"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારા ડેડી સાવ નકામા !

 

છાયા આપતું વિશાળ વૃક્ષ અચાનક ઉખડી પડે ત્યારે એની પડેલ ખોટની ખબર પડે.માનવીની મહાનતા એના જીવતા બહુંજ ઓછી થાય છે અને એમના ગયાં પછી તો નામની તક્તિ,મુર્તિ અને અન્ય સ્મારક બાંધવામાં આવે છે… ‘ઉમેશ! ડોકટર સાહેબ, હું ક્યારની બુમો પાડું છુ,એવા ક્યાં વિચારોમાં ડુબી ગયો છે કે મારું કશું સાંભળતોજ નથી.જોને આ તારો લાડકો રોનક મારું કશું માનતોજ નથી, મને બહુંજ પજવે છે..If you take care of him then I can cook..( જો તું એની સંભાળ લે તો હું રસોઈ કરી શકું).

રોનક પાંચ વર્ષનો છે પણ ઘણોજ રમતિયાળ અને બોલકો છે.એકી સાથે હજારે સવાલો પુછી નાંખે અને મારી પત્નિ રીના કંટાળીને કહેઃ ‘આટલી નાની એવી ખોપરીમાં એટલા બધા સવાલો પેદા થઈ જાય છે કે મારે જવાબ દેવો ભારે પડી જાય છે…કોણ જાણે કોનો સ્વભાવ આવ્યો છે!’ ‘ તારા ફેમિલીમાં કોઈ આવું હતું ?’ ‘ના…કોઈ વડદાદાનો સ્વભાવ આવ્યો હોય, કહેવાય છે કે ત્રીજી પેઢીમાં જીનનો વારસો મળે!’  રોનક બોલકો હતો પણ કંપુટરની ગેઈમમાં નંબરવન! મને પણ હરાવી દે! ડેડી અને દીકરાની કૉમ્પિટેશનમાં દીકરો જીતે એટલે મા..ને તો હંમેશા એવું લાગે દીકરો વર્ડ ચેમ્પિયન બની ગયો. બેનપણીઓને કહે પણ ખરી કે મારા દીકરો આટલી નાની ઉંમરમાં બહુંજ હોશિયાર છે દીકરાની વાત આવે એટલે અડધી કલાક વાત ચાલે. બહેનપણીઓ ઘણી વાર અતિવખાણથી બોર પણ થઈ જાઈ. ડેડી-મમ્મી અને દીકરોએ અમારી ત્રણની દુનિયા નિરાલી છે. એક બીજાની વાતો કરતાં ધરાઈ નહીએ! પિતાનું વાત્સલ્ય અને માની મમતાની સરખામણી કરીજ ન શકાય!

દુનિયાના કોઈ પણ દેશમાં બાપ-દીકરાનો પ્રેમ ઘણીવાર ભરતી-ઓટ અને તુફાન વચ્ચે સપડાયેલો જોવા મળે છે. માનવ-જીવન આ કેવી પ્રક્રિયા છે? કે કાયમી સમસ્યા છે? જ્યારે બાપ પ્રત્યે કે દીકરા પ્રત્યે કરેલી ભુલોની ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તુફાન સર્જનારને ખબર પડે કે કેવો સર્વનાશ સર્જાય ગયો છે પછી પસ્તાવો થાય. શું એ વ્યાજબી છે? ઉપરવાળો કદી માફ કરે? ગુમાવેલું પાછું કદી પણ નહીં મળે! માત્ર આંસુ સારવાના! મને એ પણ વ્યર્થ લાગે છે. સાગરમાં સમાઈ ગયેલી નદી કદી પણ પાછી ફરવાની નથી! મારે ઘણાં પેસન્ટ મોટી ઉંમરના આવતા હોય છે .ઘણીવાર રડતા રડતાં પોતાના સંતાનોના ખરાબ વર્તણુંક અને વ્યવહારની વાતો કરતાં હોયછે.

‘ઉમેશ બેટા, બહાર બહુંજ ઠંડી છે,સ્નો પણ ભારે પડેછે,અત્યારે તું બહાર રમવાની જીદ ના કર!’ ‘ના ડેડી, મારે તો ફ્રન્ટ-યાર્ડમાં જઈ સ્નો-મેન બનાવવો છે. હવે તો હું પાંચ વર્ષનો થઈ ગયો.કેટલો મોટો છુ? હું એકલો જઉ ?’  ‘ના બેટા! આવા હેવી સ્નોમાં તને એકલો ના મુકાય! મને શરદી થઈ ગઈ છે અને આપણે કાલે સ્નો -મેન બનાવીશું..પ્રોમીશ!’ ‘NO Dad I want to make a snow man today not tomorrow!( ના, ડેડી,આજેજ મારે સ્નો મેન બનાવવો છે , કાલે નહી)) મેં પગ પછાડી,તોફાન કરી જીદ કરી. મારી જીદ પાછળ ડેડીને નમવું પડ્યું. મારી સાથે બાસ્કેટમાં સ્નો એકઠો કરવામાં અને સ્નો-મેન બનાવવામાં હેલ્પ કરવા લાગ્યાં. બે દિવસ બાદ ડેડીની શરદી બહુંજ વધી ગઈ, ડોકટર પાસે ગયાં અને ત્યારે ખબર પડીકે તેમને ન્યુમોનિયાની અસર થઈ ગઈ છે. તાત્કાલિક હોસ્પિટલ ત્રણ દિવસ માટે દાખલ કરવામાં આવ્યાં. હોસ્પિટલથી ઘેર આવ્યા બાદ…મેં ડેડીને સોરી કહ્યું…’ના બેટા, એમાં તારો કશો દોષ નથી. હું ડેડી વગર એક ઘડી પણ રહી ના શકું..જોબ પરથી ઘેરે આવે તુરતજ મારે તેમની સાથે રમવાનું.ડેડી પણ હમેંશા હસ્તા, હસતા મારી સાથે જુદી જુદી રમતો રમે. હું મારા મમ્મીને કહેતો..મારા ડેડી દુનિયાના બેસ્ટ ડેડી છે.

સમયના વહેતા પ્રવાહમાં ચડ-ઉત્તર શરૂ થયાં.મારી બાર વર્ષની ઉંમરે મારા મિત્રો વધ્યાં. ટીન-એઈજનું ગ્રુપ વધવા લાગ્યું..આવતા વર્ષે હું પણ ટીન-એઈજ અવસ્થામાં આવીશ. I told my parents that I want to celebrate my 13th birthday in big hall and wanted to invites my all friends and told them I want brand new laptop on my 13th birthday..( મેં મારા મમ્મી-ડેડીને કહ્યું કે મારે મારી ૧૩મો જન્મ-દિવસ એક મોટા હોલમાં ઉજવવો છે અને મારા બધા મિત્રોને બોલાવવા છે સાથો સાથ એ પણ કહ્યુંકે મારી ૧૩મી વર્ષ ગાંઠે મારે નવામાં નવું લૅપ-ટોપ ભેટમાં જોઈએ છીએ).

‘ડેડી, કંજુસ છે,એમનો સ્વભાવ સાવ નકામો.મારી કોઈ ઈચ્છા સમજે નહીં.સાવ જુના રિવાજના! નવું કશું સમજવુંજ નથી! મને સમજાવાની કોશિષ પણ કરતાં નથી. ‘ બેટા, થોડો મોટો થા પછી આપણે તારા માટે લેપ-ટૉપ જરૂર લેશું. ‘એમ કહોને કે મારી ૧૩મી વર્ષ ગાંઠે તમારે મને કશીજ ભેટ આપવી નથી.’ મારી બર્થડે ઘેરે ઉજવી.ડેડીના ખિસ્સા માંથી એક પેની નિકળતી નથી આવા ડેડી મેં કદી જોયા નથી..સાવ નકામાં છે.

હાઈસ્કુલમાં જો બધા સબજેક્ટમાં” એ ” ના આવે તો મોટું લકચર આપવા બેસી જાય. “જો બેટા, તું અમારો એકનો એક દીકરો છે ,  તું સારું ભણીશ અને ગ્રેડ સારા લાવીશ તો તને કોઈ તારી મન-પસંદની કોલેજમાં એડમીશન મળી જશે અને તારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. મને તો ડેડીનો નર્યો બકવાસ લાગ્યો. ઘરમાં પણ જેમ-બને તેમ તેનાથી દૂર રહેવા કોશિષ કરતો. બહું જુના રિવાજના માનવી છે કશું નવી પેઢીનું શિખવું નથી. ડેડી પોતાના ભુતકાળની વાતો કર્યા કરે ‘ ‘હું નાનો હતો ત્યારે મારા મામ્મી-પપ્પા કહે તેમજ કરતો. હું ઘણી મુશ્કેલીમાં ભણ્યો છું.અમારુ કુટુંબ ગરીબ હતું હું પાર્ટ ટાઈમ જોબ કરી કોલેજ કરી છે. મેં મારા પપ્પાને ઘણી મદદ કરી છે બસ એકની એકજ વાત વારં વાર કરતાં. હું આમ કરતો ,તેમ કરતો હતો. મોટી મોટી ડંફાસજ માર્યા કરે.જાણે કોઈ મોટો શિકાર કર્યો હોય!મને એમાં કશો પણ રસ નહોંતો.

સોળ વર્ષનો થયો મમ્મી-ડેડીને કહ્યું..’મારી પાસે ડ્રાવીંગ લાઈસન્સ આવી ગયું છે તો મને હવે નવી કાર ક્યારે અપાવશો?’ ‘જો બેટાં..તારે સારી કોલેજમાં જવાનું છે તેમજ જો તારે સારો એન્જિનયર કે ડોકટર થવું હોય તો સેવીંગ હોય તો તને અમો સપોર્ટ કરી શકીએ. અત્યારે તું સ્કુલ-બસમાં સ્કુલે જાય તો કાર અને તેમજ કાર-ઈન્સ્યુરન્સના પૈસા બચી જાય.’   ‘હા, હા મને ખબરજ હતી કે તમો ના જ પાડશો…મારી ઈચ્છા કદી તમોએ પુરી કરી છે ? મેં માંગ્યું તે તમોએ કદી પણ નથી આપ્યું. જુઓ મારા મિત્ર રુપેશ પાસે લેટેસ્ટ લેપ-ટૉપ ,નવી કાર બધું એના ડેડીએ અપાવ્યું છે એ પણ મારીજ ઉંમરનો છે.મારે તો સૌને બતાવવાનું કે હું સાવ ગરીબ છું કશું મને પોસાતું નથી..મારા મિત્રોમાં મારી છાપ સાવ છેલ્લી કક્ષાની છે.’

કોલેજમાં ગયો ૧૦ વર્ષ જુની કાર રિપેર કરી મને આપી..મે નવી કાર માંગી તો કહે. ‘My son, I have a transportation for you not a luxury car. I can not afford new car for you..( મારા દીકરા, મારી પાસે કોલેજમાં જવા-આવવા વાહન છે.કોઈ મોટો દેખાવ નથી. હું તારા માટે નવી કાર ખરીદી શકું તેમ નથી). મારે તારી કોલેજનો  ખર્ચ વર્ષે ૨૦,૦૦૦ ડોલર્સનો આવશે અને તેની મારે સગવડતા કરવી પડશે.બેટા,અત્યારે તારુ ભણતર આગત્યનું છે નહી કે નવી કાર.’  ‘આ બુઢ્ઢો કદી પણ મારી વાત કે મારી લાગણીને નહી સમજે.આ ડેડીના માઈન્ડમાં પણ કોઈ બેડ-વાઈરસ ઘુસેલો છે.

ઘણાં સલાહ-સુચનો, જીવનના મુલ્યો,કૌટુંબિક એકતાનું મહત્વ એવી ઘણી વતો કરતાં અને એ આવી વાતો માંડે એટલે આપણી તો કોઈ પણ કારણ શોધી એનાથી દૂર જતાં રહેવાનું.

સમય કોઈની સાથે રહ્યો નથી. મારો પુત્ર રોનક ૧૩ વર્ષનો થયો. ડેડી-મમ્મી બન્ને અમને સુખી કરી દૂર દૂર કોઈ અજનબી દુનિયામાં જતાં રહ્યાં છે.હું પણ પિતા બન્યો.મારા પિતાની અવસ્થામાં પ્રવેશ્યો છું. મારા ડેડી આપેલ ત્યાગ,કરકસર ભર્યું જીવન જીવી,તેના એકને એક સંતાનને ડૉકટર બનાવ્યો.મેં એમને શું આપ્યુ?..ટીન-એઈજ(Teen-Age) થયાં પછી માત્ર ધૃણાં!કદી એમની સોના જેવું સત્ય એ અવસ્થમાં સમજી ના શક્યો.

આજ એમને મરણ તીથી છે.મંદીરમાં ૨૦૦૦ ડોલર્સ આપી મારા તરફથી જમણવાર રાખેલ છે જેથી ડેડીના આત્માને શાંતી મળે.શું ભૂતકાળના દિવસોમાં મેં ડેડીને આપેલ માનસિક ત્રાસને એ દૂર કરી શકશે ? આ દાન માત્ર મારા મનના સંતોષ ખાતર છે.

હું મારા પ્રસ્તાવાના ઝરણામાં સ્નાન કરી રહ્યો હતો ત્યાંજ મારો દીકરો રોનક દોડતો આવ્યો..’ડેડી,મારા મિત્રને એમના ડેડી એ ૧૩મી બર્થ-ડે માં બ્રાન્ડ ન્યુ કંમ્પુટર અને વિડિયો-ગેઈમ અપાવી.તમે મને શું આપશો?..મે જે સવાલ મારા ડેડીને ૨૦ વર્ષ પહેલાં કરેલો એજ સવાલ મારો પુત્ર પુછી રહ્યો છે…શું જવાબ આપું?

આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી આપશોજી

જૂન 29, 2012 Posted by | વાચકને ગમતું | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: