કાળોકેર વર્ષાવતી એક સાંજ..!
‘નીશા, આ ઘરમાં મારું શૈશવકાળ ફૂલોની સુગંધથી મહેંકતું હતું,ચારે બાજું ખુશીના ગીતો ગવાતા હતાં. જે માંગુ એ મળે. સ્ટોરમાં જેવા નવા ટોય્ઝ આવે તુરત મમ્મી-ડેડી અમારા માટે લઈ આવે.મારા અને મારી નાની બહેન રિન્કી માટે ટોય્ઝ માટેજ સ્પેસિયલ રૂમ હતો.મારો બેડરૂમ અલગ, મારી પસંદગીનો રૂમનો કલર,વૉલ-પેપર અને મને ગમતા માઈકલ જેકશનના ફૉટા મારા રૂમમાં,જેવો રૂમમાં જાવ એટલે ઓટોમેટીક લાઈટ અને મને ગમતું મ્યુઝીક શરૂ થઈ જાય અને રિન્કીનો રૂમ પણ ‘ડૉરા”ની ડોલ્સથી અને પિન્ક કલરના જુદા જુદા વૉલ-પેપર્સની ડિઝાઈનથી સુંદર અને શોભીત લાગતો હતો. નીલેશ એના જુના ઘર પાસે પસાર થતાં જ પોતાની જુની વાતો વગોળવા લાગ્યો.
‘આવી સુંદર મજાની યાદોની સાથે સંકળાયેલી એક તોફાની ભયાનક સાંજે…’
‘નીલેશ, Be positive'( સારૂ વિચાર)! જે બની ગયું તે તારો પીછો છોડતું નથી અને તને nightmare(ગમગીન) થઈ જાય છે હવે તું એ વિચારવાનું જ છોડી દે!’
નીશા ડાર્લિંગ, કહેવું સહેલું છે કરવું કઠીન છે.તને ખબર છે કે મેં કેટલી સાયકાટ્રીકની મુલાકાત અને ડીપ્રેશનની દવાઓ લીધી છે પણ એ ઘટના મારા માઈન્ડમાંથી ૧૦૦% દૂર થતી જ નથી.’
બે વર્ષ પહેલાં નીશા સાથે લગ્ન કરતાં પહેલાં નીલેશે પોતાના જીવનમાં બનેલી કરૂણ ઘટનાની સઘળી વાત કરી હતી. નીશા સાથે લગ્ન બાદ નીલેશ ઘણોજ ખુશ રહે છે.નીશા કદી પણ નીલેશના જીવનમાં બનેલી કરૂણ ઘટનાનું રિપિટ કરતી નથી જો નીલેશ કઈક તેની વાત કરે તો તુરતજ બીજી વાત પર એને ચઢાવી દે!
‘નીલેશ, Make a right turn on next traffic light, do not forget that we are going to your favorite Italian ‘Anna Restaurant’.'( નીલેશ,ધ્યાન રાખ, બીજી ટ્રાફીક લાઈટ પર જમણી બાજું વળવાનું છે..ભુલી નહીં જતો કે આપણે તારા મન-ગમતા “એના ઈટાલિયન રેસ્ટોરન્ટ”માં જવાનુ છે).
‘ હા હની..હું તો વાતમાં અને વાતમાં ભુલી ગયો હતો..સારૂ કર્યું કે તે યાદ કરાવી દીધું.’
નીલેશના પેરેન્ટ્સ લોસ-એન્જલસમાં સબર્બ કૉરૉનામાં રહેતા હતાં.છ બેડરૂમનું ભવ્ય મકાન, હીટેડ સ્વીમીગ પુલ, ઝકુજી ,બેક-યાર્ડમાં પણ બાળકો માટે સ્વીંગ-સેટ અને યાર્ડમાં બીગ ઓરેન્જ ટ્રી,બનાના ટ્રી, લેમન ટ્રી અને જુદી જુદી જાતના ફ્લાવર્સ. બગીચાની કેર કરવા નર્સરીવાળાને કોન્ટ્રાકટ આપેલ.આટલી જાહોજલાલીમાં જીવી રહ્યાં હતાં.નીલેશના ડેડી મહેશ ૩૦ વર્ષની નાની વયે ‘લોટસકંમ્પુટર કંપની’ માં પ્રેસીડેન્ટ હતાં.બન્ને બાળકો માટે અત્યારથી એક એક લાખ ડોલર્સ એજ્યુકેશન માટે ૫૨૯ એકાઉન્ટમાં મુકી દીધા હતાં. ઈન્ડીયાથી એમના સાસું-સસરા તેમજ તેનો સાળો , તેની પત્ની અને એક છોકરાને અહીં બોલાવી લીધા હતાં. ઘર આલિશાન હતુ.તેથી સૌને અલગ અલગ બેડરૂમની વ્યવસ્થા હતી. સાળા માટે મહેશે સબવે-સેન્ડવીચ લઈ આપી જેથી એમનો સાળો અને સાળાની વાઈફ સેન્ડવીચ શૉપ ચલાવે.સાસુ સસરા બાળકોનું ધ્યાન રાખે જેથી બેબી-સીટીંગના પૈસા પણ બચે.આજના મોર્ડન યુગમાં પણ સૌ સાથે એકજ ઘરમાં સંપથી રહેતા તે જોઈ ઘણાં ગુજરાતી ફેમીલીને નવાઈ લાગતી.
‘ ડેડી કદી પણ ઘરમાં કોઈ જાતની દખલગીરી કરે નહી. સૌ સાથે રહે તેથી ઘણો ઘરનો ખર્ચ વધી જાય છતાં ડેડી સૌની સાથે હસી-મજાકથીજ વાતો કરતા હોય. મારા મામા અને મામી કંજુસ ખરા.ઘર ખર્ચીમાં એક પૈસો ના ખર્ચે. ડેડીનો સેલેરી અને એમણે કરેલા પૈસાના ઈન્વેસ્ટમેન્ટમાંથી મહિને ઘણી સારી આવક આવતી હતી. ડેડીએ સ્ટૉકમાં બનાવેલ પૈસામાંથી ચાર-મિલિયનનું ઘર પણ ભરપાઈ કરી દીધેલ.
‘નીશા, મને યાદ છે કે હું ૧૦ વર્ષનો હતો.ઘરમાં સુખ શાંતી હતી અને એક દિવસ અચાનક…’
‘નીલેશ પાછી એકની એક વાત કરે છે.તું ડ્રાઈવીંગમાં ધ્યાન આપ.’
‘હા પણ.. અમો સૌ સાંજે મારા મામા-મામી.દાદા-દાદી, ડેડી, મમ્મી સાથે ડાઈનીંગ ટેબલ પર જમતા હતાં અને એ સુંદર સોહામણી સાંજ કાળ-કોટડી બની ગઈ . જમતા જમતા મામાએ વાત કાઢી અને મારા ડેડીને કહ્યું.
અત્યારે સ્ટોક માર્કેટમાં કેટલી ખોટ ખાધી?.’
‘તમે એની ચિંતા ના કરો. એ મારે જોવાનું છે.’ ગ્રાન્ડપા એ અંદર ટપકો પુરાવ્યો.
‘અત્યારે માર્કેટ સારૂ નથી અને મને ખબર છે કે તમોએ ઘણાં પૈસા ગુમાવ્યા છે. જો આવી રીતે કરતાં રહેશો તો દિવાળું ફૂંકવાનો વારો આવશે.’
‘પપ્પા, તમે આ ઉંમરે આ વાતમાં ધ્યાન ના આપો..ઈશ્વર-ભજન કરો.’
વચ્ચે ગ્રાન્ડમા બોલ્યાઃ
‘આતો તમારા હીતની વાત છે. મારી દીકરી રસ્તા પર ના આવી જાય એતો અમારે જોવું પડે ને?’
‘ મમ્મી,એ તમારી દીકરી છે પણ મારી તો પત્નિ છે તમારા કરતાં મને વધારે પડી છે.
સાથો સાથ મારી મમ્મી વચ્ચે બોલીઃ
‘પણ તમોએ પાચ લાખ ડોલર્સ સ્ટોકમાં ગુમાવ્યા. પૈસાનો ધુમાડો કર્યો અને વધારે ગુમાવશો તો આ ઘર પણ વેંચવાનો વારો આવશે..ઘરમાં નવ જણાં છીએ અને બધા રસ્તા પર આવી જશે.’
ડેડીએ કહ્યું.’ તમો બધા સાથે મળી મારા પર હુમલો કરતાં હોય એવું મને લાગે છે.મને શાંતીથી જમી લેવા દો અને તમો સૌને કહી દઉ છું. ઘરમાં મારા એકલાની આવકમાંથી તમારા સૌનું ગુજરાન ચાલે છે અને હજું સુધી કોઈ પાસે મે હાથ લાંબો કર્યો નથી.
અને મમ્મી તરફ ફરીને કહ્યુઃ ‘તારા ભાઈ-ભાભીને સબવે મેં અપાવી,આવક પણ સારી છે છ્તાં મેં કદી એની પાસેથી એક પૈસો માંગ્યો નથી.’ તુરતજ મારા મામા ડાઈનીંગ ટેબલ પરથી ઉભા થઈ બરાડા પાડવા લાગ્યા.
‘બહેન, મારા બનેવીને કહી દે કે મને ખોટા મેણાં ના મારે..એમનો એક એક પૈસો હું આપી દઈશ..એમાં મોટો ઉપકાર કોઈ નથી કર્યો.’
મામાની તરફેણ કરતાં ગ્રાન્ડમા બોલ્યા.
‘હા મારો દીકરો અને અમો સૌ તમારા રોટલા ખાઈએ છીએ એટલે અમારે આ બધું સાંભળી લેવું પડે છે. અમોને ખોટા મેણાં તોણા સંભળાવવાની કોઈ જરૂર નથી. તમો ભણ્યા છો પણ ગણ્યા જ નથી. ડેડીએ નમ્રતાથી કહ્યું.
‘મમ્મી તમો આવું ના બોલો, મેં તમને એક દીકરાની જેમ માન આપ્યું છે અને તમો મારા વિશે આવું બોલો છો?’
ડેડી પર એકી સાથે શબ્દ પ્રહાર શરૂ થયાં. એક તો પાચ લાખ માર્કેટ તુટતા ગુમાવ્યા અને ઉપરથી જમતાં વખતે સૌ એકી સાથે આંધીની જેમ તુટી પડ્યા.ઝેર ઓકવા લાગ્યા. છતાં ડેડીએ ઠંડા કલેજે બધું સંભાળવાની કોશિષ કરી.
‘મહેરબાની કરી સૌ શાંત થઈ જાવ. તમારે કોઈને રસ્તા પર નહી જવું પડે હું બધુ સંભાળી લઈશ.”પણ કોઈએ એની વાત પર ધ્યાન ન આપ્યું.
‘ખોટી..ખોટી ડાહી..ડાહી વાતો ના કરો..કંપનીના પ્રેસિડેન્ટ તમને કોણે કર્યા ? પાંચ, પાંચ લાખ ડોલર્સ ગુમાવ્યા છતા શાન ઠેકાણેજ આ
વતી નથી.જવાદોને આ માણસ નહી સમજે.જ્યારે ભીખ માંગવાનો વારો આવશે અને છોકરા-બૈરી સૌને શેલટરમાં મુકવાનો વારો આવશે ત્યારે સમજ પડશે.’ દલીલ એક પક્ષિય બની ગઈ હતી ડેડીમાં રહેલી અથાંગ ધીરજ અને શાંતી પર કુટુંબીજનોનો અસહ્ય શબ્દ પ્રહારના તણખલા ઉગ્ર બની ગયા અને અચાનક બોમ્બની જેમ વિસ્ફોટ થયો!
ડેડીનો ગુસ્સો ગયો.
‘Go to hell, You are all selfish,cunning. pulling trigger on me. no way! ( જહન્નમમાં જાવ,તમો બધા સ્વાર્થી અને લુ્ચ્ચા છો. આવી રીતે મારી પર હુમલો ! નહી ચલાવી લઉ!) ડેડી જમતાં જમતાં થાળી પછાડી સીધા બેડરૂમમાં!…બહાર આવ્યા,,હાથમાં ગન હતી… જોઊ છું કે હવે કોણ બચે છે?
મોટી રાડ પાડી. સૌ ગભરાય ગયાં..ધડા ..ધડ ..આડે ધડ…ગોળીઓનો વરસાદ…ગ્રાન્ડપા-ગ્રાન્ડમા, મામા.મામી… હું ગભરાઈને છાનોમાનો લંપાઈ મમ્મી-ડેડીના રૂમના ક્લોઝેટમાં નીચે જઈ સંતાઈ ગયો.ગોળીઓનો અવાજ ચાલુ હતો! એક વખત ડેડી, બેડરૂમમાં દોડતા આવ્યા..નીલેશ!પણ હું કશું બોલ્યો નહી અને એ જતાં રહ્યાં. પંદર મિનિટમાં પોલીસ,એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો..તેઓ ઘરનો દરવાજો તોડી ઘરમાં આવ્યા. કોઈ નેબર ( પડોશ)માંથી ગોળીના અવાજને લીધે પોલીસ અને ૯૧૧ને ફોન કરી દીધો હતો. મને પોલીસે કહ્યુ.
‘Do not worry, come out..you are safe..worse is over( ચિંતા ના કર, બહાર આવ! તું સલામત છો, હવે ભય નથી)
મને આંગળી જાલી લઈ ગયાં , ચારે બાજું લોહીના રેલા..બધા બેભાન જેવા કોઈ કશું બોલતું નથી..મારા ડેડી કયાં છે? મેં પોલીસને પુછ્યું…પોલીસ જવાબ દે એ પહેલાં મેં ડેડીને જમીન પર પડેલા જોયા…અઠવાડીયા પછી ખબર પડી કે મારા સિવાય કોઈ બચ્યું નહોતું.. બધાને મારા ડેડીએ ફૂંકી માર્યા હતા અને પછી ખુદ પોતાની જાતને..
‘નીલેશ! watch out..( ધ્યાન રાખ)’ નીશા કહેવા જતી હતી એજ ઘડીએ નીલેશની કાર બીજી કાર સાથે… ધડા..ધડ…બે ત્રણ કાર અથડાઈ…નીલેશ, દર્દભર્યા વિચારોમાં અને વિચારોમાં રેડ-લાઈટમાં જતો રહ્યો અને મોટો એકસેડન્ટ કરી બેઠો…પહેલી વખત ખુદ ડેડીના ગોળીબારથી બચી ગયો..આ વખતે નીશા કે જે બે મહિનાની પ્રેગનન્ટ હતી એ બચી સાથો સાથ નીલેશ પણ બચી ગયો… કોના નસીબથી ?
આપનો અમૂલ્ય અભિપ્રાય આપવા વિનંતી.
હ્યુસ્ટન ગુજરતી સાહિત્ય સરિતાની બેઠકઃ ઓગષ્ટ ૧૧,૨૦૧૨ નો અહેવાલઃ
પ્રથમ તસ્વીરમાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય સાથે વતનથી પધારેલ ગુજરાતી સાહિત્યકાર.
બીજી તસ્વીરમાં.ડાબેથીઃશ્રે ચંદકાંતભાઈ સંઘવી,ડૉ.પ્રતાપભાઈ પંડયા, ડૉ.લવકુમાર દેસાઈ
તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ
***********************************************************************************************
*************************************************************
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક શ્રી મુકેશભાઈ,કીર્તિબેન શાહને ત્યાં યોજવામાં આવેલ.આ વખતની બેઠક વતનથી પધારેલ ત્રણ, ત્રણ ગુજરાતના પ્રખર સાહિત્યકારની હાજરીથી યાદગાર બની ગઈ. શ્રી ચંદકાંતભાઈ સંઘવી, ડૉ.લવકુમાર દેસાઈ,તેમજ ડૉ. પ્રતાપભાઈ પંડયાએ બેઠકમાં પધારી સાહિત્ય સરિતાની શોભામાં અભિવૃદ્ધી કરી એ ગૌરવ અને આનંદ અમારા માટે છે.
સાહિત્ય સરિતાની બેઠકનો પ્રારંભ..”અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ની પ્રાર્થના શ્રીમતી ભારતીબેને પોતાના સુંદર કંઠે ગાઈ. ત્યાર બાદ કીર્તિબેન શાહે આમંત્રીત મહેમાનનું સ્વાગત કર્યું. સૌ પ્રથમ કવિયત્રી પ્રવિણાબેને ફૂલ ગુચ્છથી ચંદકાંતભાઈનું સ્વાગત કર્યુ ,કીર્તિબેને પ્રતાપભાઈનું ,સાથો સાથ શ્રીમતી રેખા અને વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરેલ.પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સભાનો દોરે હાથમાં લેતા કહ્યુઃ’આપણી આજની બેઠક આજના મહાનુભવોની હાજરીથી યાદગાર બની રહેશે તેમજ આજની બેઠકમાં સ્થાનિક કવિઓની વિનંતીને લક્ષમાં રાખી વતનથી પધારેલ સાહિત્યકારોનેજ સાંભળવાના સૂચન મુજબ પ્રથમ નવિનભાઈને વિનંતી કે શ્રી ચંદકાંતભાઈનો પરિચય આપે.શ્રી નવિનભાઈએ કહ્યું.’ હાલ મુંબઈ સ્થિત ચંદ્રકાંતભાઈ સંઘવી એક સાહિત્યકાર- લેખકે ૨૦૧૦માં પાંચ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે ઉપરાંત મુંબઈ સમાચાર, ગુજરાત મિત્રમાં કોલમ,’અસ્તિત્વને પેલેપાર’,’લાગણીનો સ્પર્શ’,’હું અને મારી વાતો’,’અંતરના અજવાળા’જેવા વાર્તા સંગહ સાહિત્ય જગતની અર્પણ કર્યા છે’.શ્રી ચંદકાંતભાઈએ પોતાની સ્વરચિત સત્ય ઘટના પર અધારિત બે ટુંકી વાર્તા, કાવ્યો,મુકતક,હાસ્ય સભર વિષય પર પોતાની આગવી શૈલીથી સૌ શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ. શ્રી ચંદકાંતભાઈએ હ્યુસ્ટન સાહિત્ય સરિતાને’લાગણીભીનો સ્પર્શ;,અસ્તિત્વને પેલે પાર;,હું અને મારી વાતો;,ચારધામનો ચકરાવો’,અંતરના અજવાળાં;,ભીતરનો આયનો,પોતાના પ્રકાશિત થયેલા પુસ્તકો ભેટમાં આપ્યા.અમારી સાહિત્ય સરિતા માટે આ અમૂલ્ય અને સદા યાદગાર રહી જાય એવી ભેટ છે.
સમય પ્રાબંધીને નજરમાં રાખતા શ્રી વિશ્વદીપે સ્થાનિક કવિઓને પોતાનો ટુંકો પરિચય આપવા શ્રી ધીરૂભાઈ,પ્રવિણાબેન , વિજયભાઈ , ફતેહ અલી ચતૂર ને વિનંતી કરી.શ્રી વિજયભાઈએ સાહિત્ય સરિતાનો પરિચય મહેમાનોને આપતા કહ્યું. ‘સાહિત્ય સરિતાનું ધ્યેય ‘ગુજરાતી સાહિત્યને અમેરિકા પ્રોત્સાહિત કરવા તેમજ આપણી માતૃભાષા અહી સદા ટકી રહે એજ છે તેના માટે અમારી સંસ્થા પુરેપુરી પ્રયત્નશીલ છે.જ્યારથી અમારી સંસ્થાનો જન્મ થયો છે ત્યારથી અત્યાર સુધી ૧૦ વર્ષની કારકિર્દીમાં ઘણાં નવા નવા કવિ લેખકોનો અહી જન્મ થયો છે અને સાહિત્ય ક્ષેત્રે ઘણાં કવિ-લેખકોને ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. કવિતા, ટુંકી વાર્તા, નવલકથા, નવલિકા.સહાયારું સર્જન જેવા અમૂલ્ય પુસ્તકો સાહિત્ય જગતને આપ્યા છે એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે.હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રગતીથી ડૉ, લવકુમાર દેસાઈ, ચંદ્રકાંતભાઈ અને ડૉ. પ્રતાપભાઈ ઘણાંજ ખુશ થયાં અને તાળીઓથી આ વાતને વધાવી લીધી હતી.
ત્યારબાદ શ્રી વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનો પરિચાય આપતા કહ્યું.’ અમો આજ અમારે આંગણે,આપ એક અગ્રણી કવિ-લેખક અમારી બેઠકમાં હાજરી આપી બદલ સાહિત્ય સરિતા ગૌરવની લાગણી અનુભવે છે. આપ ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક પ્રાધ્યાપક તરીકે ૪૦ વર્ષ ગોધરા,ખંભાત સયાજીરાવ યુનિવર્સિટીમાં સેવા આપી અનેક સાહિત્યિક સામાયિકો પ્રગટ થયા સાથો સાથ નાટક ક્ષેત્રે લખેલ મૌલિક રેડિયો નાટક,વિવેચન, જીવન ચરિત્ર,સંપાદન , અનુવાદ તેમજ અનેક મહત્વના પારિતોષક, ગુજરાતી સાહિત્ય પરિષદ,અકાદમીના પરિતોષક,આકાશવાણી પારિતોષક, ડાહ્યાભાઈ સુંવર્ણ પારિતોષક પ્રાપ્ત કરેલ છે અને ગુજરાતી-ભાષા અને સાહિત્યની સેવામાં અગ્રણી રહ્યા છો તેનું અમોને ગૌરવ છે અને આપની પાસેથી અમોને ઘણીજ પ્રેરણા મળશે. ડૉ લવકુમારે એક નાટય-કલાકારની અદાથી ઉભા રહી ગીરીશ કન્નડના નાટક અને ‘મદન-સુંદરી’ના પાત્રો,પદ્મિની, કપિલ અને એના મિત્રના પાત્રોની છણાવટ સાથે નાટકની ઊંડી સમજ આપી હતી. નાટકના પાત્રોને અનોખી રીતે વ્યકત કરી પોતેજ નાટકના પાત્ર બનીને નાટક ભજવતા હોય એવી એમની અનોખી અદાથી શ્રોતાજનો મુગ્ધ બની ગયાં હતાં સૌ સ્થાનિક કવિ, લેખકને વાર્તા,નાટકની ઊંડી સમજ આપી.શ્રોતાજનો એમના પ્રવચનથી ઘણાંજ પ્રભાવિત થયાં. ડૉ.પ્રતાપભાઈ પંડયાનો પરિચય ડો.લવકુમારે આપતાં કહ્યું હતું.” ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રખક ચાહક, જેમના સાત પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે.શિક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ ‘ગુજરાતી બચાવો..સાહિત્યનું પુસ્તક પરબ”માં અમૂલ્ય સેવા આપી રહ્યા છે.ડૉ.પ્રતાપભાઈએ કહ્યું.’નિવૃતીબાદ ગુજરાતી બચાવો ઝુંબેશમાં જોડાયો , ગુજરાતી સાહિત્ય રસિકો, લાયબ્રેરી અને અન્ય સંસ્થામાં મફત પુસ્તકો આપી ગુજરાતીભાષા,સાહિત્યને પ્રોત્સાહિત કરવાના ધ્યેયમાં કુટુંબમાંથી મને પુરેપુરો સહકાર મળ્યો છે તેનો દાખલો અને ગૌરવ લેતા કહ્યું. ‘દીકરો અમેરિકા છે અને તેને મને કહ્યું. ‘પપ્પા,આપનું જે પણ પેન્શન મળે છે તે પેન્શન સાહિત્યના હીતમાં ખર્ચો અન્ય આર્થિક પરિસ્થિતીમાં મારો પુરો પુરો ટેકો છે. આ યુગમાં આવા સંતાનો મળવા ઘણાં મુશ્કેલ છે, ગૌરવની વાત છે કે પ્રતાપભાઈએ પોતાનું સઘળું પેન્શન ગુજરાતી સાહિત્યના હીતમાં વાપરે છે..” સાહિત્યનું પુસ્તકપરબ ” કોઈ પણ સાહિત્ય રસિક આવે તેને વિના મૂલ્યે પુસ્તકા આપી ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યની મહાન સેવા કરી રહ્યા છે.આપણે સૌ આમાંથી કઈક શિખીએ. વિશ્વદીપ બારડે સ્વ.સુરેશ દલાલને શ્રદ્ધાજંલી આપતાં કહ્યું.’ સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આ મહાન સાહિત્યકાર ની ના પુરી શકાય એવી ખોટ પડી છે.એ સદાને માટે આપણાં હ્ર્દયમાં,આપણાં સાહિત્યમાં અમર રહેશે.’શ્રીમતી રેખાએ શ્રદ્ધાજંલી ગીત.’ જે જીવ આવ્યો આપ પાસે ,શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને સાચી શાંતી આપજો.’ સૌ સાથ આપી શ્રદ્ધાજંલી અર્પી.
અંતમાં બોર્ડના ડિરેકટર શ્રી વિનોદભાઈ પટેલે વતનથી પધારેલ મહેમાનોનો હાર્દિક આભાર વ્યકત કર્યો સાથો સાથ મહેશભાઈ અને કીર્તિબેનનો સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન અને અલ્યાહાર બદલ હાર્દિક આભાર વ્યકત કર્યો. આજની અનોખી અને યાદગાર બેઠકનો સાહિત્યરસ શ્રોતાજનોએ બહુંક પ્રેમથી માણ્યો. સૌ અલ્પાહાર લઈ છુંટા પડ્યા.
બેઠકનો અહેવાલઃ વિશ્વદીપ બારડ( રેખા)
અગ્રણી કવિ સુરેશ દલાલનું નિધન
મૃત્યુ કવિને અડકી શકે..મારી શક્તું નથી,
કવિતા જેની અમર રહે, હૈયામાં સૌના રહે,
એ કવિ કદી મરતો નથી,મૃત્યુ મારી શક્તું નથી.
“સુરેશ” તારું સરસ્વતિના ચરણે સ્થાન છે.
ગરવી ગુર્જરીમાં ગવાઈ ગીત રુડા,
આવો રુડો કવિ કદી મરતો નથી…
ગુજરાતી ભાષા જ્યા જ્યાં વસી છે..
ત્યાં ત્યાં “સરેશ”નું સ્થાન છે..”સુરેશ” સદા અમર છે.
અગ્રણી કવિ સુરેશ દલાલનું નિધન (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ કવિતા અને જીવનને ભરપૂર પ્રેમ કરનારા લોકલાડીલા અગ્રણી ગુજરાતી કવિ, અનુવાદક, વિવેચક તથા ‘કવિતા’ સામાયિકના સંપાદન થકી અને કાવ્ય સંમેલનો-મુશાયરાના સ્મરણીય સંચાલનો થકી ત્રણ-ચાર પેઢીના મુંબઇના ગુજરાતીઓમાં કવિતા માટેનો લગાવ ઊભો કરવામાં શીર્ષસ્થ ભૂમિકા ભજવનારા સુરેશ દલાલનું શુક્રવારે (10.08.2012) રાત્રે લગભગ આઠ વાગે મુંબઈમાં કફપરેડના હસા મહલ ખાતેના એમના નિવાસસ્થાને ૭૯ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. …
-
શનિવારે(આજે) સવારે ૭-૩૦ કલાકે એમના દેહને મિત્રો-કવિતાપ્રેમીઓના દર્શન માટે એમના નિવાસસ્થાનના મેદાનમાં રખાશે અને લગભગ સાડા નવે એમની સ્મશાનયાત્રા નીકળશે. સવારે ૧૦ના સુમારે ચંદનવાડીના વીજળીક સ્મશામગૃહમાં એમને અંતિમ સંસ્કાર અપાશે. છેલ્લા કેટલાક સમયથી સુરેશભાઈનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. જોકે તેમના સક્રિય સહભાગનો ગુજરાતી સાહિત્યને સતત લાભ મળતો રહ્યો હતો. શુક્રવારે રાત્રે જમ્યા બાદ નિયમિત દવાઓ લેતી વખતે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા અને ગુજરાતી સાહિત્ય જગતે ઝળહળતો તારલો ગુમાવ્યો હતો. એક મોટા ગજાના સર્જક વ્યવહાર જગતમાં પણ નિપૂણ હોય અને ફૂલગુલાબી માનવી પણ હોય તો કળા-સાહિત્યને કેવો પ્રચંડ લાભ મળે છે એનું સુરેશભાઇ અનોખું ઉદાહરણ હતા. વિદ્વત્તા અને રસિકતાનો વિરલ સમન્વય સુરેશભાઇમાં થયો હતો. કાવ્યસંગ્રહો, અનુવાદો, સંપાદનોનાં એમનાં એટલાં પુસ્તકો પ્રગટ થયાં છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. ઉત્કટ કાવ્યપ્રીતિ અને તીવ્ર યાદશક્તિ થકી એમણે કવિતાપ્રેમને પ્રજ્વલિત રાખવામાં અનેરું પ્રદાન કર્યું છે. ‘જન્મભૂમિ’ જુથના ‘કવિતા’ દ્વૈમાસિકના સુદીર્ઘ સંપાદનની ઇતિહાસમાં ગુજરાતી કવિતાની બહુ મોટી સેવા તરીકે નોંધ લેવાશે. ૧૧મી ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ મુંબઈ નજીકના થાણેમાં તેમનો જન્મ થયો હતો. એમને ૧૯૮૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને વર્ષ ૨૦૦૫માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી તેમની નવાજવામાં આવ્યા હતા. સુરેશભાઈ મુંબઈની કે.સી. કોલેજ, એચ. આર. કૉલેજ અને વિદ્યાવિહાર સોમૈયા કૉલેજના ગુજરાતીના અધ્યાપક હતા. મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીમાં તેઓ વર્ષો સુધી ગુજરાતી વિભાગના વડા હતા. છેલ્લાં અઢી દાયકાથી એમણે ઇમેજ પબ્લિકેશનના સંચાલનથી પણ સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. આ પ્રકાશને ગુજરાતી ભાષાને કેટલાંય યાદગાર પુસ્તકો આપ્યાં છે. સ્વ. સુરેશભાઇના પરિવારમાં તેમનાં પત્ની સુશીલાબહેન અને પરિણીત દીકરી મીતાલી અને નિયતિ છે. (સૌજન્ય : “મુંબઈ સમાચાર”, 11.08.2012)
ગુસ્સો..
મારા અને વિપુલ વચ્ચે સરકતા પ્રેમધારાના ઝરણાંનો પ્રવાહ એક ધારો હતો. કોઈને પણ અમારું પ્રેમાળ જીવન જોઈ સહજ ઈર્ષા આવી જાય.અમારો પ્રેમ સદાબહાર! પ્રેમના ઝરણા હંમેશ નવા નવા ફૂંટતા રહે! ૨૫ વર્ષની અમારી મેરેજ-લાઈફ સીધી-સરળ અને પ્રેમાળ.જ્યારે જ્યારે કોઈ પણ વિઘ્ન આવ્યા છે ત્યારે ત્યારે સાથ મળી, હાથમાં હાથ મિલાવી હસતા મો એ દૂર કર્યા છે.અમો બન્ને કંમ્પુટર સોફટવેર ઈન્જિનયર અને ઉપરવાળાની મહેબાનીથી તન,મન અને ધનથી ઘણાં સુખી. પાંચ પાંચ બેડરૂમનું હાઉસ લેઈક પર છે, સાંજે સમય મળે બોટીંગ કરીએ અને ડીનર પણ બૉટમાં સાથે લઈએ. સંતાન નથી પણ અમો બન્ને એ માઈન્ડ સાથે કોમ્પ્રોમાઈઝ કરી લીધું છે.આપણે જિંદગીના અંત લગી સાથે રહી મળેલ માનવ-દેહની મજા માણીશું.વીલમાં પણ લખી દીધેલ છે કે અમારા ગયા પછી અમારી સંપૂર્ણ મિલકત અને પૈસા માનવતાના કલ્યાણ અર્થે આપી દેવાના.
અમેરિકામાં એવું કોઈ શહેર કે જોવાલાયક સ્થળ નહી હોય કે અમો એ ત્યાં વેકેશનમાં ફરવા ગયાં ના હોય!
“જિંદગી બહુંજ રુપાળી છે એની હરપળ માણીલો, એ પળ ફરી મળશે કે નહી એની કોઈ ખાત્રી નથી..
“જિંદગીની હરપળ માણીલે,
સ્વર્ગ છે અહીજ સખી માણીલે,
હર ઘડી છે રળિયામણી,
પ્રેમની હર અદા તું માણીલે.”
વિપુલ ઘણીવાર મુડમાં આવી જાય ત્યારે જિંદગીની ફિલોસોફી અને શાયરીઓ સંભળાવે.વિપુલ ઘણોજ લાગણીશીલ વ્યક્તિ છે.કવિ હ્ર્દય ધરાવતા દરેક વ્યક્તિ લાગણી પ્રધાન હોય એવું મારૂ માનવું છે!
વિપુલ ઘણીવાર પ્રેમના આવેશમાં આવી દરિયાના મોજાની જેમ ઉછળી મને ભીંજી નાંખે.
આટલો પ્રેમાળ, શાંત, અને લાગણીશીલ સમજું વિપુલના ગર્ભમાં ઉંડે ઉંડે સંતાયેલો ગુસ્સો કોઈવાર બહાર આવી જાય ત્યારે મારે બહુંજ સંભાળવું પડે અને એ સમયે હું એકદમ શાંત થઈ જાવ.એક શબ્દ ના ઉચ્ચારુ એટલે ધીરે ધીરે અગ્નિ એકદમ શાંત થઈ જાય!
તે દિવસે હું થોડી સાવચેત ના રહી અને મારી બેદરકારીમાં મારાથી બોલાય ગયું.”વિપુલ તું ગુસ્સે થાય છે ત્યારે તું શું બોલે છે ? શું કરી નાંખે છે તેનું તને ભાન છે ? ગુસ્સો કંન્ટ્રોલ કરતાં શીખ.
‘તે મને ભાનવગરનો કિંધો ? વિપુલ આગળ કશું ના બોલ્યો સિધ્ધો બેડરૂમમાં. બારણું જોરથી બંધ કરી અંદરથી લોક કરી દીધું. મેં ઘણી આજીજી કરી. મારું કશું સાંભળ્યુંજ નહી.મેં માની લીધું કે થોડો શાંત થશે અને ગુસ્સો ઓછો થશે એટલે બહાર આવશે.
હું લીવીંગ રૂમમાં બેઠી બેઠી “ડિવિઆર” પર ટેઈપ કરેલ “રાવણ” જોઈ રહી હતી ત્યાંજ બેડરૂમમાંથી ‘ધડ. ધડ” ગન(બંધુક)માંથી અવાજ આવ્યો. હું એક્દમ ગભરાઈને દોડી…બેડરૂમ તરફ..જોશથી મેં બુમ પાડી “વિપુલ”. બેડરૂમ લૉક હતો મે સ્ક્રુ-ડ્ર્રાવરથી અન-લૉક કર્યો .મારી આંખોએ ભયાનક દ્રશ્ય જોયું ,ધ્રાસ્કામાં મારું હ્ર્દય ધડકતું બંધ પડી ગયું હોય એમ લાગ્યું. ખાલી મારું શરીર દોડ્યું. વિપુલની નિશ્ક્રિય પહોળી થઈ ગયેલી આંખમાં ભીંનાશ હતી, શુષ્ક થઈ ગયેલો ગુસ્સો હવામાં બહાર નિકળી બહુંજ દૂર દૂર નિકળી ગયો હતો.
આ લઘુકથા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.
આ છે પત્રકાર !
ભારત કે જ્યાં અહિંસા,દયા સત્ય,માનવ ધર્મ, માનવ પ્રત્યે પ્રેમ જે આપણા લોહીમાં છે એનું આજ શું થયું? આ દ્ર્શ્ય જોઈ લાગે છે કે “માનવતા” મરી પરવારી છે. ચીનના પ્રમૂખ ભારત આવવા અંગે બહિષ્કારના આંદોલનમાં એક માનવી બળી આત્મહત્યા કરી રહ્યો છે અને આજું બાજુ> છાપાવાળા-સમાચારવાળાના ફોટોગ્રાફર બળી રહેલ માનવીને બચાવવાને બદલે મરી રહેલ માનવીની તસ્વિર લઈ રહ્યાં છે..કોની તસ્વિર બેસ્ટ હશે..ક્યાં ફોટોગ્રાફરને આ તસ્વિરમાં પહેલું ઈનામ મળશે? તેની રસાક્શીમાં આ ફોટોગ્રાફર્સ “માનવતા” ભુલી ગયાં છે! આ મહાન-ભારતના સુપુત્રો છે? મારા દેશનું શૂં થઈ રહ્યુ છે? દયા ક્યાં ગઈ? બસ સમાચાર ભરવા લાશની આજુબાજું ટોળેવળી..પુછે? “હે ભાઈ મરતા પહેલા તમારી વાત કરતા જાઉ જેથી અમારા સામાચાર પત્ર સૌ વાંચે અને મને નોકરી પર બઢતી મળી જાઈ!” શરમ જનક છે મિત્રો.. પત્રકારોની આ અમાનુષ ભર્યુ વર્તન આપણે કેમ ચલાવી કઈએ છીએ? કહેશો?
આ છે પત્રકાર !
લાશને ઉધી-ચત્તી કરી પુછે છે..”મરવાનું કારણ કહો?”
બળી ખાખ થઈ રાખને પુછે છે..”મરવાનું કારણ કહો?”
મરો તો ભલે મરો,પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
સમાચાર ભરવા પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
જીવતા બળો તોય પુછે છે…”મરવાનું કારણ કહો?”
ક્યાં કોઈને પડી?માત્ર પુછે છે..”મરવાનું કારણ કહો?”
લાશના ઢગલાને પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
“માનવ” નથી ધંધાદારી પુછે છે..”મરવાનું કારણ કહો?”
Photo courtesy” Aaj Tak”
સમી સાંજ..
સમી સાંજ લઈ સંધ્યા આવી,
પાનેત્તર પે’રી સંદેશ લાવી.
ઢળતો સૂરજ મનમોજી ભાસે,
ઘરભણી ચક્લી તણખો લાવી.
નારી જળભરી જતી ઘરભણી,
સીમાથી સરકતા સાપ લાવી.
સાંજ શમણામાં આશ ટપકે,
દુલ્હાન ઉંબરે શું શું લાવી?
ઉતાર આરતી દેવ થાકયા!
ઓઢી રાત કાળો દાગ લાવી.
‘દીપ’ કેમ આજ ઝાંખો ઝાંખો?
સંધ્યા સુંદર એક રથ લાવી.
રાષ્ટ્રીય શાયર..ઝવેરચંદ મેઘાણી
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્યાં હતા એવા ઝવેરચંદ મેઘાણી પર `લોકસાહિત્યનાં મર્મી – લોકલાડીલા શ્રી મેઘાણીભાઈ’ વ્યાખ્યાનનું આયોજન ભાષા નિયામકશ્રીની કચેરી અને શિવરંજની-લાલિત્ય સંસ્થા દ્વારા 28 જૂલાઈ 2012ના રોજ ગાંધીનગર ખાતે થયું હતુ.
——
વકતા હતા ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી, GMDCનાં મેનેજીંગ ડીરેકટર અને લોકસાહિત્યના જ્ઞાતા અને અભ્યાસુ એવાં શ્રી વી. એસ. ગઢવી IAS.
——
ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન પર શ્રી વી. એસ. ગઢવીનું માહિતીસભર અને રસપ્રદ વક્તવ્ય ઉપસ્થિત સહુનાં હ્રદયને સ્પર્શી ગયું હતું. ઓછા જાણીતાં એવાં ઝવેરચંદ મેઘાણીનાં જીવનના માનવીય રંગોને પણ શ્રી વી. એસ. ગઢવીએ બખૂબી પેશ કર્યા હતા. ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામના શોર્ય-ગીતોના એમના પઠનથી સહુ કોઈ ભાવવિભોર બની ગયા હતા.
——
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ભાગ્યેશભાઈ જહા IAS, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર હર્ષદભાઈ ત્રિવેદી, પૂર્વ મહામાત્ર કિરીટભાઈ દુધાત, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ દોલતભાઈ ભટ્ટ, ડૉ. કેશુભાઈ દેસાઈ, દલપતભાઈ પઢીયાર, ભાનુપ્રસાદભાઈ પુરાણી, ભરતભાઈ કવિ, અશોકસિંહ પરમાર, શિવરંજની સંસ્થાના વાગ્મીનભાઈ બુચ, આશાબેન-જયરાજસિંહ સરવૈયા, મહેન્દ્રભાઈ ભાવસાર સહિત મોટી સંખ્યામાં મેઘાણી-ચાહકો અને સાહિત્ય-લોકસાહિત્યનાં રસિકજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
courtesy: Pinakin Meghani
*********************************************************************
ઝવેચંદ મેઘાણીના કાર્યક્રમ..વિડિયોમાં માણો..
“ચારણ કન્યાઃ” .http://www.youtube.com/watch?v=L3TXlzNW0s8Feb
http://www.youtube.com/watch?v=FEvet6AewE8Jun
***********************************************
more;
VTV GUJARATI – DAYARO , ABHESINH RATHOD AND – YouTube ► 47:36► 47:36
http://www.youtube.com/watch?v=p2PJc7xRHbYApr 7, 2012 – 48 min – Uploaded by VtvGujarati રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ ડાયરામાં ઝવેરચંદ મેઘાણીની રચિત સુંદરમજાના લોકગીતો … VTV GUJARATI – DAYRO ABHAYSINGH RATHOD AND – YouTube ► 25:39► 25:39
http://www.youtube.com/watch?v=tLHJl8kH51IApr 7, 2012 – 26 min – Uploaded by VtvGujarati રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને નિર્માણભૂમિ બોટાદ ખાતે ભવ્ય ડાયરાનું આયોજન થયું.આ દાયરામાં … આ ડાયરાનું આયોજન રાષ્ટ્રીય શાયર મેઘાણીના … ashaadhi saanjh na ambar gaaje_Poem By_Zaverchand – YouTube ► 6:44► 6:44
http://www.youtube.com/watch?v=Xm7YpZhGyFQJan 21, 2012 – 7 min – Uploaded by tiajoshi અષાઢી સાંજનાં અંબર ગાજે અંબર ગાજે ને, મેઘડંબર ગાજે !……. …………………… રચના:- ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય: રામજીભાઇ રાઠોડ (સૂરસંગત.કોમ) જરૂરી નો … Man Mor Bani Thangat Kare – Chetan Gadhvi – Gujarati … – YouTube ► 6:56► 6:56
http://www.youtube.com/watch?v=hi6qJGjkk_gOct 2, 2010 – 7 min – Uploaded by Cypher88888888 … મન મોર બની થનગાટ કરે. – ઝવેરચંદ મેઘાણી … Standard YouTube License. 3 likes, 0 dislikes. Show more …. 4:37. Watch Later Error … charan kanya..By Jhaverchand Meghani … – YouTube ► 3:24► 3:24
http://www.youtube.com/watch?v=L3TXlzNW0s8Feb 28, 2012 – 3 min – Uploaded by hemantpadhiar Standard YouTube License. 11 likes, 0 dislikes. Show more Show more. Show less Show less. Link to this … Charan Kanya – Zaverchand Meghani – YouTube ► 3:22► 3:22
http://www.youtube.com/watch?v=FEvet6AewE8Jun 22, 2011 – 3 min – Uploaded by cypher8888888 ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી સંગીત : મેહુલ સુરતી સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી. … Standard … lagyo kasumbi no rang-by Chetan Gadhvi_Zaverchand … – YouTube ► 10:35► 10:35
http://www.youtube.com/watch?v=lXVm1sW1OcINov 29, 2011 – 11 min – Uploaded by tiajoshi … રજુ થઇ ચુકયુ છે, પણ શબ્દો સાથે વાચવાં- સાંભળવાં માં કદાચ વધુ આનંદ આવે…. સ્વર:ચેતન ગઢવી અને સાથી / રચના: ઝવેરચંદ મેઘાણી / સૌજન્ય… … License …
courtesy e-mail: Pragnaben Vyas
“હું’ અમર! છેદ કરતો નથી.
“હું” હટતો નથી,
ક્યાંય જાતો નથી.
આસ-પાસ ભટકે,
ખુદના ઘરમાં લટકે,
કયાંય જાતો નથી.
યુગ પલટાઈ ગયાં,
તારા ખરતા ગયાં,
“હું’અડીખમ ત્યાંનો ત્યાં!
અહીં તહી ભટક્યા કરે,
મન માની કર્યા કરે,
“હું’ખુદમાં નાચ્યા કરે.
રોજ રોજના ઝગડા!
ભરેછે ઝહરના ઘડા!
“હું’ કરે વાતના વડા!
એ કદી મરતો નથી,
એ જીવવા દેતો નથી,
“હું’અમર! છેદ કરતો નથી.