"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ના કરો…

શું કહું તેમને કે શૂં શું ના કરો

 જે કહું એનાથી ઊંધું ના કરો.

વાતેવાતે આમ ઊંહુંના કરો,

પૂંછ પર પગ ક્યાં છે?કંકું  ના કરો,

વાંસળી ને ફૂકણીમાં ફેર છે,

વાંસ પોલો જોઈફૂંકું ના કરો.

ધોલ મારી બાપે શીખવાડ્યું હતું,

કોઈનું ક્યારેય બૂરું ના કરો.

સાત ફેરા….સાત જન્મો…ભૂલીને

 સાત મહિનામાં જ છૂટું ના કરો.

ના! નથી ફેશનનો વાંધો,

 પણ ડિયર ગંજી કરતાં શર્ટ ટૂંકુ ના કરો.

લાળ પાડે એકલાં જે વાતે સૌ,  

ભેગા થઈ એ વાતે થૂથૂ ના કરો.

તીસ નંબર બીડી જેવું આયખું

ફૂંકી ફૂંકી એને ઠૂંઠૂ ના કરો.

દેશમાં દુષ્કાળ,જળ તરસી ધરા..(પણ)

કાર રોકી જ્યાં ત્યાં સૂ સૂ ના કરો,

-રઈશ મનીઆર

ફેબ્રુવારી 4, 2012 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: