સેવામાં અગ્રણી રહ્યા છો તેનું અમોને ગૌરવ છે અને આપની પાસેથી અમોને ઘણીજ પ્રેરણા મળશે. ડૉ લવકુમારે  એક નાટય-કલાકારની અદાથી ઉભા રહી ગીરીશ કન્નડના નાટક અને ‘મદન-સુંદરી’ના પાત્રો,પદ્મિની, કપિલ અને એના મિત્રના પાત્રોની છણાવટ સાથે નાટકની ઊંડી સમજ આપી હતી. નાટકના પાત્રોને અનોખી રીતે વ્યકત કરી પોતેજ નાટકના પાત્ર બનીને નાટક ભજવતા હોય એવી એમની અનોખી અદાથી શ્રોતાજનો મુગ્ધ બની ગયાં હતાં સૌ સ્થાનિક કવિ, લેખકને વાર્તા,નાટકની  ઊંડી સમજ આપી.શ્રોતાજનો એમના પ્રવચનથી ઘણાંજ પ્રભાવિત થયાં.                         ડૉ.પ્રતાપભાઈ પંડયાનો પરિચય ડો.લવકુમારે આપતાં કહ્યું હતું.” ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રખક ચાહક, જેમના સાત પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે.શિક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ ‘ગુજરાતી બચાવો..સાહિત્યનું પુસ્તક પરબ”માં અમૂલ્ય સેવા આપી રહ્યા છે.ડૉ.પ્રતાપભાઈએ કહ્યું.’નિવૃતીબાદ ગુજરાતી બચાવો ઝુંબેશમાં જોડાયો , ગુજરાતી સાહિત્ય રસિકો, લાયબ્રેરી  અને અન્ય સંસ્થામાં  મફત પુસ્તકો આપી ગુજરાતીભાષા,સાહિત્યને પ્રોત્સાહિત કરવાના ધ્યેયમાં કુટુંબમાંથી મને પુરેપુરો સહકાર મળ્યો છે તેનો દાખલો અને ગૌરવ લેતા કહ્યું. ‘દીકરો અમેરિકા છે અને તેને મને કહ્યું. ‘પપ્પા,આપનું જે પણ પેન્શન મળે છે તે પેન્શન સાહિત્યના હીતમાં ખર્ચો અન્ય આર્થિક પરિસ્થિતીમાં મારો પુરો પુરો ટેકો છે. આ યુગમાં આવા સંતાનો મળવા ઘણાં મુશ્કેલ છે, ગૌરવની વાત છે કે પ્રતાપભાઈએ પોતાનું સઘળું પેન્શન ગુજરાતી સાહિત્યના હીતમાં વાપરે છે..” સાહિત્યનું પુસ્તકપરબ ”  કોઈ પણ સાહિત્ય રસિક આવે તેને વિના મૂલ્યે પુસ્તકા આપી ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યની મહાન સેવા કરી રહ્યા છે.આપણે સૌ આમાંથી કઈક શિખીએ.                 વિશ્વદીપ બારડે સ્વ.સુરેશ દલાલને શ્રદ્ધાજંલી આપતાં કહ્યું.’ સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આ મહાન સાહિત્યકાર ની ના પુરી શકાય એવી ખોટ પડી છે.એ સદાને માટે આપણાં હ્ર્દયમાં,આપણાં સાહિત્યમાં અમર રહેશે.’શ્રીમતી રેખાએ શ્રદ્ધાજંલી ગીત.’ જે જીવ આવ્યો આપ પાસે ,શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને સાચી શાંતી આપજો.’ સૌ સાથ આપી શ્રદ્ધાજંલી અર્પી.

અંતમાં બોર્ડના ડિરેકટર શ્રી વિનોદભાઈ પટેલે  વતનથી પધારેલ મહેમાનોનો હાર્દિક આભાર વ્યકત કર્યો સાથો સાથ મહેશભાઈ અને કીર્તિબેનનો સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન અને અલ્યાહાર બદલ હાર્દિક આભાર વ્યકત કર્યો. આજની અનોખી અને યાદગાર બેઠકનો સાહિત્યરસ શ્રોતાજનોએ બહુંક પ્રેમથી માણ્યો. સૌ અલ્પાહાર લઈ છુંટા પડ્યા.

બેઠકનો અહેવાલઃ વિશ્વદીપ બારડ( રેખા)

ઓગસ્ટ 21, 2012 - Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના

5 ટિપ્પણીઓ »

  1. સરસ અહેવાલ.

    ટિપ્પણી by jjugalkishor | ઓગસ્ટ 21, 2012

  2. Reblogged this on વિજયનુ ચિંતન જગત.

    ટિપ્પણી by vijayshah | ઓગસ્ટ 21, 2012

  3. In this meeting,did they talk about promoting Gujarati Literature at national level and writing Hindi in Gujarati Lipi?

    ટિપ્પણી by Saralhindi | ઓગસ્ટ 21, 2012

  4. સરસ

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 22, 2012

  5. nice to know all this..

    ટિપ્પણી by nilam doshi | જાન્યુઆરી 2, 2013


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: