અગ્રણી કવિ સુરેશ દલાલનું નિધન
મૃત્યુ કવિને અડકી શકે..મારી શક્તું નથી,
કવિતા જેની અમર રહે, હૈયામાં સૌના રહે,
એ કવિ કદી મરતો નથી,મૃત્યુ મારી શક્તું નથી.
“સુરેશ” તારું સરસ્વતિના ચરણે સ્થાન છે.
ગરવી ગુર્જરીમાં ગવાઈ ગીત રુડા,
આવો રુડો કવિ કદી મરતો નથી…
ગુજરાતી ભાષા જ્યા જ્યાં વસી છે..
ત્યાં ત્યાં “સરેશ”નું સ્થાન છે..”સુરેશ” સદા અમર છે.
અગ્રણી કવિ સુરેશ દલાલનું નિધન (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ કવિતા અને જીવનને ભરપૂર પ્રેમ કરનારા લોકલાડીલા અગ્રણી ગુજરાતી કવિ, અનુવાદક, વિવેચક તથા ‘કવિતા’ સામાયિકના સંપાદન થકી અને કાવ્ય સંમેલનો-મુશાયરાના સ્મરણીય સંચાલનો થકી ત્રણ-ચાર પેઢીના મુંબઇના ગુજરાતીઓમાં કવિતા માટેનો લગાવ ઊભો કરવામાં શીર્ષસ્થ ભૂમિકા ભજવનારા સુરેશ દલાલનું શુક્રવારે (10.08.2012) રાત્રે લગભગ આઠ વાગે મુંબઈમાં કફપરેડના હસા મહલ ખાતેના એમના નિવાસસ્થાને ૭૯ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. …
-
શનિવારે(આજે) સવારે ૭-૩૦ કલાકે એમના દેહને મિત્રો-કવિતાપ્રેમીઓના દર્શન માટે એમના નિવાસસ્થાનના મેદાનમાં રખાશે અને લગભગ સાડા નવે એમની સ્મશાનયાત્રા નીકળશે. સવારે ૧૦ના સુમારે ચંદનવાડીના વીજળીક સ્મશામગૃહમાં એમને અંતિમ સંસ્કાર અપાશે. છેલ્લા કેટલાક સમયથી સુરેશભાઈનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. જોકે તેમના સક્રિય સહભાગનો ગુજરાતી સાહિત્યને સતત લાભ મળતો રહ્યો હતો. શુક્રવારે રાત્રે જમ્યા બાદ નિયમિત દવાઓ લેતી વખતે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા અને ગુજરાતી સાહિત્ય જગતે ઝળહળતો તારલો ગુમાવ્યો હતો. એક મોટા ગજાના સર્જક વ્યવહાર જગતમાં પણ નિપૂણ હોય અને ફૂલગુલાબી માનવી પણ હોય તો કળા-સાહિત્યને કેવો પ્રચંડ લાભ મળે છે એનું સુરેશભાઇ અનોખું ઉદાહરણ હતા. વિદ્વત્તા અને રસિકતાનો વિરલ સમન્વય સુરેશભાઇમાં થયો હતો. કાવ્યસંગ્રહો, અનુવાદો, સંપાદનોનાં એમનાં એટલાં પુસ્તકો પ્રગટ થયાં છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. ઉત્કટ કાવ્યપ્રીતિ અને તીવ્ર યાદશક્તિ થકી એમણે કવિતાપ્રેમને પ્રજ્વલિત રાખવામાં અનેરું પ્રદાન કર્યું છે. ‘જન્મભૂમિ’ જુથના ‘કવિતા’ દ્વૈમાસિકના સુદીર્ઘ સંપાદનની ઇતિહાસમાં ગુજરાતી કવિતાની બહુ મોટી સેવા તરીકે નોંધ લેવાશે. ૧૧મી ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ મુંબઈ નજીકના થાણેમાં તેમનો જન્મ થયો હતો. એમને ૧૯૮૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને વર્ષ ૨૦૦૫માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી તેમની નવાજવામાં આવ્યા હતા. સુરેશભાઈ મુંબઈની કે.સી. કોલેજ, એચ. આર. કૉલેજ અને વિદ્યાવિહાર સોમૈયા કૉલેજના ગુજરાતીના અધ્યાપક હતા. મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીમાં તેઓ વર્ષો સુધી ગુજરાતી વિભાગના વડા હતા. છેલ્લાં અઢી દાયકાથી એમણે ઇમેજ પબ્લિકેશનના સંચાલનથી પણ સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. આ પ્રકાશને ગુજરાતી ભાષાને કેટલાંય યાદગાર પુસ્તકો આપ્યાં છે. સ્વ. સુરેશભાઇના પરિવારમાં તેમનાં પત્ની સુશીલાબહેન અને પરિણીત દીકરી મીતાલી અને નિયતિ છે. (સૌજન્ય : “મુંબઈ સમાચાર”, 11.08.2012)
અમારી શ્રધ્ધાંજલી
………………………………….
નિરવરવે પર પધારશો.
કવી શ્રી સુરેશ દલાલ ને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..
ગુજરાતી સાહિત્યે એક ઝળહળતો સિતારો ગુમાવ્યો ! હાર્દિક શ્રધ્ધાંજલી !
Shabdo Saghada Runghai Gaya… “SURESH” tara Ek na Java Thi.. RIP the Best Gujarati Kavi SURESH DALAL… Jene Bhagwan Shree Krishna ne Kavitaao na Roop ma Jivant Karya Temnej Shree Krishna ye..temna Janmadivase temni pase bolavi lidha.. Aana thi Vishes Gift to shu Krishna ne koi aapi pan sake..
Na puri shakay tevi khot